miracle old tample - 26 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય પુરાણી દેરી - 26


રહસ્યમય પુરાણી દેરી - 26

(આગળનાં ભાગમાં જોયું કે ઘનાભાઈને મણીડોશી મૂર્તિ લેવા મોકલે છે. પરંતુ બધા વિચારોમાં હોઇ છે કે મૂર્તિ લેવા ગયો ક્યાં. હવે આગળ...)

મણીડોશી એ મુખી અને બીજા બધાં લોકોને સમજાવતા કહ્યુ કે "જ્યારે મે કરશન ભગતને મૌતને ઘાટ ઉતારી મૂર્તિ સામે જોયું હતુ ત્યારે જ અનુભવ્યું હતુ કે મૂર્તિ અપશકૂન છે."

ગોવિંદભાઈએ મૂર્તિના વખાણ કરતા કહ્યુ કે " એ મૂર્તિકારે કહ્યુ હતુ કે દુનિયાની સૌથી અજીબ મૂર્તિ છે. આ મૂર્તિ જેવી અત્યાર લગી કોઇએ નથી બનાવી. આ મૂર્તિ અર્ધ મહાદેવ અને અર્ધ કાલિકા માઁ ની બને ભેગી કરેલી હતી. સૌથી સુંદર અને દુનિયામાં એક જ મૂર્તિ છે."

મણીડોશી એ ગોવિંદભાઇનો સાથ આપતા કહ્યુ કે "ભૂતોના દેવ મહાદેવની મૂર્તિ તો બહુ જ સુંદર હતી. મે સાંભળ્યું હતુ કે આવી અદ્ભૂત મૂર્તિ ક્યારેય નહીં જોઇ હોઇ. પરંતુ આના જેવી ભયંકર મૂર્તિ પણ મે કોઈ દિવસ નથી જોઇ. મહાદેવની ત્રીસરી આંખ ખુલ્લી મતલબ કે વિનાશનો સમય. તેં મૂર્તિમાં મહાદેવની ત્રીસરી આંખ ખુલ્લી હતી. તે મૂર્તિને જોતા જ મને અનહોની નો અનુભવ થવા લાગ્યો હતો અને મારો અનુભવ સાચો પાડતાં તેં મૂર્તિકાર ને સજા મળી જ હતી.

ત્યાં જ મુખીજી એ કહ્યુ કે "સાચો પડ્યો એટલે તમે એ મૂર્તિકારને મળ્યા છો?"

તેનો સાથ અને અધૂરું વાક્ય પુરુ કરતા ગોવિંદભાઇ બોલ્યા કે " તમને ખબર હતી કે આટલી સુંદર મૂર્તિ કેમ આટલી સસ્તીમાં આપવા રાજી થઈ ગયો હતો."

પ્રવીણભાઈએ ગોવિંદભાઈ સામે જોતાં કહ્યુ કે "તમે તે મૂર્તિ સસ્તા ભાવમાં લઈ આવ્યાં હતાં. તો તમને કાઈ અંદાજ નો આવ્યો?"

ગોવિંદભાઈએ કહ્યુ કે "ના, ના, અમે મૂર્તિ જોવા ગયા તો આ મૂર્તિ એક ખૂણામાં પડી હતી. મોહનને એ મૂર્તિ ગમી ગઈ. મને બતાવી તો મને ખૂબ જ ગમી ગઇ. મૂર્તિકાર ને એનું દામ પુછ્યું તો એને દામ જ નો આંક્યો એને એમ જ કહ્યુ કે તે મૂર્તિ વેચવા માટે નહીં. બાકી આસપાસ બધી મૂર્તિ પણ પુરાણી જ હતી. અને લગભગ મૂર્તિ તો રાક્ષસ-દાનવ ની જ હતી. આ એક જ મૂર્તિ મહાદેવ જેવી લાગતી હતી. અને એક વાર જોતા જ મનને મોહિત કરી નાખ્યું હતુ એવી મૂર્તિ હતી. મોહનને મૂર્તિકાર સામે ધડ કરી કે અમારે આ મૂર્તિ જ જોઇ છે. પરંતુ મૂર્તિકારે છેલ્લે એનાં ભાવ જ એટલાં આંકયા કે અમારે નિરાશ થવું પડયું.

હુ અને મોહન ત્યાંથી ચાલતા થયા કે ફરી મોહન પાછો વળીને કહ્યુ કે હજુ વિચારી લો અમારાં જેવી ભક્તો કોઈ નહીં મળે. મૂર્તિ ગમે તેટલી સારી હોઇ પરંતુ તેની કદર કોઈ નહીં કરે. અમે તો મહાદેવનાં ભક્તો છી એટલે તમારી કળાની પણ કદર કરી અને આ મૂર્તિની પણ કદર કરશુ. અમારાં જેવી ભક્તિ બીજુ કોઈ નહીં કરે.

ત્યારે અચાનક જ મૂર્તિકારએ કહી દીધું કે "લઇ જાવ આ મૂર્તિ. અત્યાર થી આ મૂર્તિ તમારી. તમારે જે દામ દેવા હોઇ તે આપી દેજો."

મોહનનાં કહેવાથી મે તુરંત અમારાં ગણ્યા મુજબ રૂપિયા આપી દીધાં અને ત્યાંથી ચાલતા થયા. થોડા સમય પછી અમે બને હસતાં હતાં પછી મે મોહનને કહ્યુ કે કેમ તને ખબર કે તુ આવુ કહીશ એટલે તે મૂર્તિ આપી દેશે.

મોહને કહ્યુ કે " બધી મૂર્તિ પર ધૂળનાં થર જામી ગયા હતાં. આસપાસ જોયું તો લાગ્યું કે કોઈ નવી મૂર્તિ પણ નહીં બનતી મતલબ કે આ મૂર્તિકાર હવે મૂર્તિ નથી બનવતો. અને તે કોઈ મૂર્તિ વેંચશે પણ નહી. તેં એને જ મૂર્તિ વેંચશે જેને એની કદર હોઇ.
અમે બને ફરીથી હસ્યાં અને બોલ્યા કે સસ્તામાં બેડો પાર થઈ ગયો. ગામનાં બધાં લોકોને જ ખૂબ જ ગમશે. અને પછી હું અને મોહન ગામ તરફ આગળ વધ્યા.

હવે આમાં કેમ અંદાજ આવે કે મૂર્તિ અપશકૂન હશે. મોહન હોત તો તેને બહુ દુખ થાત આ વાતને લઇને.

પ્રવીણભાઈ બોલ્યા કે " મણી બહેન પણ તમને આ વાતની કેમ ખબર પડી ?, તમે ક્યારે મૂર્તિકારને મળ્યા હતાં ?"

ત્યારે મણી ડોશીએ જણાવ્યું કે,

*** થોડા વર્ષો પૂર્વ...

જ્યારે મે મૂર્તિ સામે જોયું અને મને અભૂતપૂર્વ અહેસાસ થયો ત્યારે મારી સાથે એક બાળક જ ઉભો હતો. બાકી ગામનાં બધાં લોકો શોકમાં જ હતા.

મે વિચાર્યું કે આ મૂર્તિની સ્થાપના તો નહીં જ કરવા દવ. ત્યારે ઢોલી સામે જોયું તો એટલો ડરી ગાયો હતો કે કોઈ જાતનો અનુભવ જ નહતો એને. વાલજી અને તેની પત્નીનું મૃત્યુ એ તેને આઘાતમાં રાખ્યો હતો. અને મારી વાત બધી માનવા ત્યાર હતો.

પરંતુ મને ખબર હતી કે મારી સાથે રહેવું બહુ મુશ્કેલ છે પરંતુ ગામનાં લોકો ગમે તેમ કરી બિનબિહાયનાં છોકરાંને સાચવી લેશે. એટલે તેં દિવસે હુ પાછી આવી ગામમાં અને મે એને કહ્યુ કે મારુ એક કામ કર તો હુ તને ઢોલની બે દાંડી બનાવી આપીશ.

પછી મે એને કહ્યુ કે આ રંગ મૂર્તિ ઉપર નાખીને આવ. અને હું બિલાડીના સબને મૂર્તિ પાછળ નાખી આવી. મને ખબર હતી કે પંડિત ક્યારેય લોહીથી સ્નાન કરેલ મૂર્તિની સ્થાપના નહી કરે.
મે વિચાર્યું હતુ એ મારુ કામ પુરુ થયુ.

*** વાસ્તવિકતા ...

ત્યાં જ અચરજ પામતા ગોવિંદભાઈ બોલ્યા " પરંતુ તે રાતે તો અમે બધાં લોકોએ તમને તમારી ઝુપડીં સાથે સળગાવી દીધાં હતાં ને?"

મણીડોશી એ કહ્યુ કે " હુ તે દિવસ જ ગામને મુકી શહેર તરફ નીકળી ગઇ હતી. અને તમે ગામનાં લોકોએ મને નહીં, મારી ઝુપડીને જ સળગાવી હતી."

પ્રવીણભાઈ વિચારતા કહ્યુ કે " તો તે રાત પહેલા જ તમે શહેર મૂર્તિકારને મળવા રવાના થઈ ગયા હતાં એમને ?"

મણી ડોશી એ કહ્યુ કે " હાં, તે રાત પહેલા જ મૂર્તિકારને શોધવા નીકળી ગઇ હતી. પરંતુ ત્યાં જઇને ખબર પડી કે મૂર્તિકારને તો બહુ વર્ષો પૂર્વ જ મૌતની સજા કરી હતી."

ત્યાં જ ગોવિંદભાઈ આહોશમાં બોલ્યા કે " તો હુ અને મોહન કેની પાસેથી મૂર્તિ લઇને આવ્યાં હતાં...?"

વાત કાપતા પ્રવીણભાઈએ આતુરતા પૂર્વક પુછ્યું કે " મૂર્તિકારને પણ કેમ મોતની સજા કરવામાં આવી હતી ?"

ક્રમશ...

શું હશે રહસ્ય મૂર્તિકારનું ?
ઘનાભાઈ કેની શોધમાં ગયા હશે.?


(આગળનાં રહસ્યોને જાણવા માટે બન્યાં રહો "રહસ્યમય પુરાણી દેરી"ની રોમાંચક સફર સાથે.)

પ્રિત'z...💐


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED