બાર ડાન્સર - 10 - છેલ્લો ભાગ Vibhavari Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાર ડાન્સર - 10 - છેલ્લો ભાગ

બાર ડાન્સર

વિભાવરી વર્મા

ચેપ્ટર : 10

“મતલબ ?” પાર્વતીના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. “મૈં જીસ ડાન્સ-ટૂર મેં દૂબઈ જા રહૈલી હું. વો ટૂર કા અસલી ઑર્ગેનાઇઝર સાલા ખુદ જુલ્ફી ચ હૈ ?”

પાર્વતીનું મગજ ચકડોળની જેમ ભમી ગયું.

શું સાલી કિસ્મત છે ? જે જુલ્ફીની શાદીમાં ડાન્સર તરીકે જઈને ભરી મહેફિલમાં હરામખોરના ડાચા પર થપ્પડ મારવાનો આઇડિયા તરાના નામની ડાન્સરે આપ્યો હતો એ તરાનાને એક જમાનામાં એના જ હલકટ પ્રેમીની ચૂંગાલમાંથી છોડાવવા માટે પાર્વતીએ પોતાની જાનની બાજી લગાવી દીધી હતી. તરાનાને મારવા માટે ઉગામેલુ ચપ્પું પાર્વતીએ પોતાની મુઠ્ઠીમાં પકડી લીધું હતું. એનો ઘાવ સાલો, એની કિસ્મતની લકીર બની ગયો હતો, પણ સાલી એ કિસ્મતની લકીરે આજે પાર્વતીને ક્યાં લાવીને મૂકી દીધી ?

તરાના ઉર્ફે તાહિરાને શું આ જુલ્ફીની અસલિયતની ખબર હતી ?

“ધત્ સ્સાલા !!” તરાના પાર્વતીની વાત સાંભળતા જ બોલી ઊઠી. “તેરા જુલ્ફી તો સાલા ભડવા નંબર વન નિકલા ! મગર તૂ ફિકર મત કર. શાયદ ઉસ કો તો પતા ચ નહીં કિ તૌરાની જો ડાન્સરોં કો દૂબઈ મેં ઉસકી શાદી મેં લા રહા હૈ ઉસ મેં ચ ઉસ કી હોનેવાલી બીવી કી સૌતન હૈ...”

સૌતાન ? સાલી, હું સૌતન થઈ ગઈ ? પાર્વતીએ આ વાતને આ રીતે તો કદી વિચારી જ નહોતી. જે મરદ એની પોતાની બચ્ચીને ડિલિવરી વખતે ખબર પૂછવાય નહોતો આવ્યો. એની શાદી તો સાલી, એ જ વખત ખતમ થઈ ગઈ હતી ને !

પણ દૂબઈ જવું જરૂરી હતું.

પાર્વતીએ એપાર્ટમેન્ટની સેઠાનીઓને કહી દીધું હતું કે “મૈં ચાર દિન તક નહીં આયેગી” પણ એ ચાર દિવસામાં જો ક્યાંક ટીવી પર એનો ઇન્ટરવ્યૂ આવી ગયો તો ? એની પીઠ પાછળ એપાર્ટમેન્ટમાં કેવી કેવી વાતો ઊછળશે ?

પાર્વતીની દીકરી જમુના તો બિચારી આખી વાતથી બિલકુલ બેખબર હતી. તરાનાએ જમુનાને એક ડાન્સર સહેલીના ફ્લેટમાં ચાર દિવસમાટે મોકલી આપી હતી.

જમુના ગઈ પછી તરાનાએ પાર્વતીને કહ્યું,“અબ, સામાન પેક કરેં ? રાત કો દેઢ બજે કી ફ્લાઈટ હૈ... સાલે ઑર્ગેનાઈઝર પૈસે બચાને કે ચક્કર મેં ભલતે જ ટાઇમ કી ટિકિટ કરવાતે હૈં..”

પાર્વતી જિંદગીમાં પહેલીવાર વિમાનમાં બેસવાની હતી. પણ દિલમાં સાલી, થ્રિલને બદલે ડરની ધકધક ચાલી રહી હતી.

***

આખી ફ્લાઈટ દરમ્યાન પાર્વતી ચૂપ રહી.

દૂબઈની હોટલમાં પહોંચ્યા પછી પણ પાર્વતી ગુમસુમ હતી. સાથેની બીજી છોકરીઓ અને તૌરાની શેઠ વચ્ચે નૉન-વેજ મજાકો ચાલતી રહી હતી, પણ એ તો જાણે પાર્વતીના કાને પણ નહોતી પડતી.

ચાર નાઇટ ડાન્સ કરવાના પ્રોગ્રામો હતા. ટોટલ આઠ ડાન્સરો હતી. ચાર ફોરેનર અને ચાર ઇન્ડિયન. પાર્વતીની નજરો જુલ્ફીને શોધી રહી હતી પણ સાલો, પહેલી ત્રણ નાઈટના પ્રોગ્રામમાં દેખાયો જ નહિ.

પાર્વતી ડાન્સ કરવા ખાતર સ્ટેજ પર આવતી, મહેમાનો વચ્ચે કમર હલાવીને ઘૂમતી. શેટ્ટીના ‘દિવાના બાર’માં કરતી હતી એવી જ ટાઇપના ચાલુ ડાન્સકરીને નીકળી જતી હતી. શાદીના મહેમાનો ફોરેનને ડાન્સરો પાછળ કુત્તાની જેમ લાળ ટપકાવતા હતા અને તરાના જોડે રીંછ બનીને નાચતા હતા. મહેમાનોની જેબ નોટોથી છલકાતી હતી. તરાના ઉપર સૌથી વધુ નોટોનો વરસાદ થતો હતો.

જેટલી વાર નોટોની થપ્પી ભેગી કરીને તરાના અંદર પાછી આવતી એટલી વાર થપ્પીનો અડધો ભાગ અલગ રાખતી હતી. ત્રીજી નાઇટે પાર્વતીએ પૂછ્યું,“યે જો અલગ કર રૈલી હૈ, વો તૌરાની કા કમિશન હૈ ?”

“નહીં.” તરાનાએ પાર્વતીનો હાથ પકડીને કહ્યું,“યે તો મેરી તરફ સે જમુના કા ગિફ્ટ હૈ... સાલી, મેરી ઇતની તો રીશ્તેદારી બનતી હૈ ના ? મૌસી હું. કોઈ ફાલતુ આન્ટી-બાન્ટી નહીં...”

પાર્વતીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.

***

આજે રાત્રે આખરી જલસો હતો.

દૂબઈની જે હોટેલમાં ત્રણ રાત જલસો ચાલ્યો, એ પછી અહીંથી બારાત નીકળીને એક વધુ મોટી અને શાનદાર હોટલમાં જવાની હતી. અહીં બારાતમાં રસ્તા પર નાચવાનું તો આમેય એલાઉડ નથી, પરંતુ મોડી રાત્રે લગનની વિધિ પતી જાય પછી બંને પક્ષના મરદોના મનોરંજન માટે આ છેલ્લો ભવ્ય અને સૌથી શાનદાર જલસો હતો.

પાર્વતી અરીસા સામે તૈયાર થઈ રહી હતી. તરાના અંદર આવી જોતાંની સાથે કહ્યું,“માશાઅલ્લા, આજ તૂ સબ કો ખા જાયેગી ! હાયે હાયેક્યા જાલિમ લગ રેલી હૈ !”

પાર્વતી ખરેખર એટમબૉમ્બ લાગી રહી હતી. તેણે બ્રાઝિલના ફેસ્ટિવલની ડાન્સરો પહેરતી હોય એવો ધમાકેદાર ડ્રેસ પહેર્યો હતો. સી-બ્લૂ કલરની અત્યંત લો-કટ સ્લીવલેસ ચોલીમાં ગોલ્ડન અને સિલ્વર કલરની એમ્બ્રૉઈડરની હતી. એનું ફીટિંગ એવું મસ્ત હતું કે પાર્વતીની છાતીનો પોણો ભાગ ભરાવદાર રીતે ખુલ્લી થઈને બહાર આવી રહ્યો હતો. ગળામાં લીલાં ભૂરાં મોતીનો હાઇનેક ટાઇપનો નેકલેસ હતો. પાર્વતીએ હેરસ્ટાઇલ પણ એકદમ સામ્બા આફ્રિકનટાઇપની કરાવડાવીને અંદર મોટાં મોટાં રંગીન પીંછા ખોસ્યાં હતાં.

બ્રાઝિલિયન ફેસ્ટિવલ ડ્રેસની ખાસિયત એ છે કે એમાં કમર તથા પેટનો ભાગ છુટથી પ્રદર્શિત કરવાનોહોય છે.છેલ્લા પંદર દિવસની સખત ડાન્સ પ્રેક્ટિસ અને મજબૂત ડાયેટિંગના કારણે પાર્વતીની ભરાવદાર માંસલ કમર વધુ લચીલી અને બેડોળ દેખાતું હતું તે અત્યારે સાવ ઘટી ગયું હતું. બલ્કે ડૂંટીમાં ચોંટાડેલા ચમકતાં આભૂષણોના લીધે એ ભાગ ખૂબ જ સેક્સી લાગી રહ્યોહતો.

કમર નીચે પાર્વતીએ પહોળો ડેકોરેટીવ કમરબંધ બાંધ્યો હતો. બિલકુલ બ્રાઝિલિયન છટામાં જાંઘો તથા નિતંબનો અડધો ભાગ ખુલ્લો રહે એવું કમરવસ્ત્ર પહેરીને તેની ઉપર અડધો ડઝન જેટલી બિડ્ઝની સેરો લટકતી રાખી હતી.

“હાઈલા !” તરાનાની તો આંખો જાણે પલકારો મારવાનું ચૂકી ગઈ હતી. “યે સાલા ઇતના ઝક્કાસ કોસ્ચ્યુમ કિધર સે ઢૂંઢા ?”

“ખરચા કિયા હૈ...” પાર્વતી ફિક્કું હસી. “તૌરાની સેઠને જીતના પૈસા એડ્વાન્સદિયા થા, વો સબ ઇસ ડ્રેસ મેં ડાલ દિયા. આજ સુબહ તૂ જબ સો રહી થી તબ મૈં એક મૉલ મેં ગઈ થી....”

તરાના વિચારમાં પડી ગઈ. પાર્વતી કેટ-કેટલું દાવ પર લગાવી રહી હતી ? સાલો જુલ્ફી આજે તો મહેફિલમાં આવશે ને ? અને જો આવ્યો તો શું થશે ?

***

ફાઇવસ્ટાર હોટલનો હૉલ પૂરેપૂરો મરદોથી ભરેલો હતો. જુલ્ફી એક શાનદાર સિંહાસન જેવી ખુરશી પર બેઠો હતો. આજુબાજુ એના દોસ્તો અને કન્યાપક્ષના રિશ્તેદારો ગાદીતકિયા, સોફાઓ તથા ખુરશી-ટેબલ પર ફેલાઈને બેઠા હતા.

એક પછી એક આઇટમો પેશ થઈ રહી હતી. કોઈમાં ત્રણ ત્રણ ડાન્સરો, કોઈમાં બે, તો કોઈમાં એક એવા દૌર ચાલી રહ્યા હતા. સાથે શરાબની બૉટલોમાંથી જામ પીરસાઈ રહ્યા હતા.

પાર્વતીનો વારો આવવાની તૈયારી હતી. એણે જઈને ડીજે પાસે પોતાનું ગાયન કઢાવ્યું અને લાઇટિંગવાળાને સૂચના આપી : “જ્યાદાતર અંધેરા ચ રહેના મંગતા, સિર્ફ મેરે ઉપર ફૉકસવાલી દો લાઇટ... ઔર એન્ડ મેં વો ભી ઑફ કર ડાલને કી... સમઝા ના ?”

તરાના સાઇડમાં ઊભી ઊભી જોઈ રહી હતી. પાર્વતીએ તૈયારી તો પૂરેપૂરી કરી લાગે છે. એણે ક્યું સોંગ સિલેક્ટ કરાવ્યું હશે ?

પાર્વતીની એન્ટ્રી થવાની અડધી મિનિટ બાકી હતી ત્યાં એના મોબાઇલમાં રિંગ વાગી. મુંબઈથી ફોન હતો. “હલો, મૈં આરતી.ન્યુઝ ચેનલ કી રિપોર્ટ... પહેચાના ?”

“હાં.બોલો ?”

“સુનો, મૈં ને આપ કા ઇન્ટરવ્યૂ મેરે બોસ કો દિખાયા. વો બોલતે હૈ અભી ટીવી મેં લગાઓ !”

“અભી?” પાર્વતી ચમકી ગઈ.

“હાં.” આરતીએ કહ્યું.“મગર ચેનલ કે રૂલ્સ કે હિસાબ સે હમેં આપ કી પરમિશન ચાહિયે... આપ યસ કરતી હૈં ના ?”

પાર્વતી એક ક્ષણ માટે અટકી. પછી મનમાં કંઈક વિચારીને કહી દીધું. “અભી નહીં. યે તમાશા મેરાહૈ. મૈં ખુદ કરુંગી. ટીવી નહીં ચાહિયે.”

પાર્વતીએ ફોન કટ કરી નાંખ્યો. બાજુમાં ઊભેલી તરાના આટલા અછડતા સંવાદોમાં આખી વાત સમજી ગઈ. એણે પાર્વતીની પીઠ થાબડી.

“સહી હૈ પાર્વતી, યે તેરાચ તમાશા હૈ, જા...”

પાર્વતીએ તરાના સામે જોયું. એની નજરમાં એક આગ હતી. એ બોલી,“અભી મૈં પાર્વતી નહિ, પારો હું પારો... અબ તૂ દેખ..”

એક તરફ પાર્વતી એન્ટ્રી લેવા માટે ગઈ. બીજી તરફ તરાના આ મહેફિલનું શૂટિંગ કરનારા કેમેરામેનને શોધવા નીકળી.

***

પાર્વતીની એન્ટ્રી થતા જ હૉલની લાઇટો બંધ થઈ ગઈ. માત્ર પાર્વતીની બૉડી પર બે સ્પૉટલાઇટના શેરડા પડી રહ્યા હતા. પણ પાર્વતીએ ત્યાંસુધીમાં એના દિમાગમાં પારો નામની જુદી જ વ્યક્તિને ફીટ કરી દીધી હતી.

ગાયન ચાલું થયું. “આ... જાને જાં... આ મેરા યે હુશ્ને જવાં...” ફિલ્મ ‘ઇંતેકામ’નું આ હૉટ સૉંગ શરૂ થતાં જ આખા હૉલમાં સીટીઓ વાગવા લાગી. સ્પૉટલાઇટના શેરડા પારોના માંસલ પગથી જાંઘ તરફ અને પછી તેના પેટ તથા છાતી તરફ આગળ વધી રહ્યા હતા. ગાયનની ધીમી છતાં ગરમ રિધમ સાથે પારોનું બૉડી સેક્સી વળાંકો લઈ રહ્યું હતું. ધીમે ધીમે સ્પૉટલાઇટ પારોના ચહેરા તરફ ગઈ.

પારોએ ઇરાની બેલી ડાન્સરની જેમ માત્ર આંખો દેખાય એ રીતે એક બ્લુ કલરનું પારદર્શક સ્કાર્ફ ચહેરા પર બાંધી દીધું હતું. જેનાથીલોકોને તેનોચહેરો સાફ દેખાતો નહોતો. પણ મહેફિલના મરદોને ચહેરામાં રસ પણ ક્યાં હતો ?

આઇટમ સૉંગશરૂ થતાં જ એ પાર્વતીમાંથી પારો બની ગઈ હતી. પારોનું આખું શરીર જાણે કામાગ્નિથી સળગી રહ્યું હતું. ઘડીકમાં તે નાગણની જેમ વળ ખાતી હતી, તો ઘડીકમાં તે માદા અજગરની જેમ ફર્શ પર સરકતી હતી. એની બૉડીનો જાદુ હૉલના તમામ મરદોની આંખોમાં સાપોલિયાં બનીને નાચવા લાગ્યો હતો.

શરૂશરૂમાં વાગી રહેલી સીટીઓ અને ચિચિયારીઓ હવે બંધ થઈ ગઈ હતી. કારણ કે દરેકે દરેક મરદ એની આંખો અને દિમાગ વડે પારોના અંગઉપાંગને ચૂસવામાં લાવી ગયો હતો. સૉંગ આગળ પાછળ ચાલી રહ્યું હતું.

“દૂર સે કિતની આઇ હું... પ્યાર કા તોહફા લાઈ હું..”

પારો ધીમે ધીમે સરકતી જુલ્ફી પાસે પહોંચી ગઈ હતી. જુલ્ફી બિલકુલ કુત્તા ટાઈપ મરદ બનીને મનમાં લાળ પાડી રહ્યો હતો.

પારોએ અચાનક જુલ્ફીનો હાથ પકડીને એને એક ઝાટકાથી ખેંચી પોતાના બદન સાથે લપેટી લીધો. જુલ્ફીના શરીરમાં પારોની બિજલીનો કરંટ ઘૂસી ગયો. પારોએ જુલ્ફીને તરત જ ધક્કો મારીને પાછો એની સીટ પર પછાડ્યો. પછી બે ડગલાં દૂર જઈ, કમર હલાવી, ગરદનને મરોડ આપીને આંખો વડે જુલ્ફીને નવું આમંત્રણ આપ્યું.

જુલ્ફી ઊભો થઈ ગયો. એ જેવો નજીક આવ્યો કે તરત પારોએ એનો હાથ મરોડી એને ફર્શ પર પટકી દીધો. પછી એને ચાર પગે ચલાવી પોતે બંને જાંઘો પહોળી કરીને એની પીઠ પર બેસી ગઈ. જુલ્ફી એકદમ કુત્તાની જેમ આળોટવા માંડ્યો હતો.

પારોએ હવે જુલ્ફીને સંપૂર્ણપણે પોતાના કબ્જામાં લઈ લીધો. ગાયનના તાલ સાથે એ જુલ્ફીના શરીર સાથે છેડછાડ કરવા લાગી. જુલ્ફી તો પાણીપાણી થઈ રહ્યો હતો.

અચાનક પારોએ નવોં પેંતરો કર્યો. ડાન્સ કરતાં કરતાં જુલ્ફીનો પોતાની નજીક ખેંચી, એના કોટના બટન ખોલી બે હાથ વડે એનું શર્ટ પકડીને જોરથી ઝાટકો માર્યો ! તડાતડ શર્ટનાં બટનો ખૂલી ગયાં ! જુલ્ફી અડધો ઉઘાડો થઈ ગયો !

હૉલમાં ચિચિયારીઓ પડવા લાગી. સીટીઓની ભરમાર થઈ ગઈ. જુલ્ફીતો એકદમ ઉત્તેજિત થઈ ગયો. એ ડબલ જોરથી પારોના શરીરને વીંટળાયો. પણ પારોએ એને જબરદસ્ત ધક્કો મારી ફરી પછાડ્યો.

એ પછી સૉંગના ક્લાઈમેક્સમાં ફાસ્ટ રિધમ સાથે પારો અને જુલ્ફીનાં શરીર એકબીજામાં વીંટળાઈ, અથડાઈ, છૂટાં પડી, ફરી ભીંસાઈ રહ્યાં હતાં. દૂબઈમાં કોઈ મહેફિલના મહેમાનોએ આવો ઉત્તેજક નજારોકદી જોયો નહિ હોય..

આખરે જ્યારે સૉંગ પૂરું થયું ત્યારે બંને સ્પોટ લાઇટો બંધ થઈ ગઈ. સમગ્ર હૉલમાં અંધારપટ છવાઈ ગયો. હૉલમાં હજી સન્નાટો હતો. એવામાં જુલ્ફીનો અવાજ સંભળાયો. “તૌરાની સેઠ, કૌન હૈ યે નયા માલ ?”

એ જ વખતે હૉલની લાઇટો ઝળાંહળાં થઈ ગઈ. પારોએ ઊભી થતાં ચહેરાં પરનો સ્કાર્ફ કાઢીને દૂર ફેંક્યો. “જુલ્ફી, નયા નહિ, યે પુરાના માલ હૈ... મૈં પાર્વતી હું ! તેરી પહલી બીવી !”

હૉલમાં સોંપો પડી ગયો. પછી ગણગણાટ શરૂ થયો.

ડઘાયેલો, બથવાયેલો જુલ્ફી ફર્શ પરથી ઊભો થઈને હજી બોલવા ગયો કે “પાર્વતી તૂ ?”

ત્યાં એનું ખૂલી ગયેલું પેન્ટ સરકીને છેક ઘૂંટણ સુધી નીચે ઊતરી ગયું ! હૉલમાં હાહાકાર મચી ગયો.

“એક બાર...” પાર્વતીનો અવાજ ગુંજી ઊઠ્યો. “જુલ્ફી, સિર્ફ એક બાર મૈં ભરી મહેફિલ મેં તેરે કપડે ઉતારના ચાહતી થી ! દેખ, આજ ઉતાર દિયે !”

જુલ્ફીની દશા જોવા જેવી હતી. કન્યાપક્ષના તમામ સગાંઓની સામે એ અર્ધનગ્ન ઊભો હતો. એનો કોટ તો ક્યાંય રખડતો હતો. શર્ટ ફાટીને ખભાઓ પરથી લટકતું હતુ અને પેન્ટ ઘૂંટણ સુધી ઊતરી ચૂક્યું હતું.

“દેખ લો અપને જમાઈકો... ગૌર સે દેખ લો !” પાર્વતી હાંફી રહી હતી. “યે હૈ ઇસ કી અસલિયત. યે આદમી મરદ નહીં, ભડવા હૈ ભડવા ! યે મેરે જૈસી લડકીયોં કો સપ્લાય કરનેકા ધંધા કરતા હૈ ! મૈં તો યહં સિર્ફ નાચને આઇ હું, મગર ઔરોં સે યે ભડવા ક્યા ક્યા કરવાતા હૈ વો આપ હી પતા લગા લેના ! ઔર હાં, ઇસ ભડવે કિ યે દૂસરી શાદી હૈ યા તીસરી, યે મુઝે નહીં પતા, મગર જો ભી અપની બેટી કો ઇસ હરામજાદે કે સાથ ભેજનેવાલા હૈ વો અભી સે સોચ લેના... કે ઉસ બેટી કે સાથ યે ક્યા ક્યા કરેગા...”

“એય ! એય !” જુલ્ફી પેન્ટ સરખું કરતાં ઊભો થયો. “ક્યા બકવાસ કરતી હૈ, સાલી રાંડ ?”

“રાંડ?” પાર્વતી હસી. “અપનીહી બીવી કો રાંડ બોલતા હૈ ! દેખા ? ઔર આપ લોગ ભી સૂન લો, મૈં કભી રાંડ નહીં બની. મૈંને ઝાડુ-પોછા કીયા હૈ, બરતન માંજે હૈં, કપડે ધોયે હૈ... સિર્ફ ઇસી ઇન્તેજાર મેં કે યે સાલા, કભી તો વાપસ આયેગા ? મગર નહીં, મેરે કુ ચ ઉસ કે પાસ આના પડા. ઔર વો ભી...” પોતાનું શરીર બતાડતાં પાર્વતી રડવા જેવી થઈ ગઈ. “ઔર વો ભી યે બન કે... યે !”

આખા હૉલમાં સન્નાટો છવાઈ ગયો.

ડૂસકું લઈને પાર્વતી પાછી જતી હતી ત્યાં પાછળથી આવીને જુલ્ફીએ અચાનક એની સામે રિવૉલ્વર ધરી દીધી.

“તુઝે ક્યા લગતા હૈ, તૂ ઇધર સે વાપસ જાયેગી ? ઐસે હી ?” જુલ્ફી દાંત કચકચાવી રહ્યો હતો.

હૉલમાં ખળભળાટ મચી ગયો. મહેમાનો ઊભા થઈ ગયા. જુલ્ફીના ચમચાઓ ધડાધડ આગળ આવીને પિસ્તોલો તાણી ઊભા થઈ ગયા. તૌરાની સેઠ ડગુમગુ પગે ડોલતા બોલી ઊઠ્યા. “એ જુલ્ફી ! ક્યા કર રહા હૈ તૂ ?”

“કોઈ કુચ્છ નંઈ કરેગા !” પાછળથી તરાના આવી પહોંચી. ઊંચા અવાજે બધાને સંભળાય એ રીતે બોલી:

“એક ન્યુઝ ચેનલને પાર્વતી કા પૂરા ઇન્ટરવ્યુ લિયા હૈ. ઉસ મેં પાર્વતીને જુલ્ફી કે બારે મેં સબ કુછ બોલ ડાલા હૈં. વો ચેનલવાલોં કે પાસ જુલ્ફી કી ટોટલ કુંડલી ભી હૈ... ઇતના હી નહીં, યહાં કી ચારોં નાઇટ કા સારા શૂટિંગ મૈં ને ઇ-મેઇલસે ઉસ ન્યૂઝ ચેનલ મેં ભિજવા દિયા હૈ...”

હૉલના મહેમાનોમાં હવે ગણગણાટ શરૂ થઈ ગયો.

“અબ આપ હી સોચ લો. જાન જાયેગી તો સિર્ફપારો કી જાયેગી, મગર ઇજ્જત જાયેગી તો તુમ સબ કી જાયેગી...”

.જેમ જેમ હૉલમાં ગણગણાટ વધતો ગયો તેમ તેમ જુલ્ફીનો રિવૉલ્વરવાળો હાથ નીચે ઝૂકતો ગયો.

***

વિમાનમાં પાછાફરતાં હજી પણ પાર્વતીના દિમાગમાં પ્લેનનાં ભારેખમ એન્જિનોની ઘરઘરાટીના અવાજો પડઘાઇ રહ્યા હતા. તરાનાએ પાર્વતીને પૂછ્યું હતું.“અબ તૂ ક્યા કરેગી ?”

પાર્વતીએ ખાસ્સી વાર પછી એખ જ શબ્દનો જવાબ આપ્યો હતો : “ડાન્સ.”

***

છેક મુંબઈ એરપોર્ટથી બહાર આવી ગયા ત્યાં સુધી પાર્વતી એક અક્ષર પણ બોલી નહોતી. જાણે એક વાવાઝોડું પસાર થઈ ગયું હોય એવી શાંતિ હતી એની ચૂપકીદીમાં આખરે જ્યારે તરાના સાતે ટેક્સીમાં બેઠી ત્યારે પાર્વતીએ બારીમાંથી આવતી હવામાં પોતાનો ચહેરો કાઢતાં કહ્યું :

“પતા હૈ તાહિરા ? વો શિવપાર્વતી કે ડાન્સ કે બાદ એક બાર મૉન્ટેનો સર બોલે થે... મેરી પાર્વતી વાપસ આઇ હૈ...”

***

થોડા દિવસ પછી પાર્વતી ‘લૉર્ડ શિવા ડાન્સિંગ ગેરેજ’માં મૉન્ટેનો સરની આસિસ્ટન્ટ ડાન્સ ટિચર તરીકે જોડાઈ ગઈ.

તરાના એને પૂછવા માગે છે કે “વો મૉન્ટેનો સર કી પહલેવાલી પાર્વતી કૌન તી ? ઔર ઉન દોનોં કા ક્યા રિશ્તા થા?”

પણ તરાનાએ હજી સુધી એ સવાલ પૂછ્યો નથી.

સમાપ્ત

vibhavari4dil@gmail.com