Baar Dancer - 6 books and stories free download online pdf in Gujarati

બાર ડાન્સર - 6

બાર ડાન્સર

વિભાવરી વર્મા

ચેપ્ટર : 6

સવારે આંખો ખૂલી ત્યારે પાર્વતીને આખી દુનિયા એકદમ અજીબ લાગી.

તરાના લક્ઝૂરિયસ એપાર્ટમેન્ટમાં પાર્વતીની આ પહેલી સવાર હતી. પાર્વતીને હજી આ સપના જેવું લાગી રહ્યું હતું. પોચી નરમ ગાદી પર એણે આરામથી ફેલાઈને ઊંઘ ખેંચી હતી. સોડમાં સૂતેલી માયકાંગલી દીકરી જમુનાના પગમાં પ્લાસ્ટર હતું છતાં કેટલી ઘસઘસાટ ઊંઘી રહી હતી.

પાર્વતીએ ઊભી થઈને માથાનો અંબોડો ફરી વાળ્યો. હજી સવારના છ વાગ્યા હતા. તરાના એના એરકન્ડિશન્ડ બેડરૂમમાંથી હજી બહાર નહોતી આવી. પાર્વતીએ બાલ્કનીમાં જઈનેઆખા એપાર્ટમેન્ટના વાતાવરણ પર નજર નાંખી.

સાલી, ક્યાં પેલી ગંદી બસ્તીની કકળાટથી ભરેલી ખિચપિચવાળી સવાર અને ક્યાં આ શાંત એપાર્ટમેન્ટની ‘ગુડ મોરનિંગ !’ બે ઘડી માટે પાર્વતીના મનમાં એક સવાલ ફરકી ગયો કે સાલી, શું આ જિંદગી મારા નસીબમાં છે ખરી ?

***

તરાનાના બાથરૂમમાંથી જ્યારે પાર્વતી સ્નાન કરીને બહાર નીકળી ત્યારે તો એને એમ જ લાગ્યું કે, સાલી, મારી ટોટલ બૉડી જ ચેઈન્જ થઈ ગઈ !

આહ… આટલાં વરસોથી ખોલીના એક નાના ખૂણામાં બદન પર એકાદ કપડું લપેટીને ફટાફટ નહાઈ લેવાથી ટેવાઈ ગયેલી પાર્વતીને તરાનાના આઠ ફૂટ બાય દસ ફૂટના ખુલ્લા બાથરૂમમાં શાવર નીચે ઊભા રહેતાં જ જાણે એમ લાગ્યું કે સાલી, આ તો જન્નત છે !

બત્તીસ સાલની આ બૉડી થઈ ગઈ, મગર સાલી પહેલીવાર ખુદની બૉડીનો એને અસલી અહેસાસ થયો હતો ! પાર્વતીએ પૂરા એક કલાક સુધી બૉડીના એકએક હિસ્સાને ઘસી ઘસીને સાબુથી સાફ કર્યો હતો. આખિરમાં, એકદમ ઠંડા પાણીના શાવર નીચે આંખો બંધ કરીને એ પાંચ મિનિટ સુધી તો ઊભી જ રહી ! બોલે તો, સાલી આ તો ડાયરેક્ટ બાથરૂમમાં ‘બારિશ’ હતી ને ?

બદન પર ટુવાલ લપેટીને પાર્વતી બાથરૂમની બહાર નીકળી કે તરત સામે ઊભેલી તરાના બોલી ઊઠી,“આઈલા, કાય ઝક્કાસ લગ રહી હૈ મેરી પારો!”

અને પારો ? ખુદ એની સહેલીની નજરથી શરમાઈ રહી હતી.

“આયે હાયે હાયે... ક્યા શરમાને કી અદા હૈ !” તરાના ખિલખિલ હસવા લાગી. “બસ ઐસે હી શરમાતે રહના. દૂબઈમેં આધે મરદ તો ઈસી અદા પર ઘાયલ હો જાયેંગે !”

દૂબી ? પાર્વતીને અચાનક ભાન થયું કે તરાનાની આ તમામ મહેરબાનીઓ હકીકતમાં તો દૂબઈ જઈને એના અસલી પતિ જુલ્ફીની બીજી શાદીના જલ્સામાં એનું નાક કાપવા માટેની હતી.

“અરે, સોચને ક્યા લગી ?” તરાના એનો હાથ પકડીને પોતાના બેડરૂમમાં લઈ ગઈ. “તેરા ડાન્સ-ગુરુ તુઝે ક્યા સિખાયેગા ? અસલી ટ્રેનિંગ તો તેરા આજ સે ચાલુ હૈ...”

“ટ્રેનિંગ?”

“અરે, મરદોં કો નચાને કી ટ્રેનિંગ મેરી જાન !”

***

પાર્વતી અરીસામાં પોતાની જાતને જોતી જ રહી ગઈ. યાર, આ તો કોઈ બીજી જ ઔરત લાગતી હતી !

તરાનાએ કોઈ ખાસ જાદૂ નહોતો કર્યો. પાર્વતીની જ સાડી હતી. પાર્વતીનો જ બ્લાઉઝ, પણ બૉડીનો શેઈપ કંઈ અલગ જ લાગતો હતો ! હા, જાદૂ એક જ હતો. તરાનાએ પાર્વતીનો બ્લાઉઝ નવો સિવડાવ્યો હતો. એ પણ પોતાના ખાસ ટેલર માસ્તરપાસે. બસ, એનું ફિટિંગ જ કંઈ એવું મસ્ત હતું કે પાર્વતીનો છાતીનો આખો ઉભાર બદલાઈ જતો હતો ! બાકી રહી સાડી, તો એન તરાનાના વૉશિંગ મશીનમાં ધોઈને ઈસ્ત્રી જ કરાવેલી હતી. એમાં તો એની આખી રોનક અલગ લાગતી હતી !

ડાર્ક મરુન કલરના બ્લાઉઝના હૂક માર્યા પછી જ્યારે પાર્વતીએ તેની ઑરેન્જ કલરની ગ્રીન બૉર્ડરવાળી મરાઠી સાડીનો છેડો જરા ખેંચીને લપેટ્યો ત્યારેતે માની નહોતી શકતી કે પોતે આટલી બોલે તો ‘સેક્સી’ લાગતીહતી !

“અભી બોલોં મેં યે વેણી લગાને કા.” તરાનાએ એના હાથમાં વેણી આપતા પૂછ્યું,“પતા હૈ કિતને કી હૈ ? સિર્ફ તીન રૂપિયેકી! ઓ.કે. ?”

હાથમાં નવી કાચની બંગડીઓ ચડાવતાં વળી બીજો હિસાબ ગણાવ્યો,“કિતને કી હૈ યે ? સિર્ફ તીસ રૂપિયે કી.”

તરાના એને શીખવાડી રહી હતી કે ખૂબસૂરત દેખાવા માટે મોટો ખર્ચા કરવાની કોઈ જરૂરત નથી હોતી. વીસ રૂપિયાની નેલ-પૉલિશ પંદર રૂપિયાની લિપ-ગ્લોસ, ત્રણ રૂપિયાની વેણી, પચીસ રૂપિયાનાં કાનનાં લટકણિયાં અને એટલીજ સસ્તી છમ છમ અવાજ કરતી પગની પાતળી ઝાંઝરની સેર...

“માય ડિયર પારો..” તરાનાએ એને તૈયાર કરીને કાજળનું એક ટપકું એની ગરદન નીચે લગાડતાં આંખ મિચકારી. “જબ ભી ઘર સે નીકલી, તો હમેશા યાદ રખ... મરદ સાલા ઔરત કી બૉડી કો પહલે દેખતા હૈ, બાદ મેં વો ફેસ દેખતા હૈ ! ઇસલિયે સાલા અપના કૉન્ફીડન્સ અપની બૉડી મેં દિખના મંગતા હૈ, સમજી ?”

પાર્વતી પોતાના બદલાયેલા સ્વરૂપથી તો કુશ હતી, પણ એને એક વાત સમજાતી નહોતી.

“તાહિરા, યે સબ પહનકર મુઝે ડાન્સ કરને કા હૈ ક્યા ?”

“અરે નહીં !” તરાના હસવા લાગી, પછી પાર્વતીને નજીક ખેંચીને એકદમ ધીમા અવાજે ટ્રેનિંગનો આખો પ્લાન સમજાવ્યો.

***

“ડી” બ્લોકમાં પેલા હલકટ ગંદી નજરોવાળા ચૌધરીના ફ્લેટમાં દાખલ થતાં પહેલાં પાર્વતીની છાતી ધકધક થઈ રહી હતી. તરાનાએ એને કહ્યું હતું,“પારો, યે હી ચ હૈ તેરા ફર્સ્ટટેસ્ટ...”

ડૉરબેલ દબાવી સાડીનો છેડો ખેંચી તે ઊભી રહી. ચૌધરી દરવાજો ખોલતાં જ દંગ થઈ ગયો. એનું હંમેશાં ચપ્પટ રહેતું મોં પટ કરતું ખૂલી ગયું !

પણ પાર્વતી એની નજર ચુકાવીને ફટાફટ અંદર જતી રહી. બાથરૂમ પાસેથી સાવરણી લઈ સફાઈ શરૂ કરતાં પહેલાં એણે ઊંડો શ્વાસ લીધો. આ પંચાવન વરસનો લંપટ ચૌધરીઘરમાં એકલો જ રહેતો હતો. ટિફિન પણ બહારથી મંગાવીને ખાતો હતો. પણ જેટલી વાર પાર્વતી ઘરમાં કચરા-પોતાં કરવા આવે ત્યારે સાલો દૂર બેઠો બેઠો એકીટશે એની ઝૂકેલી છાતીને જોતો રહેતો હતો.

તરાનાને હિસાબે ચૌધરી ત્રીજા ટાઈપનો મરદ હતો.મગરમચ્છ ટાઈપનો. એ સાલો, કિનારે પડ્યો પડ્યો અડધી આંખો બંધ કરીને શિકારને જોયા કરશે અને પછી અચાનક હુમલો કરશે... પાર્વતીને તરાનાના શબ્દો યાદ આવ્યા. પણ આજ સુધી ચૌધરીએ હુમલો તો શું એનો હાથ સુધ્ધાં પકડ્યો નહોતો. મગરમચ્છ સૂતેલો જ હતો.

હવે આજે શું થશે ?

પાર્વતીએ તરાનાના કહ્યા મુજબ ચૌધરીની નજરોથી સહેજ પણ પરવા કર્યા વિના કચરા-પોતાં કરવા માંડ્યા. એને ખબર હતી કે સાલો હલકટ ચૌધરી એને શિલ્પીના ટાંચણા જેવી ધારદાર નજરો વડે ટાંકીટાંકીને જોઈ રહ્યો છે. છતાં જાણીજોઈને પોતાની બૉડીને બહેરાવીને, જરા વધારે ઝુકાવીને તે કામકાજ કરતી રહી.

ચૌધરીની લોહીમાં તો ઇન્સ્ટન્ટ ફરક દેખાયો ! રોજ સાલો, અખબાર પકડીને ટટ્ટાર બેસીને વાંચવાનો ઢોંગ કરતો હતો, પણ આજે તો સાલો, સોફા પર અડધો આડો થઈ ગયો ! પાર્વતીએ કોઈ મરાઠી લાવણીની ટ્યૂન ધીમા અવાજે ગણગણાવાનું ચાલુ કર્યું ! તરત ચૌધરીનો પોઝ અચાનક ઊંચોનીચો થવા લાગ્યો !

પાર્વતીએ જાણીજોઈને ચૌધરી જ્યાં બેઠો હતો એ સોફાની આજુબાજુ વધારે પડતા નજકી જઈને સફાઈ કરી. બે વાર તો એકદમ એવા પોઝમાં સફાઈ કરતી રહી કે એની અડધી પીઠ ચૌધરી તરફ હોય અને ચૌધરી એના ચહેરાને ના જોઈ શકે પછી અચાનક પાર્વતી એ રીતે પાછળ ફરી કે જાણે એણે ચૌધરીની એ મગરમચ્છ જેવી આંખો આંખોમાં જે ચમકારો હતો તે જોયો જ ના હોય ! બાથરૂમમાં પાછા જઈને પાર્વતીએ જ્યારે પોતું નીચોવીને તાર પર લટકાવીને ડોલ ઊંધી વાળી ત્યાં સુધીમાં તો ચૌધરી સોફામાંથી બેઠો થઈ ગયો હતો ! પાર્વતીની છાતી ધકધક થઈ રહી હતી.

પાર્વતી સાડીનો છેડો લૂઝ કરતી એની સામે આવીને ઊભી રહી. “સા’બ, થોડા પૈસામંગતા થા.”

“બોલોના, કિતના ચાહિયે ?” ચૌધરીનો આખો અવાજનો ટોન જ ફરી ગયો.

“નંઈ વો...” પાર્વતી બોલી :“ગણેશચતુર્થી કા ત્યૌહારઆ રહા હૈ ના તો થોડે નયે કપડે મેરે લિયે, બચ્ચીકેલિયે, ક્યા હૈ બચ્ચી કો ભી...”

“અરે ક્યું નહીં ? બોલ ના, કિતના ચાહિયે ?” ચૌધરી તો ઊભો થઈ ગયો !

“યહી કુછ...” પાર્વતીના મનમાં તો હજાર દોઢ હજારનો આંકડો હતો પણ એણે સીધી રકમ ડબલ કરી નાંખી. “તીન હજાર મિલ જાતે તો.”

“તો લે કે જાઓ ના ?” ચૌધરી તરત અંદર ગયો. કબાટમાંથી રૂપિયા કાઢીને પાર્વતીના હાથમાં ધરી દીધા.

“બોલે, તો થેન્ક્યુ ચૌધરી સા’બ !” પાર્વતી હસી.

“અરે? થેન્ક્યુ કૈસા ?” કદી ના હસતો ચૌધરી સાલો પૂરેપૂરી મગરમચ્છની બત્રીસી બતાડીને હસવા લાગ્યો. “ત્યોહાર તો સબ કે મનાને કા દિલ કરતા હૈ ના ? જાઓ, ખુશી સે મનાઓ... વૈસે છુટ્ટી તો નહીં લેનેવાલી હો ના |”

“અરે છુટ્ટી કૈસી ?” પાર્વતીએ પહેલી વાર ચૌધરીની આંખોમાં આંખો મિલાવી.“મેં તો ઇધરી ચ હુ ના !”

“ઠીક હૈ.. ઠીક હૈ...” ચૌધરી હજી બત્રીસી બતાડી હસી રહ્યો હતો. હવે એ અચાનક તરાપ તો નહિ મારેને ?

પાર્વતી રૂપિયા લઈને ઝડપથી બહાર જતી હતી. ત્યાં અચાનક તરાનાની સલાહ યાદ આવી. “મરદ સાલા ઓરત કી બૉડી કો દેખતા હૈ... ઇસલિયે સારા કૉન્ફીડન્સ અપની બૉડી મેં દિખના મંગતા...”

પાર્વતીએ તરત એની ચાલ ધીમી, લચીલી કરી નાંખી. બારણું બંધ કરતાં પહેલા ફરી ચૌધરીની કાર્ટૂન જેવી સુરત પર નજર ફેરવીને એણે કહ્યું,“અચ્છા ! જાતી મેં...”

બહાર આવ્યા પછી ખુદ પાર્વતીને પોતાના પર વિશ્વાસ બેઠતો નહોતો ! મગરમચ્છ કિનારા પર જ હતો છતાં એના ત્રણ હજાર પાર્વતીના હાથમાં હતા !

***

પાંચમા માળવાળી શર્મા મેડમનો મરદ જાડિયો ફોદા જેવો રોશનલાલ શર્મા હતો. આ પહેલાં પાર્વતીએ કદી એ જાડિયાને એક નજર શાંતિથી જોયો પણ નહોતો. જ્યારે જ્યારે એ શર્મા મેડમને ત્યાં કામ કરવા જાય ત્યારે આખા ઘરમાં વિખરાયેલાં રમકડાં, છોકરાઓનાં કપડાં, બૂટ, ચંપલ, સ્કૂલની ચોપડીઓ, પેન્સિલ-પેન, વૉટરબેગ, મોજાં, દફતર એ બધું ઠેકાણે કરવામાં જ ટાઈમ નીકળી જતો. શર્મા મેડમ તો આરામથી અઠ્ઠાવીસ ઈંચના ટીવી સામે પહોળી થઈને બેસી રહેતી અને કંઈનું કંઈ ખાતી રહેતી.

આટલા દિવસો સુધી એનો ધણી રોશન શર્મા ક્યાં પડ્યો પડ્યો શું કરતો હતો એના પર પાર્વતીનું કદી ધ્યાન નહોતું ગયું. પણ હા, એટલી ખબર હતી કે જો જાડિયો શર્મા ઘરમાં હોય તો હંમેશાં બેડરૂમના બિસ્તરમાં ઊલટો પડીને સૂતો હોય છે.

આજે પણ એ ગઈ ત્યારે રોશન શર્મા ઘૂંટણ સુધીની ચડ્ડી અને લાલ કલરનું ટી-શર્ટ પહેરીને પલંગમાં આળોટી રહ્યો હતો. બેડરૂમમાં વિખરાયેલી સત્તર ચીજો એકઠી કરતાં કરતાં પાર્વતી એ જ મરાઠી લાવણી ગણગણવા લાગી. એણે શર્માની સામે નજર સુધ્ધાં કરી નહિ. બિલકુલ અગાઉની જેમ... પણ શર્માની બૉડીમાં આજે અચાનક એક ફરક આવી ગયો. સાલો ઊંધો સૂવાને બદલે એક પડખે થઈ ગયો !

એટલું જ નહિ, બિસ્તર પર પડેલાં રમકડાં વગેરે ઉઠાવતી વખતે પાર્વતી એની નજીક ઝૂકી કે તરત એણે ચાદર ખેંચીને પોતાના ઉઘાડા પગ ઢાંકી દીધા !“ચ્યાઈલા? યે તો દૂસરી ચ ટાઈપ કા મરદ હૈ. મેરે સે શરમા રૈલા હૈ !” પાર્વતીને જરા હસવું આવી ગયું.

થોડીવાર પછી એ જ્યારે બેડરૂમમાં પોતું કરવા આવી ત્યારે શર્મા હાથમાં કોઈ મેગેઝિન પકડીને વાંચવાનો ઢોંગ કરી રહ્યો હતો. પાર્વતી બિલકુલ એની પાસે જઈને પલંગ નીચે પોતું કરતા અટકીને બોલી :

“શર્મા સા’બ, એક બાત બોલું ક્યા ?”

“ક્યા?” શર્માનો મોં આશ્ચર્યથી ખુલ્લું થઈ ગયું.

“મેડમ કો મત બોલના, પ્લીઝ...”

“અચ્છા ! ....” શર્મા તો એકદમ ચકબુલ જેવો થઈ ગયો.

“બોલેતો, કુછ પૈસે ચાહિયે થે.. યે ત્યૌહાર આ રૈલા હૈ ના, ગણપતિ કા...” પાર્વતીએ અવાજ ધીમો કરાતં બહારના ડ્રૉઈંગરૂમ તરફ નજર કરતાં ફરી કહ્યું,“મેડમ કો મત બોલના, વો ગુસ્સા કરેંગી...”

“હાં, નહીં બોલુંગા. કિતના ચાહિયે ?”

“યહી, દો હજાર !” પાર્વતી એટલું બોલીને જાણે કોઈ વાતચીત જ ના થઈ હોય એમ ઊભી થઈને રૂમના બીજા છેડે જતી રહી.

ત્યાં બેસીને એ પોતું કરતી હતી ત્યારે એના કાન બિલકુલ એની પીઠ પાછળ હતા. પાર્વતીએ કબાટ ખૂલવાનો અવાજ સાંભળ્યો, કબાટ બંધ થવાનો અવાજસાંભળ્યો, છતાં એ પોતાનું કામ કરતી રહી. પછી બેડરૂમના દરવાજે પાણીની ડોલ મૂકવાને બહાને ડ્રૉઈંગરૂમમાં નજર કરી. મિસિસ શર્મા હજી ટીવીમાં ચીપકેલી હતી. છોકરાંઓ ધમાલ મસ્તી કરી રહ્યાંહતાં.

બારીનો પરદો સરખો કરીને એની મારબલની પાળી પર પોતું ફેરવવાને બહાને એ પાછી બેડરૂમમાં ગઈ કે તરત શર્માએ એની મુઠ્ઠીમાં વાળેલી નોટોની ગડ્ડી પકડાવી દીધી. એ હસ્યો,“યે લે, આરામ સે વાપસ કરના. ઠીક હૈ ?”

પાર્વતીએ જ્યારે નોટોની ગડ્ડીને શર્માની નજરો સામે, પોતાની સાડીનો છેડો ઊંચો કરીને બ્લાઉઝમાં સરકાવી ત્યારે એ બબૂચકની હાલત જોવા જેવી હતી !

તરાના બિલકુલ સાચી કહતે હતી,“શર્મા તો એક નંબર કા ભોંદુ રીંછ હૈ ! ઉસ કો કોઈ ભી નચા સકતા હૈ...”

***

હવે વારો હતો ઉષા મેડમના હસબન્ડનો. તરાનાએ ખાસ કહ્યું હતું કે “વો સાલા, ભલે હી જેન્ટલમેન દિખતા હો, મગર એક બાર વો બાર ડાન્સર કે ચક્કરમેં ઘૂસ ચૂકા હૈ... ઉસ કે ઘર મેં, જબ વો અકેલા હો તબ કિચન મેં જાકર ગ્લાસ ફોડના.. ઔર બાદ મેં રોતે રોતે કહેના... મેં ભી બાર ડાન્સર થી...”

આજે રવિવાર હતો. રવિવારે સવારના ટાઈમે ઉષા મેડમ, કોઈ મહિલા સંસ્થામાં મિટિંગ માટે જતી હતી. માત્ર રવિવારે જ ઉષા મેડમનો હસબન્ડ ઘરમાં દેખાતો હતો, ખબર નહિ શું બિઝનેસ કરતો હશે...

આજે પાર્વતી ઉષા મેડમના ઘરમાં ગઈ ત્યારે પેલાએ પાર્વતી તરફ નજર સુદ્ધાં કરી નહીં. પાર્વતી જરા ઊંચા અવાજે લાવણી ગણગણવા લાગી, છતાં એની કોઈ અસર થઈ નહિ. એ રેશમી કુર્તો અને સફેદ પાયજામો પહેરીને સોફામાં બેઠો હતો. દેખાવે તો સાલો હેન્ડસમ હતો. હા, બદનથી જરા ગોળમટોળ થઈ ગયો હતો. ડાઈ કરેલા બાલ હતા, ગળામાં સોનાની જાડી ચેન હતી, આંગળી પર બબ્બે સોનાની અંગૂઠી...

લગભગ બધું કામ પતાવી લીધા પછી પાર્વતીએ તરાનાએ કહ્યું હતું એમ જ કર્યું. કિચનમાં કાચની ડીશો ગોઠવતાં બે કાચની ડીશોને સરકાવી દીધી.

ખણખણ કરતી કાચની ડીશો ફૂટી કે તરત પાર્વતીએ એક ડીશની તૂટેલી ધારથી પોતાની એક આંગળી પર ઘસરકો મારી દીધો.

“અરેરે... શું થયું ?” કરતો ઉષાનો હસબન્ડ આવી પહોંચ્યો.

પાર્વતી કશુ બોલ્યા વિના ફર્શ પર પડેલી કાચની કરચો ભેગી કરતી રહી. પેલો નજીક આવ્યો. એ પણ કાચના ટુકડા ભેગા કરવામાં મદદ કરવા લાગ્યો. અચાનક એણે પાર્વતીની આંગળી જોઈ. “અરરે.... તને તો લોહી નીકળીરહ્યું છે ! ઊભી રહે, બેન્ડ-એઈડ કાઢી આપું.”

પાર્વતી નીચું જોઈને નિશ્વાસ નાંખી બબડી. “સા’બ મૈં ભી ક્યા... મેરા દિમાગ ઠીકાને નહીં, આજકલ..”

“એક મિનિટ.” પેલાએ ફટાફટ પાર્વતીનો હાથ પકડીને પહેલાં રૂ વડે ઘા સાફ કર્યો. પછી બેન્ડ-એઈડની પટ્ટી લગાડી. પાર્વતીએ જાણે પોતાની જાતને સંપૂર્ણપણે એના જ હવાલે કરી દીધી હોય. એમ એને જ બધું કરવા દીધું. પાર્વતીએ જોયું કે એકદમ જેન્ટલમેનની જેમ, સાલાએ વધારે ટાઈમ લગી એનો હાથ પણ ના પકડી રાખ્યો.

આખરે બધું પતી ગયું કે તરત પાર્વતીએ ડબડબ આંસુ પાડીને રડવાનું ચાલુ કર્યું.

“અરે ! શું થયું ? રડે છે કેમ ?” પેલાએ ગુજરાતીમાં પૂછ્યું.

“ક્યાબોલું?” પાર્વતીએ રડવાનું ચાલું રાખ્યું. “મારીદીકરીના પગમાં ફેકચર થઈ ગયું છે. એને ચાર ડિગ્રી બુખાર હતો, બસ્તીમાં મારી ખોલીમાં દોઢ દોઢ ફૂટ પાણી છે... સાલી આ જિંદગી... સા’બ પતા હૈ ? એક જમાને મેં મૈં બાર-ડાન્સર થી !”

આ શબ્દોની જાણે જાદુઈ અસર થઈ ! પેલાએ તરત જ પાર્વતીના ખભે હાથ મૂકી દીધો. “જો રડવાનું નહિ. હિંમત નહીં હારવાની ઓ.કે ? કંઈ તકલીફ હોય તો મને કહેવાનું. સમજી ?”

“તકલીફ?” પાર્વતીએ છેડાથી આંકો લૂછી.“કૌન સી તકલીફ નહીં હૈ...”

“એક મિનિટ.” એ બેડરૂમમાં ગયો. બીજી જ મિનિટે પાછો આવ્યો. હાથમાં હજાર હજારની નોટો હતી. “લે, આ પાંચ હજાર રાખ. ઉષાને કશું કહેવાનું નથી, સમજી ? કંઈ પણ હોય તો મને કહેવાનું. હું બેઠો છું ને ? ચાલ, હવે રડવાનું બંધ કર, જોઉં ?”

એનો હાથ પાર્વતીના માથા પર ફરી રહ્યો હતો !

***

“તેરે સર પે ?” તરાના આખી વાત સાંભળીને ખડખડાટ હસી રહી હતી. “સાલા, વો તેરા સમાજસેવક બન ગયા !”

“તાહિરા...” પાર્વતીને હજી નવાઈ લાગી રહી હતી. “એક જ દિન મેં દસ હજ્જાર ! મેરે કુ તો યકીન નહીં હો રૈલા..”

“બસ, અભી તું આગેઆગે દેખતી જા !” તરાનાએ એને કમરમાં ચૂંટલો ખણ્યો. “તૂં ઔર તેરી બૉડી ક્યા ક્યા જલવે દિખાતી હૈ !”

એ જ વખતે પાર્વતીની દીકરી જમુના રૂમમાં આવી. એની આંખોમાં આશ્ચર્યની ચમક હતી. “ઓઈલા !! ઈતને સારે પૈસે ! કશીલ આણલી તૂ ?”

પાર્વતીને એક ક્ષણ માટે ઝાટકો લાગ્યો. કાલે મોટી થઈને એની જમુના એને આ જ સવાલ સિરિયસલી પૂછશે : “ઈતનેસારે પૈસે તું કહાં સે લાઈ, મા ?”

ત્યારે એ શું જવાબ આપશે ?

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED