Praloki - 16 books and stories free download online pdf in Gujarati

પ્રલોકી - 16

આપણે જોયુ કે, પ્રલોકી તેના ફ્રેન્ડ્સને પ્રત્યુષ અને પોતાની પહેલી મુલાકાત વિશે કહેતી હોય છે.લોખંડવાલાની એટલી ભીડમા પ્રત્યુષ પ્રલોકી સાથે અથડાઈ જાય છે. હવે જાણો આગળ.
પ્રલોકી કહે છે પહેલી જ નજરે ગમી જાય પ્રત્યુષ. હું પ્રત્યુષની સામે જોઈ રહી. એમના ચહેરા પર આછું સ્મિત જોઈને લાગ્યું જાણે વર્ષોથી હું એમને ઓળખું છું. હું એમની સામે જોઈ જ રહી ત્યાં જ એમને કહયું. પ્લીઝ, થોડા સાઈડમા જશો. અને હું થોડી ખસી ગઈ. એ ફટાફટ ચાલી નીકળ્યા. જ્યાં સુધી મને દેખાય ત્યાં સુધી હું જોતી રહી, અચાનક એ ભીડમા ખોવાઈ ગયા. અને હું ફરી ચાલવા લાગી. કિયા ને મળી ને મેં બહુ વાતો કરી પણ મને મજા ના આવી. ઘરે આવી ને પણ મને પ્રત્યુષનો ચહેરો નજર સામે આવ્યો. પહેલી વાર પ્રબલ સિવાય મને કોઈનો વિચાર આવ્યો. થોડા દિવસો વીતી ગયા. મને પ્રત્યુષ વિશે યાદ પણ નહોતું. એક દિવસ પાપા એ આવીને મને સમજાવ્યું, બેટા પ્રબલ હવે નહીં આવે. જો એ તને સાચો પ્રેમ કરતો હોત તો આવી ગયો હોત. તું હવે આગળ વધ. ત્રણ વર્ષ થઈ ગયા. મારા એક ફ્રેન્ડનો છોકરો છે. થોડા ટાઈમ પહેલા જ એ લંડનથી આવ્યો છે. તું કહે તો એમને હું મળવા બોલાવું . ખબર નહીં કોણ જાણે પણ મેં હા પાડી દીધી. પાપા ખુશ થઈ ગયા. અને સાંજે જ એમના ફ્રેન્ડને બોલાવી દીધા.
સાંજે મમ્મીએ બૂમ પાડી બેટા પ્રલોકી જલ્દી આવ જોતો પિયુષભાઇ આવી ગયા છે. અને હું પાણી લઇ ને આવી. મારા હોશ ઊડી ગયા. આતો એજ છોકરો જે મને લોખંડવાળામા મળ્યો હતો. મેં એમની સામે જોયુ પણ એમને મારી સામે એ રીતે જોયુ જાણે પહેલી વાર જોતા હોય. પાપા એ ઓળખાણ આપી, બેટા આ પિયુષ પારેખ મારો ખાસ ફ્રેન્ડ. બોમ્બેમા દવાની બહુ મોટી કંપની છે. અમદાવાદ આપડી બ્રાન્ચ ની બાજુ મા જ એમની એક મોટી બ્રાન્ચ છે. અને એ સિવાય પુના, દિલ્હી, કોલકાત્તા અને લંડન મા પણ મોટી મોટી બ્રાન્ચ છે. લાખો લોકો કામ કરે છે એમની નીચે અને અબજો કમાય છે. એમની બાજુ મા એમના વાઈફ પ્રેમિલા બેન. એ પણ પિયુષ ભાઈ સાથે જ કામ કરે છે. મોટા મોટા ટેન્ડર પાસ કરવા એમના ડાબા હાથ નો ખેલ છે. અને આ એમનો એક નો એક દીકરો પ્રત્યુષ પારેખ. ભારતમા એને બી.ફાર્મ કર્યુ પછી લંડન જઈ એમ.ફાર્મ કરી આગળ એમ. બી. એ. કર્યુ. દિવાળી પર જ પાછો આવ્યો. હવે એના પપ્પાના બિઝનેસ જોડાવાની ના પાડી પોતે કંઈક બનવા માંગે છે. હવે એ એને જ ખબર કે એને અબજો ની મિલકત ઓછી પડે છે કે શુ ?એમ કહી પાપા હસી પડ્યા. એટલે પ્રત્યુષ બોલ્યા. ના અંકલ એવું નથી. મારે કંઈક મારા દમ પર કરવું છે. મારે મારી કંપની ખોલવી છે. અને પ્રત્યુષની આ વાત મને ગમી ગઈ.
પાપા એ કહયું જા પ્રલોકી તું પ્રત્યુષને બાલ્કનીમા લઇ જા. તમે બંને થોડી વાતો કરો. પિયુષ અંકલ હસ્યા, હા બેટા જાઓ અમે તો એમનેમ જોયા કર્યા વગર લગન કર્યા તો જો આ પસ્તાવાનો વારો આવ્યો. તમે જાઓ વાતો કરો. બધા હસી પડ્યા. હું પ્રત્યુષને બાલ્કની તરફ લઇ જતી હતી ત્યાં ચાલતા ચાલતા જ, પ્રલોકી તમે શુ કરો છો ? પ્રત્યુષે મને પૂછ્યું. મેં કહ્યું, ચાલુ છું તમને બાલ્કનીમા લઇ જાઉં છું. પ્રત્યુષ ખડખડાટ હસી પડ્યા. અને હું પ્રત્યુષની સામે જોઈ જ રહી. નિર્દોષ હાસ્ય. માસુમ ચહેરો. કંઈક તો હતું પ્રત્યુષમા જે મને એમની તરફ ખેંચી રહ્યું હતું. પ્રલોકી , મને તમે પસન્દ છો. પ્રત્યુષે કહી દીધું. હું ચોંકી ગઈ. પ્રત્યુષ ફરી બોલ્યા, હા મારા એક સવાલ અને તમારા એક જવાબમા મને સમજાઈ ગયું. તમારી જોડે ઝીંદગી નીકાળી શકાશે. તમારે કઈ પૂછવું હોય તો પૂછી શકો મને. મેં ના પાડી, મેં કહયું મારા પાપાની પસન્દ સારી જ હોય. અને તમારી? પ્રત્યૂષે મને પૂછ્યું. હું ખાલી હસી કશુ જ બોલી ના શકી.
બધા અમારા નિર્ણયથી ખુશ થઈ ગયા. બસ ખુશ નહોતો તો મારા પાપા. એમને લાગ્યું હતું કે પાંચ મિનિટની વાત મા મેં હા કઈ રીતે પાડી ? મારે વિચારવું જોઈતું હતું. એમને મારા માથા પર હાથ મૂકી ને કહયું, દસ વાર વિચારજે પ્રલોકી, આ તારી ઝીંદગીનો સવાલ છે. એવું હોય તો કાલ ફરી મળ એને. હું વાત કરીશ પિયુષ સાથે. પ્રત્યુષ પણ ના નહીં પાડે. પાપા, મેં સમજીને, પ્રેમ કરીને, વિશ્વાસ કરીને નિર્ણય લીધો એ હતો પ્રબલ જોડે ઝીંદગી જીવવાનો, પણ શુ થયુ ? જે ભગવાન ઇચ્છતા હતા એ થયુ. એ મારા નસીબમા નથી. પ્રત્યુષ મને સારો છોકરો લાગ્યો. એના ચહેરા પર માસુમિયત છે પણ સાથે કંઈક કરી છૂટવાની ધગસ છે. એ લંડન જઈ ને ભલે આવ્યો હોય પણ એનું મન એનું દિલ ભારત માટે જ કંઈક કરવા ઈચ્છે છે. એની આંખોમા સ્ત્રી માટે માન છે. પ્રલોકી બેટા, તું આટલી સમજદાર થઈ ગઈ ! તું થોડી જ વાર મા પ્રત્યુષને સમજી ગઈ. હા પાપા, હું જે કહું છે, એ સાચું જ છે પણ કાલ હું મળીશ પ્રત્યુષ ને. હજી હું બોલતી હતી ને પિયુષ અંકલનો ફોન આવ્યો. કાલે પ્રલોકીને લંચ માટે મોકલજે પ્રત્યુષ જોડે. સામે છેડે થી અંકલ બોલ્યા. હા, કેમ નહીં, હું હાલ પ્રલોકી જોડે એ જ વાત કરતો હતો કાલ તમે મળો એમ. બંને એકબીજાને સમજીને નિર્ણય લે તો સારું. પાપા એ કહી દીધું. પિયુષ અંકલે કહયું પ્રલોકીનો નમ્બર આપ એટલે હું મારા સહેજાદાને આપું તો બંને જાતે નક્કી કરે બધું. ઓકે કહી પાપા એ ફોન કટ કરયો ,અને પિયુષ અંકલને મારો નમ્બર સેન્ડ કરી દીધો.
હું અને પ્રત્યુષ લંચ માટે મળ્યા. પ્રલોકી, શુ ભાવે છે તને ? પ્રત્યુષ મારી સામે જવાબની રાહમા જોઈ રહ્યા. મેં કહયું, પ્રત્યુષ તમને શુ ગમે છે ? એ કહો. પ્રત્યુષ હસી પડ્યા. પ્રલોકી ગુજરાતી ડીશ મંગાવી દઉં ? બહુ ટાઈમથી ખાવા નથી મળી. મેં બસ માથું હલાવી ને હા કહી દીધી. કશુ જાણ્યા વગર, કશુ બોલ્યા વગર અમારી વચ્ચે જાણે એક સેતુ બંધાઈ ગયો હતો. અમને એકબીજા તરફ ખેંચતો હતો. મારી ઈચ્છાને પ્રત્યુષ ક્યારેય ના પડતા નહોતા. ને એમની ઈચ્છાને હું પણ મારી ઈચ્છા સમજવા લાગી હતી. બધું જ બંનેને ગમતું જ હોય, બધું જ સારુ જ લાગે એવું બને નહીં. પણ અમારી વચ્ચે બન્યું હતું. મૌન પ્રેમ હતો. વિશ્વાસ હતો. એકબીજા માટે જીવવાની ભાવના હતી. એક પણ વાર મેં પ્રત્યુષને કે પ્રત્યુષે મને બોલી ને પ્રેમ વ્યક્ત નહોતો કર્યો. એક વાર પ્રત્યુષ અને હું એક ગાર્ડનમા બેઠા હતા. પ્રત્યુષ, એક વાત પૂછું તમને ? મેં પ્રત્યુષને કહયું .પ્રત્યુષ ને જાણે ખબર જ હોય હું શુ કહેવાની હતી. પ્રલોકી મને ખબર છે તારે મારી સાથે લંડન આવવું છે ? નહીં રહી શકે ને મારા વગર તું ? હું પણ નહીં રહી શકું તારા વગર. કેટલો પ્રેમ કરતો હતો એ વ્યક્તિ મને અને એને કેટલો વિશ્વાસ હતો કે સામે હું પણ એટલો જ પ્રેમ કરું છું અને હા, હું આ જ કહેવાની હતી. કેમ કે પાછલા એક વર્ષથી પ્રત્યુષની મને આદત થઈ ગઈ હતી. એમની જોડે આખુ વર્ષ ક્યાં જતું રહ્યું મને ખબર પણ નહોતી પડી.
પ્રલોકી, લંડન જવાનું કેન્સલ બસ . પ્રત્યુષે કહી દીધું. મને ખુશી થઈ પણ મેં કહયું. તમારો બહુ મોટો પ્રોજેક્ટ છે. બહુ નુકસાન થશે. તમારું સપનું છે પૂરું કરો. હા તો પૂરું કરીશું ને પણ સાથે. આપણે પહેલા મેરેજ કરી લઈએ. હવે, આપડા પૂજનીય માતા પિતા ની ઈચ્છાથી એક વર્ષ આપણે મળતા રહ્યા. મને તો પહેલા દિવસથી ખબર હતી તું મારા માટે પરફેક્ટ છે. મેં પ્રત્યુષને પૂછ્યું આપડી પહેલી મુલાકાત ક્યાં થઈ હતી ? અરે તારા ઘરે. પ્રત્યુષ સહજતાથી જવાબ આપી હસી પડ્યા. હું ઘરડો નથી થઈ ગયો એક વર્ષ પહેલાની વાત ભૂલી જાઉં. અને ફરી એ હસવા લાગ્યા. પ્રત્યુષને નાની નાની વાત પર હસવું આવતું. એ મને બહુ ગમતું અને એમને હસતા જોઈને મારા ચહેરા પર રોનક આવી જતી. પ્રલોકી તું તારા ઘરે વાત કર અને હું મારા ઘરે. ઘરમા તો ક્યાં કોઈ ને પ્રોબ્લમ જ હતો. એ લોકો તો રાહ જ જોઈએ ને બેઠા હતા ક્યારે અમે કહીએ અને ઢોલ નગારા વાગે.
બધી જ તૈયારી થઈ ગઈ. એવું નહોતું પ્રબલ, કે તું મને યાદ નહીં આવ્યો હોય. પણ હવે તારી રાહ જોવાનો મતલબ નહોતો. પ્રત્યુષ સાથે ઝીંદગી શરુ કરવામાં હવે વચ્ચે એક જ રાત બાકી હતી. બધું જ બદલાઈ જવાનું હતું કાલથી. અત્યાર સુધી હું પ્રત્યુષને મળતી રહી. પણ હવે એમની પત્ની બનવાનું હતું. કોઈકના ઘર ની વહુ બનવાનું હતું. સહેલું નહોતું મારા માટે. પણ કરવાનું હતું એ મારે, બધાની ખુશી માટે. મારી ખુશી માટે પણ. ક્યાં સુધી તારી રાહ જોયા કરત?? એ દિવસ આવી ગયો જયારે હું પ્રત્યુષની પત્ની બની. બહુ જ ધૂમધામ થી અમારા લગ્ન કરવામાં આવ્યા. બંને પરિવારમા ખુશીનો માહોલ છવાઈ ગયો. સૌથી વધુ ખુશ બે જણ હતા એક મારા પાપા કેમ કે હું એમના ફ્રેન્ડના ઘરે જઈ રહી હતી એટલે એમના મનને સંતોષ હતો. અને બીજા પ્રત્યુષ જે મને બહુ જ પ્રેમ કરતા હતા અને ફાઈનલી આજથી હું એમની જોડે જ રહીશ. એ વાતથી એ બહુ જ ખુશ હતા. હું મારા પાપા અને મમ્મીથી વિદાઈ લઇ નીકળી પડી. બહુ જ રડી એ દિવસે હું. પાપા નું ચાલત તો એ મને મોકલત જ નહીં. હું પ્રત્યુષ જોડે કારમા ગોઠવાઈ ગઈ. અંધેરીથી બાંદ્રા તરફ કાર ચાલવા લાગી. બાંદ્રા મા બહુ મોટો બંગલો હતો પ્રત્યુષનો. એમને પોતે ખરીદેલો. મારો ગૃહ પ્રવેશ કરવામા આવ્યો. પ્રત્યુષ સીડીઓ પર મારો હાથ પકડી અમારા રૂમમા લઇ ગયા . ગુલાબના ફૂલો થી આખા રૂમ ને સજાવામાં આવ્યો હતો. અલગ અલગ કલરની મીણબત્તીઓ ઝળહળી રહી હતી. ફોગ થી થોડું ધુમ્મ્સ જેવું વાતાવરણ કરવા મા આવ્યું હતું. દીવાલ પર મોટા દિલ આકારની ફ્રેમમા અમારા બંનેનો ફોટો લગાવામા આવ્યો હતો. અને એની આજુબાજુ ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું. ગુલાબના ફૂલોની ચાદર થી પથરાયેલ એવા બેડ પર પ્રત્યૂષે મને બેસાડી.
પ્રલોકી, હું તને બહુ જ પ્રેમ કરું છું. પ્રત્યુષે મારો હાથ પકડ્યો. ધીરે ધીરે એ મારી નજીક આવ્યા. અને હું એમને ના પડી શકી નહીં. અમારા શરીર અને આત્મા એક થઈ ગયા. હું ખુશ હતી. પણ પ્રબલ આ બધામા એવું નહોતું કે તું યાદ નહોતો આવ્યો. જયારે પ્રત્યુષ મારો હાથ પકડાતા ત્યારે મને તારા હાથ નો સ્પર્શ પણ યાદ આવતો. જયારે એ મારી નજીક આવતા ત્યારે તારા શ્વાસનો એ અહેસાસ પણ મને યાદ આવતો. પ્રત્યુષ સાથે હું જીવી એમને પ્રેમ કર્યો પણ એ પ્રેમ એમના ભાગ નો હતો. એમના હકનો હતો. આ બધાની વચ્ચે મેં તને પ્રેમ કર્યો જ છે. તું ખુશ છે કે નહીં એ ચિંતા હંમેશા કરી જ છે. પ્રત્યુષને ક્યારેય તારા વિશે કહી ના શકી એનું કારણ કદાચ મારા દિલ મા તારા માટે છુપાયેલો પ્રેમ હતો. તું મારો ભૂતકાળ જ હોત તો મેં કહી દીધુ હોત. મેં ક્યારેય પ્રત્યુષને કહ્યું નહીં છતા થોડા દિવસ પછી પ્રલોકી, જો તો તારા માટે શુ લાવ્યો ? પ્રત્યુષ ખુશ થતા આવી ને મને કહયું. મેં આશ્ચર્યથી જોયુ, ડોક્યુમેન્ટ્સ મારા ? ક્યાંથી લાવ્યા. મેં મંગાવ્યા, અમદાવાદથી. તારા અધૂરા સપના પુરા કરવા. પ્રત્યુષના રાજ મા પ્રલોકીનું કોઈ પણ સપનું અધૂરું ના રહેવું જોઈએ. હું કઈ સમજી નહીં પ્રત્યુષ, મેં પૂછ્યું. તે તારી ઇન્ટર્નશીપ અધૂરી રાખી એ પુરી કરવાનો સમય આવી ગયો છે. અહીં નાણાવટી હોસ્પિટલમા વાત થઈ ગઈ ત્યાં તને ઇન્ટર્નશીપ કરવા દેશે. અને આગળ તું ભણવા માંગે તો પણ તું કરી શકે. મને નથી ખબર અત્યાર સુધી તે કેમ કોઈ ટ્રાય કર્યો નહીં પણ હવે તારે કરવું પડશે. હું ખુશ થઈ ગઈ. હું પ્રત્યુષ ના ગળે વળગી પડી. મેં થૅન્ક્સ કહી પ્રત્યુષના ગાલ પર એક કિસ કરી.
બધું નક્કી થઈ ગયું હતું, પ્રત્યુષનો સાથ હતો, તો પછી પ્રલોકી કેમ ડૉક્ટર ના બની શકી ? પ્રલોકી, પ્રબલ, અને પ્રત્યુષ ની જિંદગીમા કેવા વળાંક આવે છે જાણો આવતા અંકે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED