Prem no karun anjam - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો કરૂણ અંજામ - 5

શીર્ષક ~"પ્રેમ નો કરુણ અંજામ"( પાર્ટ - 5 )

(Hello વાચકમિત્રો આગળ ના પાર્ટ માં આપણે જોયું કે આલોકે નેહા ને પ્રપોઝ કર્યું પણ નેહા એ તેને પછી જવાબ આપશે તેવું કહ્યું તે પણ એક સરપ્રાઈઝ આપીને બીજીબાજુ રાહુલ તેને મળવા આવે છે આલોક તેને છુપાઈ ને તેની વાત સાંભળે છે અને નેહા ને જે ગિફ્ટ આપી તેના વિશે વિચારે છે કે શું ગિફ્ટ આપી હશે નેહા ને!? હવે આગળ....)

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

(આલોક તો જાણે થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયો. ને વિચારે છે કે શું રાહુલ અને નેહા એકબીજા ને love કરે છે? તો નેહા એ મને કેમ રાહુલ વિશે કંઈ ના કહ્યું ? શું નેહા મને દગો આપી રહી છે? નેહા એ મારા જોડે વિશ્વાસઘાત કર્યો ? જો તે રાહુલ ને પ્રેમ કરતી હતી તો મને શા માટે એવું કહ્યું કે હું તને પછી જવાબ આપીશ? આવા અનેક સવાલો આલોક ના દિમાગ માં આવી ગયા .પણ , અત્યારે તેની પાસે એક પણ સવાલો નો જવાબ ના હતો .તેને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તેણે પોતાના હાથની મુઠ્ઠીઓ જોરથી બંધ કરી. ખૂબ પ્રયત્ન કરવા છતાં આલોક પોતાની જાતને રોકી શક્યો નહિ. તે ત્યાંથી ઊભો થયો અને ગુસ્સોમાં જ ત્યાંથી નીકળી ગયો. )

નેહા અને રાહુલ હજી વાતો કરી રહ્યા હતા . થોડીવાર પછી રાહુલે કહ્યું ચાલ હવે ,હું જાઉં મારે મોડું થાય છે આપણે ફરી મળીશું...

નેહા : ohk , ઠીક છે. પણ... હા , ભાઈ તને બહુ બધું thank you 😊 તું મારા માટે સમય કાઢીને મારા માટે ગિફ્ટ લેવા ગયો અને અહીંયા સુધી આપવા પણ આવ્યો..

રાહુલ : અરે... એમાં, thank you ના બોલ યાર , તું મારી લાડકી બહેન છે. એ તો મારી ફરજ હતી કે મારે તારી બધી ખુશીમાં સાથ આપવો જોઈએ.

નેહા : અરે , ભાઈ આજે સગો ભાઈ પણ એટલું ના કરે તે જે કર્યું મારા માટે તો એક thank you તો બને જ ને ...🤗

રાહુલ : ohk, પાગલ ચાલ હવે, હું જાવ મારે મોડું થઈ રહ્યું છે પછી મળ્યા .

નેહા : હા , ohk bye.

રાહુલ : હા , bye ધ્યાન રાખજે તારું ....

નેહા : હા , તું પણ.

( bye કહીને બન્ને ત્યાંથી છુટ્ટા પડ્યા.)

( નેહા એ પોતાની ઘડિયાળ માં નજર કરે છે . તે વિચારે છે કે હજી તો થોડીવાર વાર થઈ આલોક ગયો . તો શું કરું આલોક ને બોલાવી લઉં અને સરપ્રાઇઝ આપી દઉં? પણ તેને થયું હજી હમણાં તો ગયો છે એટલી વાર માં બોલાવીશ તો ગુસ્સે થશે. તેના કરતાં હું તેને એવું કહું કે તું મને એક કલાક પછી મળવા આવજે આપણે જે જગ્યા પર મળ્યા હતા ત્યાં... તેણે ફોન હાથમાં લીધો અને આલોક ને ફોન લગાવ્યો પણ, આલોક ના ફોન ની રીંગ પૂરી થઈ ગઈ પણ ફોન ના ઉપાડ્યો . નેહા એ બીજીવાર ટ્રાય કરી પણ આલોક નો ફોન હવે not reachable આવવા લાગ્યો. નેહા પણ ચિંતા કરવા લાગી કે કેમ આલોક ફોન નહિ ઉઠાવતો? તેણે થોડીવાર પછી ટ્રાય કરી તો ફોન switch off આવવાં લાગ્યો. હવે , નેહા ને વધુ ચિંતા થવા લાગી કે આલોક ઠીક તો હશેં ને ? મે તેને કહ્યું તો હતું કે હું ફોન કરું એટલે આવી જજે તો પણ કેમ ફોન બંધ રાખીને બેઠો છે બબૂચક... તેને ખબર નહિ પડતી હોય કે આવું કરે ત્યારે મને કેટલી ચિંતા થઈ જાય છે. નેહા મન માં જ આલોક પર ગુસ્સો કરે છે. હવે , અહીંયા કેટલી રાહ જોવી મારે તેના ઘરે જવું પડશે કદાચ તે ઘરે પણ ગયો હોય તેમ વિચારી તે આલોક ના ઘરે જવા નીકળી પડે છે.)

નેહા જ્યારે આલોક ના ઘરે જઈ ને જોવે છે તો આલોક નું બાઇક નીચે પાર્ક કરેલું હતું . આલોક ચાર માળની બિલ્ડિંગમાં તેની મમ્મી સાથે રહેતો હતો. આલોક ના પપ્પા તે નાનો હતો ત્યારે જ કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. નેહા બિલ્ડિંગ માં ઉપર જાય છે. તે અંદર દરવાજા માં પહોંચે છે ત્યાં સામે જ આલોક ના મમ્મી શીલા બેન મળી જાય છે. તે નેહા ને જોઈ ને સ્મિત કરે છે. ( નેહા આલોકની સારી ફ્રેન્ડ હતી તો ઘણી વાર તેના ઘરે જતી તો આલકોના મમ્મી તેને સારી રીતે ઓળખતા હતા.) તે નેહાને આવકાર આપીને અંદર આવવા માટે જણાવે છે. પણ નેહાના ચહેરા પર ચિંતા જોઈને તેના મમ્મી ને લાગે છે જરૂર નેહા કોઈ ચિંતામાં લાગી રહી છે. બીજી બાજુ નેહા પણ આલોકને ઘરમાં શોધી રહી છે પણ આલોક તેને ક્યાંય દેખાતો નથી.

શીલા બેન : અરે , નેહા શું વાત છે તું કોઈ ટેન્શન માં છે ?

નેહા : અરે ના આંટી પણ હું આલોક ને શોધી રહી છું ક્યાંય દેખાતો નથી તો થોડી ચિંતા થઇ તે મારો ફોન પણ નથી ઉઠાવતો એટલે તેને મળવા અહીંયા સુધી આવી ગઈ...બસ મને એ કહો કે આલોક ક્યાં છે? "

શીલા બેન : અરે, નેહા (બાજુની રૂમ તરફ ઈશારો કરીને કહે છે) આલોક તેના રૂમમાં છે. પણ આજે ખબર નહિ તે ગુસ્સા માં હતો ને બોલ્યા વિના જ પોતાના રૂમ માં જતો રહ્યો તું પણ ઠીક નથી લાગતી તમારા બન્ને વચ્ચે કંઈ થયું છે?

નેહા : ના, મને નથી ખબર કે આલોક કેમ ગુસ્સામાં છે. પણ તે મારો ફોન નથી ઉપાડતો તો મને ચિંતા થતી હતી કે અચાનક શું થયું? તો મળવા આવી ગઈ.તમે ચિંતા ના કરો હું હમણાં જ તેનો મૂડ ઠીક કરી દઈશ.

શીલા બેન : ઠીક છે, તમે બંને વાતો કરો હું હમણાં તમારા માટે નાસ્તો લઈને આવું.

નેહા : ઠીક છે આંટી હું આલોક ને મળી લઉં.

(નેહા બાજુના રૂમ માં જઈને જોવે છે તો આલોક બેડ પર બેઠો હોય છે.)

નેહા શું જુએ છે આલોક તો રડી રહ્યો હોઈ છે. નેહા આ જોતા જ તેની પાસે જઈને કહે છે. યાર કેમ રડે છે? મે તને કહ્યું હતું કે હું તને ફોન કરું ત્યારે તું આવી જજે પણ મે તને ફોન કર્યો તો તે ફોન પણ ના ઉપાડ્યો . હું તને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો sorry yar...plz તું રડ નહિ આમ મને નહિ ગમતું...

આલોક : વાહ, પહેલા ઘાવ આપે પછી મલમ લગાવવા આવી જાય જોઈ લીધી મે તારી સરપ્રાઈઝ અને હા , હવે મારી સામે પણ આવી છે તો હું કંઇક કરી બેસીશ મહેરબાની કરીને જતી રહે અહીંયાથી...

નેહા : તું શું બોલે છે મને કંઈ પણ નથી સમજાતું સાફ સાફ કહે શું થયું તે ?

આલોક : મારે હવે કંઈ પણ વાત નથી કરવી જે જોવાનું હતું જોઈ લીધું.

નેહા : ohk , ચાલ બધી વાત મુક પહેલા હું જે ગિફ્ટ લાવી તે જોઈ ને કહે મને કે કેવી છે ?

ગિફ્ટ નું નામ સાંભળીને આલોક વધુ ગુસ્સામાં આવી જાય છે. કેમ કે તેને હજી એવું લાગી રહ્યું હતું કે નેહા ને રાહુલ જે ગિફ્ટ આપી હતી તે બતાવવા માટે લાવી છે .તેથી તે તેની ગિફ્ટ ને ફેકી દે છે. અને કઈ પણ વિચાર્યા વગર નેહાને જોરથી ધક્કો લગાવી દે છે. (આલોક એટલો ગુસ્સા માં હતો કે તે શું કરી રહ્યો છે તેને પોતાને ખબર ના હતી.) પણ , ધક્કો એટલો જોરથી લાગ્યો કે નેહા નો પગ લપસી ગયો અને સીધી બારી માંથી નીચે પટકાઈ એટલી બધી ઊંચાઈ થી પડવાથી નેહા નું માથું ફાટી ગયું અને લોહીથી લથબથ થઈ ગઈ નેહાનું કરૂણ મોત થઈ ગયું.

(આલોક ના કારણે આજે નેહા તેને કાયમ માટે છોડીને ચાલી ગઈ. તેણે નેહા ને એક મોકો પણ ના આપ્યો પોતાની વાત કહેવાનો.પણ હવે તો ખૂબ મોડું થઈ ગયું હતું. તેના હાથ ધ્રુજી રહ્યા હતા . તેનું હદય જોર જોર થી ધબકી રહ્યું હતું. તેનું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું . આલોક દોડીને બારી પાસે જાય છે નીચે જોતા જ તેની આંખો ફાટી જાય છે. નીચે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને નેહાના માથા માંથી લોહી વહી રહ્યું હતું. આલોક આ જોઈને ગભરાય જાય છે મે શું કરી નાખ્યું? આલોકને શું કરવું કઈ પણ નથી સમજાતું તે જલ્દી નીચે જવા દોટ લગાવે છે. નીચે જઈને જોવે છે તો નેહાની લાશ લોહીના ખાબોસિયા લોહીથી લથબથ હાલત માં પડી હતી. તે દોડી ને ભેટી પડ્યો અને રાડો નાખવા લાગ્યો જલ્દી કોઈ હોસ્પિટલ લઈ જાવ મારી નેહા ને...... બચાવી લ્યો મારી નેહા ને .... અમુક લોકોએ એમ્બ્યુલન્સ વાળાને ફોન કરી દીધો. પણ , હવે કોઈ ફાયદો ના હતો નેહા કાયમ ને માટે આલોક ને છોડીને જતી રહી હતી. આલોક થોડીવાર નેહા ની લાશ ને જોતો રહ્યો . અને વિચારવા લાગ્યો શું આ એ જ નેહા હતી જેને મે પ્રેમ કર્યો હતો? જો નેહા ને હું નફરત કરતો હતો તો મારે તેનાથી દુર થઇ જવું હતું મે શા માટે નેહા સાથે આવું કર્યું? ? પણ , હવે શું નેહા તેને કાયમ માટે છોડી ને જતી રહી હતી.
આલોક હેબતાઈ ગયો. ને રડવા લાગ્યો કે ને મે આ શું કરી નાખ્યું ? તે પરસેવે રેબઝેબ થઇ ગયો. તેને કઈ સમજાતું ન હતું . લોકોની એટલી બધી ભીડ વધી ગઈ તેનો અવાજ સાંભળીને તેના મમ્મી પણ ઉપરથી દોડી આવ્યા .નીચે આવીને જોવે છે તો આલોક પાસે નેહાની લોહીથી લથબથ લાશ પડી હતી. તેના મમ્મી આ દ્રશ્ય જોઈને ડરી ગયા. આ શું થઈ ગયું? હમણાં તો નેહા મળવા આવી હતી એટલીવાર માં આ શું થઈ ગયું? તે આલોક પાસે જઈને રડવા લાગ્યા અને પૂછવા લાગ્યા આલોક બેટા આ શું થઈ ગયું નેહાને? પણ આલોક શું જવાબ આપે તેની પાસે કોઈ જવાબ નથી હોતો.તે માત્ર એટલું જ બોલ્યો મમ્મી મારી નેહા મને છોડીને જતી રહી .અને જોર જોરથી રડવા લાગ્યો તેને રડતા જોઈ શીલા બેન પણ રડવા લાગ્યા તેણે આલોકને છાતી સરસો ચાંપી દીધો કહ્યું કે શાંત થઈ જા બેટા રડ નહિ . નેહા તને છોડીને ક્યાંય નહિ ગઈ....

આલોક એક જ વાત કરીને રડે છે નેહા મને માફ કરી દે હું તને સમજી ના શક્યો . હું તારા પ્રેમ ને કાબિલ જ ના હતો . તેથી તું મને છોડીને જતી રહી. આલોક પોંક મૂકીને રડતો હતો . પણ નેહા હવે ક્યાં પાછી આવવાની હતી... તે તો કાયમ માટે ભગવાન પાસે જતી રહી હતી.. થોડીવાર માં એમ્બ્યુલન્સ આવી ગઇ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી પણ ડોક્ટરે જોયું તો નેહા તો મરી ચૂકી હતી . તેણે આલોક ના મમ્મી ને કહ્યું કે I am sorry પેશન્ટ તો મરી ચૂકી છે.હવે , કોઈ ટ્રીટમેન્ટ થઈ શકે તેમ નથી .

આલોક ના મમ્મી : ડોક્ટર સાહેબ , મને પણ નથી ખબર કે તેને શું થયું છે? નેહા તો થોડીવાર પહેલાં અમારે ઘરે આવી હતી.

ડોક્ટર : તમે કહ્યું કે પેશન્ટનું નામ નેહા છે તો તમે તેના મમ્મી છો?

શીલા બેન : ના તે મારા દીકરા સાથે ભણતી હતી બન્ને સારા મિત્રો હતા . આજે તે મારા ઘરે આવી હતી. મારો દીકરો અને તે વાતો કરતા હતા. પણ, અચાનક બંને વચ્ચે શું થયું મને કઈ પણ ખબર નથી . અચાનક નીચે તેની લાશ જોઈ ત્યારે મને ખબર પડી કે આલોક અને નેહા વચ્ચે જરૂર કંઇક થયું હશે. પણ આલોક નેહા સાથે આવું ક્યારેય ના કરે મને આલોક પર પૂરો વિશ્વાસ છે.

ડોકટર : જો તમે તેના મમ્મી નથી તો તેના મમ્મી-પપ્પા ને જલ્દી હોસ્પિટલ માં આવવા માટે જાણ કરો કેમ કે, આ એક પોલીસ કેસ છે .

આલોક ના મમ્મી પણ રડવા લાગ્યા અને થોડીવાર માટે તે વિચાર કરવા લાગ્યા કે શું નેહા ને ઉપર થી નીચે આલોકે ફેકી હશે શું આ મારા દીકરાએ કર્યું હશે? ના મારો દીકરો ક્યારેય આવું પગલું ના ભરે મને મારા દીકરા પર પૂરો ભરોસો છે . તે તો નેહા નો સારો ફ્રેન્ડ હતો . તે શા માટે આવું પગલું ભરે? તે તો નેહાની બહુ કાળજી રાખતો. પણ જો આ સાચું હશે તો! ? જો મારા દીકરો નેહા નો ખુની હશે તો હું તેને ક્યારેય માફ નહિ કરું અને આલોક ના મમ્મી રડી પડે છે.

(ડોક્ટર નર્સ ને પાણી લાવવા માટે કહે છે. નર્સ પાણી લાવીને આલોક ના મમ્મી ને આપે છે.)

ડોક્ટર : જોવો મેડમ હું સમજુ છું તમે દુઃખી છો પણ હવે , મહેરબાની કરીને નેહા ના ઘરે પણ જાણ કરવી જરૂરી છે તો તમે ફોન કરીને બોલાવી લો તેના મમ્મી પપ્પા ને ....

આલોક ના મમ્મી ને થાય છે કે હું કંઈ રીતે બોલાવું અહીંયા આવીને પૂછશે કે મારી નેહાની આવી હાલત કેમ થઈ? શું જવાબ આપીશ હું ? હવે, દિલ પર પથ્થર રાખી કહેવું તો પડશે જ કેમ કે નેહા તેમની દીકરી છે . તે નેહા ના મમ્મી પપ્પા ને ફોન કરીને હોસ્પિટલ આવવા માટે જણાવે છે.

(બીજી બાજુ આલોક એક ખૂણા માં જઈને રડી રહ્યો હોઈ છે .) પોતાના ગુસ્સા ના કારણે આજે તે નેહાની કાયમ ને માટે કોઈ બેઠો હતો .તે ખૂબ પસ્તાય રહ્યો હતો.પણ અચાનક નેહાના ફોન માં એક મેસેજ આવે છે . (નેહા જ્યારે ઉપરથી નીચે આવી ત્યારે તેનો ફોન તેના હાથમાં રહી ગયો હતો જે આલોકે પોતાની પાસે રાખી મૂક્યો હતો .) આલોક મેસેજ જોવે છે તો રાહુલનો મેસેજ હોય છે .મેસેજ જોઈને ગુસ્સો આવે છે પણ છતાં તે મેસેજ ચેક કરે છે શું લખ્યું છે તો જેવો. મેસેજ જોવે છે તેના ચહેરા પરના હોશ ઉડી જાય છે .મેસેજ માં લખ્યું હતું ..."દીદી કેવી લાગી મારી ગિફ્ટ આલોક ને ? " આલોક થોડીવાર માટે પોતાની જાત ને દોષ દેવા લાગ્યો કે ને નેહાની એક વાત ના સાંભળી અને મે તેના પર શક કર્યો નેહા મને ક્યારેય માફ નહિ કરે ....અને ફરી રડવા લાગ્યો ......

(થોડીવાર માં પોલીસ પણ આવી ગઈ .)

(પોલીસ નેહા ની લાશ પાસે જઈને તપાસ કરે છે. )

ડોક્ટર : ઇન્સ્પેક્ટર સાહેબ અમને જ્યારે ફોન આવ્યો આલોક ના મમ્મીનો તો અમે ત્યાં એમ્બ્યુલન્સ મોકલી હતી. પણ ત્યાં જઈને જોયું તો ત્યાં નેહાની લાશ પડી હતી . કોઈએ તેને ઉપરથી નીચે ફેકી દીધી હશે કે જાતે આત્મહત્યા કરી છે .તે તો હવે નથી ખબર પણ, નેહા ના મમ્મીનું કહેવું છે કે નેહા આલોક ને મળવા આવી હતી તેના ઘરે. અને તેના ઘરે તો આલોક અને તેના મમ્મી જ હાજર હતા.

ઇન્સ્પેક્ટર : હમમ, thank you ડોક્ટર જાણકારી આપવા બદલ ખૂબ ખૂબ આભાર .

કોણ છે આલોક ? બોલાવો તેને અને તેના મમ્મીને.

To be continued.....


~Hardik "v.k."


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED