Prem no karun anjam - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો કરૂણ અંજામ - 3

શીર્ષક ~" પ્રેમ નો કરૂણ અંજામ " પાર્ટ - 3

( આગળ ના પાર્ટ માં આપણે જોઈ ગયા કે આલોક અને નેહા એકબીજા ને સરપ્રાઈઝ આપવા માંગે છે આલોક હોટેલ માં રાહ જોવે છે પણ હજી સુધી નેહા આવી નથી તેનો ફોન પણ બંધ આવે છે. હવે , જોઈએ આગળ....)

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

આલોક તો હજી વિચારી રહ્યો હતો ત્યાં તો નેહા ને સામેથી આવતા જોઈ. તેને જોઈને આલોક ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. આજે તેના ચહેરા ની ખુશી કઈંક અલગ જ હતી. નેહા આજે ખૂબ સુંદર દેખાઈ રહી હતી. જાણે કે કોઈ અપ્સરા સ્વર્ગ પરથી ઉતરીને ધરતી પર આવી હોય.. તે બ્લેક કલરના ગાઉનમાં ખૂબ સુંદર લાગી રહી હતી. તેની ખૂબસૂરતી જોઈ ને આસપાસ બેસેલા લોકોની નજર પણ તેના પરથી હટતી ના હતી. સાથે સાથે બ્લેક સેન્ડલ , બ્લેક ઈયરરિંગ, બ્લેક ઘડિયાળ, ખુલ્લા લાંબા હેર આટલી સુંદરતા ભાગ્યે જ કોઈને મળતી હોય છે. તેને જોઈ ને આલોકની તો આંખો પહોળી રહી ગઈ કારણકે આટલી ખૂબસૂરત તો તેણે ક્યારેય નહોતી જોઈ તેને જોઈને આલોક ના મુખ પર ખુશી ની લહેર દોડી ગઈ.તે ઊભો થયો અને તેને લેવા માટે દરવાજા તરફ જાય છે. આલોક ને આવતા જોઈ નેહા પણ ખુશ થઈ ગઈ . બન્ને એકબીજા ની સામે જોઈ ને સ્મિત કર્યું અને નજીક આવીને એકબીજાને હગ કર્યું . આલોક પણ આજે બ્લેક સુટ , બૂટ માં હેન્ડસમ લાગી રહ્યો હતો.

આલોક નેહા ને લઈને તેના બુક કરેલા સ્પેશ્યલ ટેબલ પર લઈને આવે છે. જ્યાં તેમણે નેહા માટે ગુલાબના ફૂલો અને ગુલદસ્તા થી ટેબલ સજાવી રાખ્યું હતું. નેહા પણ આ જોઈને ખૂબ ખુશ થઈ ગઈ. તેમણે આલોકને થેન્ક્યુ કહ્યું. અને કહેવા લાગી યાર આજે ખરેખર મને એવું લાગી રહ્યું છે જાણે કે હું સપનાની દુનિયામાં તો નથી ફરી રહી ને ? ફરી એકવાર તને દિલ થી થેન્ક્યુ મારા માટે આટલું કરવા માટે. સાચે તું મારો સૌથી સારો બેસ્ટ ફ્રેન્ડ છે. એન્ડ હા બોલ હવે , આજે શું સરપ્રાઈઝ છે મારા માટે?

આલોક : "હા , કહું પણ થોડીવાર તું શાંતિ થી બેસ પાણી પી લે પછી કહું ...."

નેહા : "હા , ઠીક છે પણ , હવે તું જલ્દી કે સરપ્રાઈઝ કારણકે હવે હું વધુ ઇન્તજાર નહિ કરું " કારણ કે જ્યારથી તારા સરપ્રાઈઝ માટેનો ફોન આવ્યો ત્યારથી હું ખૂબ એક્સાઇટેડ છું કે શું હશે મારા માટે સરપ્રાઈઝ...

આલોક : "ઓકે, પણ હવે વાત કહું તે પહેલાં આપણે કોફી મંગાવી લઈએ પછી કોફી ના એક એક ઘૂંટ લેતા લેતા વાત ની શરૂઆત કરું તો તેની મજા જ કંઇક અલગ હશે."

નેહા : હું બહુ એક્સાઇટેડ છું તારી સરપ્રાઈઝ જાણવા માટે અને તને હજી કોફી સાથે મજા લેવી છે યાર જલ્દી કે ને હવે પાગલ"

આલોક : "હા , મને ખબર છે તારા ચહેરા પર ના ભાવ સાફ સાફ બતાવે છે . પણ ધીરજ ના ફળ મીઠા હોય તેમ કરીને તે હળવું સ્મિત કરે છે.

(તેણે વેઇટરને બોલાવીને બે કોફી લાવવા માટે ઓર્ડર કર્યો .)

નેહા : "તું તારી સરપ્રાઈઝ આપે પછી હું પણ એક તને સરપ્રાઈઝ આપવા માંગું છું. "

આલોક : "oh, interesting ઠીક છે. હું તને સરપ્રાઈઝ દઉં પછી તું પણ તારી સરપ્રાઈઝ આપજે પણ હા , મારી સરપ્રાઈઝ તારી જિંદગી ની બેસ્ટ સરપ્રાઈઝ હશે. "

નેહા : " ઓહ , શું વાત છે હવે તો વધુ એક્સાઇટમેન્ટ વધી ગયું છે. જલ્દી કોફી આવી જાય ....હવે , 😢 બસ એટલું કહી તે વેઇટરને શોધવા લાગી અને મનમાં કહેવા લાગી ભાઈ જલ્દી લાવ કોફી.

(થોડીવાર માં કોફી આવી ગઈ )

પણ , અચાનક નેહા ને washroom જવું હોય છે તો તેણે આલોક ને કહ્યું હું આવું 2 min. માં એમ કહી તે washroom બાજુ જાય છે. પણ તેનો ફોન ટેબલ પર જ રાખતી ગઈ . તેના ગયા પછી તેના ફોન પર એક મેસેજ આવે છે . આલોક ની નજર ત્યાં ગઈ તેણે ફોન લીધો ને જોયું તો કોઈ રાહુલ નો મેસેજ હતો . તેણે વિચાર્યું કે રાહુલ વિશે તો નેહા એ ક્યારેય વાત જ નથી કરી કોણ હશે આ રાહુલ ? પણ તેણે મેસેજ ખોલી ને વાંચ્યો તો લખ્યું હતું . તું મને આલોક જાય પછી મળવા આવજે... તેને ખબર ના પડવી જોઈએ ohk..

આલોક તો થોડીવાર માટે સ્તબ્ધ રહી ગયો.શું થઈ રહ્યું છે આ બધું ? કોણ છે આ રાહુલ ? અને મારા ગયા પછી જ કેમ મળવા માંગે છે? આવા અનેક સવાલો તેના મન માં ઉદ્દભવે છે પણ હવે જો હું અત્યારે નેહા ને આ વિશે કંઈ પણ કહીશ તો તે ગુસ્સો કરશે. અને તેને એવું લાગશે કે તેના પર શક કરું છું. તેથી તેનો મૂડ ખરાબ થશે. અને મારો આખો પ્લાન ફ્લોપ જશે. મારે શાંતિ થી કામ લેવું પડશે .જાણવું પડશે કે તે કોણ છે રાહુલ ? જે મારા ગયા પછી મળવા માંગે છે... તેણે પોતાની જાત ને સંભાળી ગુસ્સા ને પણ કાબુ કર્યો. ને ફોન રાખી ને બાજુ પર રાખી તે નેહા ની રાહ જોવા લાગ્યો.

થોડીવાર માં નેહા આવી તેણે જોયું તો આલોક ના ચહેરા ની ખુશી લગભગ ગાયબ હતી. અચાનક શું થઈ ગયું આલોક ને ? નેહા એ ટેબલ પર આવતા ની સાથે સવાલ કર્યો? ઓહ પાગલ હમણાં સુધી તો ખુશ હતો હું બે Min. માટે ગઈ એટલીવાર માં તો તારા ચહેરાની રોનક પણ ગાયબ થઈ ગઈ?

આલોક : "કંઈ નહિ થયું યાર એમ જ અને હા હું ખુશ જ છું . હું વિચાર કરતો હતો કે કેવી રીતે તને સરપ્રાઈઝ આપુ?

નેહા : અરે , પાગલ છે તું , એમાં શું એટલું વિચારવાનું ચાલ હવે તારી કોફી પણ ક્યારની આવી ગઈ હવે તો કે શું છે તારી સ્પેશ્યલ સરપ્રાઈઝ?

આલોક : હમમ,,, (આલોક થોડીવાર વિચારીને) જો નેહા આપણે ઘણા સમય થી એકબીજા ને ઓળખીએ છીએ એક સારા દોસ્ત પણ છીએ અને બીજું કે આપણા બન્ને ના વિચાર પણ સરખા છે. ( વચ્ચે ટોકતા નેહા બોલે છે. ) અરે ,,,, હવે , શું આખો લેખ લખીશ કે શું દોસ્તી પર જે હોય જલ્દી કે ને પાગલ હવે , ખેંચી ને લાંબુ ના કર 😇 ( આલોક અને નેહા બંને હસી પડે છે . ) અરે ,,, હા બાબા કહું છું 2 min. શાંતિ બનાવી રાખીશ વાંદરી... ( આલોક પ્રેમ થી તેને વાંદરી કહેતો કેમ કે નેહા ને 1 min. પણ શાંતિ ના હતી તે હમેશા વાંદરી ની જેમ જ ઉછળતી રહેતી હતી અને થોડી ખુશી મળે એટલે તે કૂદાકૂદ કરતી )

નેહા : હસીને...હા , ohk , બોલો કવિરાજ 😜

આલોક : હા , તો સાંભળ ધ્યાન થી હું જે વાત કરવા જઈ રહ્યો છું તે આપણા ભવિષ્ય ને લઇને છે. એટલે કે આપણી પૂરી જિંદગીનો ફેંસલો લેવા જઈ રહ્યો છું. હું મારા દિલ ની વાત તને કરવા જઈ રહ્યો છું. જે હું તને પહેલી વાર મળ્યો ત્યારે જ કહેવા માંગતો હતો . પણ હું તને થોડો સમય આપવા માંગતો હતો . જેથી તું પણ મને સમજી શકે . આજે આટલા દિવસો ના સાથ પછી મને લાગ્યું કે હવે , આપણે એક સારા દોસ્ત જ નહિ પણ તેનાથી પણ આગળ એક સબંધ છે જે સબંધ ને લીલી ઝંડી આપી દેવી જોઈએ. આપણી દોસ્તીને પ્રેમ માં બદલી નાખવી જોઈએ. અને આપણે મેરેજ કરી લેવા જોઈએ . અને આલોક ટેબલ પરથી ઊભો થાય છે. હાથ માં ગુલાબ લઈને નીચે ઘૂટણભેર બેસી ને નેહા સામે ગુલાબ નું ફૂલ ધરીને એક લાઇન બોલ્યો.... જે દરેક આશિક તેની પ્રેમિકા માટે બોલે છે " I love you નેહા હું તને ખૂબ પ્રેમ કરું છું અને તને મારી જિંદગીનો હિસ્સો બનાવવા માંગુ છું. હું હંમેશા તારા ચહેરાની ખુશી જોવા માંગું છું. તારા બધા સપનાને પૂરા કરવા માંગુ છું શું તું મને જિંદગીભર માટે સાથ આપીશ? will you marry me my sweet love "

નેહા : આલોક મને થોડો સમય આપીશ? હું તને કંઇક આપવા માંગુ છું.

( શું નેહા આલોક ના પ્રપોજલ નો સ્વીકાર કરશે? અને નેહા શું આપવા માંગે છે રાહુલ ને? શું નેહા રાહુલ ને પ્રેમ કરે છે? આલોક ના ગયા પછી રાહુલ કેમ નેહા ને મળવા માંગે છે ? હવે , શું આવશે નવો મોડ જાણવા માટે જોતા રહો નેસ્ટ પાર્ટ )

To be continued....


~hardik "v.k."


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED