પ્રેમ નો કરૂણ અંજામ - 1 Hardik Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ નો કરૂણ અંજામ - 1


( hello, મારા વાચક મિત્રો હું આજે અહીંયા મારી first સ્ટોરી મૂકવા જઈ રહ્યો છું. આશા રાખું છું કે તમને જરૂર ગમશે. જો તમને મારી પસંદ પડે તો મહેરબાની કરીને તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી છે જેથી મને લખવા માટે પ્રોત્સાહન મળતું રહે. આ સ્ટોરી રીયલ નથી પણ એક રીયલ લવ સ્ટોરી જે લોકો સાચો પ્રેમ કરતા હોય તેમણે ક્યારેય તેમના પાર્ટનર પર શક ના કરવો જોઈએ . બાકી તેનો શું અંજામ આવે તે આ સ્ટોરી માં દેખાડવામાં આવ્યું છે. )

શીર્ષક ~ " પ્રેમ નો કરૂણ અંજામ "

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

આલોક આજે જાણે સાવ તૂટી ચૂક્યો હતો . આજે તેની જિંદગીનો છેલ્લો દિવસ હતો . કેમ કે, આજે તેને ફાંસી ની સજા થવાની હતી. પણ તેને ફાંસી ની સજા થી તેને કોઈ ડર ના હતો. પણ તેની પાછળ તો કોઈ બીજું જ કારણ જવાબદાર હતું.જ્યારે ઇન્સ્પેક્ટર સાહેબ તેની પાસે આવ્યા અને તેને જણાવ્યું કે આજે તને ફાંસી થવાની છે તો તારી કોઈ આખરી ઈચ્છા હોય તો જણાવ અમે જરૂર પૂરી કરીશું.

ત્યારે આલોકે જણાવ્યું કે મને નેહા એ આપેલી છેલ્લી ગિફ્ટ જોવી છે plz મને મંગાવી આપો. મારે બીજી કોઈ ઈચ્છા નથી .

ઇન્સ્પેક્ટર સાહેબ હવાલદાર ને તે ગિફ્ટ લાવવા માટે હુકમ કરે છે . પણ તેને એ નથી સમજાતું કે એવી તે શું ગિફ્ટ છે જે તેણે પોતાની આખરી ઈચ્છા વખતે મંગાવી. ઇન્સ્પેક્ટર સાહેબ ને પણ રસ પડ્યો તેથી તે થોડીવાર ત્યાં રોકાઈ ગયા જ્યારે હવલદાર ગિફ્ટ લઈને આવ્યો ત્યારે ગિફ્ટ તો ખૂબ નાની હતી હજી બોક્સ પેકિંગ હતું તો ખબર ના પડી કે અંદર શું હશે . ગિફ્ટ આલોક ના હાથ માં આપવામાં આવી ગિફ્ટ જોઈ ને આલોક રડવા લાગે છે. ...કેમ કે આ તેની જિંદગી ની લાસ્ટ ગિફ્ટ હતી ... આ ગિફ્ટ ના લીધે તો તેની નેહા તેને છોડી ને હમેશા માટે જતી રહી હતી...તેને આખી સ્ટોરી નજર સામે આવતા જ આલોક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો .

ઇન્સ્પેક્ટર પણ આ દ્રશ્ય જોઈને થોડીવાર માટે હતભ્રત થયા. શા માટે આલોક એક ગિફ્ટ ને જોઈ ને રડી રહ્યો છે? તે પણ વિચાર કરવા લાગ્યા કે જો આલોક એટલો પ્રેમ કરતો હતો તો શા માટે નેહા નું ખૂન કર્યું? કેમ કે હજી પણ આલોક તેના માટે એક શબ્દ બોલવા તૈયાર ના હતો. પણ આલોક ને આજે બધી વાત યાદ આવી રહી હતી જ્યારે તેણે નેહા સાથે છેલ્લી વાર વાત કરી હતી જે તેની જિંદગી ની આખરી મુલાકાત હતી.....

"""""""""''""""""""""""""""""""""""""""""""""

(આજથી લગભગ બે વર્ષ પહેલા આ ની વાત છે. )

"""""""""''"""""""""""""""""""""""""'"""""""'

નેહા અને આલોક એક સાથે જ કોલેજ માં હતા. બંને ની મુલાકાત એક લાયબ્રેરીમાં થઈ હતી. શરૂઆતમાં તો આલોક એકદમ શાંત છોકરો હતો . ના કોઈ સાથે વાત કરે કે ના કોઈ સામે આંખ મિલાવીને જોતો હતો. ખાસ તો તે છોકરીઓથી દુર ભાગતો. પણ ખબર નહિ એક દિવસ અચાનક તેની નજર નેહા પર પડે છે અને તેને જોતા જ તેના દિલમાં એક ઘંટી વાગે છે. અને સાચે નેહા સાથે થયેલી તેની પહેલી મુલાકાત જ તેની જિંદગી ની ખૂબસૂરત પળ હતી . તેને જાણે કે નેહા સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો. નેહા રોજ લાઇબ્રેરીમાં આવતી આલોક રોજ બસ તેને જોયા રાખતો. વાત ના કરી શકતો કેમ કે તેણે ક્યારેય કોઈ છોકરી સાથે વાત ન કરી હતી. તો તેને ડર લાગતો હતો.

પણ, એક દિવસ તે બુક શોધતો હતો અને અચાનક તેની બુક નીચે પડે છે અને જ્યાં નેહા બેઠી હતી ત્યાં પગ પાસે જઈને પડી . નેહા એ ઉપર નજર કરી તો આલોક હતો. નેહા એ બુક ઉઠાવી અને આલોક ને આપી બુક લઈ ને આલોકે થેન્ક્યુ કહ્યું .....અને sorry પણ ...નેહાએ પણ સામે હસીને it's ok no problem.. કહ્યું પણ નેહાની અને આલોકની નજર એક થઇ નેહા ને પણ આલોકને જોતા જ દિલ માં કંઇક એવું થયું કે જાણે કે તેનું દિલ એક ધબકારો ચૂકી ગયું.. નેહા ને ક્યારેય આવી રીતે કોઈ છોકરા ને જોઈ ને આવી ફિલિંગ નહોતી થઈ પણ ,આજે અચાનક તેના દિલ ની ઘંટી વાગી રહી હતી ...પણ તેણે પોતાના પર કંટ્રોલ કર્યો. ને પોતાના કામ માં લાગી ગઈ પણ આજે તેનું મન વાંચવામાં લાગતું ના હતું. બસ તેની નજર સામે બસ આલોક આવી જતો હતો. તેણે નજર ઉપર કરી જોયું તો આલોક સામે ના ટેબલ પર જ હતો અને તે પણ તેને ત્રાસી નજરે જોઈ રહ્યો હતો. અને હળવી સ્મિત તેના મુખ પર રમતી હતી. નેહા ને પણ લાગ્યું કે શું ખરેખર મને પ્રેમ થઈ ગયો હશે. ના....ના... એવું કંઈ નહિ હોય તેવો વિચાર કરી ફરી તે વાંચવા લાગે પણ તેનું મન નથી લાગતું પણ થોડી થોડી વારે તેની નજર આલોક પર જતી રહે છે.અને બંનેની નજર એક થઈ જાય છે. આવી રીતે થોડી વાર ચાલ્યું તેનું મન ના લાગ્યું તેથી તે ઘરે જવા નિકળી પડી . રસ્તામાં પણ બસ તેની નજર સામે આલોક ની છબી આવી જતી હતી...તેને મોબાઇલ ચાલુ કરી મ્યુઝિક ચાલુ કર્યું . મ્યુઝિક સાંભળતાં-સાંભળતાં તે જઈ રહી હતી. અચાનક તેને લાગ્યું કે તેને કોઈ બોલાવી રહ્યું છે . સામે થી આવતી એક વ્યક્તિ એ કહ્યું મેડમ તમને પાછળ કોઈ બોલાવી રહ્યું છે . મ્યુઝિક ના અવાજમાં તેને તેમનો સાદ સાંભળ્યો નહિ . પાછળ ફરીને જોયું તો આલોક હતો તે દોડી ને તેના તરફ આવી રહ્યો હતો. શું થયું હશે તે કેમ મારી તરફ આવતો હશે?

( શા માટે આલોક તેની તરફ આવી રહ્યો હશે. ?

શું આલોક નેહા સાથે કંઇક ગલત કરવા ના ઇરાદાથી આવી રહ્યો હોય છે?

શું આલોક ખરાબ છોકરો હશે?

જાણવા માટે વાંચતા રહો next part )


~hardik Patel