રીના એકવાર તો ધબકારો ચુકી જાય છે એકદમ મિસ્ટર રાઠોડનો મેઇલ જોઇને પોતાની બધી ખુશીઓ ફરીથી સંકેલાઇ ગયી હોય એવુ લાગવા લાગ્યુ કારણકે ત્રણ મહિના પુરા થવામા વધારે સમય નહોતો એકાએક રીનાને પસાર થયેલા દિવસો યાદ આવવા લાગે છે જેમ મૃત્યુ વેળાએ માણસને પોતાની પુરી જીંદગી સપના જેમ દેખાઇ રહી હોય એમ રીના વિતાવેલા છેલ્લા બે મહિના આંખો સામે જોઇ રહી હતી મનમાં નક્કી કરી લીધુ હતુ હોય ન હોય મેઇલ જરુર હાજર થવાનો જ હશે હજુ મેઇલ ખોલ્યો નહોતો પરંતુ ચહેરા પર જે ઉત્સાહ અને આનંદ હોટેલમાં આવતા સમયે હતો હવે એવો હવે જરાપણ નહોતો રહ્યો જે ડ્યુટી પર હાજર થવાનો ભય સાફ દેખાડી રહ્યુ હતુ છતાય સુરજ અને સંધ્યા સામે હજુય પોતે ખુશ છે એવો ડહોળ કરી રહી હતી
જેમ તેમ કરીને રીના પોતાનુ લંચ પુરુ કરે છે સુરજ અને સંધ્યાની મજાક મશ્કરી હજુય ચાલુ હતી રીના એકાએક ફ્રેશ થવાના બહાને વોશરુમ તરફ જાય છે વોશરુમમા જઇને ખુદને અરીસામા જુએ છે અને પોતાની જાત પર જ સવાલો ઉભા કરે છે
પહેલા તો કયારેય આટલો ડર નહોતો લાગતો આજે જ કેમ ?
આટલી બધી લાગણીઓ બંધાઇ ચુકી છે સંધ્યા અને સુરજ સાથે ?
આજે સરનો મેઇલ જોઇને હુ પોતે કેમ ગભરાઇ રહી છુ કે પછી સુરજથી સંધ્યા દુર થશે એવા વિચારો લીધે હુ અંદરોઅંદર મરી રહી છુ
ઘણાબધા સવાલો હવે વારાફરતી મનમાં ઉદભવી રહ્યા હતા ચહેરા પર ઠંડા પાણીની ઝલક મારે છે એકાએક બધુ શાંત પડી જાય છે છુટા વાળને રીબીન વડે બાંધે છે મનમા આવેલા આવેગ શાંત થઇને નીચે બેસી જાય છે થોડી રાહત અનુભવે છે ફરી અરીસા સામે ખુદને નીહાળે છે પોતે એક સિક્રેટ એજન્સી ઓફીસર છે જેમા લાગણી ક્યારેય ન હોય કોઇ પોતાનુ ન હોય એવુ સેલ્ફ મોટીવેશન પોતાની જાતે જ મેળવે છે એજન્સીના ક્વાર્ટર થી દુર રહેવાથી જ કદાચ આ લાગણીઓ વહેવાની શરુ થય હશે એવુ વિચારે છે ભીનો ચહેરો ટુવાલથી લુછીને ફરી સુરજ અને સંધ્યા જે ટેબલ પર બેસેલા ત્યા પહોચે છે તેઓ પણ હવે લંચ પુરુ કરી ચુક્યા હતા વધારે સમય ન બગાડતા રીના પોતે બિલ ચુકવે છે સુરજ ઘણા સમય માટે આનાકાની કરે છે પરંતુ રીના કોઇ વાત સાંભળવા તૈયાર નથી હોતી સંધ્યા પોતાના ઘરની મહેમાન બનીને આવી છેે એટલે બીલ તો પોતે જ ચુકવશે એવુ કહીને પોતે જ કાઉન્ટર પર પૈસા ચુકવે છે
હોટેલમાથી બહાર નીકળતા સમયે ઘડીયાળ પર નજર કરતા બપોરના બે વાગી રહ્યા હતા તડકો આછો હતો છતાય કયાય પણ ફરવા જવા કરતા રુમ પર જઇને આરામ ફરમાવવાનુ નક્કી થાય કરે છે કારણકે બીજા દિવસે સંધ્યાને લોકરક્ષકદળ કોન્સટેબલ ની પરીક્ષા હતી જો કાઇપણ આડીઅવળી ઘટના ઘટે તો પપ્પાનુ સપનુ ફક્ત સપનુ બનીને જ રહી જાય અને પેપર માટે કરેલી તૈયારી વ્યર્થ બની જાય ત્રણેય રુમ તરફ પાછા ફરે છે હવે સુરજે સંધ્યાનો હાથ પોતાના હાથ વડે પકડેલો હતો સંધ્યા પણ હજુય સુરજના ખભા પર માથુ ટેકાવીને સુરજના હાથોમા હાથ રાખીને ચાલી રહી હતી રીના કશુય થયુ જ ના હોય એમ ફરી બંનેની મજાક ઉડાવતા ઉડાવતા ને હાથમા દુપટ્ટો લઇને આગળ વધે છે
***
સંધ્યા પોતાની જાતને ખુબજ ભાગ્યશાળી માનતી કારણકે જે વ્યક્તિઓ જોડે જન્મોજનમ સુધીની કોઇ ઓળખાણ નહોતી તેઓ આજે પોતાને કેટલી લાગણીથી પોતાને સાચવી રહ્યા હતા ને દોસ્તી પણ એને જ કહેવાય કે જ્યા પારકાને પોતાના બનાવી લેવાતા હોય કદાચ સુરજ અને રીના સંધ્યાને જીતી લેવામા કામયાબ થયા હતા જે સંધ્યાના સ્મિત ભરેલા ચહેરા પરથી સાફ દેખાઇ રહ્યુ હતુ સંધ્યા પણ ખુબજ હેત અને પ્રેમથી બંને જોડે જોડાઇ ગયી જતી જાણે ઘણાય સમયથી ભેગા જ હોય પોતાના ઘર પરિવારથી દુર રહીને સંધ્યા વધારે ખુશ હતી દરરોજ ભાઇ ભાભી જોડેના ઝઘડા કરતા અા દોસ્તોની મહેફીલ વધારે ખુશનુમા હતી સંધ્યાનુ ચાલે તો અહીંજ રોકાઇ જાય
ઘરે પહોચતી વેળાએ બધાય થાકી ચુક્યા હતા સંધ્યાના ફોનની બેટરી પણ ડાઉન થય ગયેલી એટલે જલ્દીથી ફોન ચાર્જ કરવા મુક્યો સુરજ પણ સંધ્યાને મળવાના ઉત્સાહમા આખી રાત સુઇ નહોતો શક્યો એટલે એ પણ પુરેપુરો થાકેલો. ઘરમા પહોચીને બેડ પર સુવાની બદલે નીચે ઓસરી પર જ બંને લપેટાઇ જાય છે રીના અંદરની રુમ માંથી રઝાઇ બહાર લાવીને પાથરે છે સંધ્યા અને રીના બંને રઝાઇ પર આડા પડે છે સુરજ પણ બંનેથી થોડા અંતરે સુતેલો
બધાય થોડી રાહત અનુભવે છે ને ફરી વાતોનો સિલસિલો ચાલુ થાય છે અલકમલકની વાતો શરુ થાય છે વાતો કરતા કરતા સંધ્યા કયારે સુઇ જાય છે અેનુ ભાન પણ એકેય નથી રહેતુ કદાચ દિવસભરની મુસાફરીથી થાકેલી હસે એવુ કહી શકાય મુસાફરી પણ લાંબી હતી ને સવારે વહેલા જાગેલી પણ હશે કદાચ એના કારણે જ આડા પડખે થતાની સાથે જ નીંદર આવી ગયી હશે
સુરજ થોડે દુરથી જ સંધ્યાને નિહાળી રહ્યો હતો જેવી સંધ્યાને પોતાના વિચારોમા કલ્પેલી ખરેખર અેવી જ સંધ્યા હકીકતમાં હતી માથા પર હાથ ટેકાવીને દુરથી સંધ્યાનો ચહેરો જોઇ રહ્યો હતો કેટલો શાંત સ્વભાવ વાળની લટ કયારેક પવનના લીધે ચહેરા પર આવી જતી ત્યારે સંધ્યા કદાચ વધારે સુંદર દેખાતી સુરજ સંધ્યાને નિહાળતા નિહાળતા જુની યાદોમા ખોવાઇ જાય છે
કેવી રીતે ફેસબુક પેજ પર મળ્યા કોમેન્ટોમા વાત શરુ થઇ સર કહીને બોલાવતી સંધ્યા મિસ્ટર ઓથર કહીને બોલાવતી થયી ને છેલ્લે માય લવ કહેવાનુ શરુ થયુ કેટકેટલા કિસ્સાઓ બની ગયા છેલ્લા બે મહિનાઓ મા ક્યારેય કોઇ છોકરી સાથે આટલી બધી વાત ન કરનારો સુરજ પોતે જ સંધ્યા જોડે વાતો કરવાનો સમય શોધતો થઇ ગયેલો લવસ્ટોરીની વાર્તા લખીને કદાચ પોતાની લવસ્ટોરીમા ખોવાઇ ગયેલો એક લેખક કદાચ પ્રેમમાં પડી ગયો હોય એવુ કઇ શકાય છેલ્લા બે મહિનાઓમા કેટલીય ઘટનાઓ ઘટી હશે જેમા સૌથી વધારે ખુશનુમા કદાચ સંધ્યાને મળવાનુ હશે
***
રીના પણ આંખો બંદ કરીને સુવાની નાકામ કોશિશ કરી રહી હતી નિંદર તો પહેલાથી જ પેલા મેઇલ દ્વારા હરામ થઇ ચુકેલી મનમાં ને મનમાં ગુંગળાઇ રહી હતી આંસુ આંખની કિનારી સુધી પહોચી ગયા હતા એક પરિવાર જેવી લાગણી સુરજ અને સંધ્યા જોડે બંધાય ગયેલી એવો પ્રેમ પહેલા કયારેય ન મળેલો સુરજથી અજાણ રીના સુરેન્દ્રનગરમા તેની ઇન્વેસ્ટીગેશન કરવા આવેલી ને કયારે સુરજ જોડે મિત્રતા બંધાઇ ગયી એની ખબર પણ ના રહી પહેલા મિત્રતા ફક્ત પોતાના સ્વાર્થ ખાતર કરેલી જેથી સુરજ વિશે પુરતી માહિતી મળી રહે પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ બંને વચ્ચેનો સ્વ અર્થ પણ દુર થયો ને ગાઢ મિત્રતા બંધાઇ ગયી આજે સંધ્યા ફક્ત પોતાના માટે નહોતી ડરી રહી સાથોસાથ સુરજને પણ પોતાની સાથે લઇ જવાનો હતો કદાચ એનો જોઇનીંગ લેટર પણ મેઇલમા આવ્યો હોઇ શકે એનો પણ ડર સતાવી રહ્યો હતો
સુરજને જ્યારે જાણ થશે કે હુ એક ઓફીસર છુ ત્યારે સુરજ કેવુ રિએક્શન આપશે મને દગાબાજ કહેશે કે પછી મારી ફરજ સમજીને મને સમજવાની કોશીશ કરશે છેલ્લા બે મહિનાથી પોતે સુરજની દરેક હરકતો પર ધ્યાન રાખી રહે છે બીજા શબ્દોમા કહીએ તો જાસુસી કરી રહી છે એની જાણ પોતે સુરજને કેવી રીતે કરશે પોતાના દોસ્તને આ વાત કઇ રીતે કરવી એ વિચારીને જ રીના ધ્રુજી જતી બે મહિના ઉપરની મિત્રતા કયાંક દુશ્મનીમા ન ફેરવાય જાય એનુ પણ ધ્યાન રાખવાનુ હતુ
સુરજનુ તો સમજ્યા કે પોતે આ જોબ માટે એપ્લાય કર્યું હતુ ને જોબની આતુરતાપુર્વક રાહ જોઇ રહ્યો હતો પરંતુ પેલી સંધ્યાનુ શુ ? છેલ્લા બે મહિનાથી જે સુરજને નિર્દોષ પ્રેમ કરતી જેમા કશોય સ્વાર્થ નહોતો જેમા ફક્ત લાગણીઓનો જ સમાવેશ થતો શુ એ આ સહન કરી શકશે ? સુરજ વગર ત્રણ ચાર મહિના રહી શકશે ? આ ત્રણ ચાર મહિનામાં સુરજને રીના પોતે જ ટ્રેઇન કરવાની હતી ડ્રગ્સ અને તેના સ્મગલીંગ વિશેની બધી માહિતી પુરી પાડવાની હતી પરંતુ સંધ્યા શુ આ હકીકત ગળા નીચે ઉતારી શકશે ?
સુરજ અને સંધ્યા વિશે વિચારતા જ રીનાની આંખોમાથી ગરમ અશ્રુધારા વહેવાનુ શરુ થઇ જાય છે પરંતુ આડા પડખે સુતા હોવાના કારણે કોઇ જોઇ શકતુ નહોતુ શુ પોતે સુરજ અને સંધ્યા જોડે ઠીક કરી રહી છે અે બાબત પર મન અને મગજ વચ્ચે તકરાર ચાલતી દિલ કહેતુ હકીકત જણાવી દે જ્યારે દિમાગ પોતાની ફરજ નિષ્ઠાપુર્વક બજાવવાની સલાહ આપતુ
છેવટે રીના મેઇલ વાંચીને જે હકીકત હશે એ સુરજને આવતીકાલે જણાવી દેશે એવુ મનમાં મક્કમતાથી નક્કી કરે છે હજુય મેઇલ ખોલ્યો તો ન જ હતો પરંતુ આવા અઢળક મેઇલો વાંચી ચુકી હતી જેમા ફક્ત ઓર્ડર જ આપવામા આવતો કા તો ડયુટી વધારી દેવામા આવતી ને કોઇ બીજુ શખ્સ હાજર હોય તો છુટ્ટીઓ લંબાવી દેવામા આવતી જાગીને ઉભી થઇને પહેલુ કામ પોતે મેઇલ વાંચવાનુ કરશે એવુ મનોમન નક્કી કરે છે ને પોતાનુ મગજ શુન્ય કરીને સુઇ જાય છે....
ચારેક વાગ્યાના સમયે સંધ્યાની આંખ ખુલે છે ઉભી થઇને વોશરુમ તરફ જાય છે સુઇને ઉઠેલી એટલે આંખો થોડી સોજાયેલી હોય એવી લાગતી રીના હજુય બાજુમા સુતેલી હતી એનુ કારણ કદાચ મોડા સુતી હતી એ હતુ કા તો વધારે પડતા ટેન્શનને દુર કરવા શુન્ય થઇને સુઇ જવુ સરળ હતુ સુરજ હજુય લેપટોપમા પોતાની વાર્તા ટાઇપ કરી રહ્યો હતો સંધ્યાને ઉઠેલી જોઇને તેના તરફ હળવુ સ્મિત કરે છે સંધ્યા ફ્રેશ થઇને બહાર આવે છે
સંધ્યા સુરજની બાજુમાં ગોઠવાય છે સુરજ ટાઇપ કરી રહેલ વાર્તા સંધ્યા પણ મનમાં વાંચવા લાગે છે
ચા લેશો કે કોફી મેડમ😅😅 (સુરજ હળવેથી)
તમારો સમય 😉😉 (સંધ્યા)
હા એ તો હવે તમારા માટે જ છે (સુરજ)
કઇ વાર્તા લખો છો હે (સંધ્યા)
સરપ્રાઇઝ છે સમયસર મળી રહેશે ને તારે કશયુ વાંચવાનુ નથી ? 😀😀 (સુરજ)
ના હવે તો સીધી પરીક્ષાની મુલાકાત કરીશુ જોઇ લેશુ કીસ મે કીતના હે દમ 😂😂😂
સંધ્યાની વાતોમા પુરો કોન્ફીડન્સ દેખાતો કે પોતે પરીક્ષા માટે પુરી સજ્જ થયેલી છે છેલ્લા ઘણાબધા સમયથી આ પરીક્ષા માટે તૈયારી કરી રહેલી
હશે મેડમ બીજુ કાઇક કયો નવીન મા (સુરજ)
હુ અહીં આવી એ નવુ નથી ?? તમારી બાજુમા બેઠીને તમે લેપટોપ મા ટાઇપીંગ કર્યા રાખો એ સારી બાબત છે હહહ ?? 😒😒 (સંધ્યા)
સોરી બાબા પણ તુ સુતેલી હતી તો પછી હુ મારુ કામ કરી રહ્યો હતો લેપટોપ બંદ કરતા કરતા સુરજ બોલ્યો
બંનેની ખુશરફુસર થી રીનાની આંખ ઉઘડી જાય છે એ પણ કાઇ બોલ્યા વગર બેઠી થઇને વોશરુમ તરફ જાય છે ઠંડા પાણીથી ચહેરો ધોવે છે ને ફરી એકવાર અરીસામા પોતાની જાતને જુએ છે ફરી ઘણાબધા સવાલો ખડા થાય છે પરંતુ હવે મન શાંત હતુ બધા સવાલોના જવાબ મનોમન નક્કી થઇ ગયેલા એટલે હવે કોઇ જાતનુ ટેન્શન નહોતુ બહાર આવીને સંધ્યાની બાજુમા ગોઠવાય છે
ગમે તો છે ને અહી સંધ્યા ? (રીના)
હા યાર, ઘર કરતા તો ઘણુય સારુ છે ના કોઇ કચકચ ના કોઇ ટેન્શન બસ ફક્ત આનંદ જ આનંદ આવુ વાતાવરણ કોને ન ગમે (સંધ્યા)
રીના ફરી એકવાર વિચારોમા ખોવાઇ ગયી મનમાં ફરી બબડી પુસ્તકના પુઠ્ઠા પરથી પુસ્તકનો અંદાજો ન લગાવાય યાર જે વાતાવરણ તને અત્યારે આનંદ આપનારુ છે થોડા જ સમયમા આ વાતાવરણ તારા માટે દર્દનાક સાબિત થસે
તો સારુ કહેવાય ચા પીશો કે કોફી ? (રીના)
કશુય નહી પીવુ બેસો અહીં નિરાંતે આપણે વાતો કરીએ 😄😄 (સંધ્યા)
ઓહકે જેવી તમારી ઇચ્છા😊😊😊 (રીના)
એના કરતા ચલો કાંઇક બહાર ફરી આવીએ (સુરજ)
હા તમે બંને ઘુઘરી પાર્કના બગીચામા ચક્કર લગાવીને આવો ત્યા હુ ઘરનુ કામ પુરુ કરી નાખુ ને તમને પણ એકાંત મળી જાય રીનાએ પોતાની મેચ્યોરીટી પ્રમાણે જવાબ આપ્યો
સંધ્યા સુરજ સામે જોઇને ફરીથી મુસ્કુરાઇ કદાચ સુરજ પાસેથી જે ટાઇમ માંગતી એ આપવા સુરજે બહાર ઘુમવા જવાનુ આયોજન કરેલુ લાગ્યુ સુરજે પણ સંધ્યા તરફ હળવુ સ્મિત ફેંક્યુ
બીજી તરફ રીનાએ પણ વિચારી રાખેલુ જો એકાંત મળે તો સરે કરેલો મેસેજ જોઇ કાઢુ આગખ શુ ઇન્સટ્રકશન ફોલોવ કરવાની છે એની ખબર પડે રીનામાં હવે થોડી હિંમત બંધાઇ ચુકી હતી છતાય હજુ પોતે સુરજને કેવી રીતે જણાવશે એ બાબત દિમાગમા આવતા થોડી ઢીલી પડી જતી પોતાની મિત્રતા પર થોડી આંચ આવશે એવુ મનમાં થતુ
સંધ્યા ફરી તૈયાર થઇ ને સુરજ પણ ચહેરો ધોઇને પોતાના વાળ સેટ કરે છે બંને તૈયાર થઇને બહાર નીકળતી વેળાએ ઓપચારીક રીતે ફરી એકવાર રીનાને કહે છે તુ પણ ચાલ ને જવાબમા રીના હળવા સ્મિત સાથે ના કહે છે જાણે કહી રહી હતી હુ કવાબ મા હડ્ડી નહી બનુ😇😇
***
સુરજ અને સંધ્યાના બહાર નીકળતાની સાથે જ રીના પણ દરવાજે આવીને એકવાર કન્ફર્મ કરે છે સાચે જ નીકળી ગયા છે ને માણસોની ટેવ હોય છે બારણા બહારથી જ કાઇક વસ્તુ યાદ આવતા લેવા માટે ફરી પાછા ઘરમા આવે સુરજ અને સંધ્યા ગલીમા ઘણા આગળ નીકળી ચુકેલા હતા મનમાં હાશકારો થયો હવે પોતે એકાંતમા છે
રીના સમય બરબાદ ન કરતા ફરી ફોન હાથમાં પકડે છે ને મેઇલબોક્સ ખોલે છે પીડીએફ ડાઉનલોડ થય ચુકેલી હતી ફક્ત વાંચવાની જ બાકી હતી રીના આતુરતા પુર્વક પીડીએફ પર કલીક કરે છે ત્રણ ચાર વાર લોડીંગ થવાનુ સર્કલ ફરીને પીડીએફ ઓપન થાય છે
એક તરફ ખુણામા સુરજનો ફોટો છપાયેલો હતો બીજી બાજુએ સુરજની બધી વિગતો હતી જેમા નામ , સરનામુ , રહેઠાણના અપલોડ કરેલા પુરાવા એસ.એસ.સી ની માર્કશીટ ની ડીટેઇલ તથા એચ.એસ.સી ના માર્કશીટ ની ડીટેલ એમા સામેલ હતી ફોટો ચીપકાવેલા કોર્નર ની નીચેની બાજુએ પાનાના અંતમા સુરજની સાઇન હતી ને ઉપર મોટા અક્ષરે જોઇનીંગ લેટર લખેલુ હતુ પાનાના નીચલા હિસ્સા પર ઓલ ડીટેઇલ વેરીફાઇડ સાથે ખરાની નિશાની સાથેનુ બોક્સ હતુ સાથોસાથ લાલ કલરનો કન્ફરમેશન નો સિક્કો મારેલો હતો
રીનાને એક તરફ ખુશી થઇ કે પોતે પોતાની ફરજ સારી રીતે બજાવી સુરજની પુરી ઇન્ફોર્મેશન સરને પહોંચાડી જેના કારણે સુરજ હવે સિક્રેટ એજન્સી જોઇન કરી શકશે ને પોતાનુ જીવન જે તરફ વાળવા ચાહતો હતો એમ વાળી શકશે ને ખુશખશાલ જીંદગી જીવી શકશે
તો બીજી તરફ દિલના એક ખુણામા દુખ પણ થયુ કે આ જોબ જોઇન કરીને ઘણાબધા રિસ્કનો સામનો કરવો પડશે સાથોસાથ સંધ્યાનો સાથ પણ છોડવો પડશે ઓછામા ઓછા ત્રણ મહિના તો સંધ્યાના હાલચાલ પણ નહી જાણી શકે ન તો મેસેજ કરી શકશે જે કદાચ સુરજની જીંદગીમા ઝાટકો આપવાનુ કામ કરશે અને જીંદગીનો તો નિયમ જ છે કાઇંક મેળવવા માટે કાઇંક ગુમાવવુ પડશે અથવા તો જે તમારી જોડે છે એના જોડે સમાધાન (કોમ્પ્રોમાઇઝ) કરીને જીંદગી ગાળી નાખો
રીનાની એક આંખમા હર્ષના આંસુ કીનારી સુધી આવી ચુકેલા તો બીજી આંખમા થોડા દુખના ગરમ આંસુ આવ્યા હોય એમ કહી શકાય રીના થોડી ઉદાસ થય ચુકી હતી છતાય હજુ પીડીએફ પુરી વાંચવાની હતી રીના સ્ક્રોલ કરીને પેજ ઉપર ઉઠાવે છે બીજા પેજ પર સુરજ માટે જોઇનીંગ ઇન્સ્ટ્રકશન લખેલી હતી જેમા રીનાએ કાઇ ધ્યાન આપવા જેવુ નહોતુ કારણકે એ પહેલાથી જ આ પેજ ઘણીવાર વાંચી ચુકેલી હતી છેલ્લા પેજ પર કાઇંક ખુશીના સમાચાર હોય એવુ લાગ્યુ રીનાની જગ્યાએ બીજા ઓફીસર ટ્રેનિંગ સેન્ટર પર હાજર થઇ ચુક્યા હતા એટલે પંદર દિવસની રજા વધારે લંબાવવામા આવી હતી જે રીના માટે સારા સમાચાર કહી શકાય
***
સુરજ અને સંધ્યા ૮૦ ફુટ રોડ નો રસ્તો ક્રોસ કરીને ઘુઘરી પાર્કમા પહોચે છે જ્યા આજુબાજુ બીજા ઘણાબધા કપલ પણ બેસેલા હતા સંધ્યા અને સુરજ પણ ત્યા એક બાંકડા પર બેસે છે નાના છોકરાઓ ધમાલ મચાવી રહ્યા હતા કોઇક ઉંમરલાયક માણસો ગ્રાઉન્ડની કિનારીઓ પર ચાલી રહ્યા હતા તો અમુક કપલ હાથમા હાથ પરોવીને પોતાના ભવિષ્યના સપનાઓ ઘડી રહ્યા હતા સુરજ અને સંધ્યા ઘડીભર મૌન રહ્યા એકબીજાની આંખોમા જોઇને જ એકબીજાને શુ કહેવા ઇચ્છે છે એ કહ્યા વગર જ સમજી રહ્યા હતા બંને હળવુ સ્મિત રેલાવે છે બધા કપલની જેમ જ સંધ્યા અને સુરજ પણ પોતાની આગળની જીંદગીના સપના જોઇ રહ્યા હતા અને માણસ ખુશ હોય ત્યારે હંમેશા પોતાની જીંદગીના સારા સપના જ જુએ છે પછી હકીકત ભલેને કાઇક જુદી જ બનતી હોય
સંધ્યા અને સુરજ પણ એવા જ બે પ્રેમીપંખીડાઓ હતા જે ભવિષ્યના સારા સપના જોતા હતા હકીકત શુ બનશે એ જાણવા કરતા સારા સપનાઓ જોવાની વૃતી ધરાવતા હતા એમાથી જોયેલા અમુક સપનાઓ આવા હતા ભવિષ્યમાં સંધ્યા અને સુરજ જોડે નવા મોડેલની સ્વીફ્ટ ગાડી હશે મોટા શહેરોમા એક સારો કહી શકાય એવો ફલેટ હશે અને સંધ્યાના મત મુજબ પોતે ગવર્નમેન્ટ જોબ વાળા છોકરા જોડે જ પરણશે એમા સંધ્યાનો કોઇ સ્વાર્થ નહોતો સુરજ અને સંધ્યાની જ્ઞાતિ અલગ હતી એટલે કદાચ આજના ટ્રેન્ડ પ્રમાણે ગવર્નમેન્ટ જોબ છોકરા જોડે હોય તો પરિવારના લોકોને જ્ઞાતિ નો સવાલ ઉભો થતો નથી બસ જોબ ગવર્નમેન્ટ હોવી જોઇએ છોકરો ગમે તેવો ચાલશે કદાચ આજ કારણથી સંધ્યા પણ ગવર્નમેન્ટ જોબ માટે સુરજને સમજાવી રહી હતી તુ ગવર્નમેન્ટ જોબ કરીલે તો કદાચ ઘરના લોકો માની જશે
સંધ્યા અને સુરજ કયાંય સુધી એકબીજાની વાતોમા મશગુલ રહે છે પોતાના દિલમા છુપાયેલી બધી લાગણીઓ ઉર્મિઓ એકબીજા પ્રત્યે જતાવે છે જેટલો પ્રેમ બંને મેસેજમા જતાવી રહ્યા હતા એના કરતા અનેકગણો પ્રેમ અહીં એકબીજાને મળીને દેખાઇ રહ્યો હતો સંધ્યા હજુય ખુલ્લા વાળ રાખીને સુરજના ખભા પર ટેકો દઇને ભવિષ્યના સપના જોઇ રહી હતી સુરજ પણ અા સમય અહીંજ અટકી જાય એવા વિચારો કર્યા કરતો બંને પ્રેમી પંખીડાઓની પ્રથમ મુલાકાત તો ખાસ બની જ ચુકી હતી બસ હવે આગળ શુ થશે એ જોવાનુ બાકી હતુ સુરજ અને સંધ્યાને ત્યા સુધી સમયનુ ભાન નથી થતુ કે જ્યા સુધી રીનાનો કોલ નથી આવતો
હવે તમારો સાંજના ડિનરનો પ્લાન શુ છે મોબાઇલના એક છેડેથી રીનાનો અવાજ સંભળાઇ રહ્યો હતો સુરજ સંધ્યા તરફ જોઇને પ્રશ્નાર્થ મા માથુ હલાવે છે ને ઇશારા ઇશારામા જ બંને રાતનુ ડિનર પણ બહાર હોટેલમા કરવાનુ જ નક્કી કરે છે
હવે ઝડપથી ઘર તરફ પાછા વળજો ટાઇમ વધારે થઇ ગયો છે ને ત્યા હવે આવારા તત્વોનો સામનો કરવો પડે કે પોલીસ કાઇ પુછપરછ કરે એના કરતા વહેલા નીકળી જાઓ બાય કહીને રીના ફોન કાપી નાખે છે.
રીના સુરજને હકીકત ક્યારે જણાવશે એ એક મોટો સવાલ હજુય રીનાના મનમા ચાલી રહ્યો હતો
(ક્રમશ:)
આપના કિંમતી અમુલ્ય પ્રતિભાવ ની રાહ રહેશે સ્ટોરીને સુંદર પ્રતિભાવ આપવા બદલ આપ સૌનો દિલથી ખુબ ખુબ અાભાર
લી.
પરિમલ પરમાર
Whatsapp :- 9558216815
Instagram :- parimal_sathvara