premjal - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમજાળ - 4

પ્રેમજાળ (ભાગ ૪)

માસીએ મને ખુબ જ હુંફ આપી જેમ એક સગી માં પોતાના બાળકને આપે એમ માસીએ મારો ઉછેર કર્યો મારા ભણતરમા કોઇ કચાસ ન રહી જાય એટલે હંમેશા તેઓ મારા જોડે બેસીને મારુ હોમવર્ક કરાવતા મને સમજાવતા અને પરીક્ષા સમયે ખુબજ વંચાવતા જેની અસર મારા પરીણામ પર થતી પ્રાયમરી સ્કુલમા હંમેશા હુ ટોપ ૩ મા આવતો જેનુ કારણ મારા ટીચર કહુ કે માસી એ જ હતા તેઓની હુંફ અને પ્રેમની સાથોસાથ હુ મોટો થઇ રહ્યો હતો દર રવિવારે અમને ત્રણેયને કયાંક ને કયાંક ફરવા લઇ જતા ને અમે બધા ખુબ જ ખુશ થતા

માધ્યમિક સ્કુલમા દાખલ થયો ત્યારે મારી અંદર પુરેપુરી સમજણશક્તિ આવી ચુકી હતી. હવે ખરા ખોટાની સમજણ મને હતી, મારુ ધ્યાન નવા નવા પુસ્તકો તરફ વળવા લાગેલુ મે ઘણાબધા પુસ્તકો વાંચી નાખેલા સાથોસાથ અભ્યાસ તો ખરો જ. હુ અને માસીની બંને છોકરીઓ પહેલા જે નાની નાની બાબતો માટે ઝઘડતા એના બદલે એકબીજાને મદદરુપ થવા લાગ્યા હતા. માસીની ચિંતા પણ હવે દુર થયેલી કે છોકરો છોકરી અવળા રસ્તે ન ચડી જાય. માસી દરરોજ રાત્રે રોજનીશી બુક લખતા જેમા આખો દિવસમા બનેલી મહત્વની ઘટનાનુ આલેખન કરતા મને એમના અક્ષર ખુબજ પસંદ હતા એટલે કયારેક કયારેક એમની બુક વાંચી લેતો ત્યારે તેઓ હંમેશા કહેતા બેટા, ક્યારેય કોઇની પર્સનલ લાઇફમા એન્ટર નહી થવાનુ. આ વાક્ય હુ ઘણીવાર સાંભળી ચુકેલો જયારે પણ સાંભળુ એટલે તેમની રોજનીશી બુક જ્યા હોય ત્યા પાછી મુકી અાવતો પરંતુ એટલા સમયમા દસ બાર પાના વાંચી નાખતો. હું જે કાઇપણ તને કહી રહ્યો છુ એ બધુ એ રોજનીશી બુકનો હિસ્સો પણ છે દુનિયાને કઇ રીતે ગમવુ દુનિયાની સામે કઇ રીતે જીવવુ અને કઇ રીતે આ દુનિયાનો સામનો કરવો એ માસીએ અમને ખુબ સારી રીતે સમજાવેલુ. અને મને તો પપ્પાનો અનુભવ પણ ખરો એ સારા વ્યક્તિને ખરાબ બનાવતા વાર નથી લાગતી આ દુનિયાને.મ


ધોરણ ૧૦ મા સારા એવા માર્કસ હતા એટલે સાયન્સ સ્ટ્રીમમા આગળ વધવાનુ નક્કી કર્યુ મને આઇ. ટી નો શોખ પણ હતો અને હુ આમ પણ માસીના લેપટોપનો ઉપયોગ કરતો હતો એટલે મને પહેલાથી જ આવી બાબતોમા રસ પડતો છતાય માસીએ મને એક બે વાર પુછેલુ સાચે જ સાયન્સ સ્ટ્રીમમા અાગળ વધવુ છે એનુ કારણ મારુ ચોપડીઓ પ્રત્યેનુ આકર્ષણ હતુ હુ વધારે સમય બુક વાંચતો એટલે માસીનુ માનવુ હતુ કે હુ આર્ટસ વિભાગમા આગળ વધીશ

દસમા ધોરણના વેકેશન દરમિયાન કોમ્પ્યુટર ક્લાસીસ જોઇન કર્યા. જ્યા મારી ઓળખાણ રમેશસર જોડે થયી જે કોમ્પ્યુટર કલાસીસના ટીચર હતા. મારી આવડત અને કુશળતા જોઇ એમણે મને જાવા નો કોર્સ કરવાની સલાહ આપી પોતે એક આઇ. ટી એન્જિનિયર હતા જેમની પાસે એ વિશેનુ સારુ એવુ નોલેજ હતુ. જેમણે મને વેકેશન દરમિયાન જાવા લેન્ગવેજ , કોડીંગ ડીકોડીંગ ને બીજુ ઘણુબધુ શિખવેલુ.

મને રસ હતો હેકીંગનો કઇ રીતે વેબસાઇટ હેક કરી શકાય, કઇ રીતે માહિતી ચોરી શકાય. સર જોડે હંમેશા હુ એના વિશે ચર્ચા કરતો પરંતુ ક્લાસીસમા એ શીખવવુ હિતાવહ નહોંતુ એટલે સર મને પોતાના ઘરે લઇ જઇને વધારાનુ જ્ઞાન આપતા. ધોરણ અગિયાર પુરુ થયુ ત્યારે હું કમ્પ્યુટરમાં માસ્ટરમાઇન્ડ થઇ ચુક્યો હતો મે મારી સ્કુલની વેબસાઇટ પણ હેક કરેલી પરંતુ એક બાળકથી આ ન થઇ શકે એવુ પ્રિન્સિપલ માનતા જેના કારણે હુ નિર્દોષ સાબિત થયેલો.

પપ્પાનુ મૃત્યુ જે રીતે થયેલુ એના તણખા હજુ મારા મનમાં બળતા હતા. લોકો સાથે બદલો લેવાનો કોઇ મતલબ નહોતો પરંતુ પપ્પાના મૃત્યુનું જડમુળ ડ્રગ્સનુ સેવન કરવુ હતુ ધોરણ ૧૨ દરમિયાન હું એના વિશે જાણકારી મેળવતો રહ્યો, છતાય પુરતી માહિતી ન મળી એટલે આગળ બી. એસ. સી વીથ કેમિસ્ટ્રી કરવાનો નિર્ણય લીધો. જેમા ડ્રગ્સ વિશે પુરતી માહિતી મળી રહે રમેશ સર હવે મારા મિત્ર બની ગયેલા. મારે કોઇપણ કામ હોય તો એ કરી આપતા. એ દરમિયાન ડ્રગ્સ તસ્કરો વિશેની જાણ થઇ. જેઓ બહારના દેશોમાથી ડ્રગ્સ લાવીને આપણા દેશમા વહેંચણી કરે છે અને દેશને અંદર થી ખોખલો કરી રહ્યા છે. રમેશ સરે મારી ઓળખાણ એમના હેડ જોડે કરાવેલી જેઓ કમ્પ્યૂટરની બધીય માહિતીના જાણકાર હતા. એમની ઓળખાણ નેશનલ ઇન્ટરનેશનલ લોકો જોડે થતી મારી નાની ઉંમરમા આટલી બધી ધગસ જોઇને એમણે મને સિક્રેટ એજન્સીની કંપનીમા નોકરી કરવા માટેની સલાહ આપેલી તથા પોતે યોગ્ય સમયે નોકરી ગોતી આપશે એવુ વચન પણ અાપેલુ. પણ હવે એ વાતને વર્ષ વિતી ચુક્યુ છે હજુ સુધી નોકરીના કોઇ સમાચાર નથી.

રીના એકીટસે આ બધુ સાંભળી રહી હતી તથા સુરજની જિંદગી સાથોસાથ પોતાની જિંદગીની સરખામણી કરી રહી હતી. બાળપણ આખુય અનાથ આશ્રમમા રહેલી ત્યાંના બીજા બાળકો જોડે મિત્રતા હતી બધાય બાળકોનો જન્મદિવસ ઉજવવા માટે એક દિવસ નક્કી રાખવામા આવતો. જયા મોટોમોટા શેઠીયાઓ ડોનેશન આપતા. કયારેક ઝવેરભાઇ પોતાની સાથે અનાથ આશ્રમ માટે ડોનેશન લેવા લઇ જતા મોટા મોટા બંગલાઓ અને ઓફીસો જોઇને ચકચકીત રહી જતી. શેઠીયાઓના બાળકોના પહેરેલા મોંઘાડાટ કપડા જોઇને પોતે નાનપ અનુભવતી. હંમેશા બીજા લોકોના ઉતરેલા કપડા અનાથ આશ્રમ ના બધા બાળકો પહેરતા કયારેલ કોઇ ડોનેશન આપે કયારેક ન આપે કયારેક ગાળો પણ ભાંડતા. જાણે પૃથ્વી પર નરક જ કેમ ન ઉતરી આવ્યુ હોય એવી પરિસ્થિતિમા જીવતા એનુ વર્ણન કરવુ અતિમુશ્કેલ છે એ તો ફકત ત્યા રહી ચુકેલા બાળકો જ જાણતા હોય. સરકારી શાળાઓમા ભણવાનુ અટક અને બાપના નામ સિવાય એકલવાયુ પોતાનુ નામ લિવીંગ સર્ટિફિકેટ પર આવતુ. બીજા બધાને અટક અને બાપનુ નામ પાછળ અાવતુ એ જોઇને કયારેક આંખ ભરાઇ આવતી.

જયારે દસેક વર્ષની થયી જયારે એ સમજણી થઇ ત્યારે કોઇ હિરાલાલ નામના શેઠે પોતાને ગોદ લીધી હતી. શેઠ શેઠાણી નિ:સંતાન હતા એટલે એમનો ખુબ જ પ્રેમ મળેલો.
ગોદ લીધા પછી મારુ ભણતર પ્રાઇવેટ સ્કુલોમા ચાલુ થઇ ગયેલુ. મને પણ સારા સારા કપડા મળવા લાગેલા. મને એક દિકરીની જેમ જ શેઠ શેઠાણી રાખતા કયારેક કયારેક ઝવેરભાઇ પણ મારી સારસંભાળ લેવા આંટો મારી જતા. જેઓ મારી ખુશીથી ખુબ જ ખુશ થતા. રમત ગમત નો કેવો શોખ હતો એ સમયે ને એમાય દોડની સ્પર્ધા માટે તો હું કેટલી ઉત્સાહિત રહેતી. હજુ સુધીય કોઇ મને દોડવામાં નથી પહોંચી વળતુ. હંમેશા દોડમા અવ્વલ આવતી કયારેય એ સ્પર્ધામાં બિજા કોઇનો નંબર આવવા ન દીધો હતો. જેમ જેમ મોટી થઇ રહી હતી એમ શરીરનો વિકાસ થઇ રહ્યો હતો. સાથોસાથ મગજ પણ વિકસી રહ્યુ હતુ એટલે જ કદાચ દસમા ધોરણ પછી રમતગમત ક્ષેત્રે આગળ વધી ભણવાનુ છોડીને રમત ગમતના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. હાલ સિક્રેટ એજન્સીમા કામ કરી રહી છુ એ ફક્ત રમતગમત અને મારા જુસ્સાને આધીન જ છે. જો એ વખતે મિસ્ટર રાઠોડ સ્પર્ધા જોવા ન આવ્યા હોત તો કદાચ આ સ્થાને પહોંચવુ ખુબજ કઠીન હતુ. પરંતુ મારા સાહસને લીધે એમણે મને જોબ અપાવી મારી જિંદગી વિશે તેઓ જાણતા હતા. કદાચ એટલે જ મને દિકરીની જેમ સાચવતા બે વર્ષ ની સખત ટ્રેનિંગ પણ એમણે જ કરાવેલી ને હંમેશા મોટીવેટ કરતા રહ્યા. જેના પરિણામે આજે આટલી સારી પોસ્ટ પર જોબ મળી. ભલે દુનિયા અજાણ હોય પરંતુ દેશમાટે કામ કરવાનો મોકો મળ્યો એ કયા ઓછુ છે.

ઓય રીના

ઓય ,

કયાંખોવાઇ ગઇ ? રીનાનો કોઇ જવાબ ન સાંભળીને સુરજે પુછ્યુ.

અરે કાઇ નહીં બસ તારી લાઇફ વિશે વિચારતી હતી (જાણે રીના એકદમ ભાનમા આવી હોય એમ બોલી)


સાચે એ જ વિચારતી કે પછી કોઇ બીજુ છે સવારથી જ તુ ઉદાસ હતી ને અત્યારે પણ તારી આંખોમા આંસુ આવી ગયા છે. હમણા સિગારેટ અત્યારે આંખોમા આંસુ કઇ થયુ છે રીના ?? રીનાને રડતી જોઇ સુરજથી પુછ્યા વગર ન રહેવાયુ.

રીનાને ત્યારે ભાન થયુ કે પોતાની આંખોમા આંસુ ‍આવી ચુકયા હતા અને આવે પણ કેમ નહીં ભુતકાળ જ એટલો દર્દનાક હતો. રીનાએ સુરજની પાસેથી બોટલ લીધી અને ચહેરા પર પાણી છાંટ્યુ.


કાઇ નહી યાર બસ એમ જ તારી વાત સાંભળીને થોડી ઇમોશનલ થઇ ગયી બીજુ કાઇ નથી (રીના)

હવે જમવા જઇશુ કે હજુ વાત પુરી કરુ ?? નવ વાગી ચુક્યા છે રીના સુરજે પુછ્યુ.

રીનાને હવે સમજાઇ રહ્યુ હતુ મિસ્ટર રાઠોડે શા માટે પોતાને અહીં સુરજની દેખરેખ માટે મુકી છે. સુરજ નાની ઉંમરમા જ પોતાના કરેલા કામને લીધે ખુબ જ આગળ વધી ચુક્યો હતો. મલ્ટીટાસ્કીંગ પણ કરી લેતો ધોરણ બાર સુધીમા તો એ કોમ્પ્યુટરમા માસ્ટરમાઇન્ડ બની ચુકેલો. આઇ. ટી. નુ જ્ઞાન એણે ધોરણ બાર પુરુ કરતાની સાથે મેળવી લીધેલુ. જાવા , કોડીંગ, ડીકોડીંગ , સી પણ એ આ ઉંમરે જાણતો થઇ ગયેલો ને હેકીંગમા તો પાવરફુલ હતો એનુ ઉદાહરણ પોતાની સ્કુલની વેબસાઇટ હેક કરેલી હતી.

રીના સમજી ચુકી હતી મિસ્ટર રાઠોડને કામ માટે વ્યક્તિઓની જરુર છે. કોની ભલામણ ને લીધે સુરજને અહીં કામ પર રાખવાનુ કહે છે ને એમાય ડ્રગ્સ તસ્કરો માટે સુરજના મનમાં જે અંતરઆગ ચાંપેલી મ જેનો સીધો ફાયદો સિક્રેટ એજન્સી ને મળી શકે એમ હતો. સુરજને કમ્પ્યુટરની પણ સારી એવી ફાવટ હતી એટલે કોઇપણ સમયે કોઇપણ સ્થાને એનો ઉપયોગ કરી શકાય એમ હતુ.

એકવાર લાગણીવશ થઇને રીનાને પણ થયુ કે હું સાચી હકીકત સુરજને જણાવી દવ કે હું તને અહીંથી આગળ લઇ જવા માટેજ આવી છુ પણ એકાએક તરત બીજો વિચાર પણ મનમા ફરી વળ્યો સુરજ બધુ સાચુ કહેતો હશે એની શી ખાતરી ? અામ પણ લેખક છે વાતો બનાવતા કેટલી વાર ?? આમ પણ સિક્રેટ એજન્સી ના લોકો ઝડપથી અન્ય લોકો પર ભરોસો ન કરી શકે પરંતુ રીના સુરજ સાથ છેલ્લા બે મહિનાથી હતી એટલે સુરજને જાણતી હતી છતાય પોતે આવી ભુલ ન કરી શકે એમ વિચારીને વાત જણાવવાનુ ટાળ્યુ.

***

રીના નવ પર કાંટો આવી ચુક્યો છે હવે મારા પેટમાં ચુહા દોડી રહ્યા છે. સુરજે મજાક કરતા કહ્યુ.

હા ચલ, અહીંથી વીરા હોટેલ નજીક પડશે ત્યા જઇને ડિનર કરીએ.

સુરજ અને રીના બંને સ્ટેશનથી હોટેલ વીરા તરફ અાગળ વધે છે


હોટેલ પહોંચીને સુરજ મોબાઇલ ના ડેટા ઓન કરે છે ત્યા સુધીમા સંધ્યાના ચાર પાંચ મેસેજ આવી ચુકેલા.

hii !!!

hello sir😂😂😂

oyy suraj 😒

ok

bye.

આમ પાંચ મેસેજ ઉપરાઉપર લાઇનમા ગોઠવાયેલા હતા છેલ્લો મેસેજ કદાચ સુરજ ઓન નહી હોય એ જોઇને સંધ્યાએ કર્યો હશે.

સુરજને એકાએક યાદ આવ્યુ કે આજે સંધ્યા જોડે મેસેન્જરમાં કોલ પર વાત કરવાની હતી જેની ઘણાબધા દિવસોથી રાહ જોઇ રહ્યો હતો પરંતુ પોતે રીના જોડે બહાર ફરવા નીકળેલો તથા પોતાના દર્દનાક ભુતકાળમા ખોવાયેલો એટલે સંધ્યાને કરેલુ પ્રોમીસ પોતે ભલી ગયેલો.

છતાય અપરાધભાવે સુરજ મેસેજ ટાઇપ કરે છે

હાય સંધ્યા

સોરી થોડો કામમાં વ્યસ્ત હતો

સો ઓનલાઇન ન આવી શક્યો

આઇ એમ રિયલી સોરી

પ્લીઝ માન જાઓના

ને હવે તુ મને કોલ કરી શકે છે.

ઓ મિસ્ટર ફોન પછી વાપરજે પહેલા મેન્યુ ચેક કર હમણા તો પેટમા ઉંદેડા બોલતા હવે કયા ગયા ? અને આટલા બધા મેસેજ કોને કરી રહ્યો છે હહહ !

ઓર્ડર હું કરીશ પણ બીલ તારે ચુકવવાનુ ઓકે. સુરજે ફોનમાં જ ધ્યાન રાખીને રીનાને કહ્યુ.

બંને મળીને ઓર્ડર કરે છે વેઇટર થોડા સમયમા જમવાનુ પિરસે છે બંને મળીને એક ડીસમાં જમે છે. જેનુ કારણ આજુબાજુના બેઠેલા કપલ હતા તેમનુ અનુકરણ બંને કરી રહ્યા હતા ને થોડા મોર્ડન દેખાઇ રહ્યા હતા અને ખુબજ હસી રહ્યા હતા. એમા પણ પ્રેમ વર્તાઇ રહ્યો હતો બે પ્રેમીઓનો નહી પરંતુ મિત્રતા નો...


સુરજ પોતાની જિંદગીની અન્ય વાતો પણ રીના જોડે શેયર કરે છે તથા પોતાના મનમા આવેલા ઉમળકાને બહાર ઠાલવે છે. બંને ડીનર કરે છે ને છેવટે સુરજ આનાકાની કરીને પોતે જ હોટેલનુ બિલ ચુકવે છે ને ફરી પાછા બંને બહાર નીકળીને ટહેલવા લાગે છે.

અચાનક સુરજનો મોબાઇલ રણકે છે સંધ્યાના મેસેજની નોટિફિકેશન બતાવી રહ્યુ હતુ પરંતુ ફોન રીના પાસે જ રહી ગયો હતો. સુરજ કદાચ બીલ ચુકવવાની ઉતાવળમા ફોન ડાઇનીંગ ટેબલ પર જ ભુલી ગયેલો ને ત્યારથી જ ફોન રીનાએ પોતાની પાસે રાખી લીધેલો.

ઓય મિસ્ટર આ સંધ્યા કોણ છે હહહ ? તમારો મોબાઇલ નંબર માંગી રહી છે રાઇટરને ગર્લફ્રેન્ડ મળી ગયી કે શુ ? સંધ્યાની નોટીફીકેશન જોઇને રીનાથી બોલી ઉઠાયુ.


સુરજને ત્યારે ભાન થયુ કે પોતાનો ફોન પોતાની પાસે નથી પરંતુ ત્યા સુધીમા રીનાએ સુરજ તથા સંધ્યાની ઘણીબધી ચેટ્સવાંચી લીધેલી ને મનોમન જ ઘણુબધુ હસી રહેલી.

ઓય મારો ફોન તારી પાસે કેમ હહહ ?? નહી ઓળખતો હું કોઇ સંધ્યાને એમ કહીને રીના પાસેથી ફોન ઝુંટવી લેવા કરે છે

પરંતુ ફોન પાછો આપે તો રીના સેની ?

ચલો મિસ્ટર ઓથર હવે પોતાની લવસ્ટોરી સંભળાવો.

ઓયય તે મારા મેસેજ પણ રીડ કરી લીધા આવુ ન કરાય હો પાપ લાગે.

તુ પણ તો માસીની ડાયરી છાનામાના વાચ્યા કરતો. હું ડીજીટલ યુગમાં તારી ચેટ્સ વાંચુ છુ.

બંને મજાક મસ્તી કરતા રેલ્વેસ્ટેશન તરફ આગળ વધી રહ્યા હતા. રીનાએ સુરજનો નંબર પણ મેસેન્જરમા લખી નાખેલો. બસ હવે રાહ હતી તો સંધ્યાના કોલ ની

થોડા સમયમાં એ રાહ પણ સમાપ્ત થય જ્યારે અજાણ્યા નંબરમાથી કોલ આવ્યો પરંતુ ફોન હજુ રીના પાસે જ હતો. એ હજુ થોડી વધારે મજાક કરવા ઇચ્છતી હતી સામા છેડેથી મધુર અવાજમા હેલ્લો સંભળાયુ. અહીં રીનાની હસીનો પાર ન રહ્યો છતાય પોતાને સંભાળીને બોલી

હલ્લો !!

સોરી...રોંગ નંબર... (સંધ્યા)

અરે...ના....ના હુ નારીશક્તિ બોલુ છુ😅😅 (રીના)

(રીના એ ત્યા સુધીમાં સંધ્યા અને સુરજ વચ્ચે થયેલી પોતાની વાતો પણ જાણી લીધી હતી )

ઓહહ સોરી.... યુ આર રીના રાઇટ ?? (સંધ્યા)

યસ આઇ એમ રીના સ્પીકીંગ હાઉ આર યુ ? (રીના)

ફાઇન....સુરજે મારા વિશે તમારી જોડે વાત કરી છે?? (સંધ્યા)

અરે ના....ના....આતો આજે બહાર જમવા નીકળેલા. તો એનો ફોન મારી પાસે રહીગયેલો.બાકી અમારા એવા કયાં નસીબ કે બે પ્રેમીઓની વાત જાણી શકી. રીના હવે સંધ્યાની પણ મજાક કરવા લાગેલી.

સંધ્યાને મનમાં હાશકારો થયો કારણકે સુરજ અને સંધ્યાએ એકબીજાના પ્રેમની વાતો કોઇ ત્રીજા વ્યક્તિ જોડે ન કરવાનુ પ્રોમિસ કરેલુ પરંતુ આજે ભુલથી સુરજનો ફોન રીના પાસે રહી ગયેલો એટલે સુરજ સંધ્યાને ચીટ તો નહોતો જ કરતો એ બાબતનો હાંશકારો થયો.

અરે એવુ કશુય નથી હો અમારી વચ્ચે સંધ્યા શરમાતા શરમાતા બોલી ઉઠી.

હા.....હા.....હુ પણ કયા કાંઇ કહુ છુ આ તો બસ મોબાઇલ કોઇક કોઇક વાર રાત્રે બે વાગ્યે આઇ લવ યુ ના મેસેજ બતાવે છે એટલે મને એવુ લાગ્યુ.

અચ્છા તો હવે તમને જાણ થઇ જ ચુકી છે. સોરી હાં....બટ આઇ લવ હીમ વેરી મચ

આ દરમિયાન સુરજે રીના પાસેથી ફોન લેવા માટે ઘણાબધા પ્રયાસ કર્યા પણ એકેયમા સફળ ન રહ્યો સુરજને ડર હતો કે કદાચ સંધ્યા મારા અને રીના વચ્ચેની મિત્રતાને કાંઇક અલગ ના સમજી બેસે પરંતુ રીનાના વાત કરવાની ઢબથી પોતે પણ હસવા લાગ્યો.

છેવટે રીના એ સુરજને ફોન આપ્યો બે પ્રેમીઓ વચ્ચે પહેલીવાર આજે કોલ પર વાત થવાની હતી બે મહિનાઓથી જે લાગણીઓ ફક્ત મેસેજમા વ્યક્ત કરતા હતા આજે એ લાગણીઓને શબ્દોના સંવાદનો સહારો મળવાનો હતો.

રાત્રીનુ સુમસામ વાતાવરણ ઠંડા પવનની લહેરખીઓ તન ધ્રુજાવી નાખે એવી હતી છતાય અાવી શીતળ રાતમાં પણ બે પ્રેમીઓ વચ્ચે થતો સંવાદ એકબીજાને હુંફ પુરી પાડવા માટે સક્ષમ હતો.

રીના પણ બે પ્રેમી વચ્ચે થતા સંવાદનો હિસ્સો બનવાની હતી પોતે પણ સુરજ સંધ્યા જોડે શુ વાતો કરે છે એ જાણવાની તાલાવેલી હતી. જે સુરજ કયારેય કોઇની સાથે વાત કરતા અચકાતો નહોતો કે શરમાતો નહોતો એ આજે શરમાઇ રહ્યો હતો. વાતો કરવામા અચકાતો તો કયારેક સંધ્યા અને સુરજ એકજોડે બોલવા લાગતા.

સાચે જ પ્રેમ બે સીધાસાદા વ્યક્તિઓને કયાથી કયા લઇ જાય છે કદાચ આપણી દુનિયામાંથી કઇક અલગ જ દુનિયામાં લઇ જતો હશે જ્યારે બે પ્રેમીઓ વાત કરી રહ્યા હોય ત્યારે તો ખાસ ને એમાય અેમના ચહેરાના હાવભાવ ને મુસ્કાન કાઇક અલગ જ હોય જે નિહાળવાનો મોકો રીનાને મળેલો જે પોતે પોતાના મોબાઇલમા રેકોર્ડિંગ કરી રહેલી કદાચ આજે રીના પણ જોબથી છુટી ગઇ હોય ને સાવ શાંતિપૂર્ણ જીવન જીવી રહી હોય એવુ અનુભવતી ભલે ફક્ત કલાકો પુરતુ સિમિત હોય પણ એ આ પળો જીવી લેવા ઇચ્છતી પોતાના ફોનમા સમાવવાની નાકામ કોશિશ કરી રહેલી

(ક્રમશ:)

વોટ્સએપ તથા ઇન્સટાગ્રામમા પણ સારો એવો પ્રતિભાવ આપવા બદલ હુ આપ સૌ વાંચકોનો આભારી છુ આમ જ સપોર્ટ કરતા રહો ને મારી લખવાની ક્ષમતા વધારતા રહો ખુબ ખુબ આભાર

લી.
પરિમલ પરમાર

WhatsApp :- 9558216815
instagram :- parimal_sathvara

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED