premjal - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમજાળ - 2


***

સુરજની સાથે અભ્યાસ કરતા બધા મિત્રો આશ્ચર્યચકીત થઇ ગયેલા. જે સુરજે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે આગળ અભ્યાસ કરવા ધોરણ દસ પાસ કરીને સાયન્સ સ્ટ્રીમ પસંદ કરેલુ એ અાજે બી. એસ. સી માં એડમિશન લઇ રહ્યો હતો. આશ્ચર્ય એ વાતનુ નહોંતુ કે સુરજ બી. એસ. સી. માં એડમિશન લઇ રહ્યો હતો. પરંતુ આટલા સારા માર્કસ હોવા છતાય અને ગુજરાતની ટોપ લેવલની કોલેજોમા ગણી શકાય એવી વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ જેમા એડમિશન લેવા માટે વિધ્યાર્થીઓની પડાપડી થતી હોય છે એવી કોલેજમા આઇ. ટી ( information technology) ના ડિપાર્ટમેન્ટમાં એડમિશન મળ્યુ હોવા છતા પણ સુરજ એ છોડુ ને આજે બી. એસ. સી મા એડમિશન લઇ રહ્યો હતો ને એ પણ ઝાલાવાડમાં આવેલ સુરેન્દ્રનગર શહેર ની એમ. પી. શાહ આર્ટસ અેન્ડ સાયન્સ કોલેજમાં આ જોઇને સુરજના બધા મિત્રો ડઘાઇ ગયા હતા.

"સુરજ હજુ એકવાર વિચારી લેજે, તને જ્યાં એડમિશન મળ્યુ છે ત્યા એડમિશન લેવા માટે વિધ્યાર્થીઓ મરી પડે છે અને તને તો આઇ. ટી નો શોખ હતો ને... તો પછી BSC કેમ ? સુરજનો દોસ્ત રોહન સુરઝે પુછી રહ્યો હતો."

"હા શોખ તો મને આઇ. ટી. કરવાનો હજુય છે પણ હુ મારા દિમાગ કરતા દિલનુ વધારે સાંભળુ છે એ મને બી. એસ. સી કરવાની સલાહ આપી રહ્યુ છે તો હુ હવે એ તરફ આગળ વધાવા ઇચ્છુ છુ સુરજે હસતા હસતા રોહનને કહ્યુ."

"ઓકે, યાર જેવી તારી ઇચ્છા અને આમ પણ તુ પોતાનુ ધાર્યુ જ કરવાનો છે તો પછી હુ તને કાઇ નહી કહુ. મને અમદાવાદ એડમિશન મળી ગયુ છે કયારેક કામ પડે તો યાદ કરી લેજે રોહને જવાની તૈયારી બતાવતા કહ્યુ."

"સારુ યાર, અમદાવાદમા જઇને ભણજો પાછા કાંકરીયા ને રિવરફ્રન્ટમા ઓછા રખડજો સુરજે હસત‍ા હસત‍ા રોહનને મીઠો ઠપકો આપ્યો."

(બંને મિત્રો એકબીજાને ભેટીને છુટા પડ્યા. હવે જિંદગીની એક નવી શરુઆત થવા જઇ રહી હતી જેની રાહ બધા વિધ્યાર્થીઓ છેલ્લા બે વર્ષ થી જોઇ રહ્યા હતા કોલેજ લાઇફ વિશે ફક્ત સાંભળ્યુ હતુ હવે એ વાસ્તવિકતા એમની સામે આવવા જઇ રહી હતી )


***

આજે કોલેજમા સુરજનો પહેલો દિવસ હતો. આમ તો સુરજ કયારેય કોઇથી ડરતો નહી પરંતુ સ્વભાવિકપણે કોલેજમા પ્રવેશતી વખતે મનમાં થોડો દર હોય કદાચ કોઇ સિનિયર રેગીંગ કરશે તો ? સુરજના મનમાં પણ આ બાબતે વિચારોનુ ઘોડાપુર ચાલી રહેલુ છતાય સુરજ થોડો ઠીક થઇને માથાના વાળમા હાથ ફેરવતા આંખો પરના ચશ્મા સહેજ ઠીક કરીને મનને મનાવીને કોલેજમા પ્રવેશ કરે છે

થયું એજ કે જે મનમા ચાલી રહ્યુ હતુ.

ઓયય........ચશ્મિસ......
આ...બાજુ......આવ......સિધેસિધી કયા જાય છે ?

કોલેજના ગેટમા પ્રવેશતા જ સુરજના કાનમાં આ શબ્દો સંભળાયા. મેઇન ગેટ પાસે જ અમુક લફંગાઓ કહી શકાય એવા વિધ્યાર્થીઓ છોકરીઓની રેગિંગ કરી રહ્યા હતા. અમુક ફ્રેશિયર છોકરીઓ નીચુ મો કરીને ત્યાજ ખડેપગે ઉભેલી જે કદાચ એમની રેગિંગનો શિકાર બનેલી હશે એવુ કહી શકાય.

નથી સંભળાયુ કે શુ ?? આ બાજુ આવ એમ કહ્યુ......ટોળામાનો બીજો એક બોલ્યો.

છોકરી જે બાજુથી અવાજ આવ્યો એ તરફ નીચુ મો કરીને ચાલવા લાગી.

ચલ કોઇપણ સારુ એવુ ગીત સંભળાય ટોળામાંનો એક બોલ્યો.

ના હવે ગીત તો બોવ સાંભળ્યા, ચલ ડાન્સ કરીને બતાય સિગારેટ ની ઉંડી કસ લેતા બીજો એક બોલ્યો

બાકીના બધા હસતા રહ્યા

સુરજ પોતાના હાથની પાછળની તરફ મુઠ્ઠી વાળીને કાઇપણ બોલ્યા વગર ઉભો રહ્યો. સુરજનો ચહેરો ગુસ્સાથી લાલ થઇ ગયેલો.

ઓય.....બેટરી..... નથી સંભળાતુ ડાન્સ કર એમ કીધુ...

બાકીના બધા હસતા રહ્યા. બીજા ફ્રેશિયર નીચુ મો કરીને આ બધુ સાંભળી રહ્યા હતા

પાછળથી સટ્ટાક કરતો તમાચો કોઇના ગાલ પર વાગ્યો. બધાનુ ધ્યાન એ તરફ ખેંચાયુ. બાઇક પર બેઠલ‍ા છોકરાઓ એ તરફ જોવા લાગ્યા.

હા એ તમાચો જ હતો અને એ પણ રેગિંગ કરતા સિનિયર પર જ. એ તમાચો ન તો કોઇ પોલીસ કોન્સટેબલ દ્વારા મારવામ‍ા આવેલો કે ન તો કોઇ પ્રોફેસર કે ન તો પ્રિન્સિપાલ. સુરજ આ બધુ જોઇ રહ્યો હતો.

( બાઇક પર બેઠેલા ટોળામાના લોકો ઉભા થઇ જાય છે આજુબાજુન‍ા બધા લોકોનુ ધ્યાન એ તરફ ખેંચાય છે )

શુ ધારી છે તમે લોકો એ હહહ....ફ્રેશિયરની એન્ટ્રી થઇ નથી કે તમારું રેગિંગ કરવાનુ શરુ ?

( અવાજ છોકરીનો હતો ગુસ્સો પણ ખરો, લાંબા કાળા વાળ, બ્લેક જેકેટ, બ્લેક ટાઇટ જીન્સ , સ્નિકર શુઝ અને આંખ પર ચડાવેલા કાળા ચશ્મા છોકરીની સુંદરતા વધારી રહ્યા હોય એવુ લાગતુ)

સિનિયર કાઇપણ બોલે એ પહેલા બીજો તમાચો પણ જડી દીધો. આજુબાજુ ટોળા ની ભીડ જામી. રેગિંગ કરતા ટોળામાંથી અડધા લોકો ભાગી જવામા સફળ થાય છે બાકી બચ્યા હતા એ લોકો ફ્રેશિયર ના હાથે ચડી જાય છે.

થોડી મારામારી અને ગાળાગાળી વચ્ચે સિનિયર ની સરખી ધુલાઇ કરવામા આવી.

થોડીવારમા પ્રિન્સિપાલ ઘટનાસ્થળે પહોંચ્યામ રેગિંગ કરતા છોકરાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામા આવી અને મામલો પોલીસના હાથમા સોંપવામાં આવ્યો.

સુરજ એકતરફ ઉભો રહીને આ બધુ જોઇ રહ્યો હતો ખાસ કરીને એ છોકરી તરફ તેનુ ધ્યાન હતુ જેણે તમાચો મારેલો.

બધા ફ્રેશીયર હાંસકારો અનુભવ્યો. છોકરીની હિંમતના વખાણ કર્યા અને કોલેજમા પોતાના ડીપાર્ટમેન્ટ તરફ આગળ ચાલવા લાગ્યા.

***

એક્સકયુઝમી, મેમ ( સુરજ)

યેસ,...

તમે અહીં જ અભ્યાસ કરો છો ? મિન્સ યુ આર સિનિયર ?

નો , ટુડે ઇઝ માય ફર્સ્ટ ડે ઇન ધીઝ કોલેજ

ઓહહ તો પણ આટલી બધી હિંમત ?

યેસ હોવી જ જોઇએ નહીં તો આ દુનિયા જીવવા જ ના દે.

બાય ધ વે તમારુ નામ શુ છે ? (સુરજ)

રીના....એન્ડ યોર નેમ ?

સુરજ.... થેંકસ ફોર ધ હેલ્પ ધેમ.

મોસ્ટ વેલકમ😊😊

***

હા એ રીના જ હતી કે જેને સિક્રેટ એજન્સીના હેડ દ્વારા સુરજ પર નજર રાખવા માટે ગુજરાતમા મોકલવામાં આવેલી. સુરજ પર પુરતુ ધ્યાન રાખી શકે એ ઉદ્દેશથી જ હેડ દ્વારા કલેક્ટર સાથે વાત કરીને રીનાને પણ આ કોલેજમા એડમિશન આપવામા આવેલુ. જેની જાણ ફક્ત કોલેજના પ્રિન્સિપલ, કલેક્ટર અને સિક્રેટ એજન્સીના હેડ મિ. રાઠોડ ને જ હતી.

રીનાને અહીં પોતાના ગુસ્સા વાળા સ્વભાવ પર કાબુ રાખવાનો હતો જે તેના માટે આકરી કસોટી હતી. અેમાય ગુસ્સા પર કાબુ રાખવો એ રીના માટે ખુબ જ કઠીન હતુ. રીના કયારેય બીજા લોકો સાથે થઇ રહેલો અન્યાય જોઇ શકતી નહોંતી. એનુ તાજુ ઉદાહરણ કોલેજ કેમ્પસમા પહેલા જ દિવસે સટ્ટાક કરતા સિનીયરના ગાલ પર પડેલા તમાચા હતા.

રીનાને જયારે આ વાતની જાણ થયી કે અહી કોલેજમા બે ત્રણ મહિના રહેવા મળશે ત્યારે રીનાની ખુશીનો પાર નહોતો કારણકે કોલેજ કરવાનો શોખ રીનાને પહેલાથી હતો પરંતુ નાનકડી ઉંમરે જ આ શોખ ફકત શોખ બનીને રહી ગયેલો. દેશ માટે કામ કરવાની ધગશને લીધે નાનપણથી જ સિક્રેટ એજન્સીમા કામ કરવા માટે જોડાયી હતી. પરંતુ હવે બે ત્રણ મહિના માટે એ બધા કામથી દુર થઇને અહીં રહેવા મળશે એનો અનેરો અાનંદ હતો. ભલે ફકત બે થી ત્રણ મહિના જ હતા પરંતુ આટલા સમયમાં કોલેજ વિશે જે સાંભળ્યુ હતુ એ અનુભવવાનુ હતુ ને સાથોસાથ સુરજ સિક્રેટ અેજન્સીને લાયક છે કે નહી એ નક્કી કરવાની ડ્યુટી તો ખરી જ.

***

હેલ્લો મિસ્ટર સુરજ 😄😄

Hiii , મિસ સંધ્યા

તો કેવો રહ્યો આજનો આપનો કોલેજ નો પહેલો દિવસ ?

બસ બધા દિવસ જેમ જ કાઇ ખાસ નહી લેક્ચરર આવે ઇન્ટ્રોડક્શન કરાવે અને પછી પોતપોતાના રસ્તે 😆😆

અચ્છા તો મિસ્ટર ઓથર રેગિંગ જેવુ કાઇ થયુ કે નહી પહેલા દિવસે તમારી જોડે

ઓયય હવે હદ થાય છે હો સંધ્યા... કયા સુધી તુ મને આમ જ મિસ્ટર સુરજ કે મિસ્ટર ઓથર કહીને ચિડવ્યા કરીશ.

આ તો કાઇ મારા પ્રશ્ન નો જવાબ ના થયો 😝😝

એ મારી માં હવે લપ મુકને ક્યાથી ભટાકઇ ગયી ખબર નહી પડતી

નહી મને જવાબ જોઇએ લપ તો કરીશ જ મિત્રતા જો કરી છે તમારી સાથે 😅😅

હા એ જ ભુલ કરી તમારો મિત્રતા નો પ્રસ્તાવ સ્વીકાર કરીને. આજે નારીશક્તિના દર્શન થયા કોલેજમાં સિનિયરો ને જે કાઇ માર પડ્યો એ જોઇને દિલ ખુશ થઇ ગયુ

ઓહહો એવુ તો શુ થયુ હહ્હ ???

સુરજ સંધ્યાને મેસેજ દ્વારા પુરી વાત કહી. સુરજ અને સંધ્યા થોડા દિવસમા જ સારા એવા મિત્રો બની ગયેલા. એકબીજાની કંપની બંનેને ગમવા લાગેલી. બંને જયારે પણ ટાઇમ મળતો ત્યારે મેસેન્જરમા ગપસપ કરતા રહેતા. કયારેક સુરજ સંધ્યાની મજાક ઉડાવતો તો ક્યારેક સંધ્યા સુરજને ચિડવતી

આમ હજુ સુરજની કોલેજ લાઇફ શરુ થઇ હતી પણ કોણ જાણે સુરજની આ ખુશખુશાલ જિંદગી ને કોની નજર લાગવાની તૈયારી હતી

***

મિસ્ટર રાઠોડનો રીના પર કોલ આવે છે

વ્હોટ ધ હેલ મિસ રીના ? (આ બધુ શુ છે ?)

ઇટ્સ ટ્રુ ધેટ યુ સ્લેપડ ઓન કોલેજિયન સ્ટુડન્ટ ? (તમે કોલેજના વિધ્યાર્થીને થપ્પડ લગાવી એ વાત સાચી છે ?)

પ્રિન્સિપલ ઓફ ધ કોલેજ ટેલ્સ મી અબાઉટ યોર બિહેવીયર.
( પ્રિન્સિપલે મને તમારી આજની બધી હરકતો જણાવી.)

( મીસ્ટર રાઠોડ )

યસ સર ઇટ્સ ટ્રુ ધેટ આઇ સ્લેપ્ડ કોલેજ સ્ટુડન્ટ. બટ યુ નો માય વિકનેસ આઇ કાન્ટ બિયર ટોર્ચર ઓન હેલ્પલેસ પિપલ. ધે રેગિંગ વીથ ફ્રેશિયર ગર્લ્સ એન્ડ ડુ ફન વિથ ધેમ ધેટ્સ વ્હાય આઇ સ્લેપ્ડ ( રીના )

આઇ અન્ડરસ્ટેન્ડ માય ગર્લ બટ યુ આર કોલેજ સ્ટુડન્ટ ધેઅર સ્ટેય ઇન યોર સ્ટુડન્ટ રોલ ડોન્ટ બી અેન આર્મી ઓફીસર યોર વન સ્મોલ મિસ્ટેક કેન ક્રીએટ હ્યુજ પ્રોબ્લમ ફોર યુ એન્ડ ઓલ્સો ફર અઝ ( રાઠોડ)

ઓકે સર આઇ વિલ ટેક કેર નેકસ્ટ ટાઇમ એન્ડ આઇ વિલ ડુ માય બેસ્ટ

કન્ટ્રોલ યોર સેલ્ફ રીના મેક અ પેશન ધેઅર એન્ડ વોચ ઓન સુરજ

યસ સર આઇ વિલ ટેક કેર

ઓવર એન્ડ આઉટ....

***

સંધ્યા અને સુરજની મિત્રતાનો આજે એક મહિનો પુરો થયો હતો બંને ખુબ જ ખુશ હતા અને હોય પણ કેમ નહી બંને ને એકબીજાનો સાથ પસંદ હતો એકબીજાની કંપની ગમવા લાગેલી.

સંધ્યાના પપ્પા જ્યાં સુધી જીવતા ત્યા સુધી સંધ્યા ઘરમા રાજ કરતી, પપ્પાની પરી બનીને રહેતી પરંતુ પપ્પાના અવસાન પછી સંધ્યા સાવ એકલવાયી થઇ ગયેલી. મમ્મી પણ હવે ગુમસુમ ગુમસુમ રહેતી. ભાઇ પણ આખો દિવસ કામ પર રહેતો અને છેક સાંજે ઘેર આવતો ભાભી સાથે તો સંધ્યાને પહેલાથી જ ખાસ બનતુ નહી એટલે ફકત કામ પુરતી વાતો થતી તો ક્યારેક નાની નાની વાતો પર ઝઘડા થયા કરતા. હવે તો ભાઇ પણ ભાભી આવ્યા પછી ભાભીનો પક્ષ લેતો એટલે સંધ્યા સાવ એકલી પડી ગયેલી.

સંધ્યાને જરુર હતી કોઇ એવા સાથી મિત્રની જે પોતાને સમજી શકે પોતાના મનમા અાવતા ઉમળકા જણાવી શકે જેની સાથે પોતાની બધી વાતો શેયર કરી શકે, પોતાની લાગણીઓ દર્શાવી શકે, જેની સાથે જીંદગીની મહત્વની બાબતો વિશે ચર્ચા કરી શકે. જેની શોધ સંધ્યા પપ્પાના અવસાન પછી કર્યા કરતી પણ હજુ સુધી કોઇ એવો વિશ્વાસપાત્ર વ્યક્તિ સંધ્યાની નજરમા આવ્યુ નહોંતુ.

કોલેજ લ‍ાઇફના ઘણાબધા મિત્રો સંધ્યા પ‍ાસે હતા પરંતુ એ ફક્ત વ્હોટસએપ ગ્રુપમા નામ પુરતા જ હતા. બધા ફકત મતલબી કહી શકાય એવા જ હતા. ફક્ત જયારે કોઇ બુકની જરુર હોય ત્યારે અથવા તો ડ્રેસને સિલાઇ કરવાની હોય ત્યારે જ યાદ કરતા બાકી તો એમના જોડે સંધ્યાને કોઇ ખાસ સંબંધ નહોતો.

***

કદાચ સુરજ સંધ્યાની લાઇફમા એવો વ્યક્તિ હતો જેની શોધ સંધ્યા છેલ્લા બે વર્ષથી કરી રહેલી. સુરજની નાદાની, એની વાતો, અેના વિચારો, એના લખેલા લેખો સંધ્યાને ખુબ જ પસંદ પડતા. કદાચ સુરજ એવો વ્યક્તિ હતો જેની સાથે સંધ્યા ખુલી શકે પોતાના મનમા વર્ષોથી દબાયેલી વાતો કરી શકે, ખુલ્લી રીતે હસી શકે, પોતાના મનમાં છુપાયેલા દુખ દર્દો બધુ કહી શકે સંધ્યા જ્યારે પણ ઉદાસ હોય ત્યારે સુરજ જોડે બે ઘડી વાતો કરી લેતી. અને સામે સુરજ પણ એવો હતો કે જે સંધ્યાને મુડ ચપટી બજાવતા જ બદલી નાખતો


***

( સંધ્યા અને સુરજ વચ્ચેની મેસેન્જર મા થયેલી કન્વર્ઝેશન )સુરજ તુ જાણે છે અાજે અાપણી મિત્રતા નો એક મહિનો પુરો થઇ ગયો ?

હા યાર , ખબર જ ના રહી કેવી રીતે આ એક મહિનો પસાર થઇ ગયો. મને તો એવુ લાગે કે તુ જાણે કેમ વર્ષોથી મારી સાથે હોય.

હા પાગલ, મને પણ એવુ જ થયા કરે છે જાણે આપણે વર્ષોથી એકબીજાને જાણતા હોય એકબીજાને સમજતા હોય તને યાદ છે સુરજ આપણે પહેલી વખત કઇ રીતે મળ્યા હતા ?

હા, એ વાત કેમ ભુલાય😅😅 મે લવસ્ટોરી ફેસબુક પેજમા અપલોડ કરેલી ને ત્યાં જ તે કોમેન્ટમા મારી લવસ્ટોરીના વખાણ કર્યા હતા અને તુ મને સર કહીને બોલાવતી યાદ છે ને 😂😂😂

હમમ, એ જ મારી ભુલ હતી. કોઇ ડફોળને સર કહીને થોડી બોલાવે 😂😂😂

પહેલા સર, પછી મિસ્ટર સુરજ,<પછી મિસ્ટર ઓથર, પછી પાગલ ને હવે ડફોળ પણ થઇ ગયો હું 😡 કેટલા નવા નામ બનાવીશ મારા તુ ?

હુ મને મન ફાવે એ નામે તને બોલાવીશ એ તો પેલા મને તુ કોઇ મોટો લેખક લાગ્યો તો એટલે સર કેતી'તી પણ હવે ઓળખાણ થઇ પછી ખબર પડી તુ તો સાવ ડફોળ છુ 😜😜.

ઓકે. તો ડફોળ સાથે વાત નય કરવાની😠😠😠

બાય , ગુડનાઇટ, ટેક કેર....

અરે પણ સાંભળ તો ખરા એ ડફોળ જ મારો સૌથી સારો બેસ્ટફ્રેન્ડ છે જેના જોડે હુ મારી બધી વાતો શેયર કરુ છુ ને એજ મારી બધી વાતો સમજે છે😘😘😘

અચ્છા તો ફીર ઠીક હે 😍 તુ પણ મારી બેસ્ટફ્રેન્ડ જ છો આટલી બધી વાતો મે કયારેય સોશિયલ મિડીયા ના પ્લેટફોર્મ પર કોઇ જોડે નહી કરી પણ તારા જોડે હુ બધુ શેયર કરી શકુ છુ😘😘

થેંક્યુ સો મચ સુરજ મારી લાઇફમા અાવવા માટે અને મને આટલી સારી રીતે સમજવા બદલ હુ તારી તલાશ છેલ્લા બે વર્ષથી કરી રહી હતી યાર 😢😢

બસ હવે ફરી સેડ ના થા હુ છુ ને તારી જોડે પાગલ પછી સેડ કેમ થાય હુ તારી જોડે જ રહીશ હંમેશા.

ચલ હવે તુ વાંચવા માંડ હજુ તારે તો પોલીસની પરીક્ષા છે ને ?

હા, મારે પોલીસમા ભરતી થવાનુ છે પપ્પાનુ સપનુ પુરુ કરવાનુ છે ને એના માટે જ મહેનત કરી રહી છુ.

ઓકે તુ વાંચવા માંડ. હુ ઓનલાઇન રહીશ ત્યા સુધી તુ નહી જ વાંચે મને ખબર છે એટલે

બાય
ગુડ નાઇટ
ટેક કેર😘😘

બાય પાગલ. મિસ યુ 😘

***

સંધ્યા અને સુરજ સોશિયલ મિડીયા પર મળેલા ધીરે ધીરે એકબીજા સાથે વાતો શરુ થઇ ને અે વાતોના દોર માથી પસાર થઇને પરસ્પર મિત્રતા બંધાઇ અને એ મિત્રતા અાજે સુરજ અને સંધ્યાને એકબીજાની ખુબ જ ક્લોઝ લાવી ચુકેલી. સુરજ પોતાની કાલ્પનિક લવસ્ટોરી લખતા લખતા કયારે પોતે જ પોતાની કહાનીમા લખવામાં ખોવાઇ ગયો એનુ પણ ધ્યાન નહોતુ રહ્યુ.

****

આજે રીનાને હેડઓફિસ થી ગુજરાત અાવ્યા ને મહીનો પસાર થઇ ગયો હેડ ક્યારે પણ સુરજ અંગેનો રિપોર્ટ માંગી શકે એ વાતની જાણ તો હતી જ એટલા માટે જ રીના નવરાશની પળોમા લેપટોપમાં સુરજના બિહેવીયર અંગેનો રિપોર્ટ બન‍ાવતી અને સેવ કરી લેતી જેથી હેડ રિપોર્ટ મંગાવે ત્યારે તકલીફ ના પડે.

સુરજ અને રીનાને પણ કદાચ મૈત્રીના સંબંધોનો મહિનો થવા આવેલોમ પહેલા જ દિવસે જયારે કોલેજમા રેગીંગની ઘટના બની ત્યારથી જ સુરજ અને રીના મિત્રો બની ગયા હતા એનુ કારણ સુરજનો મળતાવડો સ્વભાવ કહી શકાય અથવા તો રીનાની ડ્યુટી !!

સુરજ સાથે જેટલો સમય વધારે સંપર્ક રહે એટલી જ તેના વિશે સટીક માહિતી મળવાના ચાન્સિસ હતા અને સુરજની લાઇફના આગળના વર્ષો વિશે જાણી પણ શકાય એટલે જ કદાચ સુરજ અને રીના મિત્રો બની ગયેલા. પણ આ મિત્રતા મા કયારેય સંધ્યા જેવી રોમેન્ટિક વાતો ન થતી કારણકે આ કોઇ ચેટીંગનુ સાધન નહોતુ અહીંયા નકોર વાસ્તવિકતા સામે હતી જ્યા દુર દુર સુધી પ્રેમ ભરેલીબવાતો કયાંય નહોતી.

સુરજ અને રીના એકબીજાને ને સમજવાની કોશિશ કરતા રહેતા જેથી તેમની મિત્રતા વધારે ગાઢ બને જેથી એકબીજા વિશે વધારે ને વધારે માહિતી મળી શકે. સુરજનો સ્વભાવ તો પહેલાથી જ બીજાની જીંદગી વિશે જાણવાનો હતો સુરજ રીના પાસે હંમેશા એની જીંદગી મા આવેલા વળાંકો વિશે પુછયા કરતો એની લાઇફ વિશે જાણવાની કોશિશ કરતો પરંતુ રીના હંમેશા વાતને ટાળ્યા કરતી ને જો જવાબ આપે તો એ સિક્રેટ એજન્સીની ઓફિસર શાની ?

***

"સુરજ તુ તારી સાથે સંપર્ક મા છે એવા બધા લોકોની લાઇફ વિશે જાણવા ઇચ્છે છે એમને જીંદગીમા કરેલા ખાટા મીઠા અનુભવો જાણવા ઉત્સુક રહે છે પરંતુ તે તો કયારેય તારી લાઇફ વિશે મને નહી જણાવ્યુ આવુ કેમ હહહ....કોલેજ કેમ્પસના બાંકડા પર બેસેલી રીના બોલી"

"મારી લાઇફમાં કશુંય ખાસ નથી ને હુ તુ બીજાની લાઇફ વિશે એટલા માટે જાણુ છુ કે જેથી મને લખવા માટે કોઇ સારો ટોપીક મળી રહે જે હુ સોશિયલ મિડીયા પર મારા મિત્રો સમક્ષ રજુ કરી શકુ. તુ કયા રાઇટર છે તો તારે જાણવાની જરુર છે સુરજ પણ ત્યાં જ રીના બાજુમા બેસેલો."

હા ભલે હુ લેખક નહી પણ આ સાહેબ લેખક કેમ બન્યા એ જાણવુ છે.

બોવ લાંબી સ્ટોરી છે મારી પણ તુ પેલી એવી છોકરી છે જે મારા વિશે જાણવા ઇચ્છે છે આજ થોડી રાહત થશે મારા મનમા છુપાયેલી વાત કોઇ જોડે તો શેયર કરી શકીશ😅

હા... હા... મનનું મનમાં કયારેય નહી રાખવાનુ આ તારી ફ્રેન્ડ સામે બકી નાખવાનુ એ તારી બકબક સાંભળવા હંમેશા તૈયાર જ છે રીના જાણે એક કોલેજની છોકરી જ હોય એવા નાદાનીભર્યા શબ્દોમા કહ્યુ.

કયારેક રાત્રે બહાર ફરવા નિકળીશુ ત્યારે હુ તને બધી વાતો કરીશ અત્યારે ચલ કેમેસ્ટ્રી લેબ ખુલી ગઇ હશે હવે

હા ચલ...

બંને કેમસ્ટ્રી લેબ મા જાય છે

***

રીના સુરજ કે બારે મે કુછ ખાસ ઇન્ફોર્મેશન હે કયા ? (મિસ્ટર રાઠોડ)

યસ સર જબ મે પહેલી બાર કોલેજમે એન્ટર હુઇ તબ વહા કુછ લડકે લડકીયો કી રેગિંગ કર રહે થે ઔર સુરજ ભી વહી ખડા થા ઉસકે ચહેરે પે ગુસ્સા સાફ દીખાઇ દે રહા થા ઓર વો ગુસ્સા કોઇ આમ ઇન્સાન જીતના નહીથા ઉસકી દોનો આખે પુરી તરહ સે લાલ હો ચુકી થી ઉસકે દોનો હાથ પીછે થે ઓર વો સ્ટ્રેટ ખડા થા

મે અગર ઉસ લડકે કો ચાટા નહી લગાતી તો શાયદ સુરજ ઉસે માર હી ડાલતા (સંધ્યા)

તુમ ઇતના યકીન કે સાથ કૈસે કહ સકતી હો ? (રાઠોડ)

સર, મેને ચાટા લગાતે હી સુરજ કી ઓર દેખા થા જેસે હી ઉસ લડકે કો મેને ચાટા લગાયા ઉસકા ગુસ્સા મુસ્કુરાહ મે બદલ ગયા ઓર વહ એકદમ નોર્મલ સા હો ગયા જબ મેને પ્રિન્સિપલ સે ઉસ ગેટ કી સિસિટીવી ફુટેજ નીકાલવાયી ઓર દેખી તો પતા ચલા કી જબ મે એન્ટર હુઇ થી તો સુરજ કે હાથો મે બડા સા પથ્થર થા અગર મે ઉસ લડકી કો રેગિંગ સે નહી બચાતી તો શાયદ સુરજ કુછ ન કુછ હરકત કરતા. લેકીન મેને જૈસે હી ચાટા લગાયા ઉસને કીસી કો માલુમ ન ચલે ઉસ તરહ સે પથ્થર કો પીછે કી ઓર છોડ દીયા લેકીન વહ કેમરે મે કેદ હો ગયા.

ઓર કોઇ ઇન્ફોર્મેશન સુરજ કે બારે મે ?? (રાઠોડ)

સર મે યે સબ કોલ પે નહી બતા સકતી કયુંકી યે ટ્રેસ હો સકતા હે મે આપકો રિપોર્ટ બનાકે ભેજ દુંગી (રિના)

ઓહકે ઓવર એન્ડ આઉટ

(ક્રમશ:)

લી.
પરિમલ પરમાર

whatsapp :- 9558216815
instagram :- parimal_sathvaraબીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED