પ્રસ્તાવના
અહીં જે વાર્તા રજુ કરી રહ્યો છુ એ કાલ્પનિક વાર્તા છે પરંતુ અમુક પાત્રો એવા છે જે વાસ્તવિક છે. મનમા આવેલા ઉંડાણપૂર્વક ના આવેગો અને વિચારોનો સમન્વય અને આજુબાજુની પરિસ્થિતિના અનુસંધાને આ વાર્તા રજુ કરી રહ્યો છુ. દોસ્તોના સપોર્ટ વગર આ વાર્તા શક્ય જ નહોતી
***
શુ વાત છે યાર ! આજે આટલો બધો ખુશ છે કોઇ ખાસ કારણ ? કે પછી નવી ગર્લફ્રેન્ડ મળી ગયી ? રોહને વારાફરતી બેડ પર કુદતાની સાથે બે સવાલો સુરજ પર ફેંક્યા
ના યાર, એવુ કશુ ખાસ નથી આજે ફેસબુક પર પેલી વાર્તા અપલોડ કરેલીને એમાં આવેલી કોમેન્ટો વાંચી રહ્યો છુ.
કોઇ ખાસ કોમેન્ટ ?? રોહને ફરી સુરજને પુછ્યુ.
યસ, કોઇ સંધ્યા કરીને છે જે વાર્તા વિશે ચર્ચા કરવા ઇચ્છે છે.
ઓહહ, ઇસલિયે ભાઇ સા'બ કી ખુશી કા કોઇ ઠીકાના નહી હે.
સંધ્યા સુરજ સુરજ સંધ્યા નાઇસ કપલ યાર મજાક કરીને રોહન હસતા હસતા બેડ પરથી ઉભો થઇને બહાર જવા નીકળી પડ્યો.
***
સુરજ એટલે પેલો ઉગતો સુરજ નહી, પણ તેજ એનાથી જરાય ઝાંખુ નહી.
સુરજ એક મધ્યમવર્ગીય કુટુંબમાથી આવતો છોકરો હતો. ઠીકઠાક કહી શકાય એવુ કદકાઠી વાળુ શરીર, આંખો પર ફેશનેબલ ચશ્મા, સિમ્પલ હેયર સ્ટાઇલ, પગમા પાર્ટીવેર શુઝ અને પ્લેઇન કપડામા સુરજને કોઇ હીરો થી ઓછો ના આંકી શકાય. કદાચ એના ચહેરા પર રહેલા તેજ ના કારણે જ એનુ નામ સુરજ રખાયુ હશે એવુ માનવુ પણ ખોટુ ન કહી શકાય.
એ પોતાના મનમાં ઉદભવતા આવેગો અને નવા વિચારોને કયારેય ઠંડા ન પડવા દેતો, પરંતુ એ જ વિચારોને વાર્તા સ્વરુપે કે કોઇ સામાજિક લેખ તરીકે કંડારી લેતો. જે સોશિયલ મિડીયા પર ચર્ચાનો વિષય બની રહેતો. નવા વિચારો અને સારી વાર્તાઓને કારણે સુરજને ફેસબુક પર ઘણાબધા નવા મિત્રો બની ગયેલા "ફેન" કહીએ તો પણ ચાલે. જે દરરોજ સુરજના નવા ટોપીક કે નવી વાર્તાની રાહ જોતા રહેતા. હવે તો સુરજને કદાચ નવા ફેસબુક પેજની પણ જરુર પડવાની કારણ કે ફેસબુક ફ્રેન્ડની પાંચહજાર ની લિમીટ પુરી થયી ચુકી હતી.
હંમેશા પોઝીટીવ રહેતા સુરજને ધોરણ ૧૨ પાસ કરીને લેખન વાંચનનો ગજબ શોખ લાગેલો. નવા નવા લોકોને મળવુ, એમના જીવનની કડવાશો, મીઠાશો , ખારાસો વિશેના અનુભવોની વાતો કરીને એના પર આખી વાર્તા આંકી નાંખવી એ હવે સુરજ માટે હવે કોઇ મોટુ કામ નહોતુ. મળતાવડા સ્વભાવને લીધે એ બધા લોકો સાથે ભળી જતો. છોકરા છોકરી કે સ્ત્રી પુરુષ ની ભેદરેખા એની આડે નહોતી અાવતી.
નવી નવી બુકો વાંચવી , મેગેઝીન કે છાપાઓમા આપેલા મહાન લેખકોના લેખ કોતરીને પોતાની ડાયરીમા સંઘરી રાખવા એમા તો સુરજ માહિર હતો. ક્યારેક નવી બુકો ખરીદવાના પૈસા ન હોય તો દોસ્તો પાસે ઉછીના પૈસા લઇને પણ બુક ખરીદતો. એ એનો પુસ્તકો પ્રત્યેનો પ્રેમ કહો કે પાગલપન!!!
***
સુરજને અાજે પોતે લખેલી "લવ સ્ટોરી" પર સારો એવો પ્રતિભાવ મળી રહ્યો હતો. સવારેથી જ સુરજના ફેસબુક પેજ પર કોમેન્ટો આવવાની શરૂ થઇ ચુકી હતી. મેઇલ બોક્સ પર પણ ઘણાબધા મેઇલ આવી ચુક્યા હતા. નજીકના દોસ્તોના કોલ પણ આવી ચુક્યા હતા.
કોમેન્ટોમા એક કોમેન્ટ સંધ્યાની પણ ખરી. એ કોમેન્ટ જરા ધ્યાનમા આવે એવી હતી કારણકે કોમેન્ટમા ક્રિએટીવીટી હતી. બંને બાજુ ઇમોજી ની વચ્ચે લખેલુ....
" સર, ખુબજ સરસ વાર્તા હતી જાણે કે આંખો સામે જ દ્રશ્ય રચાઇ રહ્યુ હોવ એવો આભાસ થતો કયારેક વાર્તા એ સ્ટેજ પર પહોચી જતી જયારે અંતરની ઉર્મિઓ બહાર આવી જતી તો ક્યારેક પાત્રો મુગ્ધાવસ્થામા પહોચાડી દેતા"
સર, શુ હું તમારા જોડે વાત કરી શકુ ??
કોમેન્ટ સહજ રીતે ધ્યાનમા આવે એમ હતી અને લાંબી પણ ખરી. સુરજ બધી કોમેન્ટોમા આભાર વ્યકત કરતા કરતા સંધ્યાની કોમેન્ટ પર પણ પહોચી ગયો...
આગળ લખાયેલી કોમેન્ટો કરતા અલગ કોમેન્ટ હોવાથી સુરજને પણ વાંચવામા રસ પડ્યો બધાએ ફક્ત
સરસ રચના , સુંદર વાર્તા , ખુબ જ સરસ વિચાર એવા રિપ્લાય હતા જયારે સંધ્યાની કોમેન્ટમા વિસ્તારપૂર્વક વર્ણન કરવામા આવેલુ.
સુરજ વાંચીને મનોમન ખુશ થયો અને અાત્મસંતોષ પણ અનુભવાયેલો કારણકે દરેક લેખક પોતાના વાંચકો પાસે આવા જ પ્રતિભાવ ની આશા રાખે જે સંધ્યાએ વાર્તા વિશે બાંધેલો.
હવે મુંઝાવાનો વારો સુરજનો હતો કોમેન્ટના રિપ્લાયમા શુ જવાબ લખવો એ થોડો વિચાર કરવા જેવુ હતુ છતા પણ સુરજે પ્રથમ તો આભાર વ્યક્ત કર્યો
પરંતુ સર, હુ તમારા જોડે વાત કરી શકુ ?? આ કોમેન્ટમા પુછાયેલા પ્રશ્ન નો જવાબ કદાચ સુરજ પાસે પણ નહોતો.
સુરજ કાળા અક્ષરે લખાયેલ સંધ્યા ભટ્ટ નામ પર ક્લિક કરે છે ક્લિક કરતાની સાથેજ સંધ્યાનુ પ્રોફાઇલ પેજ આંખો સામે આવી ગયુ. પ્રોફાઇલ પિક્ચર મા એક નાનકડી એવી ક્યુટ ગર્લ નુ ડીપી હતુ જેના પર સિક્યુરિટી એડ કરવામા આવેલી.
મોર ઇન્ફોર્મેશન ના ઓપ્શન પર ક્લિક કરતાની સાથેજ સંધ્યાની બધી માહિતી વિગતવાર પેજ પર અાવી ગયી
જો ફેસબુકમા એડ કરેલી માહિતી સાચી હોય તો સંધ્યા ભાવનગરની રહેવાસી હતી. ગયા વર્ષે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી માંથી બી. કોમ સાથે ગ્રેજ્યુએશન પુરુ કરેલુ. હાલમા ઘરે બેઠા ગવરમેન્ટ જોબની તૈયારી કરે છે.
હોબી જોતા લાગતુ કે વાંચવાનો ગજબ શોખ સુરજની જેમ જ સંધ્યાને પણ લાગેલો એમાય ખાસ કરીને નવલકથા અને પ્રેમકહાનીઓ ખુબ જ મનગમતા વિષય હતા. કદાચ એના લીધે જ સંધ્યા સુરજ જોડે વાત કરવા ઇચ્છતી હશે. ઉંમરની ગણતરી કરતા આપેલી માહિતીના આધારે કદાચ સંધ્યા બાવીસેક વર્ષની યુવતી હતી.
નીચેની તરફ જતા અમુક બેબી ગર્લના પીક વારંવાર ડીપીમા બદલાવાયેલા હતા. અેમાનો એકપણ પિક સંધ્યાનો નહોતો. સુરજને સંધ્યાની પ્રોફાઇલ જોઇને વધારે રસ પડે છે અને કોમેન્ટવાળા પેજ પર પાછો આવે છે
સર, હુ તમારા જોડે વાત કરી શકુ ? એના રિપ્લાય મા યસ સાથે સ્માઇલીના બે ઇમોજી મુકે છે ને ફરી પાછો બીજી કોમેન્ટોના જવાબ આપવામા વ્યસ્ત થઇ જાય છે ને થોડા સમય પછી ફેસબુક અકાઉન્ટ લોગઆઊટ કરે છે.
***
જેમ સાંજ પડતા સુરજ આથમે અને સંધ્યા ખીલે એ જ રીતે અહીંયા સુરજના ઓફલાઇન થતા ની સાથે જ સંધ્યાનુ ઓનલાઇન આવવાનુ થયુ જેને ઇત્તેફાક ગણી શકાય.
ફેસબુકમા હોમપેજ પર નોટિફીકેશન બેલ પર બગડો લખાયેલો હતો જે બે નોટિફીકેશન સુચવતો હતો. સંધ્યા ઝડપથી ત્યા ક્લિક કરે છે.....
સુરજ ત્રિવેદી રિપ્લાયડ ટુ યોર કોમેન્ટ..... વાંચીને જ સંધ્યાના ચહેરા પર ખુશી છવાઇ ગયી. સુરજ તરફથી કોમેન્ટનો રિપ્લાય આવશે એવી કલ્પના પણ નહોતી કરી અને વાત કરવાની પણ હા પાડશે એવુ તો સંધ્યાએ વિચાર્યુ સુધ્ધા નહોતુ. આ વાત કદાચ સુરજ મોટો રાઇટર હશે એવુ સુચવી રહ્યુ હતુ.
જોવા જઇએ તો સંધ્યા પણ એક મધ્યમવર્ગીય કુટુંબ માથી આવતી છોકરી હતી. ગામડુ છોડીને ભાવનગરમા સ્થિત થયેલા છેલ્લા ઘણાવર્ષોથી ભાવનગર જ એમનુ શહેર બની ગયેલુ.
ભરાવદાર ચહેરો કાળી મોટી આંખો અને ખુલ્લા વાળ સંધ્યાની શોભામા વધારો કરતા. હંમેશા આંખ પર ગોગલ્સ પહેરવાની શોખીન વધારે સમય જીન્સ પેન્ટ અને ટી-શર્ટ મા જ સંધ્યા જોવા મળતી કદાચ શહેરની હવા સંધ્યા પર અસર કરી ગય હોવ એવુ કહી શકાય.
પરંતુ પપ્પાના અકસ્માતમા થયેલા મૃત્યુબાદ હવે સંધ્યાના શોખ ખાલી શોખમાત્ર રહી ગયા હતા. મમ્મી અને ઘરની જવાબદારી ભાઇ બહેને ઉઠાવી લીધેલી. ભાઇ કંપનીમા જોબ કરતો જયારે સંધ્યા સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી સાથે નવરાશના સમયામા ઘરે સિવણકામ કરતી જેથી પરિવારનુ ગુજરાન ચાલી શકે. મમ્મીને કોઇ અડચણ ના આવે એ માટે બંને ભાઇ બહેન નાની ઉંમરથી જ જાતે કમાતા શીખી ગયેલા જે ઉંમરમા છોકરાઓ સિગારેટ પાનમાવા થુંકતા હોય છે એ સમયમા આ બંને ભાઇ બહેનમા ઘર ચલાવવા માટે કમાવાની આવડત આવી ગયેલી.
***
સંધ્યા ખુબ જ ખુશ દેખાઇ રહી હતી કારણકે સુરજે વાત કરવા માટેની હા કહેલી પણ મનમા ગડમથલ ચાલી રહેલી
શુ વાત કરીશ ?
ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલુ કે ડાયરેક્ટ ચેટ રિકવેસ્ટ
કાઇ નક્કી નહોતુ કરી શકાતુ
છેવટે લાંબા વિચારો કરીને ચેટ રિક્વેસ્ટ મોકલવાનુ વિચાર્યુ
જેમા લખેલુ.....
હેલ્લો સર !!
શુ તમારી લખેલી "લવ સ્ટોરી" ની સ્ટોરી રિયલ છે ??
હુ તમારા જવાબની રાહ જોઇશ...
***
બીજા દિવસે સવારે મેસેન્જર ખોલતાની સાથે જ સુરજની મોબાઇલ સ્ક્રીન પર સંધ્યાની ચેટ રિક્વેસ્ટ આવેલી પડી હતી જેમા લખેલુ
Hii, sir !!!
તમે લખેલી લવસ્ટોરી રીયલ છે ??
સર, હુ તમારા જવાબની રાહ જોઇશ.
વાંચીને સુરજના ચહેરા પર ખુશીની લાગણી વર્તાઇ પરંતુ સંધ્યાનુ મેસેન્જર
Active 3 hours ago......
બતાવી રહ્યુ હતુ એટલે સુરજે સંધ્યના ઓનલાઇન આવ્યા બાદ મેસેજ કરવાનુ વિચાર્યુ જેથી બંનેની વાતચીત થઇ શકે...
થોડા સમય પછી પણ સંધ્યા ઓનલાઇન ન આવતા સુરજ પોતાનુ મેસેન્જર ઓફ કરીને કામે વળગ્યો.
આ બાજુ સંધ્યા પોતાનુ કામ પતાવીને ઓનલાઇન આવી સુરજના નામ પર ક્લિક કર્યુ મેસેજ seen થઇ ચુકેલો હતો પરંતુ રિપ્લાય ન આવેલી આ જોઇને સંધ્યા થોડી ઉશકેરાઇ....
નવાઇના રાઇટર બની ગયા છે એ પણ ભુલી ગયા છે કે અમે વાર્તાઓ વાંચીએ છીએ એટલે તેઓ ફેમસ થયા છે ને મેસેજ વાંચીને રિપ્લાય ન કરવાનો શુ મતલબ ? એમનુ કાંઈ ઘસાઇ જતુ હશે આવા બધા વિચારો એ પોતાના મનમા કરવા લાગી.
બે ત્રણ દિવસ આમ જ ચાલ્યુ ક્યારેક સંધ્યા ઓનાલઇન હોય તો સુરજ એક્ટિવ ન હોય ને જયારે સુરજ એક્ટિવ હોય ત્યારે સંધ્યા ઓફલાઇન હોય એટલે એકેય મેસેજ કરવાનુ યોગ્ય નહી સમજતા અને સંધ્યાના નાક પર રિપ્લાય ન આવવાનો ગુસ્સો પણ ખરો જ....
છેવટે એ દિવસ પણ આવી પહોચ્યો જ્યારે સુરજ અને સંધ્યા બંને ઓનલાઇન હતા
સંધ્યાને ઓનલાઇન જોઇને સુરજે મેસેજ ટાઇપ કર્યો...
Hii , Mam
તમારા પ્રશ્ન ના જવાબમા તો ફક્ત એટલુ જ કહીશ કે
આધી.... હકીકત.....આધા....ફસાના....😁😁😁
અને આટલા દિવસથી તમારા મેસેજનો રિપ્લાય એટલા માટે નહોતો કરી શક્તો કારણ કે જયારે હુ ઓન હોવ ત્યારે તમારુ મેસેન્જર ઓફલાઇન બતાવતુ
મેસેજ વાંચતાની સાથે જ સેકન્ડના સોળ મા ભાગમા જે ગુસ્સો સંધ્યાના નાક પર ચડેલો હતો એ ગુસ્સો હેઠો બેસી ગયો પોતે જે વિચારધારા સુરજ માટે બાંધી હતી એ એકદમ ખોટી સાબિત થયેલી પોતે જેવા સુરજની કલ્પના કરી હતી એ તદ્દન ખોટી હતી પરંતુ ચહેરા પર હવે નવી મુસ્કાન આવી ગયેલી...
સર, તમારા દ્વારા લખાયેલી સ્ટોરીએ તો મારા મન અને મગજ પર ઉંડી છાપ છોડી છે હજુ પણ વાર્તા ના પાત્રો આંખ સામે જ હોય એવો આભાસ થાય છે વાર્તામાથી વાસ્તવિક અને કાલ્પનિક પાત્રો શોધવા જ રહયા કદાચ એ જ આપને સારા લેખક બનાવતી હશે... ( સંધ્યા).
સુરજને પોતાના લેખક હોવાનો ગર્વ અનુભવાયો અને હોય પણ કેમ નહી જયારે વાંચકો તરફથી આત્મસંતોષકારક પ્રતિસાદ મળી રહ્યો હતો
થેંકયુ મેમ ફરી કયારેક વાતો કરીશુ બાય બાય આમ જ કયારેક ક્યારેક તમને હેરાન કરતો રહીશ 😁😁
સુરજ મેસેજ કરીને ઓફલાઇન થઇ ગયો. સંધ્યાનો Bye નો મેસેજ પણ seen કરવા નહોતો રોકાયો
સંધ્યા સુરજના મેસેજ આમ જ હેરાન કરીશ નો મતલબ સમજી શકી નહી આ વાક્યનો મતલબ શુ થતો હશે એ વિચારતી રહી. છેવટે કાઇ નહી સમજાતા ફરી ફેસબુક લોગઆઉટ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારીમા વળગી
સુરજે કદાચ મળતાવડા સ્વભાવને લીધે લખેલુ આમ જ હેરાન કરતો રહીશ ને સુરજ આમ પણ કોઇ વ્યક્તિ એના સંપર્ક મા આવે એટલે એમના વિશે જાણવા ઉત્સુક થઇ જતો કદાચ આ જ કારણે આવો મેસેજ ટાઇપ કરેલો.
***
હેલ્લો.....રિના ?
યસ, વ્હુ ઇઝ સ્પિકીંગ ?
યોર હેડ....મિસ્ટર પ્રકાશ રાઠોડ
ઓહહ સોરી સર.... વ્હાય યુ કોલ મી
હમમ.....લિસ્ટન કેરફુલી
હમે ગુજરાત સે એક લડકે કી ઇન્ફોર્મેશન મીલી હે જો હમારી એજન્સી કે લીયે કામ કરના ચાહતા હે...મેને ઉસકે સારે ડોક્યુમેન્ટસ ચેક કર લીયે હે ઔર ઉસકી સારી ઇન્ફોર્મેશન નીકાલી હે ઓર તુમ ભી ગુજરાતી હો તો તુમ્હારે લીયે ઉસે ઢુંઢને મે આસાની રહેગી....
ઓહકે સર.....મુજે કયા કરના હોગા ? ( રિનાએ એક સજ્જ આર્મી ઓફિસર જેવા અવાજ મા પુછ્યુ )
હમ ચાહતે હે તુમ ઉસ પર દો તીન મહિને કડી નિગરાની રખો ઔર ઉસકે બેકગ્રાઉન્ડ કે બારે મે પતા લગાઓ અગર લડકા કામ કે લીયે સહી હોગા તો હમ ઉસે યહા પર બુલાયેંગે ઓર તુમસે હી ઉસકી ટ્રેનિંગ કરવાઇ જાયેગી..
ઓકે સર....આઇ અન્ડરસ્ટેન્ડ....
મે આપકો ઉસકી ઇન્ફોર્મેશન મેઇલ કર રહા હુ.....જલ્દ સે જલ્દ અપને કામ પર લગ જાઓ ( હેડ)
ઓહકે સર....બાય..... (રિના)
***
રિના એક સજ્જ ટ્રેનિંગ લીધેલ યુવાન વય ની ઓફિસર હતી યુવાનીના આરંભથી જ હાથની રગોમા દેશમાટે કામ કરવાનુ લોહી દોડતુ. જે ઉંમરમા છોકરીઓને ફેશન અને હોઠ પર લીપસ્ટીક લગાવવાનો શોખ હોય એ સમયે આ યુવતી દેશમાટે કામ કરવાની ઝંખના ધરાવતી અદમ્ય સાહસ અને તરવરાટ ઇચ્છાને લીધે હાલ રીના સિક્રેટ એજન્સી મા ફરજ બજાવતી જેનુ કામ દેશને અંદરથી ખોખલો બનાવતા ડ્રગ્સ તસ્કરોને શોધવાનુ હતુ અને તેમની સાચી જગ્યાએ પહોચાડવાનુ હતુ જે પોતાના હેડ મિસ્ટર રાઠોડની આગેવાની હેઠળ કામ કરતી પોતાના સાહસ ભરેલા કામ અને અત્યાર સુધીમા કરેલા સફળ ઓપરેશનને લીધે એ મિસ્ટર રાઠોડની ચહીતી બનેલી.
મિસ્ટર રાઠોડ પણ રીનાને દીકરીની જેમ સાચવતા ભલે એ સિક્રેટ એજન્સીના હેડ હોય પરંતુ અમુક નિર્ણયો લેતા પહેલા રીનાની સલાહ જરુર લેતા અને પોતાના કામને અંજામ આપતા....
***
રીનાએ પોતાની ઓફીસનુ સઘળુ કામ પડતુ મુકીને પોતાનુ લેપટોપ ઓન કર્યુ. ચહેરા પર ઘણાદિવસો બાદ ખુશી છવાયેલી કારણકે હેડ દ્વારા રીનાને ગુજરાત રાજ્યમા કામ કરવાનો ઓર્ડર કરવામા આવ્યો હતો ગમે તેવા ઓફીસર હોય પરંતુ જયારે વાત ઘરની આવે ત્યારે ચહેરા પર ખુશીનો ભાવ તો હોય જ
રીના એ સરનો મેઇલ વાંચવાનો શરુ કર્યો....
સુરજ......સુરજ ત્રિવેદી
from surendranagar..... (zalawad)
nearest popular place AHMEDABAD
age :-17 years old
12th science completed took admission in B.SC at M.P. SHAH ARTS & SCIENCE COLEGE SURENDRANAGAR
અમુક લાઇનો હેડે દ્વારા હાઇલાઈટ કરવાના આવેલી જેથી ઝડપથી ઓળખાણ થઇ શકે સાથોસાથ નીચે સુરજનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અટેચ કરેલો જેથી ઓળખવામા સરળતા રહે
હવે રીનાનુ કામ ફરીથી ગુજરાત આવીને સુરજની શોધખોળ કરવાનુ હતુ અને તેની હરકતો ઉપર બાજનજર રાખવાનુ...
રીનાને સાંજે જ અમદાવાદ આવવાની ફ્લાઇટની ટિકિટ મળી જાય છે રીના બીજા જ દિવસે ગુજરાત તરફ આવવા ફ્લાઇટમા નીકળી પડે છે
(ક્રમશ:)
લી.
પરિમલ પરમાર
instagram:- parimal_sathvara
whatsapp:- 9558216815