call center - 12 books and stories free download online pdf in Gujarati

કોલ સેન્ટર (ભાગ-૧૨)


પણ અનુપમ મેં એ જોઈને એકવાત નોટિસ કરી કે માનસી ધવલ સરને કોઈ રિસ્પોન્સ આપી રહી ન હતી.માનસી પર વિશાલસર ફોર્સ કરી રહ્યા હોઈ એવું મને લાગી રહ્યું છે.

*****************************

ધવલ એવું પણ બને કે માનસી વિશાલસરે સાથે મજા લેવામાં શરમ અનુભવતી હોઈ?

અનુપમ સેક્સમાં શરમ શાની..!!!!એ તો એકબીજાને આનંદ કરવાની ચીઝ છે.ધવલ સ્ત્રીની શરમ જ સેક્સની મજા છે.તે હજુ એ આનંદ નથી લીધો એટલે તને ખબર નથી.

તો શું તે આનંદ લઇ લીધો..?કે તું જ્યોતિષની જેમ બકબક કરી રહ્યો છે..!! "હા" અફકોસ કેમ નહિ...!!હું અમદાવાદ કોલેજમાં હતો ત્યારે મારી એક ગર્લફ્રેન્ડ હતી તેનું નામ નંદિતા હતું.હું તેને ખૂબ પ્રેમ કરતો હતો.તે પણ મને ખુબ પ્રેમ કરતી હતી.

હું અને નંદિતા ઘણીવાર બહાર ફરવા જતા.સાથે બેસતા કલાકો ને કલાકો હું તેની સાથે વાતો કરતા તેને પણ ગમતું અને મને પણ તેની સાથે વાત કરવી ગમતી.હું ઘણીવાર નંદિતા મારા એક અમદાવાદનો મિત્ર રાહુલના રૂમ પર લઇ જતો.હજુ કાલ જ તેનો ફોન આવ્યો હતો તને યાદ હોઈ તો રાત્રે જ.હા,તું જમવાની વાત કરી રહ્યો હતો તે જ રાહુલને.

યસ..એ જ..!!!


રાહુલ થોડીવાર તેની રૂમની બહાર વહી જતો,અને અમે બંને એકબીજા શરીરને થોડીવાર એક કરતાં.પણ તે જેમ વાત કરી કે માનસી કોઈ રિસ્પોન્સ નોહતી આપી રહી બસ એમ જ તે આંખો બંધ કરી.સેક્સની મજા માણી રહી હતી.શરૂ શરૂમાં તો મને પણ થોડી શરમ આવતી હતી પણ જેમ રેલગાડી ધીમે ધીમે પાટે ચાલવાની શરૂવાત કરે તેમ એ જ રીતે શરૂવાત કરી,અને પછી ફાસમ ફાસ.

તું પણ અનુપમ સૂપારૂસ્તમ નીકળ્યો.એ પછી નંદિતાનું શું થયું?તે નંદિતા સાથે કેમ લગ્ન ન કર્યા?તું તો એને ખૂબ પ્રેમ કરતો હતો એ પણ તને ખૂબ પ્રેમ કરતી હતી.

સવાલ ન કર ધવલ હવે મને?હું તને એ વાત નથી કરવા માંગતો.મારી હાલત પણ તારા પ્રેમ જેવી જ હતી,પણ થોડી અલગ હતી.મેં તો તેને છોડી દીધી પણ મારી વાત સંભાળીને તું માનસીને છોડી દશ એવો મને ડર છે.

નહીં ધવલ તું મને આગળ વાત કર.હું માનસીને ક્યારેય નહીં છોડું એ તને પ્રોમિસ આપું છું.ભલે તે મને પ્રેમ નથી કરતી પણ હું તો તેને પ્રેમ કરું છું ને..!!!

ધવલ જમાનો હવે બદલાય રહ્યો છે,લોકો પ્રેમને મજાક સમજી રહ્યા છે.હું નંદિતાને એટલો પ્રેમ કરતો હતો કે એને જે જોઈએ તે હું લઇ આપવા ત્યાર હતો.એવો કોઈ દિવસ નથી કે તેણે મારી પાસે કોઈ વસ્તું માગ્યું અને મેં તેંને લઇને ન આપ્યુ હોઈ.એક વખત તો મારી અને નંદિતાની ખબર પપ્પાને પડી ગઇ.મેં મારા પપ્પા સાથે પણ નંદિતા માટે ઝઘડી લીધું,અને કહી પણ દિધું કે હું લગ્ન કરીશ તો નંદિતા સાથે જ.થોડાક સમય પછી મારા પપ્પા પણ તૈયાર થઈ ગયા.નંદિતા સાથે લગ્ન કરવાની મને મંજૂરી પણ મળી ગઇ.

પણ અચાનક નંદિતા કેનેડા ભણવા ચાલી ગઇ.મને બસ તેણે એટલું જ કહ્યું કે હું કેનેડા જઈ રહી છું.આગળના અભ્યાસ માટે એ પછી પણ મારી સાથે એક વર્ષ સુધી તેણે વાત કરી એમણે એ પણ કહ્યું કે હું કેનેડા આવું ત્યારે આપણા લગ્ન કરી લેશું,પણ અફસોસ ત્રણ વર્ષથી એક ફોન કે મેસેજ પણ નથી.

તેની એક ફ્રેન્ડ હતી,મનીષા તેની સાથે મારે થોડા દિવસ પહેલા જ વાત થઈ કે નંદિતાએ બે વર્ષ પહેલાં કોઈ કેનેડાના યુવક સાથે લગ્ન કરી લીધા.મેં સવાલ કર્યો મનિષાને કે નંદિતાએ મારી સાથે આવું કેમ કર્યું? પણ હજુ એ સવાલનો જવાબ આવ્યો નથી,પણ
હું એ બધું હવે ભૂલી જવા માંગુ છું.મારી ઇચ્છા છે કે હું કોઈ સારી છોકરી શોધી તેની સાથે પ્રેમમાં પડવાની શરૂવાત કરું.

હા,છે જ ને પલવી....!!!!"તારી બાજુની રૂમમાં જ"
હા,ધવલ તે મને પણ ગમે છે,પણ એકબીજાના પ્રેમમાં પડતા થોડીવાર તો લાગે ને..!!!હું વિશાલસર તો છું નહિ કે તે મારી પાછળ પાછળ ફરે.

હા,તું વાત કરી રહ્યો હતો કે વિશાલ સર માનસીને ફોર્સ કરે છે,બની શકે ધવલ એવું પણ..!!પણ માનસી ધવલ સરના પૈસા પાછળ પાગલ છે એ સો ટકાની વાત છે.એવું પણ બને કે માનસી પૈસા અને તેના શોખ પુરા કરવા વિશાલ સર સાથે રહેતી હોઈ પણ તેની સાથે બેડરૂમમાં તેને સૂવું ન ગમતું હોઈ.

જે હોઈ તે પણ આપણે આ જાળ માંથી માનસીને બહાર નિકાળવી છે,તે માટે ગમે તેવી પરિસ્થિતિ આવે હું સહન કરવા તૈયાર છું.ત્યાં જ અનુપમનો દરવાજો
કોઇએ ખટખટાવ્યો.અનુપમેં દરવાજો ખોલ્યો.તો સામે પલવી હતી.

હું અંદર આવી શકું?યસ હા કેમ નહીં..!!
મારે તમારી જોડે માનસી સાથે બનેલી વાત શેર કરવી છે,હું થોડીવાર અહીં બેસી શકું."હા,કેમ નહીં"

શું થયું માનસીએ તને કઈ કહ્યું,નહિ અનુપમ એ નાની એવી વાત પર મારી સાથે ઝઘડી પડી.હું તેની રૂમમાં બેઠી હતી,અમે બંને અમારી પર્સનલ વાતો કરી રહ્યા હતા,પણ અચાનક કોઈનો ફોન આવ્યો અને તે મારી સાથે ઝઘડવા લાગી અને તેની રૂમ માંથી મને બહાર નીકાળી દીધી.માનસીને કહી થયું તો નથીને કેમ તે મારી સાથે આવું વર્તન કરે છે.હજુ બેંગ્લોરમાં આ હોટલમાં મારે છ દિવસ નીકળવાના છે,માનસી જો મારો સાથ નહિ આપે તો હું કોની સાથે રશ.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED