પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 3) અંકિતા ખોખર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 3)

જેનીને પલકનો સ્વભાવ બદલાયેલો લાગતો હતો. તે પલક પાસેથી ઘણી વખત કંઈક જાણવાની કોશિશ કરતી પણ જેની અસફળ રહેતી. પલક તેને કંઈ જ ના કહેતી. બીજા દિવસે આખો દિવસ વાંચીને પલક જેની સાથે બેઠી હતી. જેની હવે વાંચીને કંટાળી હતી તે બહાર જવા ઇચ્છતી હતી માટે પલકને કહેવા લાગી, " પલક ચાલને આજે મોના પાર્કમાં જઈએ."

" ત્યાં શું કામ છે તારે, મને નફરત છે એ પાર્કથી." પલક થોડી ગુસ્સામાં બોલી.

" તો તે દિવસે તારે શું કામ હતું ત્યાં, કેમ ગઈ હતી.?" જેની બોલી.

" એ દિવસની વાત ના કર તું, હવે એ પાર્કમાં નથી જવું મારે બસ. આગળ કઈ જ ના બોલતી." પલક જેની તરફ જોઈને બોલી.

" સારું, તારી સાથે રહેવા માંગતી હતી પણ તું મને સમજતી જ નથી અને તને પણ સમજવા નથી દેતી." જેની રડતા રડતા બોલી.

પલક જેનીને ભેટી પડી અને કહેવા લાગી, " તારે પલકને જાણવી છે ને.. આ કોલેજની ઇન્ટરનલ પરીક્ષા પુરી થાય પછી થોડા કલાક હું તારી સાથે જ રહીશ અને મારી જિંદગીની બધી જ વાતો જે આજસુધી તારાથી છુપાવતી હતી તે બધી જ કહીશ.. પણ પહેલા પરીક્ષા પુરી થવાદે અને હવે કાંઈ જ ના પૂછતી."

" સારું" જેની પલકને ભેટીને બોલી.

બંનેની મિત્રતાની વાત જ નિરાળી હતી, પલકના આટલા બધા અજીબ સ્વભાવ છતાં જેનીને તેની દોસ્તી ખૂબ પ્રિય હતી. બંનેને હવે છેલ્લા બે વર્ષ સાથે રહેવા મળવાનું હતું. બંને એકબીજાની ખૂબ જ સંભાળ લેતી. આખરે પરીક્ષા પણ પૂર્ણ થઈ અને જેનીના આટલા દિવસની રાહ હવે પુરી થવાની હતી. જેની પરીક્ષા પુરી થતા જ પલકને કહેવા લાગી, " પલક, પરીક્ષા પુરી, હવે તારે દિલથી મિત્રતાનો સબંધ નિભાવવાનો સમય આવી ગયો છે, હું તને જાણવા માંગુ છું, એવું તે શું છે કે જેણે તને આટલી બધી બદલી દીધી, તો કાલે મોના પાર્ક જઈએ..?"

પલકે પરાણે હા કહેતી હોઈ તેમ માથું હલાવ્યું. દિવસ ઉગ્યો અને બપોર પછી બંનેએ પાર્ક જવાનું નક્કી કર્યું હતું. બપોરે જમીને થોડો આરામ કરી બંને પાર્કએ પહોંચી. ત્યાં પહોંચતા જ પલક જેનીને પાર્કની અંદર રહેલાં બાંકડા પાસે લઈ ગઈ. ત્યાં બેસતા જ પલક શાંત થઈ ગઈ. થોડી વાર બાદ જેની બોલી , " પલક હું આ પાર્કનું રહસ્ય જાણવા માંગુ છું, કાંઈ બનાવ બન્યો હતો ?"

પલકે ઊંડો શ્વાસ લીધો અને આજે પલક તેની જિંદગીની એ વાતો જે કોઈ જ નહોતું જાણતું તે વાતો જેનીને કહેવા માંગતી હતી માટે પલક જેનીને જોઈને કહેવા લાગી, " ચાલ જેની, રહસ્ય પછી હું તને પહેલેથીજ મારી વાત કરું."

જેની સરખી બેસી ગઈ અને હા કહ્યું.

પલકે તેની સુંદર પરંતુ વીતી ગયેલ સમયની વાત શરૂ કરી.

"બારમું ધોરણ પૂરું થતા જ વેકેશનમાં હું મારા ઘરે રહેતી હતી. મને સૌથી દૂર રહેવું તો પસંદ હતું જ પણ એક બીજા કારણે પણ મને હોસ્ટેલ આવવા પર મજબુર કરી દીધી. આપણી કોલેજ શરૂ થવાને લગભગ એક મહિનાની વાર હતી, ઘરમાં હું સૌની લાડલી હતી એટલે મારુ ઘરમાં પણ મને બધી જ છૂટછાટ મળતી. પણ આજે મને ખૂબ જ દુઃખ થાય છે કે મેં પરિવારને ખબર વિના આ પગલું ભર્યું." આટલું બોલીને જ પલક ચૂપ થઈ ગઇ.

" પલક મને તારા પર વિશ્વાસ છે, તે કઈ જ ખોટું ના કર્યું હોઈ તું આ બધું ન વિચાર પ્લીઝ." જેની પલકનો હાથ પકડીને બોલી.

પલકે આંખોની નીચે બેઠેલી પાંપણોને ઉંચી કરીને કહ્યું, " સાંભળ , જે બાબતમાં હું માનતી જ નહોતી એ બધી જ બાબતો મારી સાથે બનતી રહી, મેં આજ સુધી કોઈને જ આ બાબતે વાત નથી કરી, આજે તને કરું છું."

એવી કઈ વાત હશે પલકના મનમાં ??? પલકનો ભૂતકાળ શું એટલો બધો અજીબ હશે ???

ખૂબ જ રસપ્રદ કહાની જુઓ આગળના ભાગમાં...