નમન મેં તને કેટલી વખત કહ્યું છે તારે આકાશ જોડે વાત નહીં કરવી, તો પણ તું સવારે પાર્કિંગમાં આકાશ સાથે વાત કરી રહ્યો હતો...? મેઘનાએ નમનને પૂછ્યું..."
"હા મેઘના પણ મને પૂછે તો જવાબ તો આપવો પડેને અને વાત કરું તો પણ શું થયું મારો મિત્ર છે નમને જવાબ આપ્યો."
"નમન પ્લીઝ તું બસ કર હવે,મિત્રની આમ ક્યાં સુધી માળા જપતો રહીશ તું, હવે તો હું પણ તને કહીને થાકી ગઈ છું કે એ લોકો પારકા છે અને પારકા કદી પોતીકા ન થાય તું સમજ હવે.
અને તું વારંવાર કહેતો હોય છે કે મને એ લોકો બહુ સાચવ્યો છે, તો શું થયું ? તે પણ આકાશને દશ મહિના સાચવ્યો હતો ને ? તો હવે હિસાબ બરાબર થઈ ગયો ને..!!
"તું પણ એ વાતથી ક્યાં અજાણ છો તું તારા માતા-પિતાનું એક જ સંતાન છે માટે મેં તારા પર પસંદગીનો કળશ ઢોર્યો હતો, મને કોઈની રોકટોક બિલકુલ પસંદ નથી અને આકાશ અને નિયતિ વારંવાર મારા ઘરમાં આવી રોકટોક કરે એ મને નથી ગમતું. નમન આજે તારે એક ફેશલો લેવો જ પડશે.
જો તારે તારા મિત્ર અને તારી બહેન સાથે સંબંધ રાખવો હોય તો તું મને પ્રેમથી છૂટાછેડા આપી શકે છે. આટલું કહી મેઘનાએ મોબાઇલની સ્ક્રીન પર નજર કરી તો મેઘના એ કહેલી દરેક વાત સાંભળી આકાશે કોલ કટ કરી નાખ્યો.
અને મેઘના મનોમન બહુ હરખાઈ અને એને હાશકારો અનુભવ્યો અને ભગવાનનો પાડ માનતી મનોમન હરખાતી બોલી કે જે કહેવાનું હતું એ આકાશે સાંભળી લીધું.."
અને બીજી તરફ આકાશ મેઘનાની વાત સાંભળી ઉદાસ થઈ ગયો,ઓફિસે કોલ કરી કહ્યું આજે તબિયત બરાબર ન હોવાને કારણે નહીં આવી શકું, નિયતિએ પણ આકાશની આ ઉદાસીનું કારણ પૂછ્યું પણ આકાશ તરફથી કઈ જવાબ ન મળતા એ પોતાને કામે લાગી ગઈ.
આકાશના હૈયામાં મેઘનાનાં શબ્દો તીરની માફક ખૂંચી રહ્યાં હતાં,આકાશને મનભરી રડવું હતું પણ પુરુષની જાત હોવાને કારણે એ રડી પણ ન શક્યો અને પોતાની જાતને અંધારી રુમમાં કેદ કરી વલોપાત કરતો એકાંતમાં આંખેથી આંસુ સારતો જાણે કોઈ પાગલની માફક એકલો બબડતો સાવ ભાંગી જ પડ્યો,આજે એની પીડાનું કારણ કોઈ જાણતું હોય તો માત્ર પોતે એક અને એનાં ઓશિકાની કોર પર બાઝેલા આંસુના ટીપાં અને એની એનો અલાયદો અંધારિયો રુમ સિવાય આકાશના મનની પીડા કોઈ જાણતું ન'તું"
" આટલું થયા પછી આકાશે એની જાતને સંભાળી અને મનમાં એક નિર્ણય લઈ રૂમની બહાર આવી પોતાની પત્ની નિયતિને જણાવતાં કહ્યું કે જેમ બને એમ તું જલ્દી ઘરનો સમાન પેક કરી લેજે, હું સોમવારે ઓફીસ જઈ રાજીનામું આપી દઉં અને એક અઠવાડિયામાં આપણા મમ્મી,પપ્પા પાસે જતું રહેવું છે હું હવે થાકી ગયો છું.અમદાવાદ જેવા મોટા શહેરમાં મારુ કામ નથી"
અને ખરેખર એ અઠવાડિયા દરમ્યાન પોતાનો માલસામાન પેક કરી ટ્રકમાં મોકલી દીધો,અને આકાશ અને નિયતિ
નમન અને મેઘનાને મળ્યાં વગર એના ફ્લેટનાં ઉંબરે ઉભી સદા ખુશ રહો એવા આશિષ દેતા અમદાવાદને આવજો કહેતા સદાય માટે નમન અને મેઘા બન્ને પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરી શકે એ માટે આકાશ અને નિયતિ ટ્રેનમાં બેસી રવાના થઈ ગયા.
"જે આકાશ દોસ્તથી વધારે કંઈ જ નહીં" કહેનારો આજે મિત્ર નમનથી દૂર થઈ ગયો ચૌધાર આંખેથી આંસુ સારતો સાથે લઈ ગયો તો બન્ને મિત્ર નમન સાથે વિતાવેલો સમય અને એકઠી કરેલી બધી યાદો બસ....
વાર્તા વાંચવા બદલ આપનો આભાર...
-સચિન સોની