(સત્યઘટના પર આધારિત)
સવારે સાડા સાત વાગ્યાંનો સમય થયો હતો અને મમતાબહેનનાં રસોડે ધીમોંઘીમો રેડિયો વાગી રહ્યો હતો.
રેડિયોમાં પ્રભાતિયાંનાં મીઠાં સુર રેલાઈ રહ્યાં હતાં.
"જાગને તું જાદવા કૃષ્ણ ગોવાડીયા તુજ વિના ધેનવાં કોણ ચારશે રે....હે...જાગને...તું..."
અને મમમતાબહેન પણ મુખેથી પ્રભાતિયું ગનગણાવી રહ્યાં હતાં.
અને બીજી તરફ મમમતાબહેનનો ચોવીસ વર્ષનો દીકરો આકાશ હોલમાંથી બુમાબુમ કરી રહ્યો હતો." મમ્મી...ઓ..મમ્મી.." હવે કેટલી વાર નાસ્તો તૈયાર છે એની મમ્મીને આકાશે પૂછ્યું.?"
"રસોડામાંથી મમમતાબહેન બોલ્યાં આકાશ બસ પાંચ મિનિટ કહેતાં આવી પહોચ્યાં એક હાથમાં ચા નો કપ અને બીજા હાથમાં ડીશમાં ગરમાગરમ પરોઠા. આવતાની સાથે જ બોલ્યાં આકાશ હજું તો આઠ વાગ્યા છે, નાહકનો બૂમાબૂમ કરે છે, ચાલ ડાઇનિંગ પર બેસ અને નાસ્તો કરી લે."
"અરે...! મમ્મી ખબર છે મને આઠ વાગ્યાં છે, પણ આજે કોમ્પ્યુટર ક્લાસનો પ્રથમ દિવસ છે માટે થોડું વહેલું જવું જરૂરી છે અને ટ્રાફિકના હિસાબે કલાક વહેલું નીકળવુ પડે નાસ્તો કરતા આકાશ બોલ્યો." આટલું કહી આકાશ નાસ્તો કરી મમ્મીને પાયે લાગી ગાડી સ્ટાર્ટ કરી કલાસ જવા માટે ઘરેથી બાઇક લઈ નીકળી ગયો.
થોડીવારમાં કલાસીસ પહોંચી ગયો પ્રથમ દિવસ હતો એટલે સીધો ક્લાસમાં જઈ બેસી ગયો અને થોડીવારમાં રાજનસર ક્લાસમાં આવ્યા અને પહેલો દિવસ હતો એટલે ક્લાસમાં હાજર ત્રીસ વિદ્યાર્થીઓને પ્રથમ તો પોતાનો પરિચય આપ્યો અને એક પછી એક વિદ્યાર્થીઓને પોત પોતાનું નામ પૂછી પરિચય મેળવ્યો પણ આ ચર્ચાઓ વચ્ચે દરેક વિદ્યાર્થીઓ રાજનસર કંઈ બોલે ત્યાં બધા હસવા લાગતા કારણ કે રાજન સર નર્મદા જિલ્લાના હતા એટલે એમની ભાષા સમજવી થોડી અઘરી લાગતી હતી વિદ્યાર્થીઓને .
છતાં રાજનસરે પ્રથમ તાસની શરૂવાત કરી કોમ્પ્યુટર શું છે કોમ્પ્યુટરનાં ફાયદા જણાવ્યા પણ ક્લાસમાં બેઠેલાં વિદ્યાર્થીઓને બધું ઉપરથી ગયું અને બાર વાગી ગયાં એટલે લોબીમાં ટનટન ધંટડી વાગી બધા વિદ્યાર્થીઓ બેંચ પરથી ઉભા થાય એ પહેલાં જ આવતી કાલે સમયસર આવી જવા માટે રાજનસરે કડક સૂચના આપી.
રાજનસર બીજી બેચ જે બારથી ત્રણની હતી તે ક્લાસમાં જતા રહ્યાં અને પહેલી બેચના વિદ્યાર્થીઓ સુંદરી મેમની ઓફીસ તરફ રાજનસરની ફરિયાદ કરવા માટે ઓફિસમાં ગયાં. ત્રીસ વિદ્યાર્થીઓ માંથી "આકાશ આગળ આવી સુંદરી મેમને કહ્યું મેમ અમને રાજનસરની ભાષા બિલકુલ નથી સમજાતી એની શિક્ષણ પધ્ધતિ પણ નથી ગમતી . મેમ પ્લીઝ તમે તમારી રીતે કોઈ વ્યવસ્થિત હોય જેમને ભાષાકીય જ્ઞાન સારું હોય એવા શિક્ષકની વ્યવસ્થા કરી આપો."
"હા બેટા જાણું છું આવી જ ફરિયાદ બપોરની બીજી બેચના વિદ્યાર્થીઓની પણ છે, પણ હું નિર્ણય ત્યાં સુધી નહીં લઈ શકું જ્યાં સુધી બીજી બેચના ચાર વિદ્યાર્થીઓ જેમાં નમન સિનિયર છે જે રાજનસરનો માનીતો વિદ્યાર્થી છે અને એની સાથે રોઝી, રાજ,અને પારુલ છે એ ચાર વિદ્યાર્થીને રાજનસરનું ટીચિગ પસંદ છે. જો આ ચાર વિદ્યાર્થીઓ તમારા બધા સાથે સહમત ન થાય ત્યાં સુધી હું કશું જ કરી શકું એમ નથી, એવું થોડી નરમાશ સાથે સુંદરી મેમ બોલ્યાં."
સુંદરી મેમની વાત સાંભળી તરત જ "આકાશ બોલ્યો મેમ હું એ ચાર વિદ્યાર્થીઓને સમજાવવાની કોશિષ કરું તો..? કદાચ એ લોકો સમજી જાય મેમ તમે મને રજા આપો તો એકવાર પ્રયત્ન કરી જોઉં."
"આકાશ તું કોશિષ કરી જો મારા હિસાબે નમન કદાચ નહીં જ માને છતાં આજે તમારામાંથી કોઈ ત્રણ વિદ્યાર્થી ત્રણ વાગ્યાં સુધી રોકાઈ શકો તો રોકાવ અહીં. હું પણ તમારી સાથે બીજી બેચમાં આવીશ સુંદરી મેમે કહ્યું."
"આકાશે તરત જ હા ભણતા કહ્યું મેમ એક
(વધુ આવતા અંકે)