દોસ્તથી વધારે કંઈ જ નહિ.. - 4 Sachin Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તથી વધારે કંઈ જ નહિ.. - 4

રૂમ પર પહોંચી અંદર પગ મુકતા રૂમની હાલત જોઈ આકાશ થોડીવાર તો ચક્કર ખાઈ ગયો કારણ કે નાનપણથી આલીશાન મકાન અને ઘરમાં સુખની રેલમછેલ હતી છતાં પણ મનમાં ફાવશે, ચાલશે, ગમશે એવી ભાવના રાખી એના મિત્ર નમન સાથે નાનકડી પતરાવારી રૂમમાં દિવસો પસાર કરવા લાગ્યો. આમ જોતજોતામાં આઠ માસ ક્યારે વીતી ગયા ખબર ન પડી અને એ આઠ માસ દરમ્યાન આકાશના પપ્પાએ બે રૂમ, હોલ,કિચન વાળો ફ્લેટ સીટી લાઇટ એરિયામાં ઉંચી કિંમતે ખરીદી આપ્યો અને બન્ને મિત્રો ત્યાં શિફ્ટ થઈ ગયા.

નવા ફ્લેટમાં શિફ્ટ થયાને એક મહિનો વીતી ગયો અને શનિવારની સાંજે આકાશના પપ્પાનો કોલ આવ્યો અને આકાશને જણાવ્યું કે આવતીકાલે એટલે કે રવિવારે તારે સુરેન્દ્રનગર સવારે અગિયાર વાગ્યાં પહેલા પહોંચી જવાનું છે.
તારા જીજુએ તારા માટે ઠેકાણું શોધ્યું છે, છોકરીનું નામ નિયતિ છે ભણેલી છે, બસ તમે બન્ને એકબીજાને જોઈ પસંદ કરીલો એટલે આગળ વાત વધારીએ. અને તું સમયસર આવી જજે..

આકાશે સવારે જવાનું હોવાથી બધી તૈયારી રાત્રે કરી લીધી અને ઘડિયાળમાં સવારે ચાર વાગ્યાનું એલાર્મ રાખી ઊંઘી ગયો, અને વહેલી સવારે એલાર્મ વાગતાં પહેલા તો તે જાગી ગયો, સાથે નમનને જગાડ્યો અને પરાણે એની સાથે સુરેન્દ્રનગર આવવા તૈયાર કર્યો.

આમ બન્ને મિત્રો સુરેન્દ્રનગર પહોંચી ગયા અને આકાશ અને નિયતિની મુલાકાત ગોઠવવામાં આવી. નિયતિના ઘરના લોકો એ આકાશ માટે હા ભણી, પણ આકાશને પૂછવામાં આવ્યું ત્યારે આકાશે જણાવ્યું મારે નિયતિને હજુ એકવાર મળવું છે એની સાથે વાતચીત કરવી છે હું મારો જવાબ નિયતિને મળી પછી આપીશ.
અને ફરી વખત નિયતિ અને આકાશની મુલાકાત ગોઠવવામાં આવી અને આકાશ આ વખત નમનને પણ મળવા સાથે લઈ ગયો. આમ આકાશ અને નમન નિયતિ જે રૂમમાં હતી ત્યાં બન્ને ગયા અને વાતચીતનો દોર બન્ને વચ્ચે ફરીથી શરૂ થયો.

"આકાશ રૂમમાં જઈ નિયતિ સમક્ષ બોલ્યો નિયતિ તું મને પસંદ છે, પણ હું તને એક વાત કહેવા આવ્યો અને એ વાત જણાવી પણ બહુ જરૂરી છે અને એ વાત પહેલાં તારી સાથે કરી લઉં તો ભવિષ્યમાં ચિંતા ન રહે. નિયતિ આ નમન છે આને તું મારો મિત્ર સમજે તો મિત્ર છે અને નાનો ભાઈ સમજે તો મારો નાનો ભાઈ છે. અને મારા માટે નમનથી વિશેષ કે એની
*દોસ્તથી વધુ કંઈ જ નથી*મારા માટે અને ટૂંકમાં કહું તો નમનના લગ્ન ન થાય ત્યાં સુધી એ આપણી સાથે આપણાં ઘરમાં રહેશે, જો તને મંજુર હોય તો તું હા કહેજે આટલું કહી આકાશ ત્યાંથી ઉભો થવા જઈ રહ્યો હતો.

"ત્યાં જ નિયતિએ આકાશનો હાથ પકડી બેસવાનું કહ્યું અને બોલી મારો જવાબ સાંભળ્યાં પહેલાં જ તમે જતા રહો એમ કેમ ચાલે.!! આકાશ તમે કહ્યું નમન તમારો નાનો ભાઈ છે, તો મારો દિયર થશે દિયર અને ભાભી વચ્ચે ભવિષ્યમાં મજાકમાં પણ બોલવાનું તો થશે, પણ એ કરતા નમનને હું મારો ધર્મનો ભાઈ બનાવી મારા ચોથા ફેરે મારા જવતલ હોમાવી મારો જવતલિયો બનાવી લઉં તો...?
કોઈ દિવસ ભાઈ બહેન વચ્ચે ઝઘડો થાઈ જ નહીં બોલો આકાશ તમારું શું કહેવું..?"

"નિયતિની વાત સાંભળી આકાશ બોલ્યો તો..તો સોનામાં સુગંધ નિયતિ તારો વિચાર મને બહુ ગમ્યો." અને નિયતિ અને આકાશનું મોં મીઠું કરાવી સગાઈની વાત પાકી થઈ.

અને છ મહિના પછી આકાશ અને નિયતિનાં લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યાં, અને નિયતિના કહ્યા પ્રમાણે નમને નિયતિના ચોથા ફેરે જવતલ હોમી નમન ધર્મનો ભાઈ બન્યો અને લગ્ન પછી દશમે ....