અને છ મહિના પછી આકાશ અને નિયતિનાં લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યાં, અને નિયતિના કહ્યા પ્રમાણે નમને નિયતિના ચોથા ફેરે જવતલ હોમી નમન ધર્મનો ભાઈ બન્યો અને લગ્ન પછી દશમે દિવસે આકાશ, નિયતિ,અને નમન અમદાવાદ જતાં રહ્યાં અને ત્રણેય ખુશખુશાલ જીવન જીવી રહ્યાં..
આકાશ નિયતિ જ્યાં પણ જતા ત્યાં સાથે નમનને પણ જવાનું,આકાશે અને નિયતિએ નમનને કદી પણ કોઈ વાતનું ઓછું નથી આવવા દીધું અને ત્રણેય સુખમય જિંદગી જીવી રહ્યાં હતાં સમય પણ એની ગતિ સાથે ચાલી રહ્યો હતો.
જોતજોતામાં દોઢ વર્ષ વીતી ગયું એ દોઢ વર્ષમાં નમન માટે છોકરી જોતા મેઘના નામની છોકરી સાથે નમનની સગાઈ કરવામાં આવી...
નમનની સગાઈ થયા પછી આકાશે અને નિયતિએ નમન માટે પોતાની બાજુનો ફ્લેટ ભાડે રખાવી એકડે એકથી વસ્તુ અને ઘરનું રાચરચીલું એકઠું કરી નમન માટે સુંદર અને સપનાનું ઘર સજાવી આપ્યું. આમ નમનના મમ્મી પપ્પા પણ ગામડેથી આવી ગયા અને નમનના ઘડિયા લગ્ન લઈ ધામધુમથી નમને પરણાવ્યો અને મેઘનાનું સ્વાગત કર્યું અને આકાશે અને નિયતિએ નમનનો હાથ મેઘનાનાં હાથમાં આપી બન્ને સાથે બોલ્યાં મેઘના સાચવી લેજે મારા ભાઈને આજથી તારી જવાબદારી છે ધ્યાન રાખજે મારા ભાઈનું..!!
આકાશ અને નિયતિની વાત સાંભળી " મેઘના બોલી તમારે હવે ચિંતા કરવાની કોઈ જરુર નથી હું આવી ગઈ છું નમનનું ધ્યાન રાખવા વાળી."
આમ નવી પરણી આવેલી મેઘનાએ તેનો રંગ બતાવી દીધો,
આકાશ અને નિયતિ કશું જ બોલ્યાં વિના ત્યાંથી ઘરે જવા માટે નીકળી ગયાં..
આમ નમનના લગ્નને બે મહિના વીતી ગયા ,મેઘના નિયતિના ઘરે આવતી જતી રહેતી પણ નમનને ન આવવા દેતી. નિયતિ મેઘનાને પૂછતી કે નમનભાઈ કેમ મારી ઘરે નથી આવતા..? મેઘના નમનને બહુ કામ છે એવું બહાનું બતાવી વાતને ટાળી દેતી..
"એકદિવસ શનિવારના દિવસે સવારે પાર્કિંગમાં આકાશને મળ્યો તો આકાશે નમનને પૂછ્યું યાર તું શું રિસાઈ ગયો...?
અમારા બન્નેથી કોઈ ભૂલ થઈ હોય તો કહે. હું અને તારી બહેન નિયતિ તારા ઘરે આવીએ છીએ ,મેઘના પણ મારા ઘરે આવે છે અને તું બહુ કામઢો થઈ ગયો કે અમારા સમય નથી.
બોલ શું થયું છે તને નમન..?"
"અરે...! આકાશ એવું કંઈ નથી આટલું કહી નમન ફટાફટ પાર્કિંગમાંથી ચાલતો થયો અને લિફ્ટમાં જઈ દરવાજો બંધ કરી દીધો." આ બધું નમનની પત્ની મેઘા ગેલેરીમાંથી જોઈ રહી હતી.
નમન જેવો ઘરમાં આવ્યો કે તરત જ "મેઘના એ પૂછ્યું શું કહેતો હતો આકાશ..? મને કહે."
"શું કહેતો હોય બીજું તું મારા ઘરે કેમ નથી આવતો એ પૂછી રહ્યો બીજું શું કહે નમનને કહ્યું."
"તો તારે કહેવું જોઈ એને આકાશને મારી ઘરવાળી નથી ગમતું એટલે હું તારી ઘરે નથી આવતો મેઘના એ ગુસ્સામાં કહ્યું."
"મારે આકાશને કશું જ નથી કહેવું કેટલા અહેસાન છે એના મારા પર કઈ રીતે હું ભૂલી જાઉં મેઘના...!!
નમને કહ્યું."
"મારે હવે કંઈ કરવું પડશે, તું આકાશને કશું નથી જ કહેવાનો અને આમ ક્યાં સુધી મૌન રહી સાચા ખોટા જવાબો તું આપતો રહેશે. નમન તું ચાલ ડાઇનિંગ પર બેસ હું તારા માટે ચા લઈ આવું આટલું કહી મેઘના રસોડામાંથી ચા લઈ આવી પહોંચી , અને ફરી બોલી નમન તારો ફોન આપતો મારે કામ છે.."
નમને ખિસ્સામાંથી ફોન કાઢી મેઘનાનાં હાથમાં આપ્યો અને મેઘનાએ આકાશના નંબર ડાઈલ કર્યો અને આકાશ જેવો હેલ્લો બોલ્યો કે તરત જ મેઘનાએ ચાલુ ફોન ડાઇનિંગ પર મૂકી નમન સાથે સંવાદ કરવા લાગી.
"નમન મેં તને કેટલી વખત....
(આવતા અંકે)