dostthi vadhare kai j nahi - 3 books and stories free download online pdf in Gujarati

દોસ્તથી વધારે કંઈ જ નહિ.. - 3

નમન ગામડેથી ઉપડાઉન કરતો હોવાથી ક્યારેક બસ ન આવતી તો આકાશના ઘરે રોકાઈ જતો,અને આકાશ ક્યારેક નમનના ઘરે જતો આમ બન્ને મિત્રોની મિત્રતા ગાઢ બની ગઈ.
આમ સમય પણ પાણીની જેમ સરકવા લાગ્યો જોતજોતામાં એક વર્ષ કેવી રીતે વીતી ગયું બન્નેને ખબર ન પડી.

નમનને આકાશથી છ મહિના પહેલા કલાસ જોઈન કર્યો હતો એટલે નમનનો કોર્ષ પૂરો થઈ ગયો અને નમનને મેગાસીટી અમદાવાદમાં આઈ .ટી કંપનીમાં,આઈ . ટી ફિલ્ડમાં નોકરી મળી ગઈ. અને નમન અમદાવાદ જવા માટે રવાના થવાનો હતો એટલે આકાશ નમનને છોડવા રેલવેસ્ટેસન આવ્યો નમનને મોટાભાઈ તરીકે આકાશે આશીર્વાદ આપતા કહ્યું ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવતાં બન્ને મિત્રો રડતી આંખે છુટા પડ્યા.

નમન અમદાવાદ પહોંચી ત્યાં તેમને ભાડાની નાનકડી રૂમ રાખી ત્યાં સેટ થઈ ગયો અને બીજી બાજુ આકાશ કલાસીસ તો જતો પણ મિત્ર નમન વિના આકાશનું મન લાગતું ન'હતું .
છતાં જેમતેમ કરી છ મહિના પસાર કર્યા અને આકાશનો કલાસીસનો છેલ્લો દિવસ હતો,એટલે ક્લાસમાં બધા મિત્રોને મળી,ઓફિસમાં સુંદરી મેમને મળવાં આવ્યો અને "સુંદરી મેમે આકાશને કહ્યું તારા ડોક્યુમેન્ટ મેં આઈ .ટી કંપનીમાં સબમિટ કરી દીધા છે થોડા જ દિવસમાં કંપની તરફથી કોલ આવશે. અને હાજર થવાની તારીખ આપે તે તારીખે હાજર થઈ જવું."

"આકાશે સુંદરી મેમની વાત સાંભળી હા ભણી સુંદરી મેમને પાયે લાગી મેમની રજા લઈ ઘર તરફ પ્રયાણ કરતો બાઇક લઈ ઘરે પહોંચી ગયો."
ઘરે જઈ મમ્મી મમતાબહેનને નોકરી વિશે આકાશે જણાવ્યું મમતાબહેન પણ ખુશ થઈ ગયા. અને કોલ આવવાની રાહ જોતો આજે આવશે એવી રાહમાં આખરે દશમે દિવસે કંમપની તરફથી કોલ આવ્યો અને પાંચ દિવસ પછી એટલે પંદર તારીખે જવાનું કહ્યું . આકાશ બહુ જ ખુશ થઈને એમણે નમનને કોલ કર્યો.

"હલ્લો નમન આકાશ બોલું છું.... મારે તને એક ગુડ ન્યુઝ આપવા છે."
"હા...બોલ આકાશ શું ગુડ ન્યુઝ છે..? સામેથી નમને કહ્યું.."
"નમન તું જ્યાં જોબ કરે છે એજ કંપનીમાંથી મને કોલ આવ્યો નોકરી માટે મારે ત્યાંજ આવવાનું છે પાંચ જ દિવસમાં મારે પંદર તારીખે હાજર થવાનું છે... એવું આકાશે નમને કહ્યું."
"શું વાત છે અભિનંદન અને તું કાલે ત્યાંથી નીકળી જજે અહીંયા મારી રૂમ પર રહેવાનું કોઈ જાતની ચિંતા ન કરતો તું તારા કપડાં અને બીજી જોઈતી વસ્તુ લઈ જલ્દી આવી જા
નમન બોલ્યો.."
" સારું યાર હું તારી જોડે પછી વાત કરું હજુ મેં મમ્મી પપ્પાને પણ વાત નથી કરી...આટલું કહી નમને કોલ કટ કરી નાખ્યો."

અને આકાશ અમદાવાદ જવાની તૈયારીમાં લાગી ગયો અને બાર તારીખે વહેલી સવારની ટ્રેનમાં બેસી ગયો પણ મનમાં થોડો ગભરાટ હતો કારણકે નવું શહેર, નવી નોકરી અને ત્યાં રહેવું ફાવશે કે નહીં એવા મનમાં અઢળક સવાલો સાથે ટ્રેન આગળ ચાલતી રહી અને અને રેલવેસ્ટેશન પહોંચી ગઈ.
આકાશ ટ્રેનમાંથી જેવો ઉતર્યો કે નજર સામે નમનને જોતા ખુશ થઈ ગયો, નમન પણ આકાશને ગળે વળગી પડ્યો અને આકાશને બાઇકની પાછળ બેસાડી એની રૂમ પર લઈ ગયો."

રૂમ પર પહોંચી અંદર પગ મુકતા રૂમની હાલત જોઈ આકાશ થોડીવાર તો ચક્કર ખાઈ ગયો કારણ કે નાનપણથી આલીશાન મકાન અને ઘરમાં સુખની રેલમછેલ હતી છતાં પણ મનમાં ફાવશે, ચાલશે, ગમશે એવી ભાવના રાખી એના મિત્ર નમન સાથે નાનકડી પતરાવારી રૂમમાં દિવસો પસાર કરવા લાગ્યો. આમ જોતજોતામાં આઠ માસ ક્યારે વીતી ગયા ખબર ન પડી અને એ આઠ માસ દરમ્યાન આકાશના પપ્પાએ બે રૂમ, હોલ,કિચન વાળો ફ્લેટ.....

(વધુ આવતાં અંકે)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED