Friendship - 13 - last part books and stories free download online pdf in Gujarati

ફેન્ડશીપ - 13 (પૂર્ણ )

વાંચક મિત્રો તમારી સમક્ષ બાર ભાગો પ્રસ્તુત કરી ચુકયો છું.આજે તેરમો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું. તમારો બાર ભાગ સુધી સહકાર મળ્યો છે.તેમ આ ભાગમાં પણ મળશે અને આગળ પણ મળતો રહેશે તેવી આશા રાખું છું.મિત્રો ફેન્ડશિપ સિરીઝ અંગેનો પ્રતિભાવ મેસેજ દ્રારા આપશો , જેથી કરીને મને વધુને વધુ સારૂ લખવાનું પ્રયત્ન કરી શકું.

*******
(મિત્રો છેલ્લે તમે જોયું હશે કે રામ અને કિષ્ના બંને વાતો કરતા હોય છે.પછી તેમના મનમાં વિચારો આવે છે કે હવે શું કરવું ?પછી રાત્રે 2 વાગ્યા હોય ત્યારે સુઇ જાય છે.પછી સવારે ઉઠીને પોતપોતાના કામમાં લાગી જાય છે.)

હવે આગળ ....

કિષ્ના નકકી કરી લીધું કે હવે જે પણ કરવું પડે તે કરવું તે કરશું.પણ લગ્ર તો રામ સાથે જ કરીશ.પછી જયારે તે પોતાના કામ પુરૂ કરીને રામને ફોન કરે છે.અને કહે છે કે લગ્ર તો કરવા છે.તેના માટે જે પણ કરવું પડશે તે કરવા માટે હું ત્યાર છું.

તારે હજી પણ તારા પપ્પાને મનાવવા હોય તો મનાવી લે.નકકર તું કાંઇક વિચાર હવે આપણે લગ્ર કરી લઇ.લવ મેરેજ કરવા છે કે કોર્ટ મેરેજ.આ માટે જરુરી સલાહ કોઈ જાણીતા પાસે લઇ લો .પછી આપણે કાંઇક કરીએ.

રામ કહે છે, હું મારા મિત્રોને વાત કરુ છું.અને તેમની પાસે સલાહ લઇ લવ છું.પછી તને વાત કરીશ.ચાલ પછી ફોન કરીશ.કિષ્ના પણ પોતાના કામમાં લાગી જાય છે.કિષ્ના ના મનમાં ધણા બધા વિચારો આવતા હતા.પણ અત્યારે તો કાંઇક થઇ શકે તેમ નહોતું.

રામ પોતાની ઓફિસમાંથી ઘેર જાય છે , ત્યારે તે રસ્તામાં રોકાઇ ને તે તેના પહેલા મિત્ર ને ફોન કરે છે.તેને રૂબરૂ મળવા માટે બોલાવે છે.તેને કહયું થોડીક વાર રાહ જો હું હમણા જ આવું છું.તે આવે છે અને તેને કહે છે કઈ રીતે લગ્ર કરવા જોઇ કે જેમાં ઓછા પ્રોબ્લમ પડે.

બંને નકકી કર્યુ કે કોર્ટ મેરેજ કરી જેથી કરીને આપણે કાયદાકીય સંરક્ષણ પણ મળશે.આમાં બંને સહમત થયા.પછી નકકી કર્યુ .રામે કહયું કે તારે તારા જરૂરી ડોકયુમેન્ટ પુરા પાડવા પડશે.તે ડોકયુમેન્ટ પહેલા મને આપી દેજે.હું વકીલ પાસે તપાસ કરાવવી લવ.જેથી કૌઇ પ્રોબ્લમ ના આવે.

કિષ્ના પોતાના ઘરમાંથી ડોકયુમેન્ટ ભેગા કરવાનું મિશન પ્રારંભ કર્યો.અલગ અલગ રૂમમાં હતા , જયારે કોઇ તેના ઘરમાં ના હોય ત્યારે તે ડોકયુમેન્ટ લઇ લેતી.આમ કરીને બધા ડોકયુમેન્ટ ભેગા કરી લીધા અને પછી તે રામ સુધી પહોંચાડી દીધા.

રામના ડોકયુમેન્ટ તો તેની પાસે જ હતા , તેને ડોકયુમેન્ટ વકીલને મોકલાવી દીધા.વકીલ બધી તપાસ કરી લીધી અને કહયું.બધા ડોકયુમેન્ટ બરાબર છે હવે જે તારીખે કરવાના હોય તે તારીખે આવી જાજો. બે સાક્ષીઓને પણ લેતા આવજો.

રામ અને કિષ્ના બંને નકકી કર્યુ કે આપણે આ મહિનાની 29 તારીખે જઇ તે દિવસ મારા ઘર થી પણ બહાર જવાના છે.હવે બંને ને 29 તારીખની રાહ હતી.અને દિવસ પસાર થતા ગયા તેમ તેમ તારીખ નજીક આવવા લાગી.જે દિવસની રાહ હતી.તે દિવસ આવી ગયો.29 તારીખે કિષ્ના તૈયાર થઇને આવે છે , રામ પણ તૈયાર થઇને આવે છે.રામ કિષ્ના ના ઘર આગળ થી તેને પોતાની ગાડીમાં બંને સાથે કોર્ટ જાય છે.તેના બે સાક્ષી મિત્રો સીધા જ કોર્ટ આવવાના હતા.કોર્ટ પહોંચે છે.

તેના મિત્રોની રાહ જોવે છે.તેના મિત્રો આવ્યા એટલે તેઓ સીધા જ તેમના વકીલ પાસે ગયા.વકીલ આગળની પ્રોસેસ કરાવે છે.ત્યાં બંનેના ફુલહાર કરવામાં આવે છે.ત્યાં કાગળોમાં સહી કરાવવામાં આવે છે.તે બંને વકીલની ફી ચુકવીને ત્યાંથી રવાના થાય છે.ત્યાં સીધા જ રામના ઘેર તેના મમ્મી - પપ્પાના આર્શિવાદ મેળવવા જાય છે.પણ તેના પપ્પા તેની પર ગુસ્સો કરે છે અને કહે છે કે તું મારા ઘરમાંથી ચાલ્યો જા.આ સાંભળી રામ અને કિષ્ના માફી માંગે છે અને તેમને મનાવવા માટેના પ્રયત્નો કરે છે.પણ માનતા નથી.

રામ અને કિષ્ના બંને હવે કિષ્ના ઘેર તેના મમ્મી - પપ્પાના આર્શિવાદ મેળવવા આવે છે.ત્યારે તેના મમ્મી અને પપ્પા આર્શિવાદ તો આપે છે , પણ તેની સાથેના સંબંધો તોડી નાખે છે.

રામ અને કિષ્ના ત્યાંથી ચાલ્યા જાય છે અને બીજી જગ્યાએ ભાડાનું મકાન રાખીને રહેવા લાગે છે.પછી તે બંનેના જીવનમાં જીવવા લાગે છે.બંનેમાં જીવનમાં ખાટા મીઠા ઝગડાઓ થતા રહે છે.બંને પોતાના જીવનમાં ખુબ ખુશ છે.

(મિત્રો તમને લાગતું હશે કે , આમાં તો લવ સ્ટોરી છે તો શીર્ષક ફેન્ડશીપ આપ્યું.મિત્રો ફેન્ડશીપ એટલા માટે આપ્યું છે કારણ કે તેઓ બંનેમાં ફેન્ડશીપ હોય છે.તેઓ લગ્ર પછી પણ મિત્રૌની જેમ રહે છે.)






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED