Friendship - 4 books and stories free download online pdf in Gujarati

ફેન્ડશીપ - 4

મારા પ્રિય વ્હાલા વાંચક મિત્રો આજે ફેન્ડશીપ -4 ભાગને લઇને આવી રહયો છું.મને વિશ્વાસ છે કે તમારો સપોર્ટ મળશે અને વધુમાં વધુ સારુ લખીશ અને તમને સારૂ પીરશી શકીશ.તમને પણ મારી સિરિઝ વાંચવી ગમશે તેવી આશા રાખું છું.જો કોઇ પણ જાતની સલાહ સુચન કરવા હોય તો તમે મને મેસેજ થી કરી શકો છો.

(અગાઉ ભાગમાં જોયું કે કિષ્નાએ રામને મેસેજ કર્યો પછી તેનો થોડીકવાર સુધી રિપ્લાઇ ના મળતા તેને સીધો રામને ફોન કરીને તેની સાથે ઝગડવા લાગી.કોઇ પણ જાતની વાત ના સાંભળી.)
હવે આગળ..

રામે પછી જોશ થી બોલી ઉઠયો કે મારી વાત સાંભળીશ કે નહી ? કિષ્ના પણ શાંતિ થી કહે છે , હા બોલો શું કરતા હતા ? કોની સાથે વાત કરતા હતા કે મને રિપ્લાઇ પણ ના આપી શકયા.મારા થી પણ વધુ ઇમ્પોર્ટન્ટ કોઇ છે ? રામે પહેલા તો બધા પ્રશ્ર સાંભળ્યા અને પછી તેના બધા પ્રશ્રના જવાબ આપ્યા.

રામે કહયું કે મેસેજમાં મારા પરમ મિત્ર સાથે વાત કરી રહયો હતો, અને તે પણ આપણા બંને વચ્ચે જ પ્રેમના સંબંધ છે . તેની વાત કરી રહયો હતો.કિષ્નાએ પુછયું કે તમે કેમ અત્યાર થી કહી દીધું ? રામે હયું તે મારૈો પરમ મિત્ર છે એટલે તેને તો બધી વાતો કરવી જ પડે.આપણે કોઇ મદદની જરૂર હશે તો તે આપણી મદદે આવશે.

કિષ્ના કીધું આટલો બધો વિશ્વાસ છે તમને તમારા પરમ મિત્ર પર ? રામે કીધું કે હા મને મારા પરમ મિત્ર પર પૂર્ણ ભરોસો છે, તેને કયારેય પર મારો વિશ્વાસ તુટવા નથી દીધો.તે હંમેશા મારી મદદે આવે છે.તું જયારે મળીશ ત્યારે તને થોડો અનુભવ થઇ જશે.

રામે ફરી એક વખત બહાર જવા માટે વાત કરી.કિષ્નાએ કહયું કે હવે કઇ જગ્યા જશું .રામે એક પાર્ક માં જશું તેમ કહયું.પાર્ક કઈ જગ્યા છે અને કયારે જશું અને કયારે પાછા આવશું , કારણ કે આ વખતે મારા પરિવારના લોકો ઘેર થી બહાર નીકળીશ એટલે પુછશે કયાં જાશ ? મારે તેમને જવાબ તો આપવો પડશે.

હું કોઇ બહાનું બનાવી નીકળીશ , તું મને મારા ઘેર થી થોડે દુર થી પીક અપ કરી લેજે.આ રીતે પ્લાન બનાવ્યો.તેમને બંને એમ હતું કે દર વખતેની જેમ પ્લાન મુજબ જ થશે, પરંતુ આ વખતે ભગવાન કાંઇક ઓર જ મંજુર હશે.

રામ પોતાના ઘેર થી કિષ્ના લેવા માટે નીકળીયો. કિષ્ના પણ પહોંચી ગઇ હતી.જયારે તે બાઇકમાં બેસવા ગઇ ત્યારે તેના પપ્પા જોઇ ગયા.તેના પપ્પા જોઇને તેને ડર લાગવા લાગ્યો કે હવે પુછશે તો જવાબ શું આપીશ ? ઘેર જઇને ડાટ પડશે તે પણ અલગ થી . રામને કહયું કે પપ્પા આપણે બંને જોઇ ગયા છે હવે શું કરવું . રામે કહયું કે જે સાચું છે તે કહી દેજે, પછી આગળનું જોઇ લેશું.હવે ચિંતા કરવાનું રેવા દે .હવે તે પાર્ક પાસે પહોંચી ગયા હતા.પાર્કમાં જવા માટે ટિકિટ લીધી.પાર્કની અંદર પ્રવેશ કર્યો , અને બંને જણા ફેશ થવા માટે ગયા.ફેશ થઇને બંને એક બીજા ના હાથમાં હાથ નાખી ચાલતા થયા.ઘણા બધા લોકો જોતા હતા , પણ તેમને તો કોઇનો ડર જ ના હતો તેઓ પોતાની પ્રેમની દુનિયામાં મશગુલ હતા.થોડા આગળ ગયા પછી બંને આગળ જઇને એક વૃક્ષ નીચે જઇને બેઠા. ત્યાં આસપાસમાં કોઇ ના હતું.બંને પહેલા તો નિરાંતે ખુબ જ વાતો કરી, પછી કિષ્ના અને રામ બંને એટલા નજીક આવી ગયા અને બંને હાથ એક બીજાના હાથ થી પકડેલા.રામે કિષ્નાને કપાળે એક કિસ કરી, પછી બંનેએ પોતાના હોઠને એક બીજાના હોઠ મિલન થી કિસો કરવા લાગ્યા.તેમાં તેમના ગાઢ પ્રેમની અનુભુતિ થતી હતી.

આગળ ની વાત આગલા ભાગમાં......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED