મારા વ્હાલા પ્રિય વાંચકો મિત્રો નમસ્કાર.તમારી સામે ફેન્ડશીપ સીરિઝનો આઠ ભાગો પ્રસ્તુત કર્યા છે.આજે તમારી સમક્ષ નવમો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું.જેમ આઠ ભાગો સુધી સહકાર મળ્યો છે.તેમ આ ભાગમાં પણ મળશે અને આગળ પણ મળતો રહેશે તેવી આશા રાખું છું.મિત્રો ફેન્ડશિપ સિરીઝ અંગેનો પ્રતિભાવ મેસેજ દ્રારા આપશો , જેથી કરીને મને વધુને વધુ સારૂ લખવાનું પ્રયત્ન કરી શકું.
( મિત્રો આઠમા ભાગમાં જોયું હશે કે કિષ્ના તેના પપ્પા સાથે રામની મુલાકાત ની વાત કરી હતી.પરંતુ તેના પપ્પાને એક વિક માટે બહાર જવાનું થયું એટલે તેના પપ્પા હું આવી જાવ પછી બોલાવજે તેમ કહયું.તેના પપ્પા આવી ગયા એટલે તેના બીજા દિવસે મુલાકાત માટે કહયું )
હવે આગળ.....
રામ સવારે વહેલો ઉઠી ગયો, પછી તેની દૈનિક કિયાઓ કરી. લાલ કલરનું ટી શર્ટ , બ્લેક જીન્સ , અને એડીડાસના શુઝ પહેરીને બહાર નીકળીયો.દુર થી જોઇએ તો જાણે બોલિવુડ નો કોઈ હીરો આવતો હોય તેવો દેખાતો હતો.સામા પક્ષે કિષ્નાના ઘેર પર મહેમાનના સ્વાગત ની જેમ તૈયારી થઇ ગઇ હતી.
રામે બાઇક સ્ટાર્ટ કરી અને ફુલ સ્પીડ થી ચલાવી ને તે કિષ્નાના ઘેર પાસે પહોંચ્યો.બાઇક પાર્ક કરી.પોતાના હેર સરખા કર્યા અને ધીમે ધીમે આગળ વધતો ગયો કિષ્નાના ઘેર ની ડોરબેલ વગાડી.કિષ્ના એ દરવાજો ખુલ્યો એટલે અંદર આવવા માટે કહયું.સોફા પર તેમના પપ્પા બેઠા હતા , તેમની સાથે હેન્ડ શેક કર્યા.પછી તેની બાજુ માં બેઠો.
કિષ્નાના પપ્પાએ પહેલા તો તેને માહિતી આપવા માટે કહયું.તારા પરિવાર ની માહિતી વિગેરે.રામે શરૂઆત કરી કે અમારા પરિવારમાં ત્રણ વ્યકિત છે , મારા પપ્પા , મારા મમ્મી અને હું.છેલ્લા 10 વર્ષ થી અહી રહીએ છીએ.હું એક ઓફિસ માં જોબ કરુ છું.તું મારી દીકરી કિષ્નાને કેટલા સમય થી ઓળખે છે.તેની સાથે ઓળખાણને થોડોક સમય થયો છે.
કિષ્ના નાસ્તો બનાવીને ટેબલ પર લઇ આવી.પછી નાસ્તો કરવા માટે સાથે બેઠા.નાસ્તો કરતાં કરતાં કિષ્નાના પપ્પા ઘણી બધી તેની પુછપરછ કરી લીધી.કિષ્નાના પપ્પા પુછયું કે તારા ઘેર ખબર છે કે તું અહી આવ્યો છો ? રામે ના પાડી હજી મેં મારા ઘેર વાત કરી નથી.
નાસ્તો થઇ ગયો હતો , હવે કિષ્નાના પપ્પા કહયું કે હું તારા પરિવારને મળવા માંગું છું ? રામે કહયું કે હું મારા ઘેર વાત કરી લવ પછી તમને કહીશ.રામને ઓફિસનું મોડું થતું હતું એટલે તેને કહયું કે હવે હું જાવ છું.મારે ઓફિસે પહોંચવાનું છે.કિષ્ના છેલ્લે બાઇ બાઇ કરવા માટે ગઇ.જયારે અંદર આવી એટલે તેના પપ્પા પુછયું કે તને શું લાગે છે ? તેને તેના ઘરના કેમ વાત નહી કરી હોય ? તે બધી વાતો અમને કરી દીધી છે તો તેને કેમ નથી કહયું.છતાં પણ કિષ્નાએ કહયું કે તે તો કહી જ દેશે ને અને વાત ટાળવા લાગી અદે રામનો બચાવ કરવા લાગી.
કિષ્નાના પપ્પા નકકી કર્યુ કે આની વિગતો સાચી છે કે ખોટી તે તો જાણવી જ પડશે.તેના વિશેની માહિતી ભેગી કરવા માટે નું નકકી કર્યુ.કિષ્નાના પપ્પા પણ તેના કામકાજમાં લાગી ગયા.કિષ્નાએ પણ પોતાનું જે કામકાજ કરવાનું હતું , તે પહેલા પુરૂ કરવા લાગી.તે કામકાજ પુરૂ થઇ ગયું એટલે તેને રામને ફોન કર્યો.રામ ને પુછવા લાગી કે મારા પપ્પાએ શું પુછયું અને શું કહયું.રામે કહયું કે મારી અને મારા ઘરની વિગતો પુછી.બીજું કાંઇ રામે કહયું ના બીજું કાંઇ નહી.
રામે કહયું કે તું મને કેટલો પ્રેમ કરશ તે મારા માટે અગત્યનું છે.કિષ્નાએ કહયું કે હું તને અનહદ પ્રેમ કરૂ છું અને હું લગ્ન પણ તારી સાથે જ કરીશ.રામે કહયું કે તારા અથવા મારા પરિવારમાંથી કોઇ ના પાડશે તો શું કરીશું ? પહેલા મનાવવા માટે પ્રયત્ન કરશું અને જો તેમ છતાં પણ નહી માને તો બીજા ધણા વિકલ્પ છે તે વિકલ્પ વિશે વિચારશું.
હવે આગળ ભાગમાં