મારા વ્હાલા પ્રિય વાંચક મિત્રો આજે તમારી સમક્ષ આઠમો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું.આમ તો તમે આ બધા ભાગને જો કમશ: વાંચશો તો તમને મજા આવશે.જો તમે એક ભાગ વાંચશો ને બીજો છુટી જશે તો તેમાં તમને ઝાઝી મજા નહી આવે.એટલા માટે તમે કમશ: વાંચશો તેવી આશા રાખું છું.તમારો સપોર્ટ થી હું તમારા માટે વધુને વધુ લખી શકીશ.મારી વાતોને તમારા સુધી પહોંચાડી શકીશ.
( મિત્રો છેલ્લે તમે સાતમા ભાગમાં વાંચ્યું હશે જે રીતે કિષ્ના રામ સાથે વાતો કરતી હતી ત્યારે તેના મમ્મી રૂમમાં આવે છે.તેના મમ્મીને આવીને કહે કોની સાથે વાત કરતી હતી , ત્યારે કહે છે કે હું રામ સાથે વાત કરુ છું.રામ મને પસંદ છે .હું તેને પ્રેમ કરૂ છું.)
હવે આગળ...
કિષ્નાના પપ્પા એક વિક પછી રીટર્ન થયા .મોડી રાત્રે આવ્યા એટલે આવી ટ્રાવેલિંગને કારણે થાકયા હતા.આવીને સુઇ ગયા.કિષ્ના તે દિવસે વહેલી સુઇ ગઇ હતી એટલે તેને ખબર ના પડી કે તેના પપ્પા મોડી રાત્રે આવ્યા.કિષ્ના જયારે સવારે વહેલી ઉઠી અને પોતાની દૈનિક કિયા મુજબનું કામ કરવા લાગી.પછી તેને રામને ફોન કર્યો.રામ સાથે થોડીક વાર વાતો કરી અને પછી ફરી થી પોતાના કામમાં લાગી ગઇ.આજે તો કિષ્નાએ તેના પપ્પાનો ફેવરિટ ગરમા ગરમ નાસ્તો બનાવ્યો.તેના પપ્પા પુછયું.આજે તો મારો ફેવરિટ નાસ્તો તૈયાર કરવાનું કોઈ કારણ , ત્યારે કિષ્ના કહયું તમે બહાર થી આવ્યા એટલે માટે તમને ત્યાં ઘર જેવો નાસ્તો નહી જ મળ્યો હોય.
નાસ્તો કરવા બેઠા , ત્યારે તેના પપ્પા અને મમ્મી ની હાજરીમાં કિષ્ના કહયું કે પપ્પા જો તમે હવે હા પાડતા હોવ તો રામેને તમારી મુલાકાત માટે બોલાવું. એટલે , તમને પણ ખ્યાલ આવી જશે.કિષ્નાના પપ્પા હા પાડી કાલે સવારે બોલાવી લેજે આપણે બધા સાથે બેસીને નાસ્તો કરશું.આ વાત થી કિષ્ના ખુબ ખુશ થઇ ગઇ.નાસ્તો થઇ ગયા પછી કિષ્ના સીધી જ તેના રૂમમાં ગઇ .અને રામને ફોન કર્યો.રામે ફોન રિસિવ કર્યો એટલે કિષ્નાએ કહયું કે કાલે સવારે તમારે મારા ઘેર પપ્પા સાથે મુલાકાત કરવા આવવાનું છે.આ વાત સાંભળીને રામના મનમાં થોડો સંકોચ થવા લાગ્યો કે , ત્યાં જઇને હું તેમના સવાલો ના જવાબ કઇ રીતે આપી શકીશ.
પહેલા તો બચવા માટે નો પ્રયત્ન કર્યો , કિષ્નાને કહયું કે મારે કાલે ઓફિસનું થોડુંક કામ છે તો ત્યાં વહેલું જવું પડશે.પણ કિષ્નાએ કહયું કે મેં પહેલા જ તમને કીધું હતું એટલે તમારે કાલે સવારે આવવું જ પડશે .તમારે જે કરવું હોય તે કરજો.
કિષ્નાએ ફોન કટ કરી નાખ્યો , અને તે પોતાના કામમાં લાગી ગઇ.તે મનમાં મન ખુશ પણ હતી , અને ચિંતા પણ હતી.જો તે નહી આવે તો હું પપ્પા ને શું જવાબ આપીશ.પપ્પા મને સાંભળવાશે તો ?
રામનો સામે થી ફોન આવ્યો કે , તું ચિંતા કર માં હું કાંઇક એડજેસ્ટમેન્ટ કરૂ છું.પછી બંને પોતાની વાતોમાં લીન થઇ ગયા.કિષ્નાની પણ ચિંતા હળવી થઇ ગઇ હતી.કિષ્ના નકકી કર્યુ કે કાલે સવારે તો ઉઠું છું તેના કરતાં પણ વહેલી ઉઠી જઇશ.અને બધી તૈયારી કરી લઇશ.
જયારે સાંજે જમવા માટે બેઠા હતા , ત્યારે કિષ્નાના પપ્પાએ પુછયું કે કાલે તારે મિત્ર આવે છે ને ? તું કહી દીધું છે ને ? કિષ્ના હા પપ્પા મેં કહી દીધું છે.કિષ્ના પોતાનું ઘરકામ કરીને રુમમાં ગઇ અને મોબાઇલ લઇને બેસી ગઇ.આજે તેને ફોન કરવા બદલે ચેટીંગ દ્રારા વાતો કરવા લાગી.
ચેટીંગ કરતા કરતાં વાત નીકળી કિષ્નાએ રામને પુછયું કે તમે મને કેટલો પ્રેમ કરો છો.રામે તને અનહદ પ્રેમ કરૂ છું .પછી રામે આઇ લવ યુ કહયું.તેના ઉતરમાં લવ યુ ટુ કહયું.વાતો કરવા લાગ્યા.કિષ્નાએ કહયું હવે મારે સુઇ જવું છે.તમે પણ સુઇ જાવ.