ફેન્ડશીપ - 10 Pandya Ravi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેન્ડશીપ - 10

પ્રિય વાંચક મિત્રો તમારી સમક્ષ નવ ભાગો પ્રસ્તુત કરી ચુકયો છું.આજે દસમો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું.તમે નવમાં ભાગમાં સુધી સહકાર મળ્યો છે.તેમ આ ભાગમાં પણ મળશે અને આગળ પણ મળતો રહેશે તેવી આશા રાખું છું.મિત્રો ફેન્ડશિપ સિરીઝ અંગેનો પ્રતિભાવ મેસેજ દ્રારા આપશો , જેથી કરીને મને વધુને વધુ સારૂ લખવાનું પ્રયત્ન કરી શકું.

( મિત્રો નવમાં ભાગમાં છેલ્લે જોયું હશે કે રામ કિષ્નાના ઘેર આવે છે અને તેના પપ્પા તેની પુછપરછ કરે છે.નાસ્તો કરીને તે ત્યાંથી પોતાની ઓફિસે જવા નીકળે છે.કિષ્ના રામને ફોન કરે છે અને કહે છે કે હું તને અનહદ પ્રેમ કરૂ છું.અને તારી સાથે લગ્ન કરીશ અને જો નહી કરવામાં તો આપણે બીજા કાંઇક વિકલ્પ વિચાર કરશું.)

હવે આગળ....

કિષ્ના અને રામે બંને વિચારી લીધું હતું કે આપણે બંને લગ્ન કરશું.જો ઘેર થી રાજી ખુશી કરી દેશે અથવા જો નહી કરી દે તો બીજો વિકલ્પ થી પણ કરશું.રામે કહયું કે લગ્ર માટે તો થોડોક સમય લાગશે.કિષ્નાએ કહયું ત્યાં સુધી આમને આમ ચલાવી લેશું.

રામને લાગતું હતું કે મારા ઘરના લોકો કઇ રીતે વાત કરૂ અને કરીશ તો તે મારી વાતને માનશે.જો નહી માને અને તે બીજી કોઇ જગ્યાએ મારા મેરેજ ની વાત ચલાવશે તો હું તેમને મનાઇ કઈ રીતે કરીશ.સરખી રીતની ગુંચવણમાં ભસાઇ ગયો હતો.

તે એક દિવસ ઉદાસ થઇને બેઠો હતો, ત્યારે તેનો પરમ મિત્રએ તેને પુછયું કે શું થયું છે કેમ ઉદાસ થઇને બેઠો છે?રામે કીધું કે હું એક છોકરીને પ્રેમ કરૂ છું અને તેની સાથે મેરેજ કરવા માંગું છું.પણ તેના માટેની ઘરના લોકો વાત કઇ રીતે કરૂ તે સમજમાં નથી આવતી.તેના મિત્રએ કહયું કે તું સીધી તારા મમ્મી સાથે વાત કર.તે તારા પપ્પાને વાત કરી દેશે.

રાત્રે ઘેર જઇને તેના મમ્મીને વાત કરી કે હું એક છોકરીને પ્રેમ કરૂ છું.અને તેની સાથે મેરેજ કરવા માંગું છું.હું તેના ઘેર પર જઇ આવ્યો છું.તે પણ મને ખુબ પ્રેમ કરે છે.તું પપ્પાને વાત કરજે.એટલે તેના ઘેર માંગું નાખવા જઇએ.

રામે કિષ્નાને ફોન કર્યો અને કહયું કે મેં બધી વાત મારા મમ્મીને કરી દીધી.મારા મમ્મી બધી વાત મારા પપ્પાને કરશે પછી તે કહેશે તેના પછી ખબર પડશે.જો હા પાડશે તો તારા ઘેર માંગું નાખવા માટે આવશું.જો તારા પપ્પા હા પાડશે તો આપણે બંને એક થઇ શકશું.ના પાડશે તો પણ થશું તો ખરી પણ તો તેના માટે આપણે કદાચ પરિવાર થી વિખુટું પણ પડવું .એટલા માટે પહેલા આપણે જોઇએ શું થાય છે.

રામ અને કિષ્ના બંને આ વાતો માંથી બહાર આવીને બીજી વાતો કરવા લાગ્યા.વાતો કરતાં તેમને ખ્યાલ પણ ના રહયો કે રાત્રે 1 વાગી ગયો છે.જયારે ખબર પડી ત્યારે બંને કહયું કે હવે સુઇ જઇ કાલે વાત કરશું.

તે દિવસે મોડે સુધી કિષ્ના જાગી એટલે તેને ઉઠવામાં મોડું થઇ ગયું.ત્યારે તેના મમ્મી રૂમમાં ગયા, અને જોયું કે કિષ્ના સુતી છે.તેમને પહેલા થયું કે લાવ ઉઠાડું.પછી વિચાર આવ્યો કે થાકી ગઇ હશે એટલે સુતી હશે.ભલે સુતી , ત્યાંથી તે રસોડામાં ચાલ્યા ગયા નાસ્તો બનાવવા લાગ્યા.કિષ્ના ઉઠીને આવી તો તેને જોયું કે મમ્મી નાસ્તો બનાવી નાખ્યો છે.તે ફેશ થઇને આવી .બધા સાથે નાસ્તો કરવા બેઠા , ત્યારે તેના મમ્મી પુછયું થાકી ગઇ હતી બેટા ? ના ના મમ્મી સુવામાં થોડું મોડું થઇ ગયું હતું એટલે ઉઠવામાં મોડું થયું.નાસ્તો થઇ ગયો એટલે બધા પોતપોતાના કામમાં લાગી ગયા.