સમતુલા જાળવી રાખીએ
ઇફ વી વોન્ટ રીઅલ લાઈફ ધેન બેલેન્સ યોર લાઈફ.... મીન્સ બેલેન્સીંગ યોર ડેઈલી રૂટીન. ... સવારથી રાત સુધીમાં ઘણી એક્ટીવીટી કરવાની થતી હોય. એમાંની મોટાભાગની જે હોય એ કરવી જ પડે તેમ હોય અને અમુક આપણી મરજી મુજબ કરવાની. લોક ડાઉનએ આપણી રફતારને અટકાવી દીધી હતી, જાણે કે જીવનનું સત્ય સમજાવીને જીવન જીવવાની સાચી રીત પણ શીખવી દીધી હતી. લોકડાઉન પછી ફરી આપણે બધા જ આ ‘ઘરેડ’માં ઘુમવા લાગ્યા છીએ ત્યારે હવે સમતુલા જાળવી રાખવાના પ્રયત્નો કરવાના છે. ચાલો જીવનમાં સતત ઉત્સાહ ઉમેરવા આપણું રૂટિન ‘સેટ’ કરીએ।
· આપણે બેંકમાં KYC ફોર્મ ભરીએ છીએ એવું એક ફોર્મ આપણા પોતાના માટે હોવું જોઈએ. નો યોરસેલ્ફ. આપણી જાતને ઓળખીએ. એને શું ગમે છે , શું જોઈએ છે, એની માટે શું સારું છે કે ખરાબ છે તે આપણને ખબર હોવી જોઈએ. ઓકે. લેટ્સ ચેક... ચાલો કહો તમારું ડેઈલી રૂટીન. જે હોય તે. .....હવે થોડી વાત કરીએ ડેઈલી રૂટીનની.
· ઊંઘ ઉડે ત્યારે અને રાત્રે ઊંઘ આવે ત્યારે આ બે ફેઝમાં આપણું આલ્ફા લેવલ એક્ટીવેટ હોય મીન્સ કે કોન્સીયસ માઈન્ડ અને સબ કોન્સીયસ માઈન્ડ સાથે જોડાય એ સમયે જે વિચારીએ એવું જીવનમાં બને બને અને બને જ. એટલે આ બે સમયે કોન્સીયસ્લી ઓન્લી ફોર ૨-૩ મીનીટસમાં બોલો ૧) માય ટેલેન્ટ ઈઝ ઇન્ક્રીઝીંગ, આઈ એમ હેલ્થી, એવરી ડે આઈ હેવ ન્યુ ઓપોર્ચ્યુનિટી, પીપલ લવ મી, આઈ એમ કેપેબલ ટુ અર્ન મની, આઈ કેન ડુ એવરીથીંગ, આઈ એમ સક્સેસફૂલ. આવું કંઇક ગમે તે ભાષામાં કે જે તમે તમારા જીવનમાં ઈચ્છો છો. ત્યાર પછી વિશ યોર સેલ્ફ – ગુડ મોર્નિંગ ઓર જય શ્રી કૃષ્ણ. ઓર સો ઓન અને બીજા બધાને પણ વિશ કરો.
· સ્ટાર્ટ અ ડે વીથ અ કપ ઓફ વોટર. વોર્મ હોય કે ન હોય ચાલે. વોર્મ હોય તો બેટર... ધેન બ્રશ ETC. હવે છે થોડું અઘરું. કેટલા લોકો જીમ કે ઘરમાં કોઈ એકસરસાઈઝ કરે છે ? ઘણા વર્ક આઉટ કરતા હશે કદાચ જીમમાં જઈને કે ઘરમાં. ન કરતા હો તો શરુ કરી દો. ૩૦ મીનીટસ માત્ર તમારા ફીઝીકલ અને મેન્ટલ હેલ્થ માટે. ઓમકાર, સૂર્યના તડકામાં વોર્મ અપ એકસરસાઈઝ, યોગ એન્ડ સૂર્ય નમસ્કાર. સૂર્યના બાર નામ બોલવા, તાળીઓ પાડવી. ઈશ્વરનો અને આપણને જયારે જેણે જે મદદ કરી હોય એ લોકોનો આભાર માનવો. આપણા મોબાઈલ-લેપટોપ-વ્હીકલનો આભાર માનવો. ગાર્ડન- અગાસી કે જ્યાં થોડો તડકો આવતો હોય એવી જગ્યાએ કરી શકાય. જો ૨૦-૨૫નું ગ્રુપ થાય તો હું ફ્રીમાં કરાવવા આવી શકું.
· સે નો ટુ ટી અને કોફી, અવોઇડ ધીઝ. ટેક અ કપ ઓફ હોમમેડ હર્બલ ટી. તુલસી એક એન્ટીઓક્ષીડેંટ પ્લાન્ટ છે એ તો આપણને બધાને ખબર જ છે. લવિંગ (ક્લવ), મરી (બ્લેક પેપર), તજ (સીનામોન), એલચી (કાર્ડામોમ) આ ચારનો પાવડર કરીને રાખી લેવું. એક કપ પાણી ગરમ કરી ૧ ચમચી આ પાવડર, ૫-૬ તુલસી પત્તા, ૫-૬ ફુદીનો નાખીને ઉકાળીને કપમાં ૧ ચમચી લેમન જ્યુસ નાખીને એન્જોય કરતા એનો ટેસ્ટ-ફ્લેવર ફિલ કરતા પીવો. ધીસ ઈઝ એનર્જી ડ્રીંક. પત્તા ચાવી જવાના. ૧૫ મીનીટસમાં આ બધું થશે.
· હવે, મસ્ત મ્યુઝીક એમાં મનગમતા ગીત-ચેન્ટસ કે કંઈપણ સાંભળતા તમારું બાકીનું રૂટીન કાર્ય કરો અને રેડી થઈ જાવ એટલે અરીસામાં જાતને જોઈને ફલાયિંગ કિસ કરીને જાતને વખાણો. યસ, આઈ એમ બ્યુટીફૂલ- હેન્ડસમ.પછી ટુ ડુ લીસ્ટ જોઈ લો. બીકોઝ આ લીસ્ટ આગલે દિવસે કે રાતે બનાવવાનું છે. પછી મોબાઈલ – હાશ વારો આવ્યો તો ખરો. ૧૫ મિનીટ માટે સોશિયલ મીડિયા પર આંટો તો મારવો પડે ને ? એમાં નેગેટીવ થોટ્સ વાળા મેસેજને વાંચવાની શરૂમાં જ ડીલીટ કરો. પોઝીટીવ હોય તો ૨ વાર વાંચી લો. બીકોઝ લાઈફ ઈઝ વેરી ગુડ, નેચર –યુનિવર્સ ઈઝ ઓલ્વેઝ રેડી ટુ હેલ્પ અસ. ધેર ઇઝન્ટ એની પ્રોબ્લેમ – વી ક્રિએટ ધ પ્રોબ્લેમ્સ. સો સવાર સવારમાં એવા મેસેજ વાંચીને મૂડ ન બગાડાય. હવે રાજાની જેમ બેસી જાવ નાસ્તો કરવા. દૂધ/કોફી થોડી ચા સાથે -સ્પ્રાઉટેડ પલ્સીઝ- મગ, ચણા કે સાથે ભાખરી-થેપલા-મુઠીયા, ઉપમા-ખીચું કંઈપણ. ઈડલી-ઢોસા-ઉત્તપમ-ઢોકળા જેવા આથાવાળા- ફર્મેન્ટેડ ફૂડ સવારમાં ન ખાવા. એન્ડ નો નીડ ઓફ ફ્લેક્સ. તાજો નાસ્તો ખૂબ જ જરૂરી છે. ફીમેલ તો ઘરકામ કરે જ મેલ મેમ્બર્સ ને ખાસ કહેવાનું કે સવારે ઘરમાં કામમાં મમ્મીને કે વાઈફને હેલ્પ કરાવો. એટલે થોડો સમય એની સાથે ક્વોલીટી ટાઇમ સ્પેન્ડ કરી શકશો. વાતચીત કરી શકો.
· અવોઇડ પ્લાસ્ટિક વોટર બોટલ એન્ડ ડબ્બાઝ/ બોક્સ. વી ઓલ નો ધેટ ઈટસ હાર્મફુલ. તો કાચની બોટલ કે સ્ટીલની વાપરો. ટીફીન પણ સ્ટીલનું વાપરો. પણ માટી કે કોપર બોટલ ન વાપરવી. અત્યારે એ ફેશનમાં છે પણ એ અંદરથી સાફ થઈ શકતી નથી. કાચની બોટલને કવર કરાવી લેવાની. ઓફીસ આવતા પહેલા મમ્મી-પાપા ઓર સાસુ સસરાને આઈ મીન વડીલોને પગે લાગીને નીકળો. બ્લેસીન્ઝ બહુ જ જરૂરી છે. નાના ભાઈબહેન, બાળકોને અને સ્પાઉઝને હગ કરીને- જાદુ કી જપ્પી આપીને આવો. એ તમારી સાથે જોડાયેલા બધાને ખુશ રાખશે. આખા દિવસના કામમાં તે એનર્જી આપશે. એને પણ આપણને પણ.
· બહાર નીકળતા પહેલા એક ગ્લાસ પાણી પી ને ઘરની બહાર પહેલા રાઈટ લેગ – જમણો પગ મૂકી તેને ૫ ટાઈમ્સ પછાડવો. તમારી ઓરાને વધારવા માટે. બીકોઝ રસ્તા પર ઘણા લોકોની નેગેટીવ ઓરા હશે એનાથી બચવા માટે.
· લંચ બ્રેક હોય છે ને ? ફિક્ષ કે જયારે સમય મળે ત્યારે ? ......... બીટવીન ૧૨:૩૦ એન્ડ ૧:૩૦ જમી લેવાનું. એકદમ ટેસ્ટને ફિલ કરતા કરતા. વખાણતાં. ન્યુઝ પેપર કેટલા એ મિસ કર્યું ? ટેલ મી, રેઈઝ યોર હેન્ડ. તો બસ હવે ન્યુઝ પેપર વાંચો, થોડી વાર ફરી મોબાઈલ -સોશિયલ મીડિયા અને જેણે ફૂડ બનાવ્યું એના વખાણ કરવા કોલ પણ કરી જ દેવાનો. કંઇક તો નવું હશે જ એ ફૂડમાં એટલે રોજ કરવાનો. એ બહાને વાત થઈ જશે. બનાવનારનો ઉત્સાહ વધશે. તમારા બોસ તમને તમારા કામના વખાણ કરે એ ગમે ને તો એ લોકોને પણ તમારા કરેલા વખાણ ગમે. ક્લીગ્ઝ સાથે ઓફીસ સિવાયની વાત બટ ફીમેલ્સ નો ચુગલી પ્લીઝ. ઓર ઘરની સમસ્યાઓ શેર કરવાની જરૂર નથી. જસ્ટ વાત કરો. થોડીવાર મનગમતું મ્યુઝીક કે કોઈ બુક વાંચો. થોડી વાર નેપ પણ લઈ શકાય. નેક્સ્ટ ડે ‘ટુ ડુ લીસ્ટ’ બનાવી લો. કોઈ ઓન લાઈન બિલીંગ હોય તો એ કરી નાખો. ધેન બેક ટુ વર્ક.
· ૪:૩૦- ૫ વાગ્યે કોઈ એક સીઝનલ ફ્રુટ ખાવું. ઘરમાં હશે એને વાંધો નહિ આવે. જો ઓફિસમાં એટલું તો મેનેજ થઈ જાય. બધાને એક સાથે મેળ ન પડે તો રોટેશનમાં ૧૦ મીનીટનો બ્રેક લઈ લેવાનો.
· સાંજે એક સાથે જ લગભગ બધાને જવાનું થતું હશે ? કે સવારની સ્કુલ-કોલેજ હોય તો બપોરે એક સાથે જવાનું થતું હોય તો ૧૦ કે ૧૫ મીનીટસ માટે ભેગા થાવ. મસ્ત મ્યુઝીક વગાડો અને ડાન્સ કરી લો. જેને જેમ આવડે એમ. અથવા માત્ર એણે શાંતિથી પગ લાંબા કરીને ડોલતાં ડોલતાં બેસીને સાંભળો. ફિલ ઈટ. ઘેર પહોંચતા પહેલા ત્યાંનો સ્ટ્રેસ ત્યાં જ મૂકીને જવાનું છે..
· ઘેર પહોચતાં જ તમે અને તમારું ફેમીલી. અગેઇન કોઈ કામમાં મદદ કરો. એટલે વાતો કરો, બાળકો હોય તો તેની સાથે તેના આખા દિવસના કામ વિષે જાણો. સોશિયલ મીડિયા ઓલ્સો. બટ કોઈ ચર્ચામાં ન પડો. નકારાત્મક ઘટના અને વ્યક્તિઓથી દૂર જ રહો. જમતી વખતે મોબાઈલ ડ્રોઈંગ રૂમમાં આવીને જ ટેબલે બેસો. સાઈલન્ટ મોડ પર રાખી દો. પછી જોઇને કોલ બેક કરી વાત કરી શકાય. અમુક સમયે સામેવાળાને ખ્યાલ આવી જશે કે આ તેનો જમવાનો- ડીનર ટાઇમ છે. જમવાનું ફિલ કરો ફેમીલી સાથે વાત કરો. પછી એકાદ કોમેડી સીરીયલ. દિવસની એક સારી ઘટના વિષે એક ચીટમાં તારીખ સાથે લખો અને એક બોક્સમાં રોજ નાખો. લાસ્ટ ડે ઓફ ધ મન્થ જોશો તો દરેક દિવસે કંઇક તો સારું બન્યું જ હશે અને આ વસ્તુ તમારી પોઝીટીવીટીમાં વધારો કરશે. તમારો કોન્ફિડન્સ વધશે.
· વી ઓલ હેવ ગ્રાન્ડ પેરેન્ટ્સ, કઝીન્સ ઓલ્સો. તો રાત્રે ૧ કલાકમાં મન્ડે ટુ સેટરડેમાં રોજ ૨ થી ૩ જણા સાથે વાત કરી શકાય. ફોર એક્ઝામપલ – ૧) મન્ડે દાદા-દાદી અને નાના નાની, ૨) ટ્યુસડે – કોઈ કઝીન સીસ ઓર બ્રો. વિડીયો કોલિંગ પણ કરી શકાય. આનાથી તમારી સોશિયલ લાઇફમાં પર્સનલ ટચ આવશે. બહુ લાંબી વાત નહિ પણ ખબર અંતર પૂછવા. મજા આવશે. રીલેટીવનું ગ્રુપ બનાવ્યું હોય તો વન્સ અ વિક એક દિવસ તેમાં બધાએ ચેટીંગ અમુક ફિક્ષ ટાઇમે કરવું. . હવે એક ખૂબ અઘરું કામ. ૧૦:૩૦ વાગ્યે મોબાઈલને આપણાથી દૂર કરી દેવાનો. વેરી ટફ. ટેવ પાડો પડી જશે. તો કરવું શું ? બીફોર ગોઇંગ ટુ સ્લીપ, ૧૦ પેજીસ રીડીંગ. એનાથી માઈન્ડને પોષણ મળશે. મેરીડ હો તો ટાઇમ ફોર સ્પાઉઝ ઓન્લી. અફ કોર્સ મોબાઈલ મુકાય જશે તો પોતાના સ્પાઉઝ સાથે જ ટાઇમ સ્પેન્ડ થશે.. રિલેશનમાં થોડી સુસ્તી આવી હોય તો શરૂઆતના દિવસો યાદ કરો. રિલેશનને પણ ચાર્જ કરવા પડે છે. અગેઇન આલ્ફા મોડ. જે જોઈએ છે તે અથવા મે કીધું એમ સવારના જ વાક્યો મનમાં બોલતાં બોલતાં નીંદર આવી જશે. બાય ૧૧ તમારે તમારા બોડી-માઈન્ડને રેસ્ટ મોડમાં મૂકી દેવાના. મીન્સ કે સુઈ જવાનું છે. વી આર હ્યુમન બીઈંગ,, નોટ એન આઉલ.
· સેટરડે નાઈટ રીયાલીટી શોઝ જુઓ, કપિલ શર્મા સો જુઓ. બહાર કોઈ લાઇવ સો હોય ત્યાં જાવ. લેટ નાઈટ ઘરભેગાં થાવ. હોલીડેઝ. સન્ડે ઈઝ ધ ફન - ડે. નો એકસરસાઈઝ. બ્રેકફાસ્ટમાં જે ખાવું હોય તે ખાવ. ફન સ્ટ્રીટ જાવ. આવીને નિરાતે કામકાજ કરો. વ્હીકલ સાફ કરો એક્સ્ટ્રા કામકાજમાં મદદ કરો. અથવા ઘરના સભ્યોની મદદ લો. આજે માત્ર ફ્રેન્ડઝને જ ફોન કરવાના. સોશિયલ મીડિયા પર ટાઇમ વેડફો. ૪-૫ સન્ડેઝમાં એક વાર ફેમીલી સાથે સવારથી ફરવા જાવ અથવા સાંજે પીકનીક પ્લાન કરો. નેચરથી કનેક્ટ રહો. એક સન્ડે શોપિંગ માટે , એક ફિલ્મ માટે, એક ફ્રેન્ડઝ સાથે પીકનીક, અને એક કોઈ સોશિયલ એક્ટીવીટી માટે. આપણા ટાઇમ અને મનીનો ટેન્થ પોર્શન - ૧૦મો ભાગ કોઈ બીજાની ખુશી માટે વાપરવા. આપણે કોઈને મદદરૂપ બની શકીએ એવી શક્તિ ઈશ્વરે આપી છે તેનો અહેસાસ થશે. ઘણાને કોઈ શોખ હશે તો તે પેઈન્ટીંગ, ડ્રોઈંગ, ક્રાફ્ટ કરો. વાંચનનો શોખ હોય તો વાંચીને તેનો રીવ્યુ લખો. ઓફિસમાં કે જ્યાં પણ જોબ કરો છો ત્યાં દર મહિને એક વિક માટે બધાનું ક્રિએશન ડેસ્ક-સોફ્ટબોર્ડ પર મૂકો. બીજાનું જોઈએ અને શીખીએ. અન્યનું વખાણો અને આપણા વખાણ સાંભળો. બન્નેમાં મજા આવશે.
· ઓફીસમાં દરેક ટેબલ પર કે બાજુમાં, સ્કુલ-કોલેજના સ્ટાફ રૂમના ટેબલ પર એક તુલસી શ્રબ રાખી દો. સરસ કોઈ પ્લાસ્ટીકના નકામી બોટલમાં વાવીને રાખો. ફૂલ ડે એયર પ્યુરીફાઇ થતી રહેશે. સરસ સુંગધમાં કામ કરવાની મજા આવશે. થાક નહિ લાગે. ઘરમાં પણ રાખી જ શકાય. ઈફ પોસીબલ મંથલી પોતાની ઓફિસમાં જ એક સાંજે ફેમીલી સાથે એન્જોયમેન્ટ માટે મળો. કપલ ગેમ્સ, કિડ્સ ગેમ્સ રમો. જેથી બધાના ફેમીલી એકબીજાથી પરિચિત થાય.
· વન્સ અ યર ફેમીલી સાથે ૫ ટુ ૧૦ ડેઝ ટુર પર જાવ. બધા જ રૂટીનથી દૂર શક્ય હોય તો નેચરલ સ્પોટ પર જવું. ૨-૩ મહિને એક વાર વિકેન્ડમાં તો ફેમીલી કે ફ્રેન્ડ સાથે પ્લાન કરી શકાય.
· દરેક પાસેથી કંઇક સારું શીખવાનું રાખો. રોજ નવું. અન્યના વખાણ કરો. દરેક બાબતમાં પ્લાનિંગ રાખો તો ક્યારેય દોડાદોડી નહી થાય.
· જે તમારે જોઈએ છે એ પીસ- શાંતિ. બીજાને આપો. આપણે તો રોડ પર જતાં ટ્રાફિકમાં ગુસ્સો કરીએ. નાની નાની વાતમાં ગુસ્સો આપણને જ નુકસાન કરે. ગુસ્સો કરવાથી જે હોર્મોન્સ સિક્રેટ થાય છે એ આપણા માટે નુકસાનકારક છે. બીજાને તો પછી કરશે. તેના લીધે જ બીમાર થઈએ છીએ. એટલે હેલ્થી બનવા માટે આ બધું ધ્યાન રાખવું પડશે.
· બધા સાથે ફ્રેંક રહો. ન ગમે તે કહેતા શીખો. કોઈ કામ ન કરવું હોય તો ના પાડતાં શીખો. પણ હા એ હા કરીને કોઈને છેતરો નહિ. કમિટેડ બનો. એકવાર જે વાત થઈ હોય એ ગમે તે રીતે પૂરી કરો જ.
બસ એક વાર આ કરી તો જોઈએ પછી ચોતરફ ઉત્સાહ-ઉમંગ અને ખુશી જ ખુશી ફેલાઈ જશે.
પારૂલ દેસાઈ