"એક ઓળખાણ-પોતાની જાત સાથે"
જ્યારે જીવનના કોઈ તબકકે વ્યક્તિ હતાશ થઇ જાય ત્યારે માત્ર ભગવાનની જ આશા એ જ બેઠો હોય છે.ઘણી વાર ઘણા સંબંધો પણ કંઈ કામ આવતા નથી.આવા સમયે માનવીએ પોતે જ પોતાનો સાથી બનવું પડે છે.
એવું કહેવાય છે કે એકલા રહેવા વાળા વ્યક્તિઓ ખૂબ જ સક્ષમ હોય છે કારણ કે એકલતા એ એને ખુબ જ ધારદાર બનવાનો મોકો આપે છે અને માણસ ને પોતાની જાત સાથે ઓળખાણ કરાવે છે.
એકલા હોવું એ એકલતા નથી પણ પોતાની જાતને એકલી માનવી એ જ એકલતા છે.ઘણી વખત અઢળક લોકો વચ્ચે ઘેરાયેલ માણસ પણ પોતાને એકલો મહેસુસ કરતો હોય છે અને ક્યારેક સાવ તરછોડાયેલ વ્યકતિ પણ દુનિયાભરનો આનંદ માણી લે છે.
દરેક ક્ષણે ક્ષણે જીવન માણી લેવું એ પણ એક કળા છે અને આ કળા જો દુનિયાની દરેક વ્યકતિ વિકસાવે તો આજ કોઈ પણ વ્યકતિ હતાશ કે દુઃખી નહીં જોવા મળે કારણ કે life is an art and for that we have to become an artist અર્થાત જીવન જીવવુ એ પણ એક કલા છે અને એના માટે આપણે જ કલાકાર બનવુ પડશે અને એના માટે આપણે પોતાની જાત સાથે ઓળખાણ કરાવવી પડશે.
ઘણી વાર માણસ પોતાની જાત ને એકલી અનુભવે છે.એકલાપણુ અથવા એકલતા એ માત્ર માણસનો ભ્રમ છે.એકલતા દૂર કરવા માટે લોકો ઘણા બધા પ્રયાસો કરતા હોય છે પણ છતાં ય એ પોતાની એકલતાને દૂર નથી કરી શકતા.એનું માત્ર એક જ કારણ છે કે એ પોતાની જાત ને નથી પામી શક્યા.
જ્યારે કોઈ આપણી સાથે નથી હોતુ ત્યારે આપણી જાત એટલે કે સેલ્ફ જ આપણને સાથ આપે છે.કોઈ બાળક જન્મે ત્યારે એનર શીખવવામાં નથી આવતું કે કઈ રીતે શ્વાસ લેવા. એ બાળક જાતે જ શીખે છે એવી જ રીતે ઘણીવાર જીવનના કોઇ તબક્કે આપણે જાતે જ નિર્ણયો લેવા પડતાં હોય છે.
આજના સમયમાં માણસ એ માત્ર દુનિયાને બતાવવામાં અને દુનિયા સાથેની સરખામણી કરવા ના કારણે દુઃખી થઇ રહ્યો છે. માણસ પોતાના માટે નહીં પણ બીજા માટે જીવવા લાગ્યો છે.
લોકો શું વિચારશે?...લોકો ને કેવું લાગશે?...લોકોના પ્રતિભાવ શુ હશે?...આવા અનેક પ્રશ્ર્નોથી ઘેરાયેલ માણસ આજ જીવન માણવા ને બદલે માત્ર જીવી રહ્યો છે.
આપણે શા માટે દુનિયા વિશે વિચારવુ જોઇએ???
તમે જેમના માટે વીચારો છો એ લોકો તમને કોઈ પણ રીતે મદદ કરશે???
જો આ બંને સવાલોના જવાબ આપવા તમે સક્ષમ હોય તો જ તમે દુનિયા અને દુનિયાનાં લોકો વિશે વિચારી શકો છો.હાલનો સમય એવો છે કે જ્યાં માતાપિતા પણ પોતાના સગા દીકરા પાસે થી કઈ આશા નથી રાખી શકતા કારણ કે એમને પણ ખબર જ છે કે લગ્ન બાદ એનો દીકરો અને વહુ અલગ થઈ જ જશે.
ઘણી વાર આપણે ભૂતકાળની ઘટનાઓ ને યાદ કરીને અને ભવિષ્યની ચિંતામાં વર્તમાન જીવનને માણી નથી શકતા.જો જીંદગીને યાદગાર અને આનંદમય બનાવવી હોય તો એને માણતા શીખવું પડશે કારણ કે આખી દુનિયાને જીતનાર સિકંદર એટલે કે એલેકઝાન્ડર ધ ગ્રેટ પણ મૃત્યુ સમયે ખાલી હાથે જ ગયો હતો.એ દર્શાવે છે કે અઢળક કમાયેલું ધન અને દરેક સંબંધો મૃત્યુ સમયે કોઈ જ કામ નથી લાગતા.માણસ એકલો જ જન્મે છે અને મૃત્યું સમયે એકલો જ જાય છે.
મારા એક શિક્ષક એ એક વાકય કહ્યુ હતુ કે "WHAT IS LIFE?...LIFE IS NOW AND HERE" એટલે કે જીવન શુ છે... જીવન અત્યારે અને અહીંયા જ છે.
આપણે જ સમજવાની જરુર છે કે આપણે આપણી જાત ને સુખી કે દુઃખી રાખવાં માટે આપણે પોતે જ જવાબદાર છીએ.મારા મત મુજબ કઈ પામવાની તિવ્ર તાલાવેલી અને ઇચ્છા હોય પણ પામવું શુ છે એ જ ખબર ના હોય એ એકલતા.
એકલતા માં ગરકાવ થયેલી વ્યક્તિને એવું લાગે છે કે આ દુનિયામાં કોઈ એને સમજવા વાળુ નથી પરંતુ હકીકત તો એ છે કે એ જ વ્યક્તિ પોતાની જાત ને સમજી શકતી નથી.અને કોઈ એવા વ્યક્તિની રાહ માં જીવન વિતાવે છે કે જે કયારેય આવવાની જ નથી.
અંતે એટલું જ કહેવું કે જો આપણે જીંદગી ને માણવી હોય તો આપણે વર્તમાનમાં રહેતા શીખી જવુ પડશે અને કોઈ પણ વસ્તુ પણ નિર્ભર રહેવાને બદલે ખુદને એટલી સક્ષમ બનાવવી પડશે કે ગમે ત્યારે ગમે એવી મુસીબતો આવે તો પણ આપણે એને હસતા મુખે સ્વીકારી શકીએ.
-કૌશલ એન જાદવ
રાજકોટ
9909470483
*સર્વ હક લેખકને આધીન.
*આ લેખમાં કોઈ પણ ફેરફાર કરવા અથવા કોઈ પણ ભાગ નો ઉપયોગ કરવા માટે લેખકની મંજૂરી જરૂરી.