બાળક જેવું મન અને વડીલ જેવો વ્યવહાર Dr kaushal N jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાળક જેવું મન અને વડીલ જેવો વ્યવહાર

"બાળક જેવું મન અને વડીલ જેવો વ્યવહાર"

હસતું મુખ એ સૌને આકર્ષીત કરે છે અને હસતો માણસ હંમેશા જીવનની દરેક ક્ષણને આનંદપૂર્વક માણે છે.હાસ્ય એ જીવન નું અભિન્ન અંગ છે.કારણ કે આ ભાગદોડ ભારેલી લાઈફમાં ગંભીરતાની સાથે સાથે થોડો આનંદ અને થોડી મજાક મસ્તી હોવી જ જોઈએ.મારા માટે મુજબ દરેક વ્યક્તિમાં એક નાનું બાળક જીવતું હોય છે પરંતુ સમય જતાં એ નાશ પામે છે.

મેં ઘણી બધી વાર જોયું છે કે ઘણા મોટી ઉંમરના વડિલો પણ નાના બાળકોની સાથે બાળક બની જાય છે.હકીકતમાં તો જીવન જીવવું હોય અને જીવનનો આનંદ માણવો હોય તો દરેક પરિસ્થિતિને અનુકૂળ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.નાના બાળક સાથે બાળક જેવુ વડીલો સાથે વડીલો જેવું વર્તન જરૂરી બને છે.
મારા જીવનમાં ઘણી વાર એવા ઘણાં પ્રશ્નોનો સામનો કર્યો છે જેનો જવાબ માત્ર એક જ હોય છે અને એ છે "તો શુ...???"

ઉદાહરણ તરીકે વાત કરીએ તો હું જ્યારે નાના બાળકો સાથે બાળક બની ને રમવાનું વિચારું ત્યારે ખરેખર મને ખુબ જ આનંદ આવે પરંતુ મારા મન માં એક સવાલ ક્યાંક ખુચ્યાં જ કરે કે આ બીજા લોકો મારા વિશે શું વિચારશે. કારણ કે આપણા મગજમાં ક્યાંક એવું ખોસી દેવામાં આવ્યુ છે કે એક ડોક્ટર તરીકે કે એક ઉચ્ચ પદ પર રહેલી વ્યક્તિ તરીકે આપણે હમેશા વડીલો ની જેમ જ વ્યવહાર કરવો.

પણ આ વાક્ય નો હું સદંતર વિરોધી છું કારણ કે જયારે જયારે કોઈ વ્યક્તિ ને એની પોસ્ટથી ઓળખવામાં આવે ત્યારે ખુશ તો થાય જ છે પણ એ અંદર જ અંદર ક્યાંક ગુમસુમ થઈ ગયેલ હોય છે.જયારે ખુલ્લા મનથી જીવન જીવતી વ્યક્તિ હંમેશા ખુશખુશાલ રહે છે પણ જો એમની ફીલિંગ ને દબાવી દેવામાં આવે તો એ માનસિક રીતે હતાશ થઈ જાય છે.

મેં ઘણી વાર અનુભવ્યુ છે કે જ્યારે હું ખૂબ દુઃખી હોય અથવા કોઇ કારણ થી માનસિક રીતે ભાંગી પડ્યો હોય ત્યારે મારા મન ને હળવુ કરવા માટે ડાંસ કરી લઉ છું કે નાના બાળકો ની જેમ મજાક પણ કરી લઉ છું.આ સમયે મારું લક્ષ્ય માત્ર મારા મન ને ફ્રેશ કરવાનું અને માનસિક રીતે શાંત થવાનુ હોય છે.લોકો શુ વિચારશે એના વીશે વીચાર કર્યા વીના જ જીવન નો આનંદ માણવો એ એક અદમ્ય સુખ આપનારી વાત છે.
ઘણાં શહેરો માં અને ઘણા વિસ્તારો માં લાફિંગ કલબ એટલે કે હસવા માટે ના ક્લબો બન્યા છે જ્યાં લોકો ભેગા મળીને જોર જોર થી હાસ્ય કરે છે અને આખા દિવસ નો થાક હળવો કરી નાખે છે.પહેલી નજરે જોતાં એવો જ આભાસ થાય કે આ જે લોકો હસી રહ્યા છે એ કદાચ પાગલ છે અને માનસિક રીતે અસ્થિર છે.પરંતું હકીકતમાં તેઓ લાફિંગ થેરાપી એટલે કે હાસ્ય દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ની સંભાળ રાખે છે.

હસવા ના અનેક ફાયદાઓ છે જેમ કે...
રોજિંદા જીવન મા ૩૦ મીનીટ હસવાથી જીવનનાં ૩૦ થી 36 જેટલા વર્ષ વધી જાય છે.
હૃદયરોગ ના દર્દીઓ માટે હાસ્ય એક અકસીર દવા છે.હાસ્ય કરવાને કારણે હૃદય ના સ્નાયુઓને પૂરતો ઓક્સીજન મળે છે અને રક્તપ્રવાહ યોગ્ય રીતે વહેવા લાગે છે.જેનાંથી દર્દી નું હૃદય અને મન પ્રફુલ્લિત બની જાય છે અને એનું બ્લડપ્રેશર ઘટે છે.

માનસીક તણાવ અને ડિપ્રેશન વધવાના કારણે હૃદયરોગ થવાની શક્યતાઓ રહે છે અને હાસ્યથી માનસીક તણાવ ઓછો થાય છે જેના કારણે કૉલેસ્ટરોલ ઘટે છે અને હૃદયરોગ થી બચી શકાય છે.
આળસ, થાક અને કંટાળો ઉત્પન્ન કરતા તત્વોને દૂર કરી ને હાસ્ય મગજને શાંત અને સુખદ વાતાવરણમા લાવી દે છે.

હસવાની ક્રીયા દીવસમાં કોઈપણ સમયે કરી શકાય છે અને મન ને શાંત તથા પ્રફુલ્લિત બનાવી શકાય છે.
એક ગણતરી પ્રમાણે માત્ર ગુજરાતમાં જ લાફીંગ મેમ્બરોની સંખ્યા 55000 થી વધુ છે. એકલા અમદાવાદમાં લગભગ 60 થી 70 વીસ્તારોમાં લાફીંગ ક્લબ ચાલી રહી છે, જેમાં સભ્યોની સંખ્યા 9000 થી 10000 જેટલી થવા જાય છે.

તો આવો સાથે મળી ને આનંદમય જીવન જીવવા માટે હાસ્ય થેરાપી ને અપનાવીએ અને એ સુખદ જીવન નો લાભ ઉઠાવીએ.

-કૌશલ એન જાદવ 99094 70483
રાજકોટ
(Student of final year BHMS batchlor of homoeopathic medicine and surgery)