હવે આગળ ,
દેવ ના મમ્મી બધાને મામા ને ત્યાં મૂકીને તેના ગામ પરત ફરે છે ત્યારે ફોન તો બસ ઘરે હતા તે જ હતા મોબાઈલ ફોન તો હતા નહીં એટલે મમ્મી ઘરે પહોંચીને S. T. D માં જઈને ફોન કરતી ને કહેતી કે પહોંચી ગઈ છું આવી રીતે મામા ને ઘરે ખબર પડતી . ટપાલ તો એક અઠવાડીયે મળતી .જ્યારે કામ હોય ત્યારે મારા પપ્પાના કાકાને ત્યાં ફોન હતો ત્યાં ફોન કરતા મામા ને ત્યાતી અને જમાવી
દેવા કહેતા ત્યારે તે ફોન પણ મોંઘા હતા .ધીમે ધીમેં અમે મામાને ત્યાં વેકેસનમાં કેરી ખાઈએ છીએ. સવારમાં ભાખરી સાથે કેરી બપોરે કેરીનો રસ હોય નાનીમાં કાઢી આપે અને સાંજના 5 વાગ્યે ફરી કેરી સુધારી આપે .મામાને ત્યાં કેરી બોવ જ આવતી એટલે એમને બધાને ત્યાં બોલાવી લેતા અને બધા મામા અને માસીના છોકરા એક સાથે મામાને ત્યાં રહેતા . સાંજે મંદિરે જઈને મંદિરનો શંખ વગાડવા માટે અને નગારું વગાડવા માટે અમે નાનાજી સાથે મંદિરે જતા .મામાને તેને તે ગામમાં દરજીની દુકાન અને તેમને સારી એવી આવક થતી મારા નાનાજી પણ દરજીનું કામ જ કરતા .અમે ત્યાં જતા એટલે જાજરૂ જાવા માટે નદીએ જતા ત્યાં પણ આંબાના જાડ નિચે બેસતા અને ત્યાં આંબાના જાડ બોવ જ જાજા હતા . અમે ત્યાં જઈએ એટલે હું અને મારો ભાઈ હિતેશ મારો માસીનો છોકરો અંકિત અને મારા મામનો છોકરો પ્રિતેશ અમે બધા સાથે જતા કેમ કે મામાને ત્યાં એક જ સંડાસ હતું અમે ત્યાં સવારે 20 જેટલા લોકો થઈ જતા એટલે આદમી અને છોકરા બહાર જતા રહેતા અને ઘરની બધી લેડીશ ઘરે જ જતી. હા કોઈ ને મોડેથી 10 અથવા 11 વાગ્યે જવું હોય તો કોઈને બહારના જવું પડતું પણ એક સાથે બધા ના જય શકે અને ઉનાળામાં પાણી નો પણ પ્રૉબેલ્મ હોય એટલે વધુ બહાર જ જતા ઘરના આદમી ને તે બધા . મારા મમ્મીને તે કુલ 5 ભાઈ બહેન છે તેમાં સુધી મોટા મારા મમ્મી છે તે પછી એક મારા મામા અને તે પછી એક માસી અને તે પછી મારા બે મામા હતા .મારા મમ્મીને અમે ત્રણ છોકરા મારા મામાને બે છોકરા એક પ્રીતેશ અને બીજો મહેશ . મારા માસીને એક છોકરો અને એક છોકરી છોકરો અંકિત અને છોકરી ધ્રુવી .મારા મામાને એક છોકરી જેનું નામ અંકિતા અને નાના મામાના લગ્ન નહોતા થયા હવે મારા મામાને ત્યાં મારા મોટા મામીને તેનું આખું ફેમિલી મારા નાની મામા ને તેનું આખું ફેમિલી અને મારા માસી ને તે ત્રણ લોકો , મારા નાના નાની અને એક મારા નાના મામા એટલા લોકો એક સાથે દિવાળી અને ઉનાળામાં ભેગા થતા .મારા મારા માસા અને મારા મમ્મી પપ્પા એક સાથે બધા જવાના હોય ત્યારે વેકેશન ખુલવાનું હોય ત્યારે આવતા અને બધા એક સાથે જતા રહેતા .મારા માસા પણ મારા મમ્મીની જેમ મારી માસી અને તેના છોકરાને મુકીને તેના ગામ જૂનાગઢ જતા રહેતા તો મારા મામા પણ ઘણી વાર કામના લીધે મારા મામીને ને બધાને મુકીને સુરત જતા રહેતા . જ્યારે વેકેશન ખુલે ત્યારે બધા એક સાથે સવારમાં વહેલી બસ આવતી તેમાં નિકલી જતા અને તે દિવસો હજી પણ યાદ છે . ત્યાંની મસ્તી મામાની દુકાને બેસીને રમેલી 4 કાકરી અને નવ કાકરી ત્યાં બેસીને મામા સાથે ઘણીવાર રમતા તો ઘણીવાર આજુબાજુના ભાઈબંધ સાથે લગીએ રમતા હજી તે બચપણ યાદ આવે છે તે રિક્ષામાં બેસીને જવાનું અને તે રિક્ષાનો અવાજ અને ત્યાં ઘણી વાર તો સિંહ પણ જોવા મળતા .એક વાર ઉનાળામાં પાણી નહોતું આવ્યું બધા પાણી ભરતા હતા ત્યાં અવેડાં પાસે સિંહ અને તેનું ટોળું આવી ચડ્યું પાણી પીવા તો બધા તે ડંકી એ પાણી ભરવાનું મૂકીને ભાગ્યા છીએ વાત ન પૂછો તે ગામમાં એન્ટર થતા જ ગામને પાદર બે સિંહ વાળો ગામનો ડેલો અને પીપર નું જાડ એક બાજુ આખું ગામ અને પાદરમાં નીકળતી નદી. નદીને સામે છેડે એક મોટી સ્કૂલ અને બાજુમાં શીતળા માતાનું મંદિર અને તેની બાજુમાં એક ગાયું માટે તે સમયમાં ગોશાળા હતી . સિંહની આકૃતિ વાળા દરવાજાની બાજુમાં એક હનુમાન દાદાની ડેરી બાજુમાં ગ્રામ પંચાયત અને સામે અવેડો હતો હનુમાન દાદાની ડેરી સામે નજીકમાં જ ગામની પીવા માટે પાણીની મોટર હતી દિવસ માં એક વાર સવારે એક કલાક પાણી આવતું હતું પણ જો વધારે જરૂર પડે તો બધા ત્યાંથી પીવાનું અને કામ કરવાનું પાણી ભરી જતા .પાણીની ડંકી સામે જ અવેડો હતો ત્યાં ગામની મહિલાઓ કપડાં ધોવા આવતી . ઉનાળો હોવાથી ગામમાં લોકો વધુ દેખાતા હતા . બધા પોતપોતાના મામા ને ત્યાં આવ્યા હતા .