કોલ સેન્ટર (ભાગ-૧૧) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વાતાવરણ

       એક દિવસ એક ગામમાં ગરીબ અને અમીર માણસ એક સાથે બસ માં ટ્રાવ...

  • જીવી લો

    જીવી લો       હે નારી! તારા મુક્ત હાસ્યમાં જીવન-છોળ ના સૂર ગ...

  • સરોજની નાયડુ!?

    આજના જે લેખિકા છે તેમના વિશે આપણે માત્ર સ્વતંત્ર્ય સેનાની તર...

  • આસમાની રંગની છત્રી રે.. - 1

    પ્રસ્તાવના રસ્કિન બોન્ડ જન્મે બ્રિટિશ, વર્ષોથી ઉત્તરાંચલ માં...

  • અભિનેત્રી - ભાગ 54

    અભિનેત્રી 54*                              શર્મિલા ઇન્ફિનિટી...

શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૧૧)

No,sir i can't do this,this is not my job.


*****************************

મને થયું કે જે પ્રજા એક જમાનામાં આટલી બધી શિસ્તની આગ્રહી હતી તેમજ તેમના વિવેકની જગતમાં ચર્ચા થતી હતી તેને આ શું થઈ ગયું છે? શું આ વિચારસરણી આજે યુરોપના પતનનું કારણ હશે આનું કારણ છે?"ડીગ્રોથ"નું કારણ છે?આખે આખું યુરોપ અત્યારે ભયંકર આર્થિક મંદીમાં સપડાયું છે મોટાભાગના દેશોમાં કર્મચારીઓની ખુબ મોટી સંખ્યામાં છટણી થઈ રહી છે,મહિલા કર્મચારીઓનો આવા પ્રકારનો અભિગમ આવા વાતાવરણમાં કેટલો વ્યાજબી છે.

મને બિલકુલ વિશ્વાસ છે કે જો ભારતની કોઈ પંચતારક હોટલમાં આવું બન્યું હોત તો આખી હોટલ નો સ્ટાફ મહેમાનોની આગતા સ્વાગતા માટે ખડે પગે તૈયાર થઈ જાત.ભારતનો કર્મચારી વિશ્વમાં તેની કાર્ય શૈલી માટે શ્રેષ્ઠ ગણાય છે,અને એકબીજાનું કામ ઉપાડી ને જાણે કે અવસર આંગણે આવ્યા હોય તેવું વાતાવરણ ઊભું કરી દે છે.

આ બાબતે મારું સ્પષ્ટ માનવું છે કે ભારતના કોર્પોરેટ ક્ષેત્રના કર્મચારીઓના કૌશલ્ય તેમના 'બાઉન્ડ્રીલેસ' વર્કિંગ ને આભારી છે,'બાઉન્ડ્રીલેસનો' સીધો અર્થ સમજાવું તો કર્મચારી તેમના જોબ પ્રોફાઈલ એટલે કે કાર્યજોગ જવાબદારી ઉપરાંતનું પણ કામ હાથમાં લઈ ઉત્સાહભેર પાર પાડે તે..!!!

વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે કેટલાક વણલખ્યા નિયમો છે,તેનું ધ્યાન રાખવાથી વ્યક્તિ વિકાસ આપમેળે થઈ જાય છે.

૧.સિક્કાની બંને બાજુ ને જોવી,એટલે કે સારા અને નરસા પાસાને જોવા.બંને તરફનો દ્રષ્ટિકોણ જોવો અપનાવો પોતાનો અભિગમ વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો શીખવાનો તેમજ નિષ્ણાત બનવાનો હોવો જોઈએ.

૨.પોતાના કામમાં નિષ્ણાંત બનવું અત્યંત અગત્યનું છે,પરંતુ પોતાના કાર્યભાર ઉપરાંત અન્ય કાર્યભારની જાણકારી રાખવી તેમજ જરૂર પડે તેની મદદ કરવાની તત્પરતા રાખવી.

૩.'બાઉન્ડ્રીલેસ વર્કિંગ'માટે જરૂરી છે "બાઉન્ડ્રીલેસ થીંકીંગ"સીધી વાત છે,કે કૂવામાંના દેડકાની સ્થિતિમાંથી બહાર આવવું.હંમેશા આકાશમાં વિહાર કરતા પક્ષીની આંખ માંથી વસ્તુનું ચિત્ર જોવું,આનાથી તમારો વૈચારિક દ્રષ્ટિકોણ અત્યંત સ્પષ્ટ બનશે,જે તમારા વ્યક્તિત્વના વિકાસને વેગ આપશે.

૪."બાઉન્ડ્રીલેસ" વર્કિંગ તમારામાં નેતૃત્વના ગુણોનો વિકાસ કરશે એકસાથે અનેક બાબતો,સમસ્યાઓના ઉકેલમાં તમને વધુ સરળતા રહેશે.

૫.વિદ્યાર્થીઓ માટે 'બાઉન્ડ્રીલેસ વર્કિંગ' પોતાના વિષય ઉપરાંત બીજા વિષય નું વ્યવહારિક જ્ઞાન મેળવવામાં મદદરૂપ થશે જે તેમને ઘણી નવી તકોનું નિર્માણ કરશે.

જો તમે તમારા જિંદગીના દ્રષ્ટિકોણને નવી નજરથી માણવા માંગતા હો તો "બાઉન્ડ્રીલેસ વર્કિંગ'નો" અભિગમ અપનાવો જે તમને નવું વિચારવાની, શીખવાની અને તમારી કાર્યકુશળતાને અને વધુ ધારદાર બનાવવામાં મદદરૂપ થશે.

છેલ્લે હું એટલું જ કશ કે "તમારી સર્વિસ ના વધારે ગ્રાહકો હોય,તો માની લેજો કે તમારો આઈડિયા સારો હતો.

-લેરી પેઇજ (ગુગલના સહસ્થાપક)

વિશાલસરે થોડીઘણી વાત કરી એ પછી થોડીજવારમાં અમારો બીજો દિવસ મીટીંગનો બેંગ્લોરમાં પૂર્ણ થયો,અમે લોકો એક સાથે બપોરનું ભોજન લેવા ગયા.આજ પલવી ધવલની થોડી નજીક બેઠી હતી તે અનુપમને પસંદ ન હતું.અનુપમ ધવલ સામે એ રીતે જોય રહ્યો હતો કે પલવીને ધવલે ભોજન માટે આમંત્રણ આપ્યું હોઈ.માનસી પણ એ જોઈ રહી હતી કે ધવલની એટલી નજીક બેસવાની પલવીને શું જરૂર છે.શું પલવી ધવલને પસંદ તો નથી કરતી ને?

બપોરનું ભોજન લઇ બધા પોત પોતાની રૂમમાં ગયા.થોડીવાર આરામ કરી ધવલ અનુપમની રૂમમાં આવ્યો,અનુપમ તેની રૂમમાં ટીવી જોય રહ્યો હતો.કેમ આજ પણ માનસી તારા રૂમ પર આવી હતી કોઈ સારી જગ્યા પર ફરવા જવાનું કહેવા?

નહીં અનુપમ..!!તો શા માટે અત્યારે મારી રૂમમાં આવ્યો છે.મારે તને એક વાત કહેવી છે,અનુપમ તેના હાથમાં રહેલ રિમોટનો ઘા કર્યો મને ખબર છે તું શું વાત કરવા અહીં આવ્યો છે.

પણ તું આટલો બધો ગુસ્સો શા માટે કરે છે?એટલા માટે કે આજ બપોર જમતી વખતે પલવી તારી એટલે નજીક બેઠી હતી કે એ તારી ગલફ્રેન્ડ હોઈ.અને તું એ જ કહેવા આવ્યો છે ને કે પલવી મને પસંદ કરે છે.

નહિ અનુપમ એ મારી નજીક આવી બેઠી એ મને પણ પસંદ ન હતું,પણ આવીને બેસી ગઇ એ પછી હું તેને ના પણ કહી શકતો ન હતો.પણ મારી અને પલવી વચ્ચે એવું કઈ નથી અને કયારેય બનશે પણ નહીં.હું ફક્ત માનસીને પ્રેમ કરું છું.પલવી મારે પાસે શાયદ આવીને મને કહેશે કે ધવલ હું તને પ્રેમ કરું છું.તો હું તેના મોં પર જ સંભાળવી દશ કે હું માનસીને પ્રેમ કરું છું.

અનુપમની નજીક આવી ધવલ બેઠો.હું તને કોઈ બીજી જ વાત કરવા આવ્યો હતો પણ તું નકામી વાત લાવીને આપણા બંનેનો સમય બગાડી રહ્યો છે.

સોરી ધવલ મારાથી કઈ વધુ બોલાય ગયું હોઈ તો મને માફ કરજે.નહીં અનુપમ ગુસ્સો એવું વસ્તું છે જે ન બોલવાનું બોલાવી દે,પણ હું જાણતો હતો અનુપમ તું શાંત થાશ ત્યારે તને મારા પર વિશ્વાસ જરૂર આવશે.

અનુપમ કાલે રાત્રે હું તારી રૂમમાંથી બહાર નીકળી મારી રૂમમાં ગયો.ત્યારે માનસી રૂમમાં કોઈનો અવાજ આવતા મને સંભાળ્યો.રાત્રીના બે વાગે વિશાલસર અને માનસી બંને રાસલીલા રમી રહ્યા હતા.મેં મારી બાથરૂમની જાળી લઇને જોયું તો સાચે જ અંદર વિશાલસર જ હતા.

પણ અનુપમ મેં એ જોઈને એકવાત નોટિસ કરી કે માનસી ધવલ સરને કોઈ રિસ્પોન્સ આપી રહી ન હતી.માનસી પર વિશાલસર ફોર્સ કરી રહ્યા હોઈ એવું મને લાગી રહ્યું છે.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)