વહેચણી એક ઉત્તમ નિર્ણય Yaksh Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વહેચણી એક ઉત્તમ નિર્ણય

વહેચણી એક ઉત્તમ નિર્યણ ......


એક ગામ ત્યાં છગનભાભા અને તેમના ત્રણ દીકરા ભગવાને આપેલું બધું જ હતું છગનભાભા પાસે દીકરા પણ ત્રણેય ખુબ જ હોશિયાર અને બધા જ બહાર શહેર માં રહેતા છગનભાભા પર થોડાક જ દિવસો માં જ તેમના પર આભ ફાટી પડયું તેમની પત્ની રમીલા બેન ને જૂની બીમારી નાં લીધે મોત થયું હતું, જેથી છગનભાભા ગામ માં રહે ને એકલા દિવસો કાડે ને એકલા જ પડી ગયા હતા, છગનભાભા ની પણ ધીમે ધીમે ઉમર થતી એટલે ત્રણ દીકરા એક દિવસ ગામમાં આવ્યા સરપંચ અને ગામના લોકોને ભેગા કરીયા અને છગનભાભા ને કહે બાપા તમારે હવે ઉમર થાય છે.જેથી તમે જમીન ના ભાગ પડી દયો આમ, છગનભાભા અને ગામ લોકો છગનભાભા ને ત્યાં ભેગા થયા છગનભાભા કૈઇજ બોલે જ નહિ શાંતિ થી તેમનું નાટક જોયું અને પછી જે છગનભાભા એ કર્યું ને એ ખુબ જ જોરદાર કર્યું જો આમ, કરવામાં આવે ને તો કોઈ બાપ ને કે કોઈ માં ને ઘરડા ઘર માં જવાની જરૂર પડે નહિ,ખરેખર આ સમાજ ને પણ છગનભાભા ના જેમ ભાગ પાડવા જોઈએ જેથી દેશ માં ઘરડા ઘર ની સંખ્યામાં ખુબ જ ઘટાડો જોવા મળે, સમાજે શીખવા જેવું છે, છગનભાભા જોડે થી


ચાલો બધું અહીં જ કહી દઈશ તો પછી મજા નહિ, આવે એટલે આપડે છગનભાભા અને તેમના ત્રણ દીકરા વચ્ચે ભાગ પાડવાની વાર્તાલાપ જોઈજ લઈએ....!



* એક નાનકડા ગામની વાત છે,જયાં છગનભાભા અને તેમના ત્રણ દીકરા વચ્ચે જમીન વહેચણી ની માટે ગામના સરપંચ અને બીજા ગામ વડીલો ભેગા થાય છે...


* એક ગામ જ્યાં છગનભાભા નામના વ્યક્તિ રહે, તે જમીન સંપતી ખુબ જ હતી, અને તેમના ત્રણ દીકરા મોટા દીકરા નું નામ મનસુખ,વચ્ચલા નું નામ સુરેશ,ત્રીજા નું નામ બકુલ આ ત્રણ દીકરા અને તેમના બાપા છગનભાભા અને ગામના વડીલો તથા સરપંચ સાથે છગનભાભા ના ત્યાં ભેગા થાય છે.


*વાર્તાલાપ


મનસુખ કહે:- "બાપા! પંચ આવ્યું છે, હવે વહેચણી કરો."


સરપંચ :- "જો ભેગા રહેવાનું ફાવતું ન હોય,તો છોકરાઓ ને ભાગ પાડી દો ઈ હારું.....


હવે, તમે કહો કે કયા છોકરા સાથે તમારે રહેવાનું ?


(સરપંચે છગનભાભા ને પૂછીયું)


મનસુખ:- "અરે એમાં હું પૂછવાનું ચાર મહિના મારે ત્યાં, ચાર મહિના વચ્લા ને ત્યાં, ચાર મહિના નાના ને ત્યાં, રેસે"

બાકીના બે છોકરા :- "હા, ઠીક છે,"


સરપંચ:- " હાલો ત્યારે, ઈ પાકું થઈ ગયું હવે ઘર જમીન ના ભાગ કરીએ"..!


છગનભાભા:- (અત્યાર હુધી ઉપર આકાશ માં આંખ્યું માંડીને બેઠા હતા..


અચાનક જોરથી રાડ પડી બોલ્યા....)


"હેની વહેચણી....?


"હેના ભાગ.....?


"હે......"


"ભાગ હું પાડીશ,"


વહેચણી હું તમારો બાપ કરીશ...


તમારે ત્રણે પેરેલા કપડાં એ નીકળી જવાનું છે..."


ચાર ચાર મહિના ની પાળીએ,વારાફરતી મારા ઘરે આવીને રેવા આવાનું, અને બાકીના મહિના ની વ્યવસ્થા જેને જેમ પોહાય એમ કરી લેવી.....


"સંપતિ નો માલિક હું છું તમે નહિ".....!


ત્રણેય છોકરા અને સરપંચ ની બોલતી બંધ થય ગઈ, છગનભાભા ની વહેચણી ની નવી ભાત ની રીત હામ્ભડી ને ઘડછેરાઓની આંખ્યું પણ ખુલી.


આને કહેવાય નિર્યણ...


વહેચણી છોકરા ઓ એ નહિ.....


માં- બાપ એ કરવી

નહિ તો જો છોકરાઓ વહેચણી કરશે ને તો જમીન ની જગ્યા એ માં-બાપ ની વહેચણી થાય જશે....!


ચેતી જજો....!


ધન્યવાદ

*****************************************************************************


"હા માનું છું કે અનુભવ મારા ઓછા છે,પણ આ "યક્ષ" ના સપના બોવ મોટા છે"....!