હાય, હું આજે તમારા માટે એક મસ્ત વાર્તા લઇ ને આવીયો છું....!
જીવન માં કોઈ જ વસ્તુ અશક્ય નથી બસ,ખાલી આપડા પર વિશ્વાસ હોવો જોએ!!
માણસ ને બધા પર વિશ્વાસ છે પણ, ઈશ્વર પર જ નથી!
શક્ય એટલું જ હોય છે....
જે નસીબ માં હોય છે,
બાકી પથ્થર જેવો પથ્થર મંદિર માં પુજાતો હોય, છે...!
એક ધનવાન માણસે દરિયા માં એકલા ફરવા માટે તેને એક બોટ વસાવી હતી....!
રજા ના દિવશે તે પોતાની બોટમાં દરિયો ખુંદવા નીક્ળીયો. મધદરિયે પોહ્ચીયો ત્યાં દરિયામાં તોફાન આવ્યું બોટ ડૂબવા લાગી, બોટ બચવાની કોઈ જ શક્યતા ન લાગી, ત્યારે એને એક લાઈફ જેકેટ પહેરી ને દરિયા માં પડતું મુકયું, બોટ....ડૂબી ગઈ, તોફાન પણ સાંત થઈ ગયું.તરતો,તરતો એ માણસ એક ટાપુ પર પહોચી ગયો, ટાપુ ઉપર કોઈ જ ન હતું, ટાપુ ના ફરતે ચારેય તરફ ધુધ્વતા દરિયા સિવાય કઈ જ નજરે પડતું ન હતું, એ માણસે વિચારીયું કે મેં તો મારી આખી, જિંદગી માં કોઈ નું કઈ ખરાબ કર્યું નથી. તો પછી મારી હાલત આવી શા માટે ?
પોતાના મને જ જવાબ આપીયો કે 'જે ઈશ્વરે તોફાની દરિયાથી તેને બચાવિયો છે..! એ જ ઈશ્વર કૈક રસ્તો કાડી આપશે, દિવસો પસાર થવા લાગ્યા. ટાપુ પર ઉગેલા ઝાડ,પાન, ખાઈ ને એ માણસ દીવશો પસાર કરતો હતો, થોડા જ દીવશો માં તેની હાલત બાવા જેવી થઇ ગઈ. ધીમે,ધીમે, તેની શ્ર્ધા તુટવા લાગી. ઈશ્વર ના અસ્તિત્વ સામે પણ તેને સવાલો થવા લાગીયા. ભગવાન જેવું કઈ છે. જ નહિ, બાકી મારી હાલત આવી ન થાય.. ટાપુ પર કેટલા દિવસો કડવા ના છે, એ તેને સમજાતું ન હતું. તેને થયું કે લાવ નાનકડું ઝુપડું બનાવી લઉં. ઝાડની ડાળી અને પાંદડા ની મદદથી તેને એક ઝુપડી બનાવી એને થયું કે હાશ...! આજે મારે ખુલ્લા માં સુવું નહિ પડે,
રાત પડી ત્યાં વાતાવરણ બદલાયુ, અચાનક વીજળી ના કડાકા-ભડાકા થવા લાગ્યા, ઝુપડીમાં સુવા જાય એ પહેલા જ ઝુપડી ભડભડ સળગવા લાગી, સળગતી ઝુપડી જોય ભાગી પડયો, ઈશ્વર ને મનોમન ભળવા લાગ્યો. તું ઈશ્વર નથી, રાક્ષશ છો. હતાસ થઇને માથે હાથ મૂકી રડતો,રડતો એ માણસ બેઠો હતો,....! અચાનક જ એક બોટ ટાપુ ના કિનારે આવી બોટમાંથી ઉતરી ને બે મણસો તેની પાસે આવ્યા અને કહયું.. "અમે તમને બચવા આવ્યા છીએ. તમારું સળગતું ઝુપડું જોયને અમને થયું કે આ અવાવરું ટાપુ પર કોઈ ફસાયું છે, તમે ઝુપડું સળગાવિયું ન હોત,તો અમને ખબર જ ન પડતું કે અહી કોઈ છે",...!
એ માણસ ની આંખ માંથી દળદળ આશુ વહેવા લાગ્યા. ઈશ્વરની માફી માગી અને કહું કે મને કયા ખબર હતી, કે તે તો મને બચાવા માટે મારું ઝુપડું સળગાવિયું હતું...! કૈક ખરાબ બને ત્યારે માણસ નાસીપાસ થઇ જાય છે, હેલન કેલરે એક સરસ વાત કરી છે, કે.....!
"જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરીદે ને ત્યારે સાથોસાથ સુખ નાં બીજા બારણા ઓ ખોલી દે છે, પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલા સુખના બારણા તરફ જોયને બેસી રહીએ છીએ, બીજી તરફ નજર નાખતા જ નથી, સમય અવળચંડો છે, ધણી વખત બધું જ આપણી મુઠીમાં હોય એવું લાગે છે, અને ધણી વખત સાવ ખાલી હાથમાં આપની રેખાઓ પણ આપણ ને પારકી લાગે છે,...!
************************************************************************************************************************
"સવાર નો ધુમ્મસ એ શીખવાડે છે,કે બહુ આગળ નું જોવું નકામું છે, ધીમે-ધીમે આગડ વધતા રહો.રસ્તા આપો આપ ખુલ્લા થાઈ જશે,....!