પ્રલોકી - 15 DR KINJAL KAPADIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રલોકી - 15

આપણે જોયુ કે પ્રલોકી પ્રત્યુષ ને ખુશ કરવા પ્રયત્ન કર્યા કરે છે. સન્ડે પ્રલોકી એના ફ્રેન્ડ્સ ને મળવા જવા તૈયાર થવા જાય છે પણ એને એકપણ કપડાં પસન્દ આવતા નથી. પ્રત્યુષ આવી ને પ્રલોકી ને લાઈટ પિન્ક કલર નું ટોપ અને બ્લ્યુ જીન્સ આપે છે. અને કહે છે તું એમાં બહુ સરસ લાગે છે. આ પહેરી જા. હવે જાણો આગળ.
પ્રલોકી તૈયાર થઈ ને આવી. પ્રત્યુષ પ્રલોકી ને જોતો જ રહી ગયો. જાણે કોલેજ જવા તૈયાર થઈ હોય એવી છોકરી જેવી લાગતી હતી. ચહેરા પર સામાન્ય મેકઅપે એના ચહેરાને ખીલવી દીધો હતો. એના હોઠ પર કરેલી ગુલાબી લિપસ્ટિકના લીધે એના હોઠ વધુ આકર્ષક લાગી રહ્યા હતા, કાનમા ડાયમંડની સ્ટાર આકાર ની ઈયરિંગ્સ ચમકી રહી હતી, અને ખુલ્લા વાળ મા પ્રલોકી આજે કોઈ અપ્સરા જેવી લાગતી હતી. પ્રલોકીને જોઈ ને પ્રત્યુષને આજે મન થયુ કે પ્રલોકીને જવા જ ના દે. ફરી એના પ્રેમ મા પડી જવાનું મન થયુ. આજે એ પ્રલોકી ને રોકી શકે એમ નહોતો. પ્રલોકી એ પૂછ્યું શુ થયુ ? પ્રત્યુષ કેમ જોઈ રહ્યા છો મારી સામે ? બહુ જ સરસ લાગે છે આજે તું. તારા ફ્રેન્ડ્સ ને ટાઈમનો પ્રોબ્લમ ના હોત તો હું જવા જ ના દેત. હું ક્યાં ત્યાં રહી જવાની છું પાછી જ આવવાની છું. થૅન્ક્સ પ્રત્યુષ મારો સપોર્ટ કરવા માટે. હા, જા પ્રલોકી. પ્રલોકી સાંભળ, ત્યાં પ્રબલ હોય તો પણ તું તારા ફ્રેન્ડ્સને દુઃખી ના કરતી. તારા મન પર કાબુ રાખજે. તને એનો સામનો કરવો અઘરો પડશે પણ તું તારા ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરજે. એ લોકો તને બહુ જ વર્ષો પછી મળશે એટલે એમને તું પૂરો ટાઈમ આપજે. સ્યોર પ્રત્યુષ. બાય કહી પ્રલોકી નીકળી ગઈ.
એ જ કોલેજ, એ જ ગેટ, અને એજ ગલીઓ, એ કઈ જ બદલાયું નહોતું. હા, ટ્રોમા સેંટર નવું બની ગયું હતું. પ્રલોકી ચાલતી રહી. કેન્સર હોસ્પિટલ જવા માટે અલગ ગેટ હતો પણ પ્રલોકી ને આજે ફરી બધું જોવું હતું એટલે એ કિડની હોસ્પિટલ થઈ ને નીકળી ફરતી ફરતી. હવે રસ્તા નવા બન્યા હતા. અંદર બસ ફરતી થઈ ગઈ હતી જે એક જગ્યા થી બીજી જગ્યા લઇ જતી હતી. પ્રલોકી આ બધું જોતી હતી ને અચાનક એક બ્લેક મર્સીડીસ કાર એની સામે આવી ને ઉભી રહી ગઈ. એકદમ જ ચોંકીને પ્રલોકી એ જોયુ. પ્રબલ અને સાથે રિયા, કોમલ, જીમ્મી, દીપ બધા જ કારમા હતા. રિયા બોલી પ્રલોકી બેસી જા અંદર. જલ્દી આવી જા. પ્રલોકી જલ્દી બેસી ગઈ અંદર. પ્રલોકી એ પ્રબલ સામે નજર પણ ના કરી. પ્રબલ ને આ બહુ જ ખૂંચ્યું. કોમલે કહયું પ્રલોકી તું તો પેલા કરતા પણ સરસ લાગવા લાગી. રિયા એ કહયું આપણે બધા ઉમર સાથે વધીએ છીએ અને લાગે છે એ નાની થઈ ગઈ છે. પ્રબલ ડ્રાઈવ કરતો હતો એને અરીસામાંથી એક નજર પ્રલોકી પર નાખી. એનું દિલ એક ધબકાર ચુકી ગયું. પહેલી વાર જોતો હોય એમ જોઈ રહેવાનું મન થયુ. પણ એને કાર ચલાવામા ધ્યાન આપ્યું. પ્રલોકી બોલી પણ આપણે જઈએ છીએ ક્યાં ? રસ્તો સીધો છે પાછું કેમ વાળ્યું ? બધા હસવા લાગ્યા. પ્રલોકી આશ્ચર્યથી રિયા અને કોમલ સામે જોઈ રહી. રિયાએ કહયું આજે સન્ડે છે એટલે અહીં ભીડ વધુ હશે આપણે વધુ બેસી નહીં શકીએ. પ્રબલે નક્કી કર્યુ કે, આપણે પરિમલ ગાર્ડન જઈએ. જેમ આપણે પહેલા જતા રહેતા હતા. કેવી મજા આવતી હતી ને ! સિવિલ થી એટલે દૂર પરિમલ ગાર્ડન જવાની. બસ એ જ મજા ફરી લઈએ. પ્રલોકીને ગુસ્સો આવ્યો, તો પહેલા મને કહેવાય ને હું નારણપુરાથી અહીં ટેક્ષી કરાવી આવી અને હવે એ જ જગ્યાએ જવાનું.
જીમ્મીએ કહયું સોરી પ્રલોકી, અમને નહોતી ખબર તું ત્યાં રહે છે. પણ પ્રબલ અને દીપ ને તો ખબર હતી ને! પ્રલોકીએ વધુ ગુસ્સા મા કહયું. અરે, પ્રલોકી સારું ને આપણે બધા કારમા મસ્તી કરતા જઈશુ. વધુ વાતો થશે. રિયા એ કહયું. પ્રલોકી કેટલા ટાઈમ પછી મળ્યા, એન્જોય કરીએ. કોમલે કહયું. પ્રલોકી ચૂપ થઈ ગઈ. બધા વાતો કરવા લાગવા. તને ખબર છે પ્રલોકી? દીપ અને રિયા હસબન્ડ વાઈફ છે. ઓહ ! ગુડ, તો દીપ જયારે તું મારા ઘરે આવ્યો ત્યારે કેમ ના કહયું ? પણ રિયા અને દીપ ? તમે ક્યારે મેરેજ કર્યા ? પ્રલોકીએ પૂછ્યું. એટલે રિયા ફરિયાદ કરતા બોલી, તું તો તારી અધૂરી ઇન્ટર્નશિપ મૂકી ને જતી રહી પછી જોવા પણ ના મળી. ના સર્ટિફિકેટ લેવા આવી ના અમને મળવા. કોઈ ફોન નહીં. પોતાનો નંબર, એડ્રેસ અમને કહયું નહોતું. તો અમે તને કેવી રીતે કહેતા?. અમે એમ. ડી. કરતી વખતે નક્કી કર્યુ કે અમે મેરેજ કરીશુ. અમારી વચ્ચે કોઈ પ્રેમ વ્રેમ નહોતો, બસ દોસ્ત જ હતા. પણ અમને લાગ્યું એક ફિલ્ડ છે અને બંને એકબીજાને જાણીએ છીએ તો અમે મેરેજ કરી લીધા. અને અમારી એક કાસ્ટ હતી એટલે ઘર ના એ કોઈ વિરોધ કર્યા વગર ધામધૂમથી મેરેજ કરાયા. રિયા ની ખુશી એના ચહેરા પર છલકાતી હતી. અને કોમલ તું શુ કરે છે ? કોમલ ને દીપ ગમતો હતો એ પ્રલોકી ને ખબર હતી એટલે એને નવાઈ તો લાગી રિયા અને દીપ ક્યાંથી સાથે ! કોમલ જવાબ આપે એ પહેલા રિયા બોલી એ ગાયનેક ડૉક્ટર બની અને એનો હસબન્ડ પણ ગાયનેક ડૉક્ટર જ છે બંને ની પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ છે. વસ્ત્રાપુરમા સાથે જ પ્રેકટીસ કરે છે. શુ નામ છે તારા હસબન્ડનું ? પ્રલોકીએ પૂછ્યું. જીમ્મી..છે એનું નામ, કોમલે કહયું. પ્રલોકી ની આઈબ્રો ઊંચી થઈ ગઈ. આંખો પહોળી થઈ ગઈ. તું અને જીમ્મી ? તમે બધા તો જબરા છુપા રૂસ્તમ નીકળ્યા. ક્યારેય ખબર પણ ના પડી ને અચાનક આમ મેરેજ કરી લીધા. ના પ્રલોકી અચાનક નથી થયા. તું હતી નહીં એટલે તને કઈ ખબર નથી, કોમલે કહયું. તો કઈ રીતે થયા ? પ્રલોકી એ પૂછ્યું.
અમે બને ગાયનેકમા પી જી કરતા હતા ત્યારે જીમ્મીએ મને પ્રપોઝ કર્યુ. અને મને પણ એ ગમતો હતો એટલે મેં હા પાડી. મારા ઘર માંથી કોઈ રેડી નહોતું એટલે અમે ભાગીને લગન કર્યા. અમે વસ્ત્રાપુર જ મકાન લીધું અને ત્યાં જ હોસ્પિટલ ખોલી. હમણાં હમણાં મારા ઘરે થી ફોન આવે છે પણ હજી હું મારા મમ્મી પાપા ને મળી નથી.., કોમલે દુઃખી થતા કહયું. અરે એતો સમય જતા બોલવા લાગશે, એમ પ્રલોકી એ કોમલ ને આશ્વાશન આપ્યું. પ્રલોકી તારા કેવી રીતે મેરેજ થયા એ તો બોલ, તારો હસબન્ડ તો બહુ જ સ્માર્ટ, હૅન્ડસમ એન્ડ રીચ છે એવું મને દીપે કહયું હતું. રિયા થી બોલાઈ ગયું. કોમલે એને ટોકી શુ બોલે છે ? પ્રબલ સાંભળે છે. પ્રલોકી એ કહયું હા રિયા મારા પ્રત્યુષ બહુ જ હૅન્ડસમ છે, રીચ તો છે જ એન્ડ કૅરિન્ગ પણ છે અને સૌથી વધુ તો એ મને બહુ જ પ્રેમ કરે છે અને મારી પર વિશ્વાસ પણ છે બહુ એમને. પ્રબલ ને ગુસ્સો આવ્યો એને એકદમ બ્રેક મારી, પ્રલોકી આગળ ખસેડાઇ, પ્રલોકી ની દાઢી પ્રબલ ના ખભા પર આવી ગઈ. અજાણતા જ પ્રલોકી ના ગાલ પર પ્રબલ ના કાન નો સ્પર્શ થયો. એકદમ બંને નજીક આવી ગયા. પ્રબલ એમ જ રહેવા ઈચ્છતો હતો. પણ પ્રલોકી પાછળ ખસી ને સીટ પર આવી ને ગુસ્સામા બોલી, ધ્યાનથી ચલાવ પ્રબલ. અરે ગાર્ડન આવી ગયું, ચાલો આપણે ઉતરી જઈએ. પ્રબલ, દીપ તમે બંને પાર્કિંગ કરીને આવો. એમ કહી કોમલ ઉતરવા લાગી. બધા ગાર્ડન મા એક સારી ખૂણામા જગ્યા શોધી બેસી ગયા. દીપ અને પ્રબલ પણ આવી ગયા. બધા ને એ જાણવું હતું પ્રલોકી ના કેવી રીતે લગન થયા ?
પ્રલોકીએ બોલવાનું ચાલુ કર્યુ. બાકી બધા ને તો ખબર છે પણ પ્રબલ તને નહીં ખબર હોય તું મનાલી થી જતો રહયો પછી મારૂં શુ થયુ ? પ્રબલ તું મનાલીથી જતો રહયો, પછી અમે પણ સમીરની મદદથી અમદાવાદ પાછા આવી ગયા. બીજા દિવસે જ હું તારા ઘરે આવી પણ તું નહોતો. મને સુનિલ અંકલે કહયું તું તારી ફોઈ ના ઘરે વડોદરા ગયો છે. ઇન્ટર્નશીપ ચાલુ થતા સુધી તું આવી જઈશ. મેં રાહ જોયા કરી. મારા પાપા ને બધી વાતની ખબર પડી ગઈ. એ પહેલા મારાથી નારાજ રહ્યા પણ પછી એમને મને સંભાળી. ઇન્ટર્નશીપ ચાલુ થઈ ગઈ સતત 2 મહિના સુધી હું બસ તારા માટે આવતી રહી. મારૂં ક્યાંય મન જ નહોતું લાગતું. એક વાર વડોદરા તારા ફોઈ ના ઘરે પહોંચી ગઈ. ત્યાનું અડ્રેસ ગમે તેમ કરી મેં તારી બેન પ્રતિભા પાસે થી લીધું. ત્યાં ગઈ તો ખબર પડી તું તો ત્યાં ગયો જ નથી. આખા વડોદરામા પાગલની જેમ ફરી.. તને શોધવા. પણ તું ક્યાંય ના મળ્યો. પાપાથી મારી આ હાલત જોવાઈ નહીં. એ મને પરાણે બોમ્બે લઇ ગયા. ત્યાં પણ મારૂં મન લાગતું નહોતું. એક દિવસ મારી જૂની ફ્રેન્ડ કિયા ને મળવા હું લોખંડવાળા ગઈ. ત્યારે દિવાળી નો ટાઈમ હતો. આખુ લોખંડવાળા લાઈટો થી ઝગમગ થતું હતું. બહુ જ ટ્રાફિક હતો. ચાલવા માટે પણ જગ્યા નહોતી. બધા શોપિંગ કરવા માટે દોડાદોડ કરતા હતા. અને અચાનક હું એક વ્યક્તિ ને અથડાઈ. 6 ફૂટ 5 inch નો એ માણસ, ભરાવદાર પણ કસાયેલું શરીર. વાઈટ કલર ની ટી શર્ટ અને એની ઉપર આર્મીની પ્રિન્ટ વાળું જેકટ પહેર્યું હતું., અને બ્લેક જીન્સ પેન્ટ પહેરેલું. હાથ મા રોલેક્ષની ઘડિયાળ પહેરેલી, અને પગ મા વુડલેન્ડના બુટ પહેરેલા. ગુગરાળા વાળ, ચહેરા પર આછું સ્મિત. એક નજર જોતા જ ગમી જાય એ વ્યક્તિ એટલે પ્રત્યુષ.
કેવી હશે પ્રત્યુષ અને પ્રલોકીની આ પહેલી મુલાકાત ? કેવી રીતે એ બંનેના લગન થશે? જાણો આવતા અંકે...