કોલ સેન્ટર (ભાગ-૧૦) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૧૦)


વિશાલ સર ઉભા થઈને તેના શરીર પરનો શર્ટ ઉતાર્યો.હજુ પણ માનસી એ જ પરિસ્થિતિમાં બેઠી હતી.તે વિશાલ સરને રિસ્પોન્સ આપી રહી નોહતી.ધવલને એ સમજાતું નોહતું કે વિશાલસર સાથે માનસી આવું વર્તન શા માટે કરે છે.

*********************************

વિશાલસર માનસીની નજીક આવ્યા.માનસીને હોઠ પર તેમણે કિસ કરી,પણ માનસી કોઈ રિસ્પોન્સ આપી રહી ન હતી.વિશાલ સરે તેના શરીર પરથી સફેદ કલરની ગંજી ઉતારી બાજુમાં પડેલ સ્પ્રે શરીર પર કર્યો,અને ટેબલ પર પડેલ બે ટેબ્લેટ એક સાથે પી ગયા.

માનસી કઈ બોલી રહી ન હતી.તેની આંખ બંધ હતી. થોડું હલનચલન કરી રહી હતી.ફક્ત વિશાલ સર બેડ પર એકપછી એક વિધી કરી રહ્યા હતા.વિશાલ સરે માનસીના શરીર પરથી પીળા કલરની ટીશર્ટ ઉતાર્યું.

વિશાલસર માનસીના એ ભાગને કિસથી નવરાવી રહ્યા હતા.જાણે વિશ્વમાં કોઈ તેના આ પાપને જોતું ન હોઈ તે રીતે માનસીને તે નીચોવી રહ્યા હતા.માનસીને એક બાજુ થોડીઉભી કરી તેના સ્તન પર ચોંટેલી લાલ કલરની બ્રાને વિશાલ સરે માનસીથી અળગી કરી.


માનસીના શરીરના આ ભાગને હું પહેલી વાર જોઈ રહયો હતો.માનસીને નહિ પણ મારા જીવનમાં કોઈ સ્ત્રીના આ ભાગને હું પહેલી વાર જોઈ રહ્યો હતો.રૂમ શિયાળાની ઋતુથી ઠંડો હતો પણ મારા શરીરમાં માનસીના શરીરને જોઈને પરેસેવો પડી રહ્યો હતો.મારા શરીર પરના રુંવાડા ઉભા થઇ ગયા હતા.

વિશાલસરે તેંમના શરીર પરના બધા જ કપડા નિકાળીને એક બાજુ ફેંકી દીધા હતા.તે કોઈ પુર જોશમાં ચાલતી ટ્રેનની ઝડપે આગળ વધી રહ્યા હતા,પણ માનસી હજુ પણ પથ્થરની જેમ એ જ પરિસ્થિતિમાં પડી હતી.એક પછી એક વિશાલ સરે માનસીના શરીર પરથી પણ કપડાં ઉતારી બાજુમાં ફેંકી દીધા.બંને લાલ કલરની ચાદર પર નગ્ન અવસ્થામાં હતા.લગ્ન પછી સ્ત્રી પુરુષ એકબીજાની થોડા નજીક આવી સહવાસનો આનંદ માણે તે લગ્ન પહેલા બંને માણી રહ્યા હતા,પણ હજુ પણ માનસી વિશાલ સરને કોઈ રિસ્પોન્સ આપી રહી ન હતી.કે તેની સાથે વાત કરી રહી નોહતી.ધવલના મનમાં ઘણા બધા વિચાર ઘૂમી રહ્યા હતા.શું વિશાલ સર માનસીને આ માટે ફોર્સ તો નહી કરતા હોઈને.કે માનસીને આ ગમતું નહિ હોઈ.

ના એવું તો નો જ હોઈ..તો પછી માનસી વિશાલસરને તેની રૂમમાં આવવા ન દે.એમ તો બંને હજુ એક સાથે કાલે ડિનર પણ કર્યું એ પછી એકસાથે ઉપર પણ માનસીની રૂમમાં આવ્યા.જોવામાં તો એવું લાગે છે કે માનસી અને વિશાલસર એકબીજાને ખૂબ પ્રેમ કરે છે,પણ આ રૂમની હકીકત તો કંઈક અલગ જ છે.તે મારે અનુપમ જોડે વાત કરીને ઉકેલ લાવવો જ પડશે.

માનસીને ધમકાવી તેની સાથે સબંધ બાંધે તેં હું જરા પણ સહન નહિ કરું.રૂમની અંદર અને રૂમની બહારની હકીકત કંઈક અલગ જ હતી.

તેની નજર દિવાલ પર રહેલ ઘડીયાળ પર ગઇ રાત્રીના ત્રણ વાગી ગયા હતા.તે જલ્દી બાથરૂમ માંથી બહાર આવ્યો.કાલે સવારે વહેલા મીટીંગમાં જવાનું હતું ધવલને યાદ હતું.તે બેડ પર આવ્યો,પણ તેને આજ નિંદર કેમ આવે.તે બધી જ પરિસ્થિતિ જાણવા માંગતો હતો.માનસી અને વિશાલસર વચ્ચે શું થઈ રહ્યું છે તે પણ તે જાણવા માંગતો હતો.

વિચારમાને વિચારમાં સવાર પડી ગઇ ધવલને ખબર પણ પડી નહિ.સવાર પડતા જ ધવલ અને અનુપમ થોડીવારમાં તૈયાર થઈ મીટીંગ રૂમમાં હાજર થઈ ગયા.પલવી અને માનસી પણ આવી ગયા.માનસીની આંખ જોતા એવું લાગી રહ્યું હતું,કાલની રાત્રીની નિંદર તેની અધૂરી હતી.અનુપમને સવાર જ બધી વાત કહેવાનું મને મન થતું હતું,પણ મને આ મીટીંગ રૂમમાં આ વાત કહેવી અનુકૂળ ન લાગી.

થોડીજવારમાં આજના ગેસ્ટ અને તેની સાથે વિશાલ સર આવ્યા.અમે બધા એ ઉભા થઈને તેમનું સ્વાગત કર્યું.આજનો અમારો વિષય હતો "બાઉન્ડ્રીલેસ" કાર્યશેલીનો નવો ટ્રેન્ડ.

આજના અમારા ગેસ્ટનું નામ હતું ભાવેશ ઉપાધ્યાય જેવો જાણીતા મેનેજમેન્ટના નિષ્ણાંત હતા.તે ખુરશી પરથી ઉભા થઈને સ્ટેજ પર આવ્યા.

સિદ્ધિ બધાને મેળવી જ હોય,પણ હું ફક્ત સફળ બિઝનેસમેન તરીકે ઓળખવાને બદલે ભરોસાપાત્ર, જુદું જ કરનાર,નીતિપાત્ર ઇન્સાન તરીકે લોકોના દિલમાં વસી જવાનું ઇચ્છું છું.

- સર્ગ બ્રિન(ગુગલના સહસ્થાપક)

સામાન્ય સંજોગોમાં ઓફિસના સમયમાં એક કર્મચારી નું કામ બીજા કર્મચારીએ કરવાનું આવે તો મોં ચડી જાય છે,આની પાછળ કર્મચારીનું સાદું ગણિત હોય છે,કેમ મને તે કામ નો પગાર નથી મળતો,પરંતુ આજે ભારતમાં જે કોર્પોરેટ કલ્ચર વિકસ્યું છે,એમાં જુદો ટ્રેન્ડ જોવા મળે છે,અને તે છે બાઉન્ડ્રીલેસ કાર્યશૈલી.જો વ્યક્તિ જીવનમાં કામ કરીને જ આગળ વધવા માગતો હોય તો બાઉન્ડ્રી -લેસ કાર્યશેલી અત્યંત મહત્વની છે.

મારા તાજેતરના યુરોપ પ્રવાસ દરમિયાન મને જુદો જ અનુભવ થયો.કદાચ આ અનુભવ યુરોપની તાકાતના પતનનું કારણ હોઈ શકે એવું મને મનમાં થયું.ફ્રાંસની એક હોટલમાં અમારા ગ્રૂપનું ચેકિંગ થઇ રહ્યું હતું. હોટેલમાં રિસેપ્શન કાઉન્ટર ઉપર બે મહિલા કર્મચારીઓ હતી એક મહિલાનું કામ આવનાર મહેમાનોની વિગતો રજિસ્ટ્રેશનમાં ભરવાનું હતું અને બીજી મહિનાનું કામ રૂમની ફાળવણી હતું.

પ્રવાસીઓના ધસારાને લીધે રજીસ્ટ્રેશન કરતી મહિલા કામના બોજ હેઠળ આવી ગઇ હતી જેના કારણે મહેમાનોની લાંબી લાઇન થઇ ગઇ બીજી તરફ રૂમની ફાળવણી સંભાળતી મહીલાનું કામ જલ્દી પૂરું થતું હતું ,છતાં તેણે પેલી સ્ત્રીને રજિસ્ટ્રેશનમાં મદદ કરવાનું વિચાર્યું નહિ.હું લાઈનમાંથી બહાર નીકળીને રિસેપ્શન કાઉન્ટર ઉપર પહોંચ્યો અને એ ઓછી વ્યસ્ત કર્મચારીને વિનંતી કરી કે આપ મહેરબાની કરીને મહેમાનોની વિગત ભરવામાં મદદ કરશો તો મહેમાનોની લાઈન પણ ઓછી થાય તેમ જ તેમની હેરાન ગતિ પણ ઓછી થાય મારા આશ્ચર્ય વચ્ચે મને જવાબ મળ્યો.

No,sir i can't do this,this is not my job.


***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)