"હાય, આઈ એમ અનન્યા, વ્હેર ઇઝ ડિન રૂમ??"
રિશીએ અનન્યાને ઈશારો કરીને બતાવ્યું.
આદિત્યની અને અનન્યાની આંખો ભેગી થઇ. બંને જાણે એકબીજા માટે બન્યા હોય એમ જોવા લાગ્યા.
રિષિના હલાવવાથી આદિત્યનું ધ્યાનભંગ થયું.
પિન્ક ક્રોપ ટોપ અને બ્લુ જીન્સમાં અનન્યા ખૂબજ મનમોહક લાગી રહી હતી. તેના લાંબા કર્લી હેર જોઈને કોઈ પણ તેનામાં ફિદા થઇ જાય એવું હતું.
અનન્યા ત્યાંથી નીકળી ગઈ. અનન્યાના ગયા બાદ રિશી બરાડી ઉઠ્યો.
"લુક આદિ, એ તારી ભાભી છે. કહી દઉં છું તને હા."
"તો મેં ક્યાં કીધું મારી ભાભી છે." આદિત્ય રિશિના માથે ટપલી મારીને ત્યાંથી અનન્યાની પાછળ જવા ઉભો થયો.
આદિત્ય અનન્યાને ખબર ના પડે એમ સતત તેની પાછળ પાછળ જ ફરી રહ્યો હતો.
"લાગે છે બહુ ગમી ગઈ છું તને??" અનન્યાએ પાછળ ફર્યા વગર આદિત્યને ઉદ્દેશીને કહ્યું.
આદિત્ય ઘડીક તો અચંબિત થઇ ગયો. પછી ઝાઝું ના વિચારતા તે અનન્યા પાસે આવીને ઉભો રહી ગયો.
"હાય, હમ્મ અનન્યા... આઈ એમ આદિ.. યોર સિનિયર."
"હાય આદિ... કોણ સિનિયર છે એતો સમય આવ્યે ખબર પડશે." અનન્યાએ ચહેરા પર કાતિલ સ્માઈલ લાવતા કહ્યું.
"કોફી પીવે છે તું??"આદિત્યએ અનન્યાને બહાર લઇ જવાનાં ઉદ્દેશથી પૂછ્યું.
"નો, હું લોહી પીઉં છું... બોલ પીવડાઇશ તારું લોહી??" અનન્યા એકદમ ગંભીર બનીને જવાબ આપે છે.
આદિત્ય ઘડીક તો સ્તબ્ધ બનીને ઉભો રહી જાય છે.
"અરે ચીલ રિલેક્સ... જસ્ટ જોકિંગ... હાહાહા લુક એટ યોર ફેસ હાહાહા" અનન્યા જોરજોરથી હસવા લાગે છે.
"અચ્છા મિસ અનન્યા તો હવે તો હું તારું લોહી પીશ જોઈ લેજે." આદિત્ય પણ હળવી મજાક કરતો બોલ્યો.
ત્યારબાદ અનન્યા અને આદિત્ય એક કોફીશોપમાં કોફી પીવા બેઠા.
"અચ્છા તો તું અમદાવાદથી છેક અહીંયા મુંબઈ આર્કિયોલોજીનું ભણવા આવી છું." આદિત્ય અનન્યાની વાતમાં રસ લેતા બોલ્યો.
"હા, પણ કદાચ મુંબઈમાં આવવાનું એક બીજું કારણ પણ છે જે હું તને અત્યારે કહેવો જરૂરી નથી સમજતી." અનન્યા મોઢું બગાડતા બોલી.
"તને જયારે જરૂર લાગે તું મને કહેજે.હું તારી સાથે જ છું. બાયધવે તારા ઘરમાં કોણ કોણ છે??" આદિત્યએ સવાલ કર્યો.
"કોઈ નહીં...."
"મલતબ"
"મતલબ મેં મારી નાખ્યા.... "
"વ્હોટ??"
"શું વ્હોટ !! તું તો કેવી વાત કરે છે.કોઈ નહીં એટલે કોઈ નહીં. હું અનાથ છું. સો કોઈ નહીં સ્ટુપિડ હાહાહા"
અનન્યાનું હાસ્ય આદિત્યને ઘડીક તો ડરાવી ગયું પણ તેને લાગ્યું કે પોતે કાંઈક વધારે પડતું જ વિચારી રહ્યો છે.
"ઓક્કે અનુ, મારા ઘરમાં હું -" આદિત્ય સ્વસ્થ થઈને બોલવા જાય છે.
"એન્ડ તારા મોમ" અનન્યા વાત કાપતા બોલી.
"તને કાંઈ રીતે ખબર??" આદિત્ય એકદમ શોક થઈને પૂછે છે.
"હમ્મ મેં તો તુક્કો લગાવ્યો." અનન્યા શબ્દો ગોઠવતા બોલી.
"માય મોમ ઇઝ નોટ અલાઈવ. પણ તે હંમેશા મારી સાથે જ હોય છે ઘરે." આદિત્ય અનન્યાને પાસે આવવાનો ઈશારો કરીને ધીરે રહીને બોલ્યો.
"ઓએમજી.... સિરિયસલી !! મને મળાવજે પ્લીઝ' અનન્યા ખુશ થવાનો ઢોંગ કરતા બોલી.
"યા, સ્યોર... "
ત્યારબાદ બંને જણા કોફી પીવે છે. કોફી પી ને અનન્યા આદિત્યની કારમાં બેસે છે.
"તને ક્યાં ડ્રોપ કરું??"
"તારા દિલમાં!!" અનન્યા ચહેરા પર મુસ્કાન લાવતા બોલી.
"વાઉં!! એ દિવસ આવી જાય તો હું પાગલ થઇ જઉં બટ આઈ નો તું ફરી મજાક કરે છે." આદિત્ય અનન્યાની વાતને સમજતા બોલ્યો.
"અરે વાહ!! તું તો બહુ જલ્દી મને ઓળખી ગયો."
"તને નહીં, તારી મજાક કરવાની આદતને ઓળખી ગયો. તને તો હું ઓળખવા માંગુ છું જો તું મને એક ચાન્સ આપે તો... " આદિત્ય અનન્યાની આંખોમાં જોતા બોલ્યો.
"બસ બસ અહીંયા જ. આવી ગઈ મારી હોસ્ટેલ." અનન્યાએ આદિત્યને કાર રોકતા કહ્યું.
અનન્યા કારમાંથી ઉતરી અને કારની વિન્ડૉમાંથી આદિત્યની સામું જોતા બોલી.
"તને એક નહીં હજાર ચાન્સ આપ્યા પણ તું મને નહીં ઓળખી શકે."
આટલું કહીને અનન્યા તેના લાંબા કેશ હવામાં લહેરાવતી ચાલવા લાગી.
"જે દિવસે હું તને ઓળખી જઈશ ત્યારે જ હું તને લગ્ન માટે પ્રસ્તાવ મૂકી દઈશ. યસ અનન્યા તને જોતા જ હું તારા પ્રેમમાં પડી ગયો. પણ... " આદિત્ય અનન્યાના ગયા બાદ સ્વગત બબડવા લાગ્યો.
અનન્યાના હોસ્ટેલમાં આવતા એક મેડમ અનન્યાને રોકતા બોલ્યા.
"એ છોકરી, સાંભળ્યું કે તું તારા રૂમમાં કોઈ પાર્ટનર નથી રહેવા દેતી. શું નાટકો કરે છે કે બિચારા પાર્ટનર તારી સાથે રહેતા જ નથી." તે મેડમ ગુસ્સો કરતા બોલી.
"એ કમુ રાતે આવજે તું. બતાઇશ શું નાટકો કરું છું." અનન્યા તેને નામથી બોલાવીને પાછા વળ્યાં વગર જવાબ આપીને ચાલતી થઇ.
"એય ઉભી રે એય." કમુ ગુસ્સામાં અનન્યાને બૂમો મારતી રહી પણ અનન્યા કાંઈ પણ સાંભળ્યા વગર ત્યાંથી નીકળી ગઈ.
કમુને એવું લાગ્યું કે કોઈએ તેને કસીને બાંધી દીધા હોય. તે તેની જગ્યાએથી હલી પણ નહોતી શકતી .
આદિત્ય ઘરે આવીને ગીતો ગણગણવા લાગ્યો.
"અરે વાહ આદિ બેટા, આજે તો તું બહુ ખુશ લાગે છે !! શું વાત છે??" આદિત્યની મમ્મી શીલા બોલી.
"મોમ આઈ એમ સો હેપી. મારી જોબ છૂટી ગઈ... " આદિત્ય હસતો હસતો બોલ્યો.
"ડોબા, જોબ છૂટી એમાં હસવાનું હોય!!" શીલા ગુસ્સામાં બોલી.
"અરે મોમ જોબ છૂટી એટલે હું કોલેજ ગયો અને ત્યાં મને મારી ડ્રિમગર્લ મળી."
"સાચ્ચે?? વાહ આખરે મારા આદિને કોઈક છોકરી તો ગમી ગઈ એમ ને. મને તો ડર લાગવા લાગ્યો હતો કે તું ગે ના હોય હાહાહા." શીલા આદિત્યનો મજાક કરતા બોલી.
"સ્ટોપ મોમ યાર. કાંઈ પણ ના બોલો." આદિત્ય પણ મીઠાં ગુસ્સા સાથે ચિડાઈને બોલ્યો.
આ બાજુ અનન્યા પોતાના રૂમમાં આવી અને ટેબલ પર રહેલ ટોપલી ખોલીને એમાં રહેલું સસલું તેણે બહાર કાઢયું ને અને તેની સાથે રમવા લાગી.
"પિંકુ બેબી, યુ નો આજે મારો પ્લાન A મસ્ત કામ કરી ગયો. કેટલા દિવસો થઇ ગયા છે!?? મને કાચું માંસ ખાવાની ઈચ્છા થઇ રહી છે.... એ પણ તાજું જ... શું કરું પિંકુ?? તું પણ એક તો વધારાનો મને હેરાન કરી રહ્યો છું. તને ખબર છે ઓલી કમુ (મેડમ ) મને હમણાં સવાલો કરતી હતી. તેની બોલતી જ બંધ થઇ ગઈ હશે. મારી શક્તિથી તેની ઉપર આત્માને બેસાડી દીધી છે હાહાહા સાચે. "તું જોજે રાતે" એવું પણ હું નહીં કહી શકું કેમકે એ પહેલા તો હું તને.....
ત્યાંજ બારી પાસે એક અવાજ આવ્યો.
(ક્રમશ :)
(આપને વાર્તા ગમી હોય તો પ્રતિભાવો આપવાનું નાં ભૂલશો, આપના પ્રતિભાવો મને સારુ લખવાં પ્રેરે છે. )
હમણાં આવેલ 1-2 ભાગ થોડા ડરાવણાં નહીં હોય પણ વાર્તાની માંગ પ્રમાણે રાખવા જરૂરી છે.... બહુ જલ્દી ફરી હોરર માહોલ માણવા વાંચતા રહેજો #KNOWN નો આવતો ભાગ... જાણું છું ઘણા લોકોને એમ થતું હશે કે આ નોવેલનું નામ Known કેમ છે?? પણ આનો જવાબ આપને અંતિમ ભાગ સુધીમાં જરૂર મળી જશે.