#KNOWN - 15 Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

#KNOWN - 15

મારા માબાપને મેં થોડી માર્યા હતા એ તો-'
"બસ બસ નાટક ના કરીશ. મને તારી બધી હકીકત ખબર છે. બીજા લોકોની જેમ તું મને ઉલ્લુ નહીં બનાવી શકે." ત્રિલોકનાથ અનન્યાની વાત કાપીને માંડ માંડ આટલું બોલી શક્યો.
"હા મેં જ હાથે કરીને માર્યા હતા બધાને.. મારી અંદર કોઈ જ આત્મા નહોતી.હાથે કરીને હું એવુંજ ધાર્યા કરતી કે મારી અંદર કોઈક છે અને એ જ આ બધું કરાવે છે.અર્શની મોત મારા લીધે જ થઇ છે. બધાના પોતાના રૂમમાં ગયા બાદ મેં જ અર્શને મારા રૂમમાં બોલાવ્યો હતો અને તેની બેરહેમીથી હત્યા કરીને તેને જંગલમાં નાખી દીધો હતો. મને એવું કંઈજ નહોતું દેખાતું, એ માત્ર મારી કલ્પના હતી. મારી માઁને પણ મેં જ મારી હતી કેમકે તેના લીધે મારે માત્ર 12 વર્ષની ઉંમરમાં જ ઇલેક્ટ્રિક શોક ખાવા પડ્યા હતા જે પીડા એણે મને આપી હતી એ જ મારે એને આપવી હતી. ઓમે મારો ફાયદો ઉઠાવ્યો. તેની સાથે સંભોગ કરવા કરતા મને મરવું ગમત પણ મારે હજુ ઘણી મજાલો કાપવાની હતી એટલે મેં તેની મદદ લઈને માઁ ની લાશને ઠેકાણે પાડી દીધી અને અહીંયા તેને પણ મોત આપી દીધી. મારો બાપ પણ મને શોક આપવામાં ભાગીદાર હતો અને એને પણ મારી હકીકતની જાણ થઇ ગઈ એટલે મેં એને પણ મારી નાખ્યો.રૂપા આ બધામાં ના લેવા દેવા વિનાની પિલાઈ ગઈ પણ મારો મુખ્ય ટાર્ગેટ તો તું હતો અઘોરી. તારી પાસેથી વિદ્યા શીખીને હવે હું આત્માઓને પણ મારા વશમાં કરી લઈશ અને કાલીમાંના ખોપરીનો ટુકડો મેળવી હું સર્વશક્તિશાળી થઇ જઈશ." અનન્યાએ સત્ય હકીકત ત્રિલોકનાથની સામું જોતા કહી.
ત્રિલોકનાથ અટ્ટહાસ્ય કરવા લાગ્યો. તેનું અટ્ટહાસ્ય જોઈને અનન્યાના ચહેરા પર ગુસ્સો ઉભરાવા લાગ્યો.
"એય લાગે છે પીડા ઓછી થઇ ગઈ છે. આપી દઉં એટલે હમણાં હસવાની જગ્યાએ તું રોવા લાગે." અનન્યાએ હાથમાં મ્યાન ધરતાં ત્રિલોકનાથને કહ્યું.
"હું તો એટલે હસું છું કેમકે તું ભૂલી ગઈ કે એ પુસ્તક મંત્ર વડે જ ખુલે છે અને એ મંત્ર તું નથી જાણતી. તારો વિનાશ તું જ કરીશ." કહીને ત્રિલોકનાથ ફરી હસવા લાગ્યો.
"દુનિયામાં માત્ર તું એકલો નથી જે આ જાણતો હોય. મંત્ર જાણવો કાંઈ અઘરું કામ નથી મારા માટે." અનન્યાએ જોરથી મ્યાન વડે અઘોરીની ગરદનને તેના શરીરથી અલગ કરી દીધી.
અઘોરી ત્રિલોકનાથનાં પ્રાણ ત્યાંજ હરાઈ ગયા. તેનું શરીર ઘણી વાર સુધી છટપટિયા કરતું રહ્યું. અનન્યાનો ચહેરો અને હાથ લોહીથી રંગાઈ ચૂક્યા હતા. તે એ સ્થાનેથી ઉભી થઇ અને અઘોરીની જગ્યાએ આવીને બેસી.
અનન્યાએ હાથમાં ભભૂત લઈને તેની આસપાસ બધી સાધનસામગ્રી ઠીક કરવા લાગી.

અનન્યાએ ઊંચા સ્વરે મંત્રોચ્ચાર કરવાના શરુ કરી દીધા.ત્યારબાદ તેણે ભભૂત હાથમાં લઈને પોતાના ચહેરા પર અને શરીર પણ મલી દીધી. તે એ સ્થળેથી ઉભી થઇ અને અઘોરીનાં શરીરનાં અવશેષોને ત્યાં સ્મશાનમાં જ અલગ અલગ કરીને દાટવાનું આરંભ કર્યું.
"અઘોરી, હવે તું કયારેય પ્રેત બનીને પણ મારો વાળ વાંકો નહીં કરી શકે. હવેથી મારો મકસદ એ ખોપરીનો ટુકડો જ છે જેના માટે હું કાંઈ પણ કરવા તૈયાર રહીશ. મારા રસ્તામાં આવતા તમામ કાંટા દૂર કરીને પણ હું એ ટુકડો મેળવીને જ રહીશ. હાહાહા" આટલું બોલતી અનન્યા જોરજોરથી હસવા લાગે છે.
આ સાથે જ સ્મશાનમાં રહેલી દુષ્ટ આત્માઓ પણ અનન્યાના હાસ્યને સમર્થન આપવા લાગે છે.
સ્મશાનમાંથી આવી રહેલા હાસ્યનાં ફુવારા સાંભળીને કાચા પોચા હૃદયવાળાને તો એટેક જ આવી જાય એવો ધ્વનિ થઇ રહ્યો હોય છે.

***********************

"આદિ ઉઠ ને બેટા!! તારે કામ પર જવાનું છે." આદિની મમ્મી આદિત્યને બુમ મારીને ઉઠાડતી હોય છે.
"બસ 5 મિનિટ મમ્મા. મારું ડ્રિમ ચાલી રહ્યું છે તે તૂટી જશે." આદિત્ય બગાસું ખાઈને ફરી આંખો મીંચી દે છે.
5 મિનિટ બાદ આદિત્ય પર જગ ઉંધો કરી દેવામાં આવે છે. પાણી પડવાને લીધે આદિત્ય તરત બેડ પરથી ઉભો થાય છે.
"વૉટ યાર મોમ મારું ડ્રિમ તૂટી ગયું." આદિત્ય ગુસ્સે થઈને બોલે છે.
"ડ્રિમ ખુલ્લી આંખોએ જો. બંધ આંખોએ તો બધા જોવે છે."
"તમે ક્યાં છો મોમ મારે હગ કરવું છે તમને!!" આદિ બોલ્યો.
"અહીંયા મિરર પાસે આવ એટલે દેખાઉં તને."
આદિ ઉભો થઈને મિરર પાસે આવે છે અને મિરરમાં તેને પોતાની પાસે ઉભેલી માઁનું પ્રતિબિંબ દેખાય છે અને તે હવામાં જ જાણે પોતાના હાથ ફેલાવીને બંધ કરી દે છે.
"ઓક્કે હવે જા જલ્દી તારે મોડું થશે પાછું." આદિની મોમ આદિને યાદ કરાવે છે.
"યા મોમ બાય" કહીને આદિત્ય પોતાના બાથરૂમમાં ઘૂસે છે.
ઘરેથી નીકળીને આદિત્ય પોતાની કારમાં બેસે છે. કારનું સ્ટેયરીંગ ફેરવતા જાણે તે પોતાના અતીતનાં પન્ના પણ પોતાના મગજમાં ફેરવવા લાગે છે અને તે એક વિચારે સ્ટોપ થઇ જાય છે.
"કેટલો ખુશ હતો એ એ દિવસે જયારે તેની માઁ કેન્સરને પણ માત આપીને પરત ફરી હતી. ડેડ વિશે તો મેં કયારેય સાંભળ્યું જ નહોતું, હું જયારે 4 વર્ષનો હતો ત્યારે જ તેઓ કોઈ પરસ્ત્રી સાથે જતા રહ્યા હતા અને મારી મોમએ મને કેટલો સરસ રીતે ઉછેર્યો હતો. પોતે જયારે બારમા ધોરણમાં હતો અને જાણ થઇ હતી કે મોમને કેન્સર આવ્યું હતું અને પોતે આ સાંભળીને ખૂબજ આઘાતમાં આવી ગયો હતો. ડોક્ટરનું ભણવાનું બંધ કરીને મોમની સેવામાં લાગી ગયો હતો. મોમને ઠીક થઇ ગયું હતું અને તે ઘરે પણ પાછળ ફરી હતી તો પછી તેણે..... " ત્યાંજ ધડામ કરતો અવાજ થયો અને આદિત્યએ વિચારોની સાથે કારને પણ બ્રેક લગાવી.
પાછળ તેના લીધે ખૂબજ ટ્રાફિક જામ થઇ ગયો હતો એ વાતનું ભાન થતા આદિત્યએ ગિયર ફેરવીને કારને પૂરપાટ વેગે દોડાવી.
ઓફિસમાં એન્ટ્રી થતા જ તે ફટાફટ બોસની નજર ના પડે એમ પોતાની કેબિનમાં બેસી ગયો.
ત્યાંજ "આદિત્ય" ના નામની જોરથી બુમ સંભળાઈ.
"તારે જો રોજેરોજ આ જ રીતે મોડું આવવું હોય તો તું કાલથી ના આવતો સમજી ગયો.હમણાં તને રેઝિગ્નેશન લેટર મોકલું છું.તને તારી આઝાદી મુબારક." આટલું બોલીને બોસ ત્યાંથી નીકળી ગયો.
આદિત્ય પણ તેને જવાબ આપવાના મૂડમાં નહોતો.
તે ત્યાંથી નીકળીને સીધો પોતાની કોલેજે આવ્યો.
"શું થયું ભાઈ કેમ આજે કોલેજે??" આદિત્યના મિત્ર રિશીએ પૂછ્યું.
"અરે ભાઈ જવા દે ને પાછો બોસે કાઢી દીધો.હવે પાછી મારી ગમતી નોકરી શોધવી પડશે." આદિત્યએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું.
"ભાઈ જર્નાલિઝમમાં માત્ર ન્યુઝ આપવાથી કાંઈ નથી થતું. સમયમાં પણ પાક્કું રહેવું પડે જેમાં તું શૂન્ય છું." રિશીએ આદિત્યની મજાક કરતા કહ્યું.
"બેટા દરેકની ઓકાત નથી હોતી રહસ્યમયી જર્નાલિઝમમાં. જવા દે તું શું જાણે પાસિંગ માર્કર!!
હું કોલેજ ના આવીને પણ પ્રથમ આવું છું યાદ રાખજે." આદિત્યએ રીશીના કરેલ મજાકનો જવાબ આપતાં કહ્યું.
"ઓહહ માય ગોડ આદિ!!' રિશીએ આંખો પહોળી કરતા કહ્યું.
"તું તો જાણે અપ્સરા જોઈ લીધી હોય એવું કરે છે." આદિત્ય રિશીના માથે ટપલી મારતાં બોલ્યો.
તે છોકરી તેમની પાસે જ આવી રહી હતી.
"હાય, આઈ એમ અનન્યા.વ્હેર ઇઝ ડિન રૂમ??"

(ક્રમશ : )

(જો આપને મારી નોવેલ ગમી હોય તો પ્રતિભાવ આપવાનું ના ભૂલશો...)