#KNOWN - 14 books and stories free download online pdf in Gujarati

#KNOWN - 14

અનન્યાના ગયા બાદ ત્રિલોકનાથ બબડ્યો, "હું જાણું છું મૂર્ખ છોકરી તું ખોટુ બોલી છું જેની સજા તને રાતે જરૂર મળશે."

રાત પડતા જ અનન્યા અને ત્રિલોકનાથ સાધનાની તૈયારીઓ કરવા લાગ્યા. ત્યાંજ એક પ્રેતાત્મા ત્યાં પ્રકટ થઇ. અનન્યાએ જોયું તો એ જેની સાથે પોતે ગઈ અમાસે શવ સાધના કરી હતી એ હતો.એ તેની છેલ્લી ઈચ્છા મુજબ અમાસે અનન્યાનું શરીર ભોગવવા આવ્યો હતો. અનન્યાની બિલકુલ ઈચ્છા નહોતી. તે ત્રિલોકનાથ પાસે આવી.
"મને આની સાથે સંભોગ નથી કરવો. તમે મને કહ્યું હતું ને કે તમે મારી રક્ષા કરશો તો કાંઈક કરો તમે." અનન્યાએ હાથ જોડતા ત્રિલોકનાથને વિનંતી કરી.
"તને સંભોગ પ્રિય તો છે તો એની સાથે આજની રાત કરી લે, પછી આપણે બીજા સ્મશાને જઈશું તો એ નહીં આવી શકે ત્યાં." ત્રિલોકનાથે અનન્યાને સમજાવતા કહ્યું.
અનન્યા ગુસ્સાથી ઉભી થઇ અને તે પ્રેતાત્મા સાથે સંભોગ કરવા મન મારીને રાજી થઇ.
"તને તો હું આજે નહીં જ છોડું અઘોરી, તે તારી મોતને બોલાવી છે." અનન્યા મનમાં જ બબડવા લાગી.

જેમ જેમ તે પ્રેતાત્મા અનન્યાના શરીરને ઝટકા આપી રહ્યો હતો એમ એમ અનન્યાની આંખો ક્રોધની લાલપીળી થઇ રહી હતી. પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ તે પ્રેતાત્મા ત્યાંથી હવામાં અદ્રશ્ય થઇ ગયો.
"ચાલ અનન્યા, આજે તું નિર્જીવ વસ્તુમાં પ્રાણ પૂરવાની સાધના કરીશ. આ સામે રહેલ મ્યાનમાં તું પ્રાણ પૂરીશ અને તારી મરજી મુજબ તેને ફેરવી શકીશ." ત્રિલોકનાથે અનન્યાને મ્યાન બતાવતા કહ્યું.
અનન્યા ઉભી થઇ અને તે મ્યાન પાસે બેસી ગઈ.
ત્રિલોકનાથે મંત્રોચ્ચાર શરુ કર્યા. રાત્રીના 12 વાગવા આવ્યા હતા. પૂર્ણ અંધકારમાં એક મશાલ માત્ર પ્રકાશ રેલાવી રહી હતી. સ્મશાનમાં પણ પૂર્ણ શાંતિ છવાયેલી હતી. અનન્યા પણ શાંત થઈને બેઠી હતી. તેના ચહેરા ઉપર એક અજીબ શાંતિ છવાયેલી હતી.
"અનન્યા હવે હું જે મંત્ર બોલું તારે પાછળ પાછળ એનું અનુસરણ કરવાનું છે." ત્રિલોકનાથે અનન્યાને સૂચન કર્યું.
ત્રિલોકનાથનાં મંત્ર પાછળ અનન્યા પણ જોરજોરથી મંત્રોચ્ચાર કરી રહી હતી.
ધીરે ધીરે તે મ્યાનમાં જાણે પ્રાણ પૂરાઈ રહ્યા હોય એમ મ્યાન તેની જગ્યાએથી ઊંચીનીચી થઇ રહી હતી. થોડીવાર બાદ તે મ્યાન હવામાં લટકતી ઉપર ઉછાળા મારી રહી હતી.
ત્યારબાદ ત્રિલોકનાથે મંદ મંદ મુસ્કુરાતા તે મ્યાનને આદેશ આપવાનું નક્કી કર્યું.
"મ્યાન, તારામાં પ્રાણ મેં જ પૂર્યા છે.તું મારી વફાદાર છું કે નહીં એ મારે જોવું છે. તો તું એક કામ કર જા અને અનન્યાના હાથને ચીરી લાવ." ત્રિલોકનાથ હાસ્ય કરતા બોલ્યો.
"આ શું કહો છો તમે??" અનન્યા હજુ તો સવાલ કરે ત્યાં જ મ્યાને તેના હાથ પર એક લિસોટો પાડી દીધો. આ બધું એટલું જલ્દી બની ગયું કે અનન્યા સ્તબ્ધ બની ગઈ.
"તારા ઘા હું ઠીક કરી શકું છું. શું કામ ચિંતા કરે છે!!" ત્રિલોકનાથે આટલું બોલીને પોતાની ભભૂત કાઢીને મંત્ર બોલોને તેને અનન્યાના હાથ પર પાડી અને અનન્યાનો ઘા તરત જ રૂઝાઈ ગયો.
અનન્યાને થતી શારીરિક પીડા તો મટી ગઈ પણ અંદરની પીડા જ્વાળામુખીની જેમ ફાટવાની તૈયારીમાં હતો.
અનન્યા તરત ત્યાંથી ઉભી થઇ અને ત્રિલોકનાથ પાસે આવીને તેની સાથે કામક્રીડા રાચરવા લાગી.
ત્રિલોકનાથ પણ અનન્યાની આવી ઓચિંતી હરકતથી વિચારવા લાગ્યા પણ હજુ તો તેઓ વધુ ટાઈમ વિચારે એ પહેલા જ અનન્યાએ એકજ ઝાટકામાં ત્રિલોકનાથનું ગુપ્તાંગ મ્યાન વડે કાપી નાખ્યું. આ બધું ઘડીના છઠ્ઠા ભાગમાં બની જતા ત્રિલોકનાથની "જય મહાકાલ" કહેતી ચીસ હવામાં ફેલાઈ ગઈ.
"બહુ શોખ હતો ને તને મને પીડા આપવાનો. લે તું પણ એ પીડા સહન કર." અનન્યા ત્રિલોકનાથ પાસે આવીને બોલી.
અનન્યાએ ત્રિલોકનાથનું કમંડળ અને ખોપરી ત્રિલોકનાથથી દૂર કરી નાખ્યા જેથી એ ભભૂત વાપરીને ફરી ઠીક ના થઇ શકે.
"બહુ મોટી ભૂલ કરી નાખી મેં તારો ઘા ઠીક કરીને. તારી તો ગરદન જ ઉડાવી નાખવાની હતી." ત્રિલોકનાથ ગુસ્સામાં અનન્યા સામું જોઈને બોલ્યો.
અનન્યા આ સાંભળીને અટ્ટહાસ્ય કરવા લાગી.
"તને શું લાગે છે એટલી જલ્દી તું મને મોત આપી દેત. એમ પણ તું અઘોરી મને મારીને પોતાની શક્તિ ઓછી ના થવા દેત એ વાત હું સારી રીતે જાણતી હતી." અનન્યા ચહેરા પર ગુસ્સાનાં ભાવ લાવતા બોલી.
"તો જતા જતા એટલું કહી દે કે મને મારવાનું તારું સાહસ ક્યારથી નક્કી હતું??" ત્રિલોકનાથે અનન્યાને સવાલ કર્યો.
"હમ્મ એમ તો સત્ય હકીકત તો મેં આજ સુધી મારી કોઈને નથી કહી પણ તારા અહેસાન છે તો તને થોડી બહુ કહી જ દઉં તારા મરતાં પહેલા. સાચી છે કે ખોટી એ તું જ નક્કી કરજે." અનન્યા આટલું કહીને ત્રિલોકનાથ પાસે આવે છે અને કહેવાનું ચાલું કરે છે.

"મને મનુષ્યજાતથી નફરત થઇ ચૂકી હતી કેમકે એ લોકો એ મારી નાની ઉંમરમાં મને ખૂબજ તકલીફો આપી હતી. એટલે મેં આત્માઓ સાથે વાતચીત કરવાનું વિચાર્યું જેમાં મને કોઈ પ્રકારની સફળતા ના મળી, ત્યારબાદ મેં અઘોરી વિશેનો વિડીયો જોયો હતો અને મેં નક્કી કરી લીધું હું પણ આમાં જ આગળ વધીશ અને શક્તિશાળી બની જઈશ, તારા વિશે મેં એકવાર રૂપાના મોંઢે મારી મમ્મી સાથે વાત કરતા નામ જાણ્યું હતું એટલે બસ ત્યારથી તારી પર નજર રાખતી થઇ-" અનન્યા એકધારું બોલી ગઈ.

"મને ખબર હતી કે તું કોઈ કારણથી જ આવી હતી અહીંયા પણ તારા શરીર ભોગવવામાં હું મારું ભાન ભૂલી ગયો, પણ આજે મેં પોતે જ નક્કી કર્યું હતું કે હું તને તારી જ જાળમાં ફસાવત પણ હું થોડો મોડો પડ્યો.મારી પહેલા તું તારી ચાલ રમી ગઈ." ત્રિલોકનાથે અનન્યાની વાતને કાપતા કહ્યું.
"એટલે તો હાથે કરીને તારી દુખતી નસ પર હાથ મૂકીને તારો ઉપયોગ કરતી રહી હું. તું મારા દેહનો ભૂખ્યો હતો એ વાત હું જાણી ચૂકી હતી બસ મારે તને પૂર્ણરૂપે વિશ્વાસમાં લાવવો હતો જે હું કરી રહી હતી મારા પ્લાન મુજબ." આટલું કહીને અનન્યાએ ત્રિલોકનાથનાં તડપતા દેહ પર નજર કરીને ફરી તલવાર ઉપાડીને તેના હાથને છૂટો કરી દીધો.
આ સાથેજ એક કારમી ચીસ વાતાવરણમાં ગુંજી ઉઠી. અઘોરીની આવી હાલત થઇ ગઈ હોવા છતાં તેના પ્રાણ તેનું શરીર નહોતા છોડી રહ્યા, તે વધુ પીડાઈ રહ્યો હતો.
થોડીવાર બાદ ત્રિલોકનાથ જમીન પર આકાશ તરફ મીટ માંડતો પડ્યો રહ્યો, તેને આપેલ પીડા પણ સહેવાની જાણે તેનામાં તાકાત આવી ગઈ હોય એમ તેનું રુદન બંધ થઇ ગયું હતું પણ તેના અંતિમ શ્વાસોશ્વાસ હજુ વધઘટ થઇ રહ્યા હતા.તે જાણતો હતો કે તેનું મોત આજે નિશ્ચિંત હતું. અનન્યા આજે તેના માટે યમરાજ બનીને બેઠી હતી જે તેના પ્રાણ લઈને જ જવાની હતી.
ત્રિલોકનાથે થોડી રાહત થતા બોલવાનું શરુ કર્યું.
"તને મળીને હું એટલું તો સમજી ગયો હતો કે જેણે પોતાના માઁબાપને મારવામાં એક ક્ષણ પણ વિચાર નહોતો કર્યો એ મારી સાથે કઈ રીતે સીધી રહી શકે!! પણ તને મારી સાથે રાખવાનું કારણ એ જ હતું કે તું મારી સાથેથી શું ઇચ્છતી હતી એ જાણવાનું. જે જાણવામાં હું નિષ્ફળ રહ્યો એટલે આજે રાતે હું ખુદ તારા પ્રાણ લઇ લેવાનો હતો-" ત્રિલોકનાથ માંડ આટલું બોલી શક્યો.
"મારા માબાપને મેં થોડી માર્યા હતા એ તો.....

(ક્રમશ : )

(જો આપને મારી નોવેલ ગમી હોય તો પ્રતિભાવ આપવાનું ના ભૂલશો...)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED