Featured Books
શ્રેણી
શેયર કરો

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 12

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી

EPISODE :- 12

(આગળનાં ભાગમાં જોયું કે આરવ, રુદ્ર, કાયરા અને ત્રિશા પાર્ટી કરવા Rock N Club માં જાય છે અને કાયરા જે રીતે તૈયાર થઈ ને આવી હતી તે કયામત લાગી રહી હતી અને આજ તે આરવ પર પડવાની હતી, તે આરવને ઈશારો કરે છે અને બંને સમજીને કાયરાનાં ઘરે જતાં રહે છે, આરવ અને કાયરા પોતાની અંદર રહેલી બધી લસ્ટ બહાર કાઢી ને ભરપૂર મનથી એકબીજા નો સુવાસ માણે છે, સવાર થતાં આરવને કામ આવતાં તે જતો રહે છે પણ કાયરાનાં ફોન પર એક મેસેજ આવે છે એ મેસેજ હતો કે મુસીબત ?)

કાયરા તૈયાર થઈ ને બહાર આવી, આરવ જઈ ચૂકયો હતો, તે ટેબલ પાસે ગઈ અને પોતાનો ફોન હાથમાં લીધો, તેણે જોયું તો એક નોટિફિકેશન આવ્યું હતું, તેણે તે ખોલીને જોયું એ જોતાં જોતાં તેની આંખો પહોળી થઈ ગઈ, તેનો હાથ ધ્રુજવા લાગ્યો તે માંડ માંડ બેડ સુધી પહોંચી અને હાથનાં ટેકા વડે તે બેડ પર બેસી, તેણે તરત જ આરવ ને ફોન લગાવ્યો. આરવ કાર ચલાવી રહ્યો હતો, તેણે જોયું તો કાયરા નો કૉલ આવી રહ્યો હતો, તેણે ગાડી સાઈડમાં લીધી અને કૉલ રીસીવ કર્યો.

“શું થયું ??? હજી હમણાં જ નીકળ્યો ને તું બેચેન થઈ ગઈ” આરવે મસ્તી કરતાં કહ્યું

“આ.... આારવ ” કાયરા એ રડતાં રડતાં કહ્યું

“શું થયું કાયરા ?” આરવે ચોંકતાં કહ્યું

કાયરા કંઈ બોલી શકતી ન હતી એ ખાલી રડી રહી હતી એેટલે આરવે કહ્યું, “તું ચિંતા ના કર હું હમણાં આવું છું” આટલું કહીને આરવે ફોન કટ કર્યો અને તેણે રુદ્ર અને ત્રિશા ને પણ કાયરાનાં ઘરે આવવા કહ્યું.

આરવે ગાડી પાછી વાળી લીધી અને તે કાયરા ના ઘર તરફ જવા લાગ્યો.

આરવ ત્યાં પહોંચ્યો ત્યાં જ બહાર રુદ્ર અને ત્રિશા પણ કાર લઈને પહોંચી ગયા. ત્રણેય નીચે ઉતર્યા ત્યાં જ ત્રિશાએ કહ્યું, “શું થયું કાયરા ને? ”

“ખબર નહીં મને કૉલ આવ્યો ત્યારે તે રડતી હતી” આરવે કહ્યું

“આપણે કાયરા ને જઈને જ પૂછી લઈએ ” ત્રિશાએ કહ્યું

ત્રણેય ઘરમાં ગયા અને કાયરા નાં રૂમમાં પહોંચ્યા, ત્યાં જઈને જોયું તો કાયરા બેડ પર બેઠી હતી અને રડી રહી હતી. આરવ તરત જ તેની પાસે ગયો અને આરવને આવતો જોઈ કાયરા તેને વળગી પડી.

“શું થયું કાયરા? ” આરવે માથાં પર હાથ ફેરવતાં કહ્યું

“કાયરા શું થયું ???? ” રુદ્ર અને ત્રિશાએ કહ્યું

કાયરા એ પોતાનો ફોન આપ્યો, આરવ, રુદ્ર અને ત્રિશા એ જોયું તો તેમાં એક વિડિયો હતો, એ વીડીયો આરવ અને કાયરા નો હતો, જેમાં ગઈ રાત્રે તે બંને વચ્ચે જે થયું એ બધું જ કોઈક એ શૂટ કરી લીધું હતું. આ જોતાં જ એ ત્રણેય ની આંખો પહોળી થઈ ગઈ.

“આ તો.... ” રુદ્ર એ આરવ સામે જોતાં કહ્યું

“પણ આવું કામ કોણ કરી શકી” ત્રિશાએ કહ્યું

“રુદ્ર નંબર ચેક કર કયાં નંબર પરથી આવ્યો છે” આરવે કહ્યું

કાયરા આરવથી થોડી અળગી થઈ, રુદ્ર એ જોયું અને કહ્યું, “આરુ આ તો પ્રાઈવેટ નંબર બતાવે છે આપણે આનાં વિશે માહિતી નથી મેળવી શકતાં”

ચારેય જણાં કંઈક વિચારે તે પહેલાં જ કાયરા નાં ફોન પર કોઈક નો કૉલ આવ્યો, રુદ્ર એ જોયું તો સ્ક્રીન પર પ્રાઈવેટ નંબર લખેલું હતું, રુદ્ર એ આરવ તરફ ફોન લંબાવ્યો, આરવે એ ફોન રીસીવ કર્યો અને સ્પીકર પર રાખ્યો.

“હેલ્લો મિસ કાયરા મહેરા, અત્યારે સુધી તો તમે બધાએ વિડીયો જોઈ લીધો હશે? ” સામેથી એક અવાજ આવ્યો

“કોણ છે તું? ” કાયરાએ ગુસ્સે થતાં કહ્યું

હવે કહેવાની જરૂર તો નથી કે આ કોણે કર્યું કારણ કે આર્ય પોતાની પહેલી ચાલ ચાલી ગયો હતો.

“આરામથી કાયરા આટલો ગુસ્સો તારા આ સુંદર ચહેરા ને ખરાબ કરી નાખશે” આર્ય એ કહ્યું

“તે બહુ મોટી ભૂલ કરી છે, તને ખબર નથી આનો અંજામ શું છે” આરવે ગુસ્સે થતાં કહ્યું

“અંજામ થી ડરતો હોત તો કયારેય આ ગેમ ચાલુ ન કરત હું આરવ મહેતા” આર્ય એ અવાજ બુલંદ કરતાં કહ્યું

“તારે શું જુવે છે? ” આરવે કહ્યું

“હું જાણું છું તારી પાસે બહુ પૈસા છે પણ મારે અત્યારે પૈસા નથી જોતાં, મારી કેટલીક શરતો છે બસ કાયરા એ શરતો પૂરી કરી દે તો... ” આર્ય એ કહ્યું

“કેવી શરતો?? ” કાયરા એ કહ્યું

“દિલ તો કરે છે કે એક રાત તારી સાથે પણ એ કરવા જઈ તો બાકી બધું રહી જશે એટલે તારો આ વીડીયો જોઈને જ.... ” આર્ય એ કહ્યું

“તારી હિંમત કેમ થઈ આ રીતે.... ” કાયરા એ કહ્યું

“હું અને કાયરા લગ્ન કરી લેશું પછી તારો આ વીડિયો અમારું કંઈ નહીં બગાડી શકે ” આરવે કહ્યું

“આરવ મહેતા, લોકોને તો બસ લસ્ટ શાંત કરવા સાધન જુવે અને આ વીડિયોમાં કાયરાનું આ જીસ્મ એ સાધન છે તમે લગ્ન કરો કે ના કરો જો મારી વાતો ન માની તો આ વીડિયો આખી દુનિયા જોશે અને કાયરા તારી બુક જેટલા પૈસા નહીં કમાય એટલા આ વીડિયો કમાઈ જશે” આર્ય એ કહ્યું

“તારે શું જુવે છે? ” કાયરા એ ગુસ્સે થતાં કહ્યું

“કહ્યું તો ખરા મારી શરતો તું પુરી કરી તો હું જતો રહી નહીં તો તારી બુક પ્બલીશ થશે એ પહેલાં આ વીડિયો પ્બલીશ થઈ જશે” આર્ય એ કહ્યું

“શું છે તારી શરતો? ” કાયરા એ કહ્યું

“આરામ થી યાર, આટલી જલ્દી શું છે આ બધું જાણવાની અત્યારે તો તારો વીડિયો જોઈ ને હલાવી રહ્યો છું બસ મારું લસ્ટ શાંત થાય એટલે હું પાછો ફોન કરી” આટલું કહીને આર્ય એ ફોન કટ કર્યો.

“કોણ છે આ જે આ રીતે કાયરા પર.... ” રુદ્ર એ કહ્યું

“કાયરા તારો કોઈ દુશ્મન છે જે.... ” આરવે કહ્યું

કાયરા એ થોડીવાર વિચાર્યું કે અને કહ્યું, “ના, મને યાદ છે ત્યાં સુધી કોઈ આવું નથી ”

“અરે પણ તેણે આ વીડિયો બનાવ્યો કંઈ રીતે? ” ત્રિશાએ કહ્યું

“હા, ત્રિશા ની વાત સાચી છે આખરે તેની પાસે આ વીડિયો પહોંચ્યો કેમ? ” રુદ્ર એ કહ્યું

આરવે રૂમમાં બધે નજર ફેરવી અને કહ્યું, “જરૂર રૂમમાં કંઈક તો છે જે આપણી બધી વાતો એ વ્યક્તિ સુધી પહોંચાડે છે ”

“પણ મારા રૂમમાં કોઈ શા માટે કંઈ કરવાનું ” કાયરા એ કહ્યું

“એક કામ કરીએ જે એંગલ પર થી આ વીડિયો ઉતાર્યો છે એ તરફ બધી વસ્તુઓ ચેક કરીએ જરૂર કંઈક મળશે” આરવે કહ્યું

ત્યારબાદ આરવે વીડિયો જોયો અને કંઈ તરફથી વીડિયો ઉતાર્યા તે જોવા લાગ્યો અને ત્યારબાદ એ ચારેય લોકો રૂમમાં બધે શોધખોળ કરવા લાગ્યા આખરે કોઈ કેમેરો કે એવી કોઈ વસ્તુ છે જેનાથી તે વ્યક્તિ એ આ વીડિયો રેકોર્ડિંગ કર્યું હોય.તેમણે આખો રૂમ ચેક કરી લીધો પણ એક પણ જગ્યાએ તેને કેમેરો દેખાયો જ નહીં.

આર્ય પોતાના રૂમમાં આવ્યો તે બોર્ડ તરફ ગયો, સામે પડેલાં ટેબલ પર ચેસ બોર્ડ પડયું હતું જેમાં એક તરફ બધા પ્યાદાં હતા પણ બીજી તરફ એક રાજા જ હતો. તેણે એ રાજા ઉઠાવ્યો અને સામે રહેલ એક પ્યાદું હટાવી ને રાજા ત્યાં મૂકી દીધો.

“હું જાણું છું કે ચેસમાં આવા કોઈ નિયમો નથી પણ આ બાજી પણ મારી છે અને આમ દરેક ચાલ પણ મારી જ હશે” આર્ય એ કહ્યું

તે બોર્ડ તરફ ગયો અને કહ્યું, “હવે મજા આવશે જયારે તારી ઈજ્જત નાં બદલામાં તારા પાસે હું એ કામ કરાવી જે તે કયારે વિચાર્યું પણ નહીં હોય” આર્ય એ કહ્યું અને એક ડાર્ટ લઈ ને કાયરા નાં ફોટા પર માર્યું

આર્ય ફરી એ સિક્રેટ રૂમમાં પ્રવેશ્યો, એ રૂમ બીજા રૂમ કરતાં નાનો હતો પણ સામેની દિવાલ પર મોટી સ્ક્રીન લગાવેલી હતી જેમાં નાના નાના પાર્ટ હતા અને દરેકમાં અલગ અલગ સીન દેખાય રહ્યાં હતાં. તે સ્ક્રીન ની સામે વિશાળ ટેબલ હતું જેનાં પર ચાર પાંચ કિબોર્ડ હતા અને કેટલાંક હેડફોન અને નાના નાના માઈક્રોફોન હતા. રૂમમાં એક જ ખુરશી હતી, આર્ય તેના પર જઈને બેઠો, તેણે હાથમાં એક રિમોટ લીધો અને સ્ક્રીન તરફ રાખીને એક બટન દબાવ્યું તો તેમાં કાયરાનાં રૂમો દેખાય રહ્યો હતો. આજ રીતે કાયરાનાં આખાં ઘરની બધી જગ્યાઓ પર કેમેરા હતા, બેડરૂમ, કિચન, બાથરૂમ જેનો ખ્યાલ કોઈને ન હતો.

આર્ય એ ખાલી કેમેરા જ નહીં પણ નાના માઈક્રોફોન પણ સેટ કર્યો હતા જેનાથી તે બધી વાતો પણ આરામ થી સાંભળી શકતો હતો, આજ કાલ થી નહીં તે ઘણા સમયથી કાયરા પર નજર રાખી રહ્યો હતો. તેનો આ રૂમ એક જાળ હતો જેમાં કોઈ ફસાય જાય તો નીકળવું મુશ્કેલ હતું. કાયરા ની નાની નાની વાતોની લીસ્ટ હતી આર્ય પાસે હવે તેણે એ લીસ્ટ ચેક કર્યું અને એમાં તેણે સ્ક્રીન પર એક નામ ટાઈપ કર્યું, “ફેબેસી”.

“કાયરા હવે તારે આ મારું આ કામ પૂરું કરવું જ પડશે નહીં તો તારા આ વીડિયો ના દર્શન આખી દુનિયા કરશે” આર્ય એ કહ્યું

આર્ય એ એક “S” લખેલો સ્ટીલનો આલ્ફાબેટ ત્યાં ટેબલ પર મૂકયો અને થોડીવાર તેની સામે જોયું પછી તેણે ફરી સ્ક્રીન પર બધી જગ્યાની ફૂટેજ ચેક કરી અને કહ્યું ,“હવે ફેબેસી જ એક નવો મોડ લાવશે તારી લાઈફમાં કાયરા મહેરા”

આખરે આર્ય પોતાની પહેલી ચાલ ચલી પણ આ રીતે કોઈની પ્રાઈવેટ લાઈફમાં દખલ દઈને ?, કાયરા ના ઘરમાં બધે આર્ય એ કેમેરા લગાવ્યા હતા પણ કયારે અને કંઈ રીતે?, આર્ય એ ટેબલ પર “S” આલ્ફાબેટ મૂકયો તેનો મતલબ શું છે? અને આખરે આ ફેબેસી શું છે?, હો ના હો આર્ય ના દિમાગમાં હવે કોઈ મોટું ષડયંત્ર ઉભરી રહ્યું છે તેણે પૈસા માંગવાનાં બદલે પોતાની શરતો પૂરી કરવા કહ્યું અને એ પણ કાયરા ને, આર્ય ની નજર હવે તે બધા પર છે એટલે તેમની એક ચાલાકી પણ એમના પર ભારી પડી શકે છે, કાયરા ની આ બુક પ્બલીશ થશે કે નહીં? હવે પ્રર્શ્રોનો માયાજાળ ઉભો થઈ રહ્યો છે હવે આ માયાજાળ કયારે ઉકેલાશે અને કયારે આ આર્ય પરથી પડદો ઊઠશે એ જાણવા તમારે વાંચવું પડશે, “બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી”. ખાલી વાંચવાનું નથી પ્રતિભાવ અને રેંટીગ પણ આપવાનાં છે.