Beinthaa - 4 books and stories free download online pdf in Gujarati

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 4

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી

EPISODE :- 4

(આગળના ભાગમાં જોયું કે આરવ અને રુદ્ર કલભમાં જાય છે ત્યાં કાયરા અને ત્રિશા પણ આવે છે, આરવ તો છોકરીઓ સાથે વ્યસ્ત હોય છે પણ રુદ્ર અને ત્રિશા ની મુલાકાત થાય છે, આ વચ્ચે આરવનો ઝઘડો થઈ જાય છે અને રુદ્ર તેને બહાર લઈ જાય છે, આરવ નાનપણમાં જયાં ચા પીવા જતાં એ વિષ્ણુકાકા ની ટપરી પર જાય છે અને પોતાની જૂની યાદો વાગોળે છે, પણ આરવ એક કપ ચા એમનેમ ઢોળી નાખે છે એ કોઈને સમજાતું નથી)

રાત્રે બાર વાગ્વા આવી રહ્યાં હતાં, આરવ બાલ્કની માં ઉભો હતો, રુદ્ર પણ ત્યાં આવ્યો અને કહ્યું, “તને વિષ્ણુકાકા યાદ હતાં?”

“કેમ તને યાદ ન હતાં?” આરવ એ કહ્યું

“મને તો યાદ હતા પણ તું હવે નવાબી થઈ ગયો એટલે તને યાદ ન હોય” રુદ્ર એ કહ્યું

“રુદ્ર, હું મારી અતિત ની અહેમિયત કયારેય ઞ ભૂલ, આ દુનિયા ની ગમે તેવી મોંઘી શરાબ નો નશો પણ એમની ચા નાં નશા આગળ ફિકો છે” આરવ એ કહ્યું

“જો આટલું જ છે તો હવે થોડું તારાં બિઝનેસ પર પણ ધ્યાન આપ, બે વર્ષમાં તે લંડનમાં તો ઘણું કર્યું પણ અહીં તારી કંપનીમાં શું ચાલે છે એ તને ખબર પણ છે? ” રુદ્ર એ કહ્યું

“તું ચિંતા ના કર બધું ઠીક જ છે” આરવ એ કહ્યું

“આરુ, મહેનત કરી ને આ મૂકામ પર પહોંચ્વું બહુ મુશ્કેલ છે જે તે સંભવ કર્યું પણ આ મુકામ પર પહોંચીને એ સ્થાન જાળવી રાખવું એનાથી પણ વધારે મુશ્કેલ છે અને જો એકવાર ત્યાં થી નીચે પડયાં તો સીધા જમીન પર પડશું રસ્તામાં કંઈ હાથમાં પકડવા નહીં આવે” રુદ્ર એ આરવને સમજાવતાં કહ્યું

“તું ખોટી ચિંતા કરે છે રુદ્ર ” આરવ એ કહ્યું

“કાલ શું છે ખબર?? ” રુદ્ર એ ગુસ્સે થતાં કહ્યું

“શું છે?? ” આરવ એ કહ્યું

“મતલબ નવાબ ને એ પણ નથી ખબર, કાલ પેલી જે વિદેશી કંપની અહીં ઈન્વેસ્ટમેન્ટ કરવા આવી તેનાં ટેન્ડર ખૂલવાનાં છે તે તો ટેન્ડર ભરી દીધું પણ પછી કોઈ જાણકારી રાખી છે, તારા વિરોધીઓ પળ પળ ની માહિતી રાખે છે ” રુદ્ર એ કહ્યું

“આજ સુધી બધા ટેન્ડર મને મળ્યાં છે અને આગળ પણ મળશે ” આરવ આટલું કહીને અંદર જતો રહ્યો

“આરુ, મને હવે ડર લાગે છે કે કયાંક તારી આ મોજશોખ તને ડૂબાડી ન દે” આરવ નાં ગયાં પછી રુદ્ર બબડયો

સવારનાં દસ વાગી રહ્યાં હતાં, આરવ પોતાની કંપની પર ગયો હતો અને રુદ્ર તેનાં પ્રોડક્શન હાઉસ માં હતો, રુદ્ર એ પોતાનું લેપટોપ ખોલ્યું અને ટેન્ડર કોને મળ્યું એ જોવા લાગ્યો, તેણછ જોયું તો આ વખતે ટેન્ડર આરવ ની કંપનીને નથી મળ્યું, રુદ્ર એ આખી માહિતી વાંચી પણ તેને વધારે જાણવા નાં મળ્યું, તેણે શેરબજાર પર નજર કરી તો આરવ ની કંપની ના શેર કડાકા સાથે નીચે પડી રહ્યાં હતાં. રુદ્ર એ તરત આરવ ને કૉલ કર્યો પણ તેણે રિસીવ ન કર્યો એટલે રુદ્ર તરત જ આરવ ની ઓફિસ પર જવા નીકળી ગયો.

આરવ આરામ થી તેની આલીશાન ઓફિસમાં બેઠો હતો, તે ટેબલ પર પડેલાં લેપટોપમાં શેરબજાર ની હાલત જોઈ રહ્યો હતો. ત્યાં જ કોઈક એ દરવાજો ખખડાવ્યો, “મે આઈ કમ ઈન સર”

“યસ કમ ઈન ” આરવ એ લેપટોપમાં જોતાં જોતાં કહ્યું

એક પચ્ચીસ વર્ષ ની છોકરી અંદર આવી, એકદમ ટૂંકો બ્લુ કલરનો મીની સ્કર્ટ પહેરેલો હતો અને વાળ ખુલ્લા અને ફેસ પર થોડો મેકઅપ કરેલો હતો, એ આરવ ની પર્સનલ સેક્રેટરી હતી - ડેઝી

“સર આ ફાઈલ ??? ” ડેઝી એ એકદમ માદક અવાજ સાથે કહ્યું

આરવ એ તેનાં ફિગર પર નજર નાખી અને ફાઈલ લઈ ને ટેબલ પર મૂકી અને તેનો હાથ પકડીને પોતાની બાજુ ખેંચી.

“ડેઝી તારી સાથે ગમે તેટલી રાતો વિતાવું બધું ઓછું છે ” આટલું કહીને આરવ ઉભો થયો અને અને ડેઝી ને દિવાલ તરફ ઢકેલી અને ધીમે ધીમે તેનાં શરીર પર હાથ ફેરવવા લાગ્યો.

“સર આ વખતે ટેન્ડર આપણા હાથમાંથી જતું રહ્યું ” ડેઝી એ કહ્યું

“I Know” આરવ એ કહ્યું

“સર તમને દુઃખ નથી થતું ” ડેઝી એ કહ્યું

“મારું દુઃખ તું એકરાતમાં ભૂલાવી દે એવી છો” આટલું કહીને આરવે તેને વધારે નજીક ખેંચી, આરવ એ ડેઝી ને પકડી ને થોડી ઉંચી કરી અને ડેઝી એ પોતાના બનેં પગ આરવ ની કમર પર વીંટવી દીધા, આરવ તેનાં વાળ પકડીને ખેંચ્યા અને તેનાં હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા અને રસપાન કરવા લાગ્યો, તે ડેઝીનાં હોઠ પર કયારેક બટકા ભરી લેતો અને તેના કારણે ડેઝી નાં મોંમાંથી ઉંહકારા નીકળી જતાં, થોડીવાર પછી આરવ તેને તેનાથી છૂટી કરી, ડેઝી આગળ પડેલાં સોફા તરફ જતી હતી ત્યાં જ તેને ચક્કર આવવા લાગ્યા અને પગ લડખડાવા લાગ્યા, તેણે તરત સોફાનો સહારો લીધો અને સોફા પર બેસી ગઈ.

ડેઝી કંઈ બોલવા જયાં ત્યાં જ રુદ્ર કેબીનમાં આવ્યો અને કહ્યું, “તારી કંપની ના શેર ના ભાવ તૂટી રહ્યાં છે અને તું અહીં આરામ કરે છે ” રુદ્ર એ ગુસ્સે થી કહ્યું

આરવ આરામ થી તેની ખુરશી પર જઈને બેઠો, “સર મારા ગળામાં બળતરા થઈ રહી છે ” ડેઝી એ કહ્યું

રુદ્ર એ પાછળ જોયું તો ડેઝી સોફા પર બેઠી હતી અને તેનું ગળું તેણે પકડી રાખ્યું હતું.

“હા થોડી બળતરા થશે પણ આરામ થી મોત મળશે તને” આરવે કહ્યું

“આરવ, આ શું કર્યું??? ” રુદ્ર એ હેરાન થતાં કહ્યું

“ડેઝી, તને એમ લાગતું હોય કે છોકરીઓ નું જિસ્મ આરવ મહેતા ની કમજોરી છે તો એ તારી ભૂલ છે મારી સામે તારા આ નખરા બતાવી, રાત વિતાવી અને મારી જ પીઠ પાછળ મારી કંપની વિશેની માહિતી બીજી કંપનીઓ ને આપી અને મને ખબર નહીં પડે” આરવ એ કહ્યું

“સર હું.... ” ડેઝી સરખું બોલી પણ શકતી ન હતી કારાણ કે તેનાં ગળામાં બળતરા વધી રહી હતી

“મતલબ આરવ તારુ ટેન્ડર... ” રુદ્ર એ કહ્યું

“બીજી કંપની પાસેથી પચ્ચીસ લાખ લઈને ડેઝી એ લીક કરી દીધું ” આરવ એ કહ્યું

“પણ આરવ આને આમ ઝેર આપવું..... આ કામ પોલીસ નું છે ” રુદ્ર એ કહ્યું

“ઠીક કહ્યું તે, ઈન્સ્પેકટર અંદર આવો ” આરવ એ કહ્યું

ત્યાં જ એક ઈન્સ્પેકટર અને તેની સાથે મહિલા કોન્સ્ટેબલ અંદર આવી.

“ઈન્સ્પેકટર આ રહી ગુનેગાર ” આરવ એ ડેઝી તરફ ઈશારો કરતાં કહ્યું

“ઓકે સર” ઈન્સ્પેકટર એ કહ્યું

“ડેઝી બહુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તારી વાઈનમાં કોઈ ઝેર નથી, બસ એક કેમિકલ છે જેના કારણે ગળામાં બળતરા થશે પણ ઈન્સ્પેકટર જે દવા આપે એનાથી સારું થઈ જશે” આરવ એ કહ્યું

મહિલા કોન્સ્ટેબલ ડેઝી ને લઈ ગઈ અને ઈન્સ્પેકટર પણ આરવ ને મળ્યા પછી જતો રહ્યો.

“આટલું ધ્યાન પેલા આપ્યું હોત તો આજ ટેન્ડર તારી પાસે હોત” રુદ્ર એ કહ્યું

“કોણે કહ્યું આ ટેન્ડર મને નથી મળ્યું ? ” આરવ એ કહ્યું

“તો કોને મળ્યું? ” રુદ્ર એ કહ્યું

“તને ખબર છે કંઈ કંપની ને મળ્યું? ” આરવે એ કહ્યું

“કંપની????....... નામ તો નથી ખબર ” રુદ્ર એ વિચારતાં કહ્યું

“એ કંપની છે AM Industry મતલબ આરવ મહેતા ની કંપની ” આરવ એ કહ્યું

“What??? પણ કંઈ રીતે?? ” રુદ્ર એ હેરાન થતાં કહ્યું

“મને ખબર હતી કે મારું ટેન્ડર લીક થયું છે એટલે એનાથી પણ થોડી આેછી કિંમત નું બીજું ટેન્ડર મેં ભર્યું હતું ” આરવ એ કહ્યું

“મતલબ તને પહેલેથી બધી ખબર હતી?” રુદ્ર એ કહ્યું

“હા” આરવે કહ્યું

“તો આ બધું નાટક શા માટે? ” રુદ્ર એ અકળાતાં કહ્યું

“દુશ્મનની સામે કયારેય પોતાને શકિતશાળી બતાવાની ભૂલ કરવી નહીં, તેની સામે પોતાને કમજોર સાબિત કરવા જેથી તેની પકડ ઢીલી પડે, બસ મેં એજ કર્યું ” આરવ એ કહ્યું

“તું કેવા પેતરાં આજમાવતો રહે છે ” રુદ્ર એ કહ્યું

“મારી કયજોરી જાણીને ખુશ થતાં લોકો અંતમાં દુઃખી જ થાય છે અને વાત રહી પેતરાં ની તો આ ચહેરા પર કેટલાં નકાબ છે એ આજ સુધી તું પણ નથી જાણી શકયો તો આ દુનિયા શું ઘંટો જાણી શકશે” આરવે કહ્યું

“એ વાત તો છે, તારો કયો ચહેરો હકીકત છે અને કયો ભ્રમ એ જાણવું તો બહુ મુશ્કેલ છે ” રુદ્ર એ હસતાં હસતાં કહ્યું

આ તરફ આરવે તો સાબિત કરી દીધું કે તે જેવો દેખાય છે એવો છે નહીં.

એક ઓરડાં માં એકદમ અંધારું હતું, કંઈ પણ જોવું સંભવ ન હતું, પણ કોઈક ના આવવાનો અહેસાસ થઈ રહ્યો હતો, એ વ્યક્તિના ડગલાં ની આહત એકદમ શાંત વાતાવરણમાં ખલેલ ઉત્પન્ન કરી હતી. એ વ્યક્તિ અંદર આવ્યો અને બારી પાસે જઈને એક જ ઝાટકે પડદો ખોલી નાખ્યો અને એકસાથે સુર્યપ્રકાશ રૂમમાં આવ્યો, એ વ્યક્તિ એ તરત પોતાના ચહેરો ફેરવી લીધો, બારીમાંથી આવતો પ્રકાશ થોડાં ભાગમાં જ હજી અંધારું હતું, એ વ્યક્તિ એક દિવાલ તરફ ગયો અને ત્યાં રહેલી એક સ્વીચ ઓન કરી, તરત જ એ સ્વિચ ની બાજુમાં દિવાલ પર રહેલાં વિશાળ બોર્ડના ઉપરના ભાગમાં લાગેલી લાઈટ ઓન થઈ, હવે માત્ર બારીમાંથી આવતો પ્રકાશ અને એ લાઈટ થી માત્ર બોર્ડ જ પ્રકાશિત થયું બાકી બધે હજી અંધારું હતું. એ વ્યક્તિ બોર્ડ સામે જોયું અને એક સ્મિત કર્યું, એ અંધારામાં પણ તેનું સ્મિત દેખાય રહ્યું હતું. તેણે બોર્ડ ની બાજુમાં રહેલાં એક ડાર્ટસ ઉઠાવ્યું અને બોર્ડમાં સેન્ટરમાં કોઈક નો ફોટો લગાવેલો હતો અને તેણે ડાર્ટસ તેના પર ફેંકયું અને સીધું એ ફોટોની વચ્ચોવચ્ચ માર્યું અને એક અટહાસ્ય કર્યું અને કહ્યું, “NOW GAME IS BEGINNING ”

હવે ખબર નહીં આ કોણ આવ્યું આ સ્ટોરીમાં, કયાંક વિલન??, હજી તો આરવ સરખી શરૂઆત નથી કરી ને કોણ આવી ગયું નવી શરૂઆત કરવા અને એ વ્યક્તિ પોતાના ચહેરાને અંધારામાં રાખવાની કોશિશ કરી રહ્યો છે અને જે પડદા પાછળ રહેવાની કોશિશ કરે છે એની નિયત સાચી નથી હોતી અને બોર્ડ પર કોનો ફોટો હતો???, ખાલી ફોટો જ હતો કે બીજું કયાંક પણ હતું?, શું છે ?શું નહીં ? એ તો હવે આવતાં એપિસોડમાં જ ખબર પડશે તો એ માટે તમારે વાંચવું પડશે, “બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી “

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED