Beinthaa - 5 books and stories free download online pdf in Gujarati

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 5

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી

EPISODE :- 5

(આગળના ભાગમાં જોયું કે છોકરીઓ આરવની કમજોરી છે એમ વિચારીને આરવની સેક્રેટરી ડેઝી તેની કંપની સાથે ચીટિંગ કરે છે પણ આરવ નો અસલી ચહેરો કોઈ સમજી શકે તેમ ન હતું એટલે આરવ પોતાના બિઝનેસમાઈન્ડ નો ઉપયોગ કરીને ડેઝી ને પણ પકડી પાડે છે અને જે ટેન્ડર તેના હાથમાંથી જવાનું હતું એ પણ મેળવી લે છે પણ આ વચ્ચે જ અંધારમાં એક અજ્ઞાત વ્યક્તિ એન્ટરી કરે છે જેના ઈરાદા તો હવે ખબર પડશે પણ તેનો નિશાનો અચૂક છે)

અંધારામાં રહેલ એ વ્યક્તિની નજર બોર્ડના સેન્ટરમાં રહેલ હતી અને એ ફોટો હતો કાયરા મહેરા નો, તેની આજુબાજુ ન્યૂઝપેપરનાં નાના કટીંગ હતા, જેમાં કાયરા વિશે ન્યૂઝ છાપેલી હતી, તેની ત્રણ બુકો કયારે લોન્ચ થઈ, તે કંઈ કંઈ ઈવેન્ટમાં ચીફ ગેસ્ટ તરીકે ગઈ, કેટલાં એવોર્ડ મળ્યાં, બધાનાં કટીંગ લાગેલા હતા, કાયરા કયારે ઉઠે, કયારે જમે, શું જમે, કયારેય સૂવે, ખુશ થાય ત્યારે શું કરે, દુઃખી હોય ત્યારે શું કરે, આની આખી લીસ્ટ એ બોર્ડ પર લાગેલી હતી, કાલે કલબમાં ગઈ હતી તેનાં ફોટો પણ આ બોર્ડ પર હતા.

કાયરાની આટલી બધી માહિતી અહીં એકઠી કરેલી હતી કે તેની કેટલીક આદતો તો કાયરા ને પણ ખબર નહીં હોય.

“કાયરા મહેરા, હવે તારી લાઈફમાં ભૂચાલ મચાવે હું આવી રહ્યો છું, તારી ત્રણ બુક બહુ સફળ રહી પણ તારી આ ચોથી બુક તારા લાઈફની આખરી બુક હશે, હું તને બરબાદ કરીને મૂકી દઈ અને જે મારા રસ્તામાં આવશે હું એને પણ બરબાદ કરી નાખી, હવે તારી જીંદગી ની એક એક પળ તને તડપાવી” એ વ્યક્તિ એ ગુસ્સામાં કહ્યું

કાયરા પોતાના રૂમમાં આવી, તેનું ધ્યાન હવે તેની નવી બુક પર જ હતું. તેણે પોતાનો કબાટ ખોલ્યો અને અંદર એક ડિજિટલ ત્રિજોરી હતી, તેણે તેમાં પાસવર્ડ નાખ્યો અને તેને ખોલી પણ તેમાં કોઈ પૈસા કે ઘરેણાં ન હતા પણ કાગળ નું એક બંચ હતું જેમાં પીન વડે બધા કાગળો જોડાયેલા હતા, તેણે એ બહાર કાઢયું, એમાં પહેલાં પેજ પર લખેલું હતું, “બેઈંતહા - લવ એન્ડ લસ્ટ”

આ હતી કાયરા ની એ સ્ટોરી જે તેની તકદીર બદલી નાખવાની હતી, તેણે આજના યુથ ને ધ્યાનમાં રાખીને આ સ્ટોરી લખી હતી, જેમાં લવ હતો અને એની સાથે હતો લસ્ટ એટલે કે હવસ, જયારે આ બંને એક થાય છે ત્યારે એક રીલેશનશીપમાં કેવી પરિસ્થિતિ ઉભી થાય છે એ વર્ણવેલ હતું, લવ પર જયારે લસ્ટ હાવી થાય છે અને જયારે કોઈ તમારા વિશ્વાસ સાથે ખેલ ખેલી જાય ત્યારે શું થાય છે તેનાં પર આ સ્ટોરી લખી હતી અને યુથ ને આકર્ષવા માટે એમાં થોડાં એવાં વર્ણન પણ કર્યો હતા કે જે માત્ર ચાર દિવાલ ની અંદર બે યુવા દિલો વચ્ચે થતાં હશે અર્થાત પ્રણય નું વર્ણન. કારણ કે કાયરા જાણતી હતી કે યુથ કોઈ સારી બુક વાંચે કે ન વાંચે પણ જો તેને ખબર પડી કે તેની બુકમાં કંઈક આવું છે તો એ લોકો આ બુક જરૂર વાંચશે.

કાયરા પાસે બુક તો તૈયાર હતી પણ તે આ બુક ને જે રીતે માર્કેટમાં લાવવા માંગતી હતી એ માટે બહુ ખર્ચો કરવાની જરૂર હતી પણ આટલો ખર્ચો કરે કોણ એ વાત થી એ પરેશાન હતી પણ હિંમત ન હારી, તેણે ત્રિશા ની વાતને પણ ધ્યાન માં લીધી, પણ રુદ્ર ઓબેરોય પાસે સીધું જવું એના કરતાં પહેલાં પોતાના ઓળખીતા પ્બલીશસર ને મળી ને એકવાર વાત કરી જૂવે જો કોઈ તેને હા પાડે તો તેને રુદ્ર ઓબેરોય પાસે જવાની જરૂર જ ન પડે.

ચાર દિવસ નીકળી ગયા, આરવ પોતાના કામમાં વ્યસ્ત હતો અને રુદ્ર તેનાં કામમાં વ્યસ્ત હતો, બંને સાંજે વિષ્ણુકાકા ની ટપરી જરૂર મળતા, પણ આ ચાર દિવસમાં કાયરા ની હાલત ખરાબ થઈ ગઈ હતી.

કાયરા એ આ ચાર દિવસ માં મોટાભાગના બધા પ્બલીશસર ને મળી ચૂકી હતી પણ અફસોસ કે કોઈ તેની આ બુક ને તેના પ્રોડક્શન હાઉસ હેઠળ પ્બલીશ કરવા તૈયાર ન હતું, બધા ને તેની બુક પંસદ આવતી પણ તે બુક ને પ્બલીશ કરવા કાયરા જે પબ્લિસિટી કરવા માંગતી હતી એમાં બહુ પૈસા ખર્ચે થાય એમ હતા અને એ બધા લોકોનું માનવું હતું કે એક બુક પાછળ આટલો ખર્ચો કરવા મૂર્ખતા છે.

આરવ ઓફિસમાં કામ કરી રહ્યો હતો અને ત્યાં જ રુદ્ર નો ફોન આવ્યો,

“કયાં છે તું?? ” આરવ એ ફોન રિસીવ કર્યો તરત જ રુદ્ર એ કહ્યું

“ઓફિસમાં છું ” આરવ એ કહ્યું

“હજી ઓફિસમાં છે, જવું નથી? ” રુદ્ર એ કહ્યું

“કયાં જવું છે ” આરવે કહ્યું, આરવનું બધું ધ્યાન લેપટોપમાં હતું

“મતલબ તું ભૂલી ગયો ” રુદ્ર એ કહ્યું

“શું ભૂલી ગયો, યાર તું સીધું બોલને ” આરવે અકળાતાં કહ્યું

“ઓકે આજની તારીખ જો ” રુદ્ર એ કહ્યું

આરવે એ કેલેન્ડર પર નજર નાખી અને કહ્યું, “સોરી સોરી બસ હમણાં આવું છું ”

આરવ તરત ફોન મૂકીને, લેપટોપ બંધ કર્યું અને બહાર નીકળ્યો અને પોતાની ગાડીમાં બેસીને તે નીકળી ગયો.

આ તરફ કાયરા એક પ્રોડક્શન હાઉસ થી હતાશ થઈ ને બહાર નીકળી, પણ એજ પ્રોડક્શન હાઉસ ની બહાર એક ઝાડ પાછળ એક વ્યક્તિ ઉભો હતો, જે છૂપાય ને કાયરા પર નજર નાખી રહ્યો હતો, તેણે કાળો કોટ પહેર્યાં હતો અને માથા પર એ ઢંકાયેલો હતો, મોઢાં પર પણ કપડું બાંધેલ હતું, તેણે કોટ ના ખિસ્સામાંથી એક ડાર્ટ કાઢ્યું અને સીધું કાયરા તરફ ફેકયું.

આમ અચાનક પોતાના તરફ કંઈક આવ્યું એટલે કાયરા હચમચી ગઈ, તેણે જોયું તો એક ડાર્ટ નીચે પડયું હતું, પણ એ ખાલી ડાર્ટ ન હતું તેની પીનમાં એક ચિઠ્ઠી પણ હતી. કાયરા એ ડાર્ટ ઉઠાવ્યું અને આજુબાજુ નજર ફેરવી પણ પેલો વ્યક્તિ ત્યાંથી નીકળી ચૂક્યો હતો. કાયરા એ તે ચીઠ્ઠી ખોલી અને વાંચી, તો તેમાં લખ્યું હતું,

“બેઈંતહા લવ અને યારી તો તે લખી પણ બેઈંતહા નફરત હું લખી”

આ વાંચ્યા પછી તે થોડી ગભરાઈ ગઈ, પણ ત્યાં જ તેનાં ફોનમાં રીમાઈન્ડર વાગ્યું અને તેણે તે જોયું એટલે તેને કંઈક યાદ આવ્યું અને તે ડાર્ટ અને ચીઠ્ઠી ત્યાં જ ફેંકી ને ચાલી ગઈ.

રુદ્ર પહોંચે એ પહેલાં આરવ ત્યાં પહોંચી ગયો અને બહાર કાર પાર્ક કરીને તેની રાહ જોઈ રહ્યો હતો, રુદ્ર આવ્યો અને તેણે કાર પાર્ક કરી,

બહાર આવીને તે આરવ પાસે આવ્યો ત્યાં જ આરવે કહ્યું, “કેમ મને કહી ને તું મોડો પડયો”

“અરે યાર ટ્રાફિક ” રુદ્ર એ કહ્યું

“હવે બાપને *દુ ના બનાવ સમજયો” આરવે કહ્યું

બંને પાછળ ફર્યૉ ત્યાં એક બોર્ડ મારેલ હતું, “વાત્સલ્ય ધામ”

“ઘણું બદલાય ગયું છે” રુદ્ર એ કહ્યું

“તારી જેમ બધા જૂના તો નથી રહેતા ” આરવ એ મસ્તી કરતાં કહ્યું

“હા હવે અંદર ચાલ” રુદ્ર એ કહ્યું

“વાત્સલ્ય ધામ” આ હતું એ અનાથઆશ્રમ જયાં આરવ અને રુદ્ર મળ્યા હતા અને ઘણો સમય આ અનાથઆશ્રમ માં જ વિતાવ્યો હતો અને આજે આ આનથઆશ્રમ નો સ્થાપના દિવસ હતો. તે બંને અંદર ગયા, એક નાનું એવું ગાર્ડન હતું અને તેની સામે બે માળની એક નાની બિલ્ડીંગ હતી, બધા નાના છોકરાઓ ત્યાં ગાર્ડનમાં રમી રહ્યાં હતા, ઘણાં સર અને મેડમ હતા પણ આરવ અને રુદ્ર ની નજર એક મેડમ પર પડી, જે થોડાં વૃદ્ર લાગતાં હતા, તે બંને તેમની પાસે ગયા.

રુદ્ર જઈને તેમને પગે લાગ્યો, એ મેડમ થોડીવાર ચશ્મા સરખા કરીને જોયું પછી તેને ઓળખાણ પડી એટલે કહ્યું, “રુદ્ર ”

“હા મેમ હું ” રુદ્ર એ કહ્યું

તેમણે રુદ્ર સાથે ઉભેલા વ્યક્તિ સામે જોયું અને કહ્યું, “તારે આવવાની શું જરૂર હતી”

“અરે ભૂલ થઈ કે તમને કહ્યાં વગર જતો રહ્યો, માફ કરી દે આટલાં નખરા તો આજકાલની છોકરીઓ ના પણ નથી” આરવે એ કહ્યું

તેમણે આરવ નો કાન પકડયો અને મરડયો, “અચ્છા તો હવે ભૂલ કરી ને પાછું મને સંભળાવે છે”

“બરોબર છે મેમ, મારી વાત તો માનતો પણ નથી ” રુદ્ર એ કહ્યું

તેમણે કાન છોડયો અને કહ્યું, “તમે બનેં હજી સુધી અમને અને આ અનાથઆશ્રમ ને નથી ભૂલ્યા એ બહુ મોટી વાત છે”

“આ અમારું પહેલું ઘર છે અને કોઈ પોતાના પહેલાં ઘરને ભૂલી ના શકે” રુદ્ર એ કહ્યું

આરવે એક ચેક કાઢયો અને તેમને આપ્યો, “હવે આની જરૂર નથી તમે બંને પહેલાં બહુ બધુ કર્યું છે ” તે મેમ એ કહ્યું

“અા તમારો હક છે મેમ અને અમે આ બધું આ બાળકો માટે જ કરીએ છીએ, જેથી ભવિષ્યમાં આજ બાળકોમાંથી આરવ મહેતા અને રુદ્ર ઓબેરોય બનીને કોઈ બહાર નીકળે” આરવે એ કહ્યું

આરવ અને રુદ્ર ના ઘણાં આગ્રહ પછી તેમણે ચેક લીધો, હવે તે બંને બધા બાળકો ને મળવા માટે ગયા, રુદ્ર બહાર ગયો, તે બધા માટે ગીફટ લાવ્યો હતો જે કારમાં હતા. અહીં આરવ ને કોઈક નો મીઠો અવાજ સંભાળ્યો જે કયારેય તેણે સાંભળ્યો ન હતો, તેણે એ દિશા તરફ જોયું પણ કંઈ દેખાયું નહીં, તે ધીમે ધીમે એ દિશામાં આગળ વધવા લાગ્યો તો કોઈ છોકરી હતી તેવું તેને લાગ્યું, પણ વચ્ચે અમુક લોકો હતા અને થોડા વૃક્ષો હતા એટલે તે જોઈ શકતો ન હતો આરવ ને ખાલી તેનાં હોઠ દેખાયા, એકદમ લાઈટ પીંક લિપસ્ટિક લગાવેલા.

“જેના હોઠ આટલા રસભર છે એ કેવી હશે ” આરવે મનમાં વિચાર્યું

તે છોકરી તો ત્યાં થી નીકળી ગઈ અને અંદર તરફ ગઈ, આરવ પણ હવે તેની પાછળ જવા લાગ્યો. હવે આ કોણ નવું આવ્યું સ્ટોરીમાં?, આરવ ની તો ખબર જ છે એ શું કરશે, પણ શું પેલી છોકરી એવું કંઈ થવા દેશે કે પછી?, કાયરા ને પણ પેલાં વ્યક્તિ એ એક ચીઠ્ઠી આપી છે, એનો મતલબ તો કાયરા ના સમજી પણ શું લાગે છે કાયરા આ વાત ને સિરીયસ લેશે?, અત્યારે તો આરવ શું કરે એ જાણવું જરૂરી છે, તો બસ જાણવા માટે વાંચતા રહ્યો, “બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી ”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED