Beinthaa - 2 books and stories free download online pdf in Gujarati

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 2

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી

EPISODE :- 2

રુદ્ર ઓબેરોય આરામ થી સૂતો હતો, પણ અચાનક તેની આંખો ખૂલી ગઈ તેણે તરત જ ફોન તરફ હાથ લંબાવ્યો અને જોયું તો 6 કૉલ આવેલા હતા, તેણે તરત જ ફોન અનલોક કરી ને જોયું, નામ જોતાં જ તેણે તરત કૉલબેક કર્યો, થોડીવાર રીંગ વાગી પછી સામે છેડે થી કોઈ એ ફોન રિસીવ કર્યો.

“સોરી યાર, કાલ કામનો બહુ લોડ હતો એટલે સૂતો હતો અને ફોન પણ વાઈબ્રેટ પર હતો” રુદ્ર એ પહેલાં જ ચોખવટ કરતાં કહ્યું

“દસ મિનિટ છે તારી પાસે જો એરપોર્ટ પર નહીં પહોંચ્યો તો તને ખબર જ છે હું શું કરી???? ” સામે થી પણ કોઈ છોકરા નો અવાજ આવ્યો

“તું ઈન્ડિયા આવ્યો છે????? ” રુદ્ર એ ખુશ થતાં કહ્યું

“દસ મિનિટ” સામે છેડે થી અવાજ આવ્યો

રુદ્ર એ ફોન કટ કરીને તરત જ કાર ની ચાવી લીધી અને દોડવા લાગ્યો, પોતાની ફેવરિટ કાર Audi RS5 માં બેઠો અને જલ્દી થી એરપોર્ટ જવા નીકળી ગયો. નવ મિનિટમાં તે એરપોર્ટ પર પહોંચી ગયો, તે કારની બહાર નીકળી ને આમતેમ જોવા લાગ્યો, થોડીવારમાં મેઈનગેટ થી એક એરહોસ્ટેસ આવતી દેખાઈ તેની પાછળ એક વ્યક્તિ આવી રહ્યો હતો, પાંચ ફૂટ ચાર ઈન્ચ હાઈટ, મજબૂત શરીર, બ્લુ કલરનું પેન્ટ અને તેના પર વ્હાઈટ ટીશર્ટ અને એક હાથમાં બ્લુ જેકેટ, હાથમાં IWC ની વોચ, થોડો ગોળ ચહેરો, તીક્ષ્ણ આંખો, એકદમ મુલાયમ અને સ્ટેટ વાળ, તેમાં સોય પણ નાખો તો આરામ થી આરપાર નીકળી જાય, એકદમ હિરો જેવી પર્સનાલિટી હતી.

એ વ્યક્તિ તેની સાથે રહેલી એરહોસ્ટેસ ને ગળે લાગ્યો અને ગાલ પર કિસ કરી અને કહ્યું,“Byy, baby ”

રુદ્ર એ આ જોયું પછી તેણે એ વ્યક્તિ ના ચહેરા તરફ જોયું તો ગરદન પર લિપસ્ટિક ના નિશાન હતા, થોડી ખરોચ હતી એટલે એ સમજી ગયો શું થયું હતું અને તે મનમાં બબડયો, “આ હરામી કયારેય નહીં સુધરે ”

રુદ્ર એ તેને બૂમ પાડી, “આરુ.... ”

તેણે રુદ્ર સામે જોયું અને હાથ ઉંચો કર્યો અને તે ત્યાં આવે છે તે ઈશારો કર્યો, તે રુદ્ર પાસે આવી રહ્યો હતો અને છોકરી ત્યાં થી પસાર થઈ અને તે વ્યક્તિ ઉભો રહી ને તેને પાછળ ના ભાગ ને જોઈ ને સ્માઈલ કરી રહ્યો હતો. રુદ્ર એ આ જોયું અને માથા પર હાથ પછાડયો.

“શરમ કર હરામી, આમ કોણ કરે???? ” એ વ્યકિત નજીક આવ્યો એટલે રુદ્ર એ કહ્યું

“શરમ તું કર કે તારો જીગરી યાર આટલા ટાઈમ પછી ઈન્ડિયા આવ્યો અને તું ગળે પણ નથી લાગતો ” આટલું કહીને તે રુદ્ર ને ગળે લાગ્યો.

“આખરે તું પાછો આવ્યો, The KING of Business Industry ” રુદ્ર એ કહ્યું

“બાદશાહ તો શું બિઝનેસ નો પણ સાલું બેગમો વગર મજા નથી આવતી ” એ વ્યકિત એ કહ્યું

“શરમ કર ઠરકી, હમણા જોયું મે પેલી એરહોસ્ટેસ સાથે.... ” રુદ્ર એ કહ્યું

“એ તારી ભૂલ છે, મેં કેટલા કૉલ કર્યો પણ તે રિસીવ જ ન કર્યો પછી શું કરું કયાંક તો ટાઈમપાસ કરવો પડે ને અને તને તો ખબર જ છે કે આરવ મહેતા ભલે ગમે એટલો મોટો બિઝનેસ મેન હોય પણ છોકરીઓ જોઈ ને પ્લેબોય બની જ જાય છે ” આરવ એ કહ્યું

“હા હવે બાકી વાતો પછી પહેલા ઘરે ચાલ” રુદ્ર એ કારનો દરવાજો ખોલતાં કહ્યું

બંને ગાડીમાં બેઠા અને ત્યાં થી નીકળી ગયાં, આ હતો આરવ મહેતા - 25 વર્ષ નો હતો પણ બિઝનેસ માં તેનો હરાવો મુશ્કેલ હતો એ એવા પેતરાં આજમાવતો કે બધા ના મગજ ચકરાવા લાગતાં, કોઈ પણ વિદેશી કંપનીઓ હોય તેના ટેન્ડર હમેશાં તેને જ મળતા, બે વર્ષથી લંડનમાં હતો અને પોતાના બિઝનેસ ના પાયા મજબૂત કરી રહ્યો હતો, પણ આરવ ની એકજ કમજોરી હતી અને એ છે છોકરીઓ, તેની અંદર રહેલી લસ્ટ (હવસ) ને તે સંતોષવા તે પોતાના પૈસા અને પાવર બંને નો ઉપયોગ કરતો અને હતો પણ હેન્ડસમ એટલે છોકરીઓ સરળતા થી તેના તરફ આકર્ષિત થતી.

આરવ અને રુદ્ર બંને અનાથ હતા અને તે બંને એકજ અનાથ આશ્રમ માં સાથે મોટા થયા હતા અને આજે એ મુકામ પર પહોંચ્યા હતા કે જેની કોઈ ને કલ્પના પણ ન હતી, રુદ્ર ને આરવ ના આ લસ્ટ વાળો સ્વભાવ પંસદ ન હતો પણ આરવ પહેલાં આવો ન હતો પછી કોને ખબર શું થયું અને....

રુદ્ર આરવ ને ઘરે લઈ ગયો, તેણે તેનું સ્વાગત કરવામાં કોઈ કસર બાકી ન રાખી, બંને તેની જૂની યાદો વાગોળવા લાગ્યા, જયારે પહેલીવાર અનાથ આશ્રમ માં મળ્યા અને પાકા મિત્રો બની ગયા અને બંને એ સાથે પ્રગતિ કરી, એકબીજાને સુખદુઃખ માં મદદ કરી. અતિત ની યાદોમાં એટલાં ડૂબી ગયા કે કયારેય બપોરનાં 2 વાગી ગયા ખબર જ ન પડી.

“યાર હવે ઓફિસ એ જવું પડશે” રુદ્ર એ તૈયાર થતાં કહ્યું

“ચાલ હું પણ આવું તારી સાથે ” આરવ એ કહ્યું

“ભાઈ મારી સેક્રેટરી ઝોયા જોબ છોડી ચૂકી છે અને હવે એક છોકરો મારો સેક્રેટરી છે ” રુદ્ર એ કહ્યું

“ઓહોહો, કેમ??? ” આરવ એ જેકેટ પહેરતા કહ્યું

“એના નિકાહ થઈ ગયો છે ” રુદ્ર એ કહ્યું

“મને કંઈ પ્રોબ્લેમ નથી, બીજી છોકરીઓ તો હશે જ ને??? ” આરવ એ કહ્યું

“યાર, તું શા માટે મારી ઓફિસ ને રંડીખાનું બનાવે છે, જે ટેબલ પર હું કામ કરું છું ત્યાં તું.... ” રુદ્ર એ કટાક્ષ કરતા કહ્યું

“મારી જગ્યાએ તારે આ કરવું જોઈએ પણ અફસોસ તારો ઉભો થતો નથી અને તું છોકરીઓ થી શરમાય છે તો પછી મારે જ કરવું પડે છે ” આરવ એ કહ્યું

“આરુ, જરૂરી થોડું છે કે સેકસ કરવો જ પડે અને જેની સાથે લવ થાય એની સાથે જ કરવું સારું છે ” રુદ્ર એ કહ્યું

“તું જીંદગીભર ટ્રુ લવ ની રાહ જોઈ અને વર્ઝીન મરી, એના કરતાં તારી અંદર ના લસ્ટ ને બહાર લાવ અને તૂટી પડ બસ ” આરવ એ કહ્યું

“તું નહીં સુધરે” રુદ્ર એ હસતાં કહ્યું

“છોકરીઓ ને સુધરેલા પંસદ નથી અને આમ પણ આપણાં કરતાં એમની અંદર લસ્ટ વધારે હોય, આપણા કરતાં તો એમના મૂડ વધારે હોય એેટલે હું તો બસ એમને સંતૃપ્ત કરી ને સમાજસેવા કરું છું ” આરવ એ હસતાં હસતાં કહ્યું

“ભાઈ તું આ સમાજસેવા મારી ઓફિસ માં ન કરતો ” રુદ્ર એ કહ્યું

“ઠીક છે તારી વાત ને હું ટાળી પણ નથી શકતો” આરવ એ કહ્યું

“એ તો છે” રુદ્ર એ કહ્યું

“યાર હું આવ્યો છું તો હવે સેલેબ્રિટી તો થવું જોઈએ ” આરવ એ કહ્યું

“ઓકે,તો આજ રાત્રે કલબમાં જઈએ ” રુદ્ર એ કહ્યું

“હા, આજ તો શરાબ અને શબાબ ની મજા જ અલગ હશે ” આરવ એ કહ્યું

“ઠરકીઓનો સરદાર છે તું ” રુદ્ર એ આરવ ને ટપલી મારતાં કહ્યું

હવે આ સંયોગ છે કે શું એ તો નથી ખબર પણ રાત્રે ચારેય એક જ કલબમાં જશે????, અને જો જશે તો તમને આરવ ના સ્વભાવ ની તો ખબર પડી જ ગઈ છે અને કાયરા તો છે જ અપ્સરા, હવે લવ અને લસ્ટ આ તો તમને જોવા મળશે પણ રહસ્ય શું છે એ જાણવા રાહ જોવી પડશે કારણ કે જયારે બધું શાંત પડશે ત્યારે કોઈ તુફાન જરૂર ઉઠશે તો હવે જે રાત્રે થવાનું છે એ જાણવા વાંચતા રહ્યો, “બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી ”

બીજા રસપ્રદ વિકલ્પો