Rajveer no rankar books and stories free download online pdf in Gujarati

રાજવીર નો રણકાર

"રાજવીર" નો રણકાર

વાંચકોના હ્રદયસ્પર્શી પ્રતિભાવો થી મને ખૂબ જ આંનદ થયો છે. મારી નવલકથાઓ માં "વિખુટી વિજોગણ" અને "કાળુંભા-એક અતિત" ને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
જીવનના દરેક તબક્કામાંથી કંઈક શીખવું છે, એ જીવનમંત્ર સાથે, માઁ પ્રકૃતિ ની કૃપાથી એક કવિ બની જીવનની લાગણીઓ તથા કુદરતી સૌંદર્ય ની પ્રતીતિ સ્વરૂપે લખેલા મારાં કેટલાક "કાવ્યો" તમારી સમક્ષ મુકું છું.

🌾હાલ ને ભેરુ🌾
હાલ ને ભેરુ ફરીએ આપણે ગામડા કેરી વાટે ;
ખેતર પાદર વન વગડા ને ભેળા મળી ઘાટે

વનની એ વનરાયું મને સાદ પાડી બોલવે ;
રમતા જ્યાં રાસે અમે ઢોલ-દાંડી ના તાલે
શ્યામ રાધા બનાવી અમે શેરીએ પડતા શાદ ;
હાલ ને જોવા પાદરે હવે બોલાવે છે રાસ
ખેડૂતો ધુરી ધોંસરા છોડી મેળો જોવા આવે ;
સ્નેહ થી નાના બાળ મેલીને માતાઓ પણ મ્હાલે
કોયલ ટહુકે આંબાડાળે કેસુડો હરખાય ;
મોરલો નિજ ની ઢેલ ચડાવી પ્રીતના ગીતો ગાય
મનડું હાલક-ડોલક થતું શૈશવ ના સથવારે ;
રાયચંદ નિજ ગામ બતાવી જયધ્વની ઉચ્ચારે
~ કવિ -રાયચંદ ગલચર "રાજવીર "

🌧️🌧️મેઘઘટા ઘનઘોર🌧️🌧️

મેઘ ઘટા ઘનઘોર, દીસે જ્યાં વીજકેરા ચમકાર
દૂંદભી કેરા નાદે જોગી જટા ધ્રુજાવે ધરા પર
માલધારી ધોરી હેત ભરાયા, હૈયા સ્નેહ થી ઉભરાયા
મોર ગહેંક્યા માળવીયે, ને ભરી બાથ વનરાવનને
વરસે મુશળધાર હરિ અંગ થી ઉતરી ગંગ
જે રંગ માં ના પડે ભંગ એ વ્યાપ્ત સૃષ્ટિ નો રંગ
અમૃત વરસે આ ભોમ પર, જ્યાં ધરા ને ધાવણ મળે
નવ સૃષ્ટિ નંદનવન બને, જ્યાં નવ તરૂં ફૂલે ફળે
જળબુંદ કેરા શ્વાસે, નવજ્યોત જીવન ઝળહળે
છોડી પ્રખર ઉત્પાત ભાનુ શીતળતા પ્રદાન કરે
તન, મન, હદયે રમતો રહી, માં પ્રકૃતિ ને માણતો
કહે રાયચંદ પ્રેમ, સ્નેહ ની પ્રતિજ્ઞા પોતે પાળતો.
કવિ -રાયચંદ ગલચર "રાજવીર"🌴🌴રાસે રમવાને વેલા આવજો 🌴🌴

એવી વરસી નભેથી આજ વાદળી રે લોલ
વરસ્યા વરસ્યા બારે મેઘ રે
રાસે રમવાને વેલા આવજો રે લોલ
ગોપ ગોવાળો નાચે તાનમાં રે લોલ
મેઘ વરસ્યો મુશળધાર રે
રાસે રમવાને વેલા આવજો રે લોલ
શ્રાવણ મહિનાની આવી અષ્ટમી રે લોલ
જન્મ લીધો છે જગદીશ રે
રાસે રમવાને વેલા આવજો રે લોલ
ઘેલા બની ઘૂમે સૌ સાથમાં રે લોલ
અનહદ આંનદ એના ઉર રે
રાસે રમવાને વેલા આવજો રે લોલ
રાયચંદ એ રાસ જોવા થનગને રે લોલ
દર્શન દો મુરલીવાળા કાન રે
રાસે રમવાને વેલા આવજો રે લોલ
કવિ ~રાયચંદ ગલચર "રાજવીર"

🌹🌹 જન્મભૂમિ 🌹🌹


ધન્યભૂમિ ગુર્જરધરા, પુણ્યશાળી જન્મભૂમિ
કર્મવીરની કર્મ પતાકા જેવી મારી જન્મભૂમિ

મમતાભર્યા વાત્સલ્ય તણા, ખોળા ખુદયા જનની તણા
જે સ્વર્ગ ને શરમાવે તેવા લાડ લડાવ્યા ઘણા

નિર્મલહૃદયે નિઃસ્વાર્થપણે, મોટા થયાં મા ના નિજ બળે
સુખ, દુઃખમાં સુવાળો હાથ ફેરવી લગાવ્યા નિજ ગળે

ગર્વ છે એ ભોમ પર, જ્યાં "ભગવા" ને આદર છે.
મહાપુરુષો નું સન્માન છે,જ્યાં વિચારો ની વણઝાર છે

સંસ્કૃતિ છે ઋષિ -મુનિની, માતૃભાષા ને સલામ છે
વેશ, વિચાર, વાણી તણા ખેલો આજેય મને યાદ છે.

જીવનમર્મ સમજાવતી મહેકાવતી આ જન્મભૂમિ
કહે રાયચંદ કઈ જન્મ ના પુણ્યથી મળે આ જન્મભૂમિ
કવિ ~રાયચંદ "રાજવીર"


💐💐💐મૃત્યુ સુંદરી💐💐💐

વરણ કરીશ હું મૃત્યુનું સેજ સજાવજો વાલા

કાળથી અકાળ ની વરમાળા પહેરી સુઈ જાઉં સુખભર નીંદ મા
વરણ કરીશ હું મૃત્યુ નું.®
સઘળા દુઃખોને ડામી સુખનો સુરજ લાલ બન્યો.
પરભવ ની વાટે નિષ્કલંક ડગલા માંડીશ.
દુઃખનો દરિયો દૂર હટાવી ચીર સુખ નો ઘૂંટડો ભરીશ.
વરણ કરીશ હું મૃત્યુ નું. ®
છૂટું થયું એક રથ નું પૈંડુ, ભાગ થયા બે-ચાર
ઘર સંસાર ને પીંખી નાખ્યો, રણ બન્યું રેતાળ
દરવાજો ખોલ્યો ત્યાં મૃત્યું સુંદરી સામી મળી.
વરણ કરીશ હું મૃત્યું નું. ®
મનની ગતિ થી ઘોડલો હાંકી દિવ્ય લોક માં જાવું
નીતિ નિયમોને નીચે મેલી નિત્ય આંનદે ધ્યાવું
વરઘોડો જોડાવી મારે જલ્દી પરણવા જાવું.
વરણ કરીશ હું મૃત્યું નું, ®
મારી વેલ શણગારજો વીરડા, જાડેરી જોડજો જાન
પ્રિયતમા ને પરણી મારી પ્રીતનું રાખીશ માન
મૃત્યુંસુંદરી ને આલિંગન કરી મારો પૂરો કરું સંસાર.
વરણ કરીશ હું મૃત્યુ નું. ®

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED