Aakarshan - 6 books and stories free download online pdf in Gujarati

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 6

Chapter 6 (નવી ઓફિસ અને લંડન)

આગળ નું...

અનુષ્કા એ જલ્દી થી જઈ ને ફ્લાઇટ મા બેસી ગઈ થોડીવાર મા ફ્લાઇટ ટેક ઓફ થઈ અને અનુષ્કા એ મુંબઈ ને બાય બાય કહ્યું અને પોહચી ગઈ લંડન. અને ત્યાં જઈ ને હોટેલ મા રૂમ બુક કરાવી ને રહી જયા સુધી કંપની મા થી ઘર નાં મળી જાય ત્યાં સુધી. બસ કાલે સવારે જઈ ને ઓફિસ મા એન્ટ્રી આપી ને મારી પોસ્ટ accept કરી લવ એટલે ઘર અને બીજી જરૂરિયાત નિ વસ્તુ મળી રહે અને રેગ્યુલર ઓફિસ જોઈન કરી શકું.

Continue......

બીજા દિવસે સવારે ફ્રેશ થઇ. હોટેલ રૂમ પર થી રિસેપ્શન પર કોલ કરી ને નાસ્તો મંગાવ્યો.નાસ્તો આવે ત્યાં સુધી મા મે ઓફિસ જવા માટે નિ બધી તૈયારી કરી દીધી.એટલા મા રૂમ ની ડોરબેલ વાગી.વેઈટર નાસ્તો લઈ ને ઉભો હતો.

નાસ્તો લઈ ને હું અંદર આવિ ને જોયું નાસ્તા મા શું છે એમ. બે બ્રેડ બટર ,થોડા બિસ્કીટ ,ને ટોસ્ટ સાથે ડાર્ક કોફી હતી.

નાસ્તો કરતા કરતા ફોન હાથ નાં લઈ ને ઓનલાઈન ટેક્સી બુક કરી માઇક્રો વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ નિ ઓફિસ જવા માટે જે મારું આજ થી ઘર ,ઓફિસ, રિલેટિવ બધું આજ થવાનું છે.

********
માઇક્રો વર્લ્ડ નિ ઓફિસ પર તો હું પોહચી ગઈ અને દરવાજા માં એન્ટર થતાં સામેજ રિસેપ્શન કાઉન્ટર પર જઈ ને કહ્યું કે હું અનુષ્કા પટેલ મારી બદલો ભારત થી આ બ્રાન્ચ મા થઈ છે બ્રાન્ચ મેનેજર તરીકે.

રિસેપ્શન પર કોમ્પ્યુટર પર ચેક કરી કર્યું અને ટેબલ માંથી એક ચાવી નીકાળી અને એક નાનું બોક્સ આપી ને કીધું કે વેલકમ મેમ આ તમારા ઘર માટે નિ ચાવી અને આ બોક્સ મા ઓફિસ નિ ચાવી આઇ કાર્ડ અને બીજી ઓફિસ નિ જરૂરિયાત નિ વસ્તુ છે જે કંપની માંથી આપવા આવે છે .અને હા મેમ ,તમને મોબાઇલ પર ઘર નું એડ્રેસ માગ કરી આપવા મા આવ્યું છે અને એ મેઈલ છે એ ઓફિસ જોઈન કરવા માટે નો છે તમારે 3 દિવસ પછી થી રેગ્યુલર ઓફિસ જોઈન કરવા નિ છે ત્યાં સુધી તમે આ શહેર નિ મુલાકાત લો અને આનદ માણો.

મે થેંક્યું કહી ને આભાર માન્યો એમને વળતા જવાબ. મા હેવ અ નાઇસ ડે કીધું.

હું ઓફિસ થી નીકળી ને કંપની માંથી એલોટ. કરવા મા આવેલ ઘર પર ગઈ ,ઘર બરાબર સાફ સફાઈ થયેલ હતું એટલે વિચાર્યું કે સાંજે હોટેલ માંથી ચેકઆઉટ કરી ને અહી આવી જાવ. ત્યાં સુધી હોટેલ પર જઈ ને આરામ કરી લવ અને સાંજે અહી આવિ જઈશ.

********
એક બાજુ અનુષ્કા એમની યાદો ને ભૂલવા માટે લંડન ટ્રાન્સફર થઈ હતી તો બીજી બાજુ રવિરાજ નિ કંપની અનુષ્કા લિમિટેડ જે એમને એના મિત્ર સાથે શરૂ કરી હતી તે આજે એમના એમ્પાયર ને આગળ વધારવા માટે માઇક્રો વર્લ્ડ નિ સાથે પાર્ટનર શિપ કરવા માટે આવેલ હતો અને એ ડીલ પાકી કરવા માટે 1 વર્ષ માટે ત્યાં બ્રાન્ચ લોયર તરીકે કામ કરવા નો હતો .રવિરાજ ને પણ કંપની માંથી ઘર મળેલ હતું એજ જગ્યા પર જ્યાં અનુષ્કા ને આપવા મા આવેલ હતું મારા ઘર નંબર 507 જ્યારે રવિરાજ નાં 707 .રવિરાજ તો આવી ગયો હતો એ ઘર માં રેહવા માટે.

*********
મે સાંજે હોટેલ માંથી ચેકઆઉટ કરી ને મારો સામાન લઈ ને ઘર પર આવી ગઈ. ઘર પર બધું સરખું મૂક્યું ભૂખ લાગી એટલે Domino's માંથી પિઝ્ઝા મંગાવ્યા.

પિઝ્ઝા આવ્યા એટલે ખાઈ લીધા પછી ઘર નિ બહાર નીકળી ને સ્ટ્રીટ પર વોકિંગ માટે ચાલવા લાગી.ચાલતા ચાલતા સ્ટ્રીટ નિ સામેની બાજુ પર ફરી રવિરાજ ને જોયો .આ વખતે ભ્રમ નથી એ જાણવા માટે જતી જ હતી ત્યાં વચ્ચે એક ટ્રક આવિ ગઈ અને રવિરાજ ક્યાં ગયો એ ખબર ના રહી.

રવિરાજ નાં મળી શકી એ વાત નું દુઃખ થયું. અને ફરી ઘરે આવિ ગઈ.

ઘરે આવી ને વિચાર કર્યો કે હજુ ઓફિસ માટે 3 દિવસ બાકી છે તો હું લંડન ફરી લવ એનાથી મને થોડી જાણકારી મળશે અને સૂકું પણ મળશે કેમ કે અહી આસમાન મા વાદળો છવાયેલા હોય જ છે અને વાદળો મને પસં છે એટલે મજા આવશે.

( લંડન શહેર ની મુલાકાત...... Continue next part)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED