Adhuro Prem. - 52 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ.. - 52 - વમળ

વમળ

પલક પોતાની જીંદગી ટુંકી કરવાંનું પાક્કો નીર્ધાર કરી ચુકી છે.
પોતાની નાનકડી પરીને છેલ્લી વખત પોતાની છાતીનું ધાવણ ધવરાવી અને ગળામાં ફાસી લગાવી અને મૃત્યુનાં આહોશમાં સમાઈને આ અવળી દુનિયાને (પલકની નજરથી)છોડીને હંમેશા હંમેશા વીદાઈ લ્ઈને પરલોકમાં જતું રહેવું એમ નક્કી કર્યું.પરંતુ હજયે વીચારોનું"વમળ"એનાં દીમાગનાં તાર હલાવી રહ્યાં છે. એની દીકરીને છોડીને જવાનું એને હીંમત ચાલતી નથી.વારેવારે ઉભી થાય અને દોરડાને હાથમાં પકડે અને બેસી જાય છે. લગભગ અગધો કલાક આવું કર્યું. અંતે એણે પાક્કો નિર્ણય લઈ લીધો.બસ હવે આત્મહત્યા એજ એક આ મુશ્કેલીઓ માથી છુટવાનો મારગ નજરે પડ્યો.

પલકે છેલ્લી વારની પોતાની દીકરીને વહાલ કર્યું,પોતાની દીકરીને માથું ચુમી લીધું. અને પોતાનાં ગળામાં ફાસીનો ગાળીયો નાખી લીધો.પણ ભગવાનને કશુંક બીજું જ મંજુર હતું. કોઈદિવસ નહી આજે વીશાલ વહેલો ઘેર આવ્યો. દરવાજો એમજ ખાલી આડો હતો.જેવો એણે ધક્કો માર્યો કે જોયું પલકે એનાં ગળામાં ફાસીનો ગાળીયો નાખી અને બસ પોતાની જાતને પલંગ ઉપરથી ધક્કો મારે એટલીજ વાર હતી.
ને વીશાલે દોડતાં આવીને પલકને પકડી લીધી. ગળામાંથી ગાળીયો કાઢીને પુછ્યું આ તું શું કરે છે ?

પલકે વીનાં આસું વહાવી કહ્યું બસ હવે મારી પાસે આ એકજ રસ્તો બચ્યોછે.હું હવે કોઈપણ ભોગે આ દુઃખનાં "વમળ"માંથી છુટવાં માગું છું. હવે બહું જીવી લીધું તમને કોઈ જ ભાવનાં ન હોય એવું લાગેછે.આ રહી તમારી દીકરી એને પ્રેમથી સંભાળી રાખજો.

વીશાલ અંદરથી થરથરતાં બોલ્યો, તું એવું કકકકાઈ કરીશ
નહી હવે હું તને ચોક્કસ શહેરમાં રહેવાં લ્ઈ અને જતો રહીશ, બસ હવે તો તું રાજીને ? હું કાલેજ વ્યવસ્થા કરી નાખું છું. અત્યારે જ તારી નજર સામે ફોન કરું છું, વીશાલ એનાં મીત્રોને ફોન કરવાં લાગ્યો બધાને કહ્લું કાલે તમે બધાં આવજો મારે ઘર સામાન ત્યાં શહેરમાં લાવવાનો છે.મીત્રો પણ ખુશ થયાં, પલકે કહ્યું ઠીકછે"જોઈએ એ પણ તમાસો એકવાર વધારે..

વીશાલે કહ્યું હવે આ તમાસો નથી જો હું વાહન પણ બાંધી આવું છું. વીશાલ ગામમાં ગયો અને મોટું વાહન ભાડે કર્યું. ઘરે આવીને મમ્મી પપ્પાને કહ્યું અમારો ઘરસામાન પેક કરાવો કાલે સવારે અમારે શહેરમાં રહેવાં જવાનું છે.

થોડી વડછડ થઈ પરંતુ બધાં માની ગયાં, પલકને પણ થયું કે ચલો પોતાનાં જીવનાં જોખમ ખેડવાથી કશોક તો ફાયદો થયો.પરંતુ એ પોતાનાં સાસું સસરાને એકલાં પણ છોડવાં માગતી ન હતી.એણે વીશાલને કહ્યુંકે આપણે ત્યાં સેટ થઈ જ્ઈએ પછી મમ્મી પપ્પાને પણ ત્યાં લ્ઈ જ્ઈશું.

જોઈશું,, વીશાલે કહ્યું લગભગ સાંજ સુધીમાં લગભગ બધો સામાન પેક થઈ ગયો. પલકે ફોન કરી એની મમ્મીને ત્યાં આવવાની વાત કરી લીધી. સવીતાબેન બહુ ખુશ થયાં. સખી સહેલીઓ પણ ખુશખુશાલ થઈ ગઈ.

વહેલી સવારે મીત્રો આવી પહોંચ્યાં, વાહન પણ આવી ગયું. બધાએ મળીને હસીખુશી કરતાં કરતાં ઘરસામાન ચડાવી લીધો.હવે પલકે પોતાની સાસું સસરાની પાસે આવી અને પગે લાગી વીદાઈ લીધી.કમને પણ વીશાલને જવા માટે રજા આપી.પરંતુ કહ્યું કે તારા સસરાનું ગામ છે. તેથી ત્યાં ધ્યાન રાખજે બધું લુટાવી નો દે એનું બરાબર હીસાબ રાખજે.

વીશાલે કહ્યું ઠીક છે, તમે અહીંયા તમારું ધ્યાન રાખજો હું અવારનવાર રજાઓનાં દીવસે આવતો રહીશ.કહીને નીકળી ગયાં. અહીં બધાં મીત્રોએ અને પલકની બહેનપણીઓ તથાં મમ્મીએ મળીને સાફસફાઈ કરી રાખી હતી.સામાન ઉતારી બધું બરાબર ગોઠવી નાખ્યું.

સવીતાબેન ખૂબ રાજી થયાં, સાંજે બધાએ બહારથી જમવાનું હોટલમાંથી મગાવી અને ત્યાંજ જમી લીધું. અને મોડેથી બધાંએ રજા લીધી. પરંતુ સવીતાબેન આજે ત્યાં જ રોકાઈ ગયાં. પલકને નાનકડી દીકરી હતી,એટલે એનું પણ કોઈએ ધ્યાન રાખવું જોઈએ.

સવારે વહેલાં ઉઠીને સવીતાબેને બધું બરાબર કરી અને રસોઈ પણ બનાવી તૈયાર કરી રાખી હતી. પલ અને વીશાલે થોડાં થાકેલાં હતાં એટલે મોડેથી જાગ્યાં. નિત્યક્રમ પતાવી ચા નાસ્તો કરીને વીશાલ પોતાનું ટીફીન લ્ઈને બાજુનાં ગામની સ્કૂલમાં જવાં નીકળી ગયો.ને પલકની નોકરી એની મમ્મીનાં શહેરમાં જ હતી.એ નીયત સમયે પોતાની દીકરીને મમ્મી પાસે મુકી ઓફીસ જવાં નીકળી ગઈ. આ હવે નિત્યક્રમ થઈ ગયો.
પલક વહેલાં ઉઠીને ચા નાસ્તો ને ટીફીન બનાવે,વીશાલ જાય પછી એની નાનકડી પરીને પોતાની મમ્મી પાસે મુકવાં જાય. ને ત્યારબાદ તે પોતાની ઓફિસમાં જાય. સમય વીતતો ગયો.એ દરમ્યાન અવારનવાર પલક અને વીશાલનાં ઝઘડાઓ થતાં ગયાં. કાળક્રમે એ વધુને વધુ ભયંકર થતાં ગયાં. પલક આ બધું સહન કરતી કરતી વધુને વધુ"વમળ"માં ફસાતી રહી.

સમય કોઈની રાહ જોતો નથી દીકરી ધીરે ધીરે મોટી થતી ગ્ઈ.હરરોજ થતાં ઝઘડાં પોતાની દીકરીનાં માનસ ઉપર અસર ન કરે એ કારણે થઈ અને પલકે પોતાની દીકરીને પોતાની મમ્મીને ઘેરજ રાખવાનું પસંદ કર્યું. લગભગ ત્રણેક વર્ષ વીતી ગયાં. એવામાં વીશાલનો એક મીત્ર પલક સાથે એની ઓફીસમાં જ જોબ કરતો હતો. એણે વીશાલનાં કાન ભરવાનું શરૂ કર્યું. કારણકે પલક ખૂબ જ દેખાવડી હતી ય
તેથી એણે ઘણીવાર પલકને કહેલું કે તું મારી સાથે સંબંધ રાખવાનું કહેલું. પરંતુ પલકે એનો જબરદસ્ત તરીકેનો જવાબ આપેલો એટલે એ સંજય પોતાની બેઇજત મેહસુસ કરતો હતો.એટલે કોઈપણ ભોગે પલકને નીચે પાડવાની કોશિષ કર્યા કરતો હતો.

પલક પોતાનાં કામ પ્રત્યે ખૂબ જ વફાદારી દાખવતી હતી. તેથી એનાં અધીકારી એને અવારનવાર ઓફીસમાં બોલાવી એનાં નિષ્ઠાપૂર્વક કામની પ્રસંશા કરતાં હતાં. એ વાત સંજયે પકડીને વીશાલને ખોટી કાન ભંભેરી કરવાનું શરૂ કર્યું.

આજે પલક ઓફીસથી સીધી પોતાની મમ્મીને ઘેર ગ્ઈ. કાલે અને પરમદીવસે શનીરવીની રજા હોવાથી થયું કે દીકરીને એકાદ દીવસ પોતાનાં ઘેર લ્ઈને વહાલ કરીએ દીકરીને લ્ઈ અને પલક પોતાનાં ઘરે આવી. ઘરમાં પગજ મુક્યો હતો ને વીશાલે ફરી ઝઘડો શરૂ કર્યો.

પલકે કહ્યું મારો કોઈ વાંક ગુનો તો કહો આપ હમણાંથી હું જોવું છું કે તમે મને હાથ પણ લગાડતાં નથી તમે જે કાંઈ તમારાં મનમાં હોય અને જે કાંઈ ખીચડી પાકતી હોય તે મને બેધડક કહી દ્યો. કારણકે આમ હું ઘુંટાઈને મરી જ્ઈશ.

આ આપણી દીકરીને હું કેટલાં દીવસે આપણી પાસે લાવીછું,
તમે એની માથે પ્રમથી હાથતો ફેરવો ?

પલકની વાત સાંભળી વીશાલે કહ્યું એને એનાં અસલી બાપ પાસે લ્ઈજા.એનો અસલી બાપ જે હશે તે એની માથે હાથ ફેરવશે.એ મારી દીકરી છેજ નહીં એ જેનું પાપ તે વેંઢાર્યુ છે.એજ એને સંભાળશે જા,મને તારા હરરોજ રીપોર્ટ મળેજ છે.તને એમ હોય કે હું બીજે નોકરી કરું છું એટલે મને કોઈ વાતની જાણ નહીં હોય. પરંતુ તને ખબર નથી તારી એકેએક સેકંન્ડની મને જાણ હોય છે.

પલકને જાણે કાપો તોય લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ. એણે કહ્યું વીશાલ તમે શું બોલોછો, એનું તમને ભાન છે? તમે નશામાં છો ? તમે મને શું કહી દીધું વીશાલ ? તમને એવું બોલતાં પહેલાં જીભમાં કાંટા નો વાગ્યાં ? હું શું કરું હે ભગવાન આ માણસે હવે હદ વટાવી દીધી છે, હું શું કરું હે ભગવાન આણે મારી જીવનની સૌથી મોટી લાંન્છન લગાડી દીધું છે.પલક આજે ફળીયામાં જ ખૂબ રડીછે,એની દીકરી એનાં હાથમાં જ છે.એટલુ કહીને વીશાલે ઘરનો દરવાજો બંધ કરી દીધો. એણે કહ્યું હવે તું તારી મમ્મીને ઘરે જતી રહે તારું પાપ લ્ઈને.

પોતાની જ દીકરીને કોઈ બીજાંનું પાપ કહેવું એતો કોઈ અધમ વ્યક્તિ જ કરી શકે.જોરથી દરવાજો બંધ કરી લીધો.ને કહ્યું હવે તું તારી માં નાં ઘેર જ્ઈ શકે છે.વીશાલે કહ્યું
પલક અવાચક થઈ ગઈ, પોતાનું શરીર ધ્રૃજવાં લાગ્યું. એને થયું આ વાત મમ્મીને ખબર પડશે તો હું શું કરીશ.

થોડીવાર પછી પલકે દરવાજો ખટખટાવ્યો વીશાલ દરવાજો ખોલો પ્લિઝ આપણી દીકરી ભુખી છે,એને દુધ પીવાડવું છે,પ્લિઝ દરવાજો ખોલીને જોવોતો ખરાં આની સામે એ પપ્પા પપ્પા પપ્પા કહીને એનું ગળું સુકાઈ ગયું છે. વીશાલ આમ આટલાં બધાં નિર્દય ના થાવ વીશાલ હું સાવ નિર્દોષ છું. મારું કોઈ સાથે કોઈજ અફેયર નથી વીશાલ હું તમને કેવીરીતે સાબિત કરુ પ્લિઝ મારો વિશ્ર્વાસ કરો..........ક્રમશઃ


(પલકે લગભગ રાત્રીના બાર વાગ્યાં સુધી દરવાજો ખટખટાવ્યો પણ એનાં પતીએ દરવાજો ખોલ્યો નહી.રડીરડીને પોતાનો અવાજ પણ બેસી ગયો હતો. પડોશીએ આવીને કહ્યું બેટાં તું અત્યારે તારા ઘેર જતી રહે, સવારે સ્વસ્થ થઈ ને વાત કરજે...પડોશીએ પાલી પાયું, થોડી સ્વસ્થ થઈ ને પલકે પોતાની ગાડી લ્ઈને દીકરીને પોતાની છાતી એ બાંધીને અડધીરાતે પોતાની મમ્મીને ઘરે પહોંચી. દીકરીને મમ્મીના હાથમાં આપીને પોતાનાં બેડરૂમમાં પસડાઈ ને પડી ગ્ઈ...હવે જોઈશું આગળ ભાગ 53 નોટીસ)







બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED