અધુુુરો પ્રેમ.. - 51 - દમન Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અધુુુરો પ્રેમ.. - 51 - દમન

દમન

પલકને કાલે એક સુંદર મજાની એક નાનકડી પરી જેવી દીકરી નો જન્મ થયો. પલક બહુ ખુશખુશાલ હતી,એનાં સાસરીયાં દીકરીને લીધે ના ખુશ હોવા છતાં પલક બહું જ આનંદ ઉલ્લાસથી ભરેલી છે.બધું જ બરાબર છે.ડોક્ટરે તપાસ કરી અને કહ્યું માં અને દીકરી બીલકુલ ઠીક છે. આજે સાજે રજા આપી દ્ઈશું,આપ પોતાનાં ઘેર જ્ઈ શકોછો.
પોતાની દીકરીને વહાલ કરતી પલકનાં હ્લદયમાં અવનવા ભાવ ઉત્પન્ન થયાં કરેછે.ઘડીક પોતાની દીકરીને જોઈને ચુમ્યાં કરેછે, તો ઘડીભર ટગર ટગર જોઈને એની આંખો સજળ બનીને રડવાં લાગે છે.

સાંજ પડી એક નર્સે આવીને કહ્યું કોણછે,પલકબેનની સાથે ચલો હોસ્પિટલનું બીલ ભરીને તમે રજા લ્ઈ શકોછો. સરીતા બારી પાસે જ્ઈને બીલ ભરી અને બધાં જ ઘેર આવ્યાં. પલકે બહેનપણીઓને કહ્યું તમે બધાં હવે ઘેર જાવ કાલથી એકધારા મારી સાથે જ છો , થોડો આરામ કરો , પછી શાંતિથી આવજો...( પોતપોતાના ઘેર જવા નીકળ્યા)

વખત વીતતો ગયો,પલક દીકરીને જોઈ અને વારેવારે હરખાઈ રહીછે. સમય કોઈની રાહ જોતો નથી,એમનેમ ત્રણેક મહીનાં વીતી ગયાં. પલકને સાસરેથી એકવાર પણ સમાચાર પુછ્યાંનો નથી ફોન આવ્યો કે નથી કોઈ લાડવાં લ્ઈને આવ્યાં. સવીતાબેને પોતાની દીકરી માટે આબધું કરી રાખ્યું છે. એકદિવસ સવીતાબેને પોતાનો પીત્તો ગુમાવ્યો. એની ધીરજ હવે જવાબ આપી રહીછે. એણે વીશાલને ફોન કરી ખુબજ તતડાવ્યો,પરંતુ આ સાવ નફ્ફટ માણસને એમ કશું ગળે ઉતરે એમ નહોતું.

સાસુનાં ફોનથી એને અચાનક બ્રહ્મક્ષાન લાગ્યું. ને કહ્યું મમ્મી હું કાલે પલકને તેડવાં આવીશ,તમે એને તૈયાર રાખજો.અને મે બાજુનાં શહેરમાં એક મકાન ભાડે રાખી લીધું છે.થોડા દિવસમાં હું એને લ્ઈ ને ત્યાં જતો રહીશ, એની એવી વાતથી સવીતાબેનને થોડો આરામ મળ્યો. પલકને કહ્યું બેટાં લાગેછે, ભગવાને તારા સામે જોયું છે. વીશાલે શહેરમાં એક મકાન રાખી લીધું છે, એ તને ત્યાં રસોડું લ્ઈને ત્યાં રહેવા લ્ઈ જશે..
પલકે પોતાની મમ્મીની વાત તરફ ધ્યાન આપ્યું નહીંઅને એમજ કહ્યું હમમમમ ઠીક ઠીક.. જોઈશું !
કાલે પલકને તેડવાં આવવાનાં હોવાથી ફરી સરીતાને અને પલકની બીજી સહેલીઓને ફોન કરી બોલાવી. બધી તૈયારી કરી રાખી, જોતજોતાંમાં રાત પણ વીતી ગઈ અને વીશાલ અને એની મમ્મી તેમજ બીજા પાંચ છ જણાં આવ્યાં હતાં. બધાને પ્રેમથી જમાડ્યાં.સામાજિક વાતો કરી ને પોતાની દીકરીને ભારે હૈયે વીદાઈ આપી...

ફરી પલક એ ઘરે આવી પહોંચી જ્યાં કોઈદિવસ નહીં આવવાનું પ્રણ લીધું હતું. મોટો પહાડ જેવડો નીસાસો નાખી અને પોતાનાં બેડરૂમમાં દાખલ થઈ. દીકરીનાં નાનાં નાનાં કપડાંની ગોઠવણ કરી. ઘોડીયું પણ પોતાનાં બેડ પાસે ગોઠવી દીધું.
થોડી થોડી વારમાં પોતાની નાનકડી પરીની સંભાળ લ્ઈ જતી.પલક અત્યારે મેટરનીટી લીવ ઉપર હતી,એટલે એને હમણાં ઓફીસ જવાનું નહોતું. પરંતુ જ્યારે જ્યારે એનો પગાર જમાં થતો ત્યારે ત્યારે વીશાલ એની પાસે આવી અને પ્રેમથી કે ઝઘડો કરીને atm કાર્ડ લ્ઈને પણ પલકનો પગાર લ્ઈને પોતાનાં માં બાપને આપી દેતો.જ્યારે પલક પુછતી ત્યારે કહેતો કે આપણે શહેરમાં રહેવાં જવાનું છે, તો થોડો વખત આપણે આપણો પગાર મમ્મી પપ્પાને આપવો પડશે.

પલક પણ આ નરક માથી નીકળવાં માગતી હતી, પરંતુ અહીંયા રોજબરોજનાં ઝઘડામાં એની સ્વતંત્રતાનું"દમન"થવાં
લાગ્યું. પોતાની જાતને હીન ગણવાં લાગી. એક વખતની નીડર, બાહોશ,હાજરજવાબી, વાકછટાથી ભારોભાર ભરેલી પલક આજે સાસરીયાંઓએ પારાવાર"દમન"કરી નાખ્યું.

ગમે ત્યારે પૈસા માગી લેવાં ગમે ત્યારે ક્ઈ પણ અપશબ્દો કહી દેવાં,અસંખ્ય પીડાં એનાં કોમળ હ્લદયને પથ્થર બનાવી નાખ્યું. અને એક કોમળ હ્લદયની સ્ત્રી મટીને પાશાણને પણ શરમાવે એવી કઠોર કાળમીંઢ પથ્થર જેવી બની બેઠી.

સમય વીતતો ગયો, એની લીવ પુરી થવાને બસ ત્રણ દિવસ બાકી છે. વીશાલને કહ્યું ત્રણ દિવસ પછી મારી જોબ શરૂ થઈ રહીછે. તો શક્ય હોય તો આપણે તમે જ્યાં મકાન ભાડે રાખ્યું છે, ત્યાં રહેવાં જતાં રહીએ તો ત્યાં આપણી દીકરીનું પણ ધ્યાન રહે અને હું નિશ્ર્ચિત બનીને જોબ પણ કરી શકું.

વીશાલે કહ્યું હમણાં થોડોક સમય સંભાળી લે, પછી
અનુકુળતા મુજબ આપણે ત્યાં જતાં રહેશું. પલક વીશાલનાં જવાબથી ફરી નારાજ થઈ. પરંતુ હવે એને આ બધું સહન કરવાની ટેવ પડી ગઈ હતી. ચુપચાપ પોતે બેડરૂમમાં જતી રહી.
પલક પોતાની દીકરીને પારાવાર પ્રેમ કરે છે, એને કોઈ વાતની તકલીફ નાં પડે એનું બરોબર ધ્યાન રાખેછે.સમય જતો રહ્યો,આજે પલકને ઓફીસ ફરી જોઈન્ટ કરવાનો વખત હતો.વેહલી સવારે તૈયાર થઈ અને ઘરકામ કરીને પોતાની દીકરીને એનાં સાસું સસરા પાસે કમને મુકી રડતી આંખે વીશાલ સાથે પોતાની ઓફીસે હાજરી આપી.

ઘણાં સમયથી પલક ગેરહાજર હતી અને આજે લાંબા સમય પછી ઓફીસ પાછી ફરી હતી તેથી ઓફીસનાં સ્ટાફે પલકને ઓફીસ જોઈન્ટ કરવાં માટે પાર્ટી આપી.પરંતુ પલક પહેલાં જેટલી ખુશ નહોતી જણાતી.ઘણાં બધાં લોકોએ પુછ્યું મેડમ કેમ તમે ખુશ નથી લાગતાં.

પલકે કહ્યું એતો હું ડીલીવરીનો સમય ફેસ કરીને આવીછું ને એટલે તમને એવું લાગે છે.
દીવસ ઉપર દીવસ પસાર થઈ રહ્યાં છે. પલક હરરોજ વીશાલને યાદ કરાવેછેકે આપણે ક્યારે રહેવાં અહીં આવીશું.
દીકરીને એકલી મુકીને આવતાં જીવ નથી ચાલતો.

એની વાતથી ઘણીવાર નારાજ થઈ અને મારઝૂડ પણ કરી લેતો એકંદરે પલક ઘરેલું હિંસાનો ભોગ બની ચુકી હતી. હવે તો એ પોતાનું દુઃખ કોઈને કહેતી પણ નથી.પોતે ચુપચાપ બસ સહન કર્યાં કરેછે.કેટકેટલી દરીંદગીનો ભોગ બનીછે,વારંવાર એનાં વીચારોનું"દમન"થઈ રહ્યું છે. પોતાની જાતને ઘુંટન મહેસૂસ કરી રહીછે.

એક દીવસે એની સહનશક્તિની હદ વટાવી ચુકીછે. એનાથી જેટલું સહન થાય એટલું કરી ચુકીછે. બસ આકાશ સામે જોતાં જોતાં મનમાં પોતાની જીંદગી ખતમ કરવાનો આકરો અને આખરી નિર્ણય કરી લીધો. બસ નક્કી કરી લીધું. આજે બધાં સુ્ઈ જાય પછી આત્મહત્યા કરી લેવી.મનોમન ફેસલો કરી નાખ્યો. દીવસે એક કપડાં ટાંગવાની દોરી પોતાનાં રુમમાં સંભાળી અને મુકી દીધી. બસ આજે રાત્રે જીવનની કહાની ખતમ કરી નાખવાની અતી અજુગતો નિર્ણય કર્યો.

મનમાં વિચાર કર્યો કે એક વખત મારી મમ્મી જોડે વાત કરી લ્ઉ. ફરી વ્યાકુળ બની માંડી વાળ્યું ને વીચાર્યુ કે વળી મમ્મી સાથે વાત કરીશ તો ભાવનાઓમાં વહીને નિર્ણયને ફરી મોકુફ રાખવાની પ્રેરણા થશે.એથી મમ્મી સાથે પણ વાત નથી કરવી એમ નક્કી કર્યું.

રાત્રે ઘરકામ પતાવી દરેકને જમાડીને પોતે ઘરમાં આવી. વીશાલ તો હંમેશાની માફક ખાઈને કોગળો બહાર કરતો હતો.મોડી રાત્રે પાછો આવતો હતો એથી એની ચિંતા પણ નહોતી. પલક એટલી બધી જીવનથી તંગ આવી ચુકી હતી કે એણે પોતાની નાનકડી દીકરીનો પણ વીચાર ન કર્યો.

બધાં પોતપોતાનાં રુમમાં સુવાં જતા રહ્યાં હતાં, પલક પોતાનાં બેડ ઉપર બેઠી બેઠી વીચાર કરેછે. હું મારું જીવન ખતમ કરી નાખીશ પછી મારી આ ફુલ જેવી દીકરીનું શું થશે.
પરંતુ ભાવી પ્રબળ છે,એમ મનોમન કહ્યું કે પોતાની દીકરીને પણ પોતાની સાથે લ્ઈ જ્ઉ.વળી થયુંકે ના ના એને તો એની જીંદગી હજી શરુ કરી છે. મારા દુઃખનો ભોગ એને શું કામ બનાવું. પણ એનું બધાં ધ્યાન તો રાખશેને ? એ મારા ગયાં પછી દુઃખીતો નહી થાયને ? શું આ નીષ્ઠુર લોકો મારી દીકરીને
સાચવશે તો ખરાંને ? આવા અનેક વીચારો મનમાં કરીને પોતાનાં બન્ને હાથમાં પોતાની નાનકડી દીકરીને લ્ઈ અને પોતાનાં ખોળામાં લીધી. અને એક પાક્કો નિર્ણય કરી નાખ્યો.

અગાઉથી મુકેલી પેલી પ્લાસ્ટિકની દોરી પલંગમાં ચડીને પંખા સાથે બાંધી દીધી. નાનકડી દીકરીને પલંગમાં થોડીવાર સુવાડી અને દોરીને બરાબર બાંધી દીધી. હંમેશા રડી લેતી પલકની આંખોમાં આજે એકપણ આંસુ નથી.પોતાની પરીને પોતાની છાતીએ વળગાડી કહ્યું બેટાં આજે છેલ્લી વખત તારું પેટ ભરીને મમ્મીને ધાવીલે, કારણકે આજ પછી તને કોઈદિવસ ભુખ નહી લાગે........................... ક્રમશઃ


( આગળ શું થયું જોઈશું ભાગ :-52 વમળ )