#KNOWN - 13 books and stories free download online pdf in Gujarati

#KNOWN - 13

અનન્યા ફરી સ્મશાનની બહાર આવી અને નિર્જન રસ્તા ઉપર એક અપલક નજર ફેંકી.ત્યાંજ તેનું ધ્યાન રસ્તે ચાલતા એક નાનકડાં ગલૂડિયાં ઉપર પડી અને અનન્યાની આંખોમાં ચમક આવી ગઈ.
અનન્યાએ પ્રેમથી હાથ પાછળ હડ્ડી લઈને તે ગલૂડિયાં પાસે જવા લાગી.
ગલુડિયું અનન્યા પાસે રહેલ ખોરાક મેળવવાની લાલચે અનન્યાને પ્રેમથી ચાટવા લાગ્યું. અનન્યા પણ તેના માથે હાથ ફેરવતી રહી અને પોતાની પાસે રહેલ હડ્ડીને સહેજ હવામાં ફંગોળી અને તે ગલૂડિયાંએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઉપર ઉછળીને તે હડ્ડીને મોંઢામાં લઈને પકડી લીધી. તે કયારેક કયારેક હડ્ડીને ચાટતું તો કયારેક કયારેક અનન્યાના પગને પણ ચાટીને વ્હાલ કરી લેતું.
અચાનક સામેથી આવતી કારને જોઈને કાતિલ મુસ્કાન કરવા લાગી. તે ગલૂડિયાં ઉપર એક હાથ ફેરવી રહી હતી અને તેની આંખો કાંઈક બીજી જ ગણતરીમાં હતી. કાર નજીક આવતા જ અનન્યાએ તે ગલૂડિયાંને પકડીને સીધો રસ્તા પર ઘા કરીને હડસેલ્યો. તે ગલુડિયું ગાડી વચ્ચે આવીને કપાઈ ગયું અને તેના રક્તનાં છાંટા રસ્તા પર અને અનન્યાના ચહેરા પર ઉડી ગયા હતા. તે કારચાલકને તો આ વાતની કાંઈ જાણ જ ના હોય એમ તે કાર તો આગળ નીકળી ગઈ. અનન્યાએ પોતાના ચહેરા પર રહેલ રક્ત પર હાથ ફેરવીને લૂછી કાઢ્યા અને ઉભી થઈને તે ગલુડિયાંને પોતાના એક હાથેથી ઊંચક્યું અને બીજા હાથ વડે નીચે રહેલ પેલી હડ્ડીને લઈને મોંઢામાં નાખીને સબડ સબડ ચાવતી સ્મશાન તરફ ચાલવા લાગી.

અંદર આવીને અનન્યાએ ગલુડિયાંના મડદાંને ત્રિલોકનાથ પાસે રાખ્યું અને પોતે તેમની બાજુમાં આવીને બેસી ગઈ, ત્રિલોકનાથ પાસે એક પુસ્તક હતું જેને ખોલીને તેઓ કાંઈક વાંચી રહ્યા હતા.અનન્યા જીજ્ઞાશાથી તે પુસ્તક તરફ ટગર ટગર જોઈ રહી હતી.
"આ શેનું પુસ્તક છે??" અનન્યાએ ત્રિલોકનાથને પૂછ્યું.
"આ ખૂબજ જૂનું પુસ્તક છે. તેનું નામ 'ભેદી રહસ્ય' છે.આ પુસ્તકમાં તમામ પ્રકારની વિદ્યાનો મંત્રોચ્ચાર સાથે ઉલ્લેખ છે." ત્રિલોકનાથે અનન્યાની સામું જોઈને માહિતી આપતાં કહ્યું.
"ઓહહ વાઉં!! તો તમે એક કામ કરો, આ પુસ્તક જ મને આપી દો. હું જાતે જ તેમાંથી તમામ વિદ્યાઓ શીખી લઈશ." અનન્યાએ ખુશ થતા કહ્યું.
"ના, મૂર્ખ છોકરી!! આ પુસ્તક એમ ખોલવાથી નથી ખુલી જતું. તે એક ખાસ પ્રકારની લિપિથી ખુલે છે જે મને આવડે છે એટલે હું ખોલી શકું છું.રહી વાત તને આપવાની તો એ શક્ય નથી કેમકે આની અંદર ખૂબજ ગુપ્ત રહસ્યો છે જેને માનવોનાં હાથમાં બિલકુલ ના આવવા દેવાય." ત્રિલોકનાથે ઊંચા સાદે અનન્યાને કહ્યું.
"મતલબ?? હું કાંઈ સમજી નહીં!!" અનન્યાએ આશ્ચર્યભાવે પૂછ્યું.
"અરે રે અનન્યા, શું કરીશ જાણીને. સારુ ચાલ કહું છું તને. આ પુસ્તકની અંદર અઘોરી જેને ખૂબજ પૂજે એવા મહાકાલી માઁ વિશેનો ઉલ્લેખ છે. મહાકાલી માઁ જયારે પૃથ્વી ઉપર આવ્યા હતા અસુરનો સંહાર કરવા ત્યારે તેઓએ જતા જતા પોતાની એક વસ્તુ અહીં રાખી હતી જે હતી તેમની માનવખોપરીની માળાનો એક નાનકડો ટુકડો. કહેવાય છે કે એ ટુકડો એટલો શક્તિશાળી છે કે જેના પણ હાથમાં આવે એ અમર થઇ જાય અને તેને અપાર શક્તિઓ પ્રાપ્ત થઇ જાય માટે દેવતાઓએ તે ટુકડાને મંત્રિત કરીને ભારતમાં છુપાવી દીધો છે જેના વિશે માત્ર આ જ પુસ્તકમાં જ લખાયું છે." ત્રિલોકનાથે અનન્યાને સમજાવતા કહ્યું.
"તો આપ જાણો છો કે એ ટુકડો ક્યાં છે??" અનન્યાએ આંખોના ભવા ચઢાવતા પૂછ્યું.
"હા હું જાણું છું"
"તો આપ એ ટુકડો લઈ કેમ નથી લેતા??"
"મારે વળી એનું શું કામ?? હું તો એક અઘોરી છું. માનવીઓ અને તેમના કપટથી દૂર રહેવાવાળો માણસ. અઘોરીઓ કાંઈ અમર તો હોતા નથી. હું એ ટુકડો લઇ લઉં અને કોઈ તેને છીનવીને દુનિયાનો વિનાશ કરે તો એમાં ભાગીદાર હું થઉં. માટે એ એની જગ્યાએ સુરક્ષિત રહે એ જ યોગ્ય છે." ત્રિલોકનાથે અનન્યા સામું જોઈને કહ્યું.
અનન્યાનાં ચહેરા પર વિચિત્ર હાવભાવ જાગી ગયા હતા.
"ચાલ પુનઃ પ્રાણીજીવિત વિદ્યા શરુ કરીએ." ત્રિલોકનાથે અનન્યાને સૂચન કરતા કહ્યું.
અનન્યા આવી અને તેઓએ સાધના કરવાની શરૂઆત કરી. જેમ જેમ સાધના શરુ થઇ એમ એમ તે ગલુડિયામાં જાણે પ્રાણ પૂરાતો જતો હતો.
ત્રિલોકનાથે અંતે તે ગલુડિયાં ઉપર પોતાની પાસે રહેલ ભભૂત નાખી અને તે ગલુડિયું તરત ઉભું થઇ ગયું. તેના ઘા રૂઝાઈ ચૂક્યા હતા અને તે અનન્યા સામું ડરનું માર્યું દૂર ખસવા લાગ્યું હતું.
"અરે!! તને જીવતું પણ મેં જ કર્યું છે. આવ મારી પાસે!! મને માફ કરી દે મેં જ તને હાથે કરીને માર્યું હતું પણ હવે તો તું જીવિત છું, તો આવ અહીં." અનન્યા પોતાનો હાથ ગલુડિયાં તરફ લંબાવતા બોલી.
તે ગલુડિયું ફરી અનન્યા પર વિશ્વાસ કરીને ધીમી ગતિએ તેની પાસે જવા લાગ્યું.
અનન્યાએ તેને ઊંચકીને તેડી લીધું અને પ્રેમથી રમાડવા લાગી.અચાનક તેના દુષ્ટ મગજમાં શું સંકેત આવ્યો હશે કે તેણે એ ગલુડિયાંને બાજુમાં રહેલ અગ્નિકુંડમાં નાખી દીધો.
ગલુડિયાંની કારમી ચીસો વાતાવરણમાં ગુંજી રહી હતી.તે ગલુડિયાને પણ અનન્યા ઉપર ફરી વખત ભરોસો કરવા પર અફસોસ થઇ રહ્યો હશે. તેના છટપટીયા જોઈને અનન્યા અટ્ટહાસ્ય કરવા લાગી.
તેને જોઈને ત્રિલોકનાથ બોલ્યા, "અનન્યા, આ યોગ્ય નથી. અઘોરીઓએ માનવજાતિને નુકસાન થાય તેમજ સ્વયં મહાકાલ વિરુદ્ધનું કાર્ય તો બિલકુલ ના કરવું જોઈએ.
અઘોરીઓ માંસ ખાય પણ કોઈ નિર્દોષનો જીવ લઈને ખાવું યોગ્ય નથી."
"અરે, તમે ખુદ ઓમને માર્યો હતો, રૂપાને પણ મારી હતી અને હવે આવી વાતો કરો છો??" અનન્યાએ ચિડાઈને કહ્યું.
"મેં ઓમ અને રૂપાને માર્યા નથી.એમને તે ખુદ તારા હાથે માર્યા હતા. હા એમાં સાથ આપીને મેં બહુ મોટી ભૂલ કરી નાખી પણ હવે આ હું ફરી નહીં થવા દઉં. આ તારી અંતિમ ભૂલ હું માફ કરું છું." ત્રિલોકનાથ આટલું બોલીને ઉભો થયો અને પોતાની ધ્યાન કરવાની જગ્યાએ આવીને ધ્યાનમાં બેસી ગયો.
અનન્યાએ તે ગલુડિયાંના મડદાંને લાકડી વડે બહાર કાઢ્યું અને તેને આરોગવા લાગી.

બીજા દિવસે મંગલવારી અમાસ હતી. અનન્યાની સાધના શીખવાનો અંતિમ દિવસ હતો. અનન્યા ખૂબજ ખુશ હતી.
"અનન્યા આજની સાધના પૂર્ણ કર્યા બાદ તું પૂર્ણરૂપે અઘોરવિદ્યાની જાણકાર થઇ જઈશ પણ એ પહેલા તારે મારી ત્રણ શરતો માનવી પડશે તો જ હું તને એ શીખવીશ." ત્રિલોકનાથે ચહેરા પર રહસ્યમયી હાસ્ય લાવતા કહ્યું.
"બોલો, કઈ શરતોથી તમે મને બાંધવા માંગો છો." અનન્યાએ બેફામ જવાબ આપતાં પૂછ્યું.
"પહેલી શરત એ કે તારા જીવનમાં તું કોઈ પુરુષને નહીં આવવા દે, મારી સિવાય...
બીજી શરત એ રહેશે કે આ સાધના બાદ આપણે કાયમ માટે ઉજ્જૈનમાં આવેલ યક્ષિણી માતાનાં મંદિરે પાસે રહેલ સ્મશાનમાં આજીવન રહીશું.
ત્રીજી શરત એ રહેશે કે તું ક્યારેય કાલવાળા પુસ્તકનો ઉલ્લેખ ફરી નહીં કરે.
બોલ મંજુર છે તને મારી આ ત્રણ શરતો??" ત્રિલોકનાથે પોતાની શરતો રજૂ કરતા કહ્યું.
અનન્યા જોરજોરથી હસવા લાગે છે. ત્રિલોકનાથ ગુસ્સે થઇ જાય છે.
"હસવાનું બંધ કર અને જવાબ આપ છોકરી. ' ત્રિલોકનાથે ક્રોધિત સ્વરે કહ્યું.
"મને મંજુર છે, હા મને મંજુર છે તમારી શરતો.
બોલો હવે તો શીખવાડશો ને અંતિમ વિદ્યા." અનન્યાએ એકદમ ગંભીર થઈને જવાબ આપ્યો.

ત્યારબાદ અનન્યા ત્યાંથી ઉભી થઇને ચાલી ગઈ.
અનન્યાના ગયા બાદ ત્રિલોકનાથ બબડ્યો, "હું જાણું છું મૂર્ખ છોકરી તું ખોટુ બોલી છું જેની સજા તને રાતે જરૂર મળશે."

(ક્રમશ :)

(આપને વાર્તા ગમી હોય તો પ્રતિભાવો આપવાનું નાં ભૂલશો, આપના પ્રતિભાવો મને સારુ લખવાં પ્રેરે છે. )


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED