The Accident - 3 - 6 books and stories free download online pdf in Gujarati

ધ એક્સિડન્ટ - session 3 - 6

બન્ને ચાલતા જ હોય છે ત્યાં... સુમેર ના મોબાઈલ ની રીંગ વાગે છે......

આરોહી :ઓય... કોલઆવ્યો તારામાં
સુમેર : ઓહ હા... Wait હા... Plz
આરોહી :વાત કરી લે કોનો છે?...
સુમેર :- (મોબાઈલ ની સ્ક્રીન માં જોઈને કહે છે) મમ્મી નો છે...
આરોહી : હા વાત કરી લે...
સુમેર :hello
Ayara :hello બેટા ( આયરા નો અવાજ કોલ માં આવે છે )
સુમેર :- હા મમ્મી બોલો ને

આયરા : સુ કરે છે ?.. કેવું લાગ્યું અમદાવાદ ?

સુમેર : સાંભળ્યુંતુ એના કરતાં તો વધારે જ સારું છે...

આયરા : ઓહો તો તો enjoy કરો બેટા


સુમેર :- હા . આરોહી જોડે મજા આવે છે ... એને બહુ બધું બતાવ્યું મને અને ઇન્ફોર્મેશન પણ આપી...

આરોહી મનમાં ને મનમાં ખુશ થાય છે કે સુમેરે એની તારીફ કરી

આયરા :- એને આપતો કોલ...

સુમેર :- (આરોહી તરફ મોબાઈલ ધરીને) લે મમ્મી વાત કરવા માંગે છે
આરોહી :- hello aunty..
આયરા :- hello બેટા... તને હેરાન તો નથી કરતો ને સુમેર?
આરોહી : ના ના આન્ટી મને હેરાન કરે તો ઉપાડીને કાંકરિયા તળાવમાં નાખીને ઘરે આવી જાઉં આમ પણ કાઈ કામનો નથી...


આયરા : 😄😄😂😂😂 એ મોટો થાય એમ એમ એના નાટક વધે છે એટલે
.
આરોહી : એમનેમ એનું નામ બંદર નથી પડ્યું મેં..

આયરા : એને ગુજરાતી લંચ કરાવજે અને વધારે તડકામાં ના રાખતી એને આદત નથી ..

આરોહી :- હા આન્ટી અહીંયાંથી અમે આલ્ફા મોલ માં જ જવાના છીએ તો ત્યાં ગરમી નઈ હોય ચિંતા ના કરો તમારી રાજકુમારી નુ ધ્યાન રાખીશ..

આયરા : તુ છે એટલે ચિંતા નથી બેટા...
સુમેર :- અબે તુ મમ્મી સામે મને રાજકુમારી બોલી તારી તો.....( સુમેર મસ્તીમાં આરોહીનો હાથ પકડે છે )

( હાથ પકડતાંની સાથે જ આરોહી સુમેર તરફ જોઇજ રહી છે ફોન ચાલુ છે આયરા કોલમાં બોલે છે પણ આરોહી નુ ધ્યાન તો બિલકુલ સુમેર પર જછે આરોહી જાણે અજાણ્યાં શહેરમાં નવો આવેલો મુસાફરનગરીને એકીટશે નિહાળે તેમ નિહાળવા લાગી , એને કાઈ જ ભાન નતુ કે શું થઈ રહ્યું છે , સુમેર એ હાથ છોડ્યો તરત એ નોર્મલ થઈ ગઈ....)

આયરા :hello બેટા સાંભળ્યું કે નઈ તે...?
આરોહી : હા હા આન્ટી બધું સાંભળી લીધું મેં ( અસલમાં એ સુમેર ને જોવામાં મશગુલ હતી એને આયરા એ સુ કહ્યું કંઈજ ખબર નથી )

આયરા : તો બેટા શાંતિ થી ફરીલો અને સાંજે જલ્દીથી આવી જજો... હા

આરોહી : આન્ટી સાંજે મારી ફ્રેન્ડ ના ઘરે જઈને આવવાના છીએ તો... લેટ થશે

આયરા : ઠીક છે બેટા આરામથી આવજો
આરોહી :by...
આયરા :by બેટા.....
સુમેર : મારી મમ્મી જોડે બહુ ચીપકવાની જરૂર નઈ હો ચુડેલ એ મારી જ મમ્મી છે.

આરોહી : હા તો મારી મમ્મી બી ઓછી નઈ હો તે જેમની બુક્સ વાંચી છે એ બધી એમને લખી છે .

સુમેર :- પણ એમાં સ્ટોરી એકદમ સાચા જેવી લાગે છે... હિરોઈન પંચગીની જાય છે .. અકસિડેન્ટ થાય છે... કેનેડા જાય છે.. ઇન્ડિયા આવે છે... ફરી નવા કેરેકટર ની એન્ટ્રી થાય છે... એ ઇન્ડિયા આવે છે... ફરીથી અકસિડેન્ટ થાય છે.. બહુ જ સિરિયસ કન્ડિશનમાં હોય છે અને આખરે બધું સરખું થઈ જાય છે......

આરોહી: અરે પણ આ તો સાચી સ્ટોરી છે મમ્મીએ ફક્ત નામ બદલ્યા છે.....

સુમેર :સુ....? સાચી સ્ટોરી.........! તું કહેવા શુ માંગે છે કે આ the accident સ્ટોરી સાચી છે?

આરોહી : હા આ સ્ટોરી માં મેઈન હીરોઇન છે એ મમ્મી છે... જે પંચગીની જાય છે અને હીરો જે છે એ પપ્પા છે પપ્પા પહેલા કેનેડા જ હતા એમનો બિઝનેસ ને બધું પણ મમ્મી માટે ઇન્ડિયા આવી ગયા.......

સુમેર :wow....... તો એમાં કોમામાં જાય છે એ કૅરૅક્ટર કોણ છે.......?

આરોહી : અરે પાગલ તને આયરા આન્ટી અને માહિર અંકલ એ કહ્યું નથી કે સુ.... એ કેરેકટર જ લંડન થી ઇન્ડિયા આવે છે અને કોમા માં જાય છે એ તારા પપ્પા છે......

સુમેર :what....? મજાક ના કર તુ

આરોહી : અરે સાચ્ચે યાર હું ખોટું નથી બોલતી...

સુમેર:- હોય જ નઈ , મને કહ્યું નથી એમને કાઈ જ આવું તુ ખોટું બોલે છે ( ગુસ્સો મોઢા પર દેખાઈ રહ્યો છે )


આરોહી : અરે યાર સાચે પાગલ... આપડે જન્મ્યા એ પહેલાની વાત છે એતો જ્યારે માહિર અંકલ અને આયરા આન્ટી ઇન્ડિયા આવેલા બિઝનેસ ડીલ માટે અને પપ્પા ને મારવા માટે કારની બ્રેક ફૈલ કરી પણ એ દિવસ કાર તારા પપ્પાલઈ ગયા તા.... અને આગળની સ્ટોરી તો તને ખબર જ હશે કારણ કે તે બુક વાંચી છે બસ ત્યાં નામ જ અલગ છે.....

સુમેર :-(આંખોમાં પાણી છે) તુ ખોટું બોલે છે

આરોહી : ( સુમેર નો હાથ પકડીને ) હું શુકામ ખોટું બોલું સુમેર મેં સાચું જ કહ્યું છે....

સુમેર : ( આયરા નો હાથ એના હાથથી દૂર કરીને ) મને હાલ એકલોરહેવા દે.... મને ગુસ્સો આવે છે... મારાથી આવું એમને આટલા વર્ષ છુપાવ્યું જ કેમ ??...

આરોહી : અરે સુમેર એ લોકો તને sad કરવા નઈ માંગતા હોય યાર...

સુમેર :- પપ્પા મરતા મરતાં બચ્યાં છે ઇન્ડિયામાં અને હું એમને જીદ કરીને ઇન્ડિયા પાછા લાવ્યો.... મને મારા પર ગુસ્સો આવે છે

આરોહી :અરે તારી ભૂલ ક્યાં છે યાર તને તો ખબર પણ નહતી..

સુમેર : તુ જા. મને એકલો રહેવાડે હું ઘરે જાતે આવી જઈશ....

આરોહી : અરે નહીં હું સાથે છું તારી.

સુમેર :- આરોહી જા અહીંયા થી..

આરોહી : નઈ સુમેર તને આમ એકલો મૂકીને ના જઈ શકું તને sad જોઈ ના શકું યાર..

સુમેર : મને હાલ ગુસ્સો આવે છે પ્લીઝ જા યાર તારા પર ગુસ્સો ઉતરે એ પહેલા....

આરોહી : ના એટલે ના હું નઈ જવાની.... તને એકલો મૂકીને હુંના જઈ શકું

સુમેર :આરોહી ( જોરથી બોલે છે અને એને લાફો મારવા હાથ ઉપાડે છે )

(( સુમેર એનો હાથ લાફો મારવા ઉપાડે છે તરત આરોહી આંખો બંધ કરી લે છે. 4/5 સેકન્ડ આંખો બંધ જ છે પણ એને હજુ સુમેરનો હાથ સ્પર્શ પણ નથી થયો એ ધીમે ધીમે આંખો ખોલે છે ત્યાં સુમેર એકલો ચાલતો જતો દેખાય છે.))


આરોહી : સુમેર ઉભો રે યાર

સુમેર : સુ છે તારે....

આરોહી :- પણ મારા ઉપર ગુસ્સો કેમ કરે યાર તુ ?

સુમેર : તુ બંધ થા તને સુ ખબર પડે હાલ મને કેવું ફીલ થાય છે.....

આરોહી : હા પણ એના માટે ગુસ્સો... આ વાત ઠીક નથી.

સુમેર : જ્યારે તારી ફેમિલી તારા જોડેઆવી કોઈ વાત છુપાવે ને ત્યારે ખબર પડે સુ થાય...

આરોહી : ચાલ આપડે કંઈક ખાઈએ શાંત થઈ જા તુ...

સુમેર : અરે તુ કેટલી સેલ્ફીશ છે યાર અત્યારે ખાવાનું સુજે છે..... યાર તુ જા અહીંયાંથી ગુસ્સો ના અપાય Yar tu ja ahiya thi gusso na apay

આરોહી : અરે મારા કહેવાનો મતલબ એ નતો
સુમેર : બંધ થાતુ યાર... Plz હાલ

આરોહી : પણ....

સુમેર: તુ જા તારું કામ કર મારી life માં વચ્ચે ના પડ તુ... OK મારી plb , મારી life , મારો ગુસ્સો હું જોઈ લઈશ તારે નઈ આવવાનું વચ્ચે....

આરોહી : ( સુમેર ને જોઈ રહે છે એના દિલમાં સિમેર માટે જે ફિલિંગ છે એના કરતા સુમેરનો ગુસ્સો વધારે હાવી થઈ ગયો છે.)
સુમેર : મારા પાછળ આવતી...... નઈ હું જાઉં છું by

આરોહી :- ઠીક છે by...

(( સુમેર ધીમે ધીમે આગળ જાય છે અને જેમ જેમ એના પગ આરોહીથી દૂર જવા માટે આગળ વધે એમ એમ આરોહી ના આંખમાંથી આંસુની ધારા પાડવા લાગે છે એ એની જાતને સંભાળી નથી શક્તિ.......))




DHRUV PATEL 👑

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED