ધ એક્સિડન્ટ - session 3 - 5 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

ધ એક્સિડન્ટ - session 3 - 5

સુમેર : હા એ વાત સાચી તારી

આરોહી : ઇન્ડિયા નુ કલચર આખું અલગ છે યાર એને સમજવા માટે એમાં થોડો સમય રહેવું જરૂરી છે..એમનેમ કોઈ વિશે સાંભળેલું ક્યારેય સાચું ના હોય

સુમેર : હવે એ બધું છોડ યાર મને છે ને જોર ની ભૂખ લાગી છે..

આરોહી : બોલ શું ખાઈશ તુ ?

સુમેર : હવે ઇન્ડિયા માં આવ્યો છું તો ઇન્ડિયા નુ જ કંઈક ખાવું છે.. હું બહુ જ થાક્યો છું..

આરોહી : આયરા આન્ટી ની રાજકુમારી ને ચાલવાની આદત પણ નહિ હોય ગાડીઓ જોઈને પગ થાકે તારા

સુમેર : ઓહ હેલો એવું કાઈ નઈ હો એતો બસ એમ જ ગરમી લાગે છે ને એટલે બીજું કઇ નઈ આપડે અને તુ બી અજીબ છે યાર અમદાવાદ ના મોટા બિઝનેસ મેન ની છોકરી આમ બસમાં ફરે ચાલતી ચાલતી બધે ફરે...

આરોહી : જે મજા ખુલ્લી હવામાં છે એ ક્યાં ગાડી ના ચાર કાચ વચ્ચે બંધ એ. સી. માં ના મળવાની.. ચાલ હવે ચુપચાપ ભૂખ લાગી છે ને તને...


આરોહી અને સુમેર કાંકરિયામાં લાગેલા સ્ટોર પર જાય છે..

સુમેર : તુ બેસ ટેબલ પર હું લઈને આવું કંઈક

આરોહી : ઓહ જરૂર જરૂર રાજકુમારી મારા માટે લાવશે કંઈક.. WOW...

સુમેર : ચૂપ... 🤫


સુમેર સ્ટોર માં જાય છે.. ત્યાં સ્ટોર નો માલિક એને કાર્ડ આપે છે સુમેર એ જોઈને ચિંતામાં મુકાય છે કારણ કે અંદર બધું ગુજરાતીમાં લખેલું છે.. સુમેર લંડન માં જ મોટો થયો છે એને ગુજરાતીમાં હજુ ટપ્પો પડતો જ નથી એ આમ તેમ ડાફેરા મારે છે

સ્ટોર નો માલિક : સર.. શુ જોઈએ છે?

સુમેર : અઅઅઅઅઅઆ હહહ અઅઅઅ

સ્ટોર નો મલિક : સર સમજ્યો નહિ શુ જોઈએ છે ઓર્ડર આપો..

સુમેર : કઈ પણ આપી દો

સ્ટોર નો માલિક: પણ સર અમારા જોડે બહુ બધું છે તમારે શુ જોઈએ છે બોલો..

સુમેર આમ તેમ જુએ છે પણ કોઈ મદદ કરે એવું લાગતું નથી


અચાનક
" એક પીઝા અને એક વડાપાઉં વડાપાઉં તીખું કરજો "
આરોહી બોલે છે

સુમેર : તુ.... તને કોને કીધું તુ વચ્ચે બોલવાનું

આરોહી : એ તો ટેબલ પર થી મને લાગ્યું જ આજ રાજકુમારી નો ક્લાસ લેવાય છે... કલાક લાગ્યો ઓર્ડર આપતા

સુમેર : ઓહ હેલો હું મેનેજ કરી શકું છું હો..

આરોહી : ઓહો એક ઓર્ડર આપવામાં તો આઆઆ હહહહહ નીકળી ગયું પાછા કે મેનેજ સુ મેનેજ હે

સુમેર :એ તો હું કહેવાનો જ હતો આતો અંકલ સમજ્યા નહિ મારી વાત ને...

આરોહી : હવે જા જા જુઠા.... ગપ્પા ના માર તને ગુજરાતી નથી આવડતું 😂😂😂

સ્ટોર ના માલિક : બેટા તને ગુજરાતી નથી આવડતું.. અરે આવડવું જોઈએ ગુજરાતમાં રહીને ગુજરાતી નથી આવડતું

સુમેર : યાર તમે તમારું કામ કરો ને (ગુસ્સામાં ત્યાંથી સુમેર ટેબલ પર જઈને બેસે છે)

આરોહી : SORRY UNCLE આને ગુસ્સો જલ્દી આવી જાય છે... લંડન થી આવ્યો છે એટલે...

સ્ટોર ના માલિક : અરે IT'S OK બેટા સમજી શકું આ લો તમારો ઓર્ડર... અને હા તમારી જોડી વધારે તમે ઝગડતા હોવ ત્યારે વધારે CUTE લાગે છે

આરોહી THANKS UNCLE.. (મનમાં બહુ જ ખુશ થઇ જાય છે)

આરોહી : SORRY ...

સુમેર : કેમ.....?
આરોહી : તને ખોટું લાગ્યું હશે...

સુમેર : નઈ નઈ મને સુ કામ લાગે પાગલ કાઈ નથી થયું


આરોહી : હા તો લાવ પાછું ચલ મારે બીજાને આપવા થશે

સુમેર : આ ઇન્ડિયા માં સભ્યતા જેવું છે જ નહીં સાચે હો... બે જણા ની વાતમાં ત્રીજો આવી જાય એમ સુ મજા આવે એમને

આરોહી : એ મજાક કરતા તા ખાલી યાર તુ એમની મજાક ને મગજપર કેમ લે છે યાર

સુમેર : નઈ મારો મતલબ બધાં થી છે ઇન્ડિયા માં આવું જ છે બધી રીતે

આરોહી : કેમ આવું ?

સુમેર : ઇન્ડિયા માં 18 વર્ષ થી નાનુ છોકરું જોબ કરે કે ક્યાંક કામ કરે તો એને બાળ મજૂરી કહેવાય છે અને 18 વર્ષ થી નાનુ છોકરું જો મૂવી કે સિરિયલ માં કે ઍડવેટાઇઝમેન્ટ માં કામ કરે તો એને લોકો સન્માન આપે છે બન્ને છોકરા પોત પોતાની રીતે એમના પરિવાર ને આર્થિક મદદ કરવા કામ કરે છે તો કેમ એક ને બાળમજૂરી અને એક ના કામ ને સન્માન ?

આરોહી ચૂપ છે... વિચારે છે પણ કાઈ સમજાતું નથી એ સુમેર સામે જોઈ રહે છે...

સુમેર : યાર ઇન્ડિયા માં ક્રિકેટ ને લોકો જિંદગી બનાવીને બેઠા છે નસીબ સારા ના હોય અને ઇન્ડિયા હારી જાય તો લોકો ને એવું ફીલ થાય કે જાણે એમની ઈજ્જત પર કોઈ એ હાથ ઉઠાવ્યો હોય...વિદેશ થી આવેલા લોકો ને અહીંયા નુ કોઈ હેરાન કરે કે છેતરે ત્યારે એમને એ ખબર નથી પડતી કે આના થી એમના જ દેશ ની બદનામી થાય છે... LAST YEAR મારો એક FRIEND આવ્યો તો ઈન્ડિયા પણ એની સાથે પણ આજ થયું એટલે એ ક્યારેય નથી આવવા માંગતો અહીંયા..

આરોહી : બધા એવા ના હોય સુમેર અમે લોકો अतिथिदेवोभवः
માં માનીએ છીએ એટલે કે મહેમાન અમારા માટે ભગવાન જેવા છે અમુક લોકોના કારણે આખો દેશ બદનામ થાય એ ના ચાલે ને..

સુમેર : હા તો જરાક મને કહીશ કે તારી પાસે કયો મોબાઈલ છે?

આરોહી : કેમ આવું પૂછે છે ?

સુમેર : અરે બોલ ને.

આરોહી : I PHONE11

સુમેર : તુ એકટીવા ચલાવે છે ?

આરોહી : હા જ તો મને બહુ જ ગમે.... હું કાર કરતા વધારે એકટીવા ચલાવું છું

સુમેર : ન્યૂઝ માં જોયું તુ કે ઇન્ડિયા માં સરકારે હેલ્મેટ ફરજિયાત કર્યું છે.

આરોહી : હા સાચી વાત છે કર્યું છે..

સુમેર :આજ પ્રૉબ્લેમ છે એક મોબાઈલ ની સ્ક્રીન ને બચાવવા એની પર ગ્લાસ લગાવાનું લોકોને ખબર પડે છે પણ એકટીવા અને બાઇક ચલાવવા માટે હેલ્મેટ પહેરવાની જરૂર એમને નથી સમજાતી એમને માથાની સેફ્ટી માટે હેલ્મેટ ની ચિંતા નથી પણ મોબાઈલ માં સ્ક્રીન માટે ગ્લાસ જરૂર લગાવશે

આરોહી :હું તો પહેરું છું યાર મમ્મી એમનેમ જવા પણ ના દે

સુમેર : WOW અહીંયા FOOD બહુજ મસ્ત છે

આરોહી : તને ગમે તો પેકીંગ પણ કરાવી દેશું

સુમેર : ના ના પ્રીશા આન્ટી ઘરે મારા માટે ગુજરાતી ડીશ બનાવવાના છે..

આરોહી : ઓહો તુ અને તારા પ્રીશા આન્ટી..

સુમેર : તારી મમ્મી છે હા હા હા

આરોહી : હા જ તો મારી મમ્મી સહુથી બેસ્ટ

સુમેર : જાણે મારી મમ્મી તો કંઈજ નહિ એમ ને

આરોહી : અરે બાપરે આવા માં પણ ગુસ્સો પાગલ

સુમેર:હા જ તો

આરોહી : તારી વાતોમાં ઇન્ટરેસ્ટિં પડ્યો યાર મને હજુ બોલ ને

સુમેર: સુ બોલું...

આરોહી : આ તારી વાતો... થોડી પાગલ જેવી છે પણ સાચું છે.

સુમેર : આવી તો બહુ બધી વાતો છે યાર

આરોહી : તને આવું બધું ક્યાંથી સુજે છે

સુમેર : પ્રોશા આન્ટી ની લખેલી બુક્સ ઓનલાઈન વાંચું છું હું પણ લખું છું થોડું ઘણું

આરોહી : તો મિસ્ટર ફિલોસોફર ચાલો ચાલુ કરો...

સુમેર : કંટાળો આવે તો કેતી નઈ હા..

આરોહી:હા તુ બોલે રાખ હું સાંભળું છું પછી આપડે એના પર ચર્ચા કરીશું

સુમેર : ચલ ચાલતા ચાલતા કહું તને...


બન્ને જણા ચાલવા લાગે છે કાંકરિયા તળાવ ની ચારે બાજુ ચાલવાનું શરૂ કરે છે... અને સુમેર એની વાત કરે છે...






[ સુમેર ની વાત ને પોઇન્ટ માં લખીશ તમે તમારો અભિપ્રાય અને એના વિચાર કૉમેન્ટ માં કહી શકો છો... નંબર પ્રમાણે વિચાર પર તમારો શું અભિપ્રાય છે જણાવશો .. સ્ટોરી સાથે કંઈક ચર્ચા પણ કરીશું તમે પણ ભાગ લેશો એ વિચાર સાથે ]


સુમેર : જો આરોહી..
(1) સાચ્ચા દોસ્ત તો સ્કૂલ માં જ હોય છે.. સ્કૂલ પછી બધા દોસ્ત મતલબ અને તમારી હેસિયત જોઈને બને છે

(2) મોબાઈલ લેવા નો હોય તો આપણે એના વિશે બહુ બધું સર્ચ કરીએ પણ ચૂંટણી માં ઉભા રહેલા નેતા વિશે આપણે એના થી અડધા ભાગ નુ પણ સર્ચ નથી કરતા

(3) જે સંબંધ માં ક્યારેય ઝગડા ના થાય તો સમજી જવું કે સંબંધ દિલ થી નહિ મગજ થી નિભાવવામાં આવી રહ્યો છે

(4) એક ક્રિકેટર મેદાન માં એક મેચ રમીને એટલા પૈસા કમાઈ લે છે જેટલા આખી દિવસ સરહદ પર ઉભા સૈનિક અને ખેતરમાં કામ કરતા ખેડૂત નથી કમાઈ શકતા
(5) બેન્ક હોય કે વેપારી ... હંમેશા એવા માણસ ને જ લોન આપે જેના જોડે પૈસા છે.

(6) જ્યારે કોઈ છોકરો એના સપનાની જોબ છોડીને એના પરિવાર ને ગમતી જોબ કરે છે ત્યારે એનો પરિવાર આખા ગામ ને પેંડા ખવડાવશે પણ એને કોઈ નહિ પૂછે કે એ હાલ કેટલા દુઃખમાં છે બીજા ના સપના માટે પોતાના સપના સાઈડમાં રાખ્યા

(7) ચપ્પલ અને બુટ આપણે એ. સી વાળા શો.રૂમ થી લઈએ છીએ અને શાકભાજી રોડ પર ધૂળ ઊડતી હોય એવી લારીઓ માં થી..

(8) લાખો રૂપિયા ખર્ચીને સારી કોલેજમાં એડમિશન લેવામાં આવે છે , સ્ટડી પછી 10,000 ની નોકરી માટે લાખો લોકોની રેસ માં લાગવું પડે છે.
(9) ફોને ગમે તેટલો મોંઘો હોય લાવી આપે માઁ બાપ પણ ફોને માં સહુથી ઓછા ફોટોસ એમના જ હોય છે

(10) સ્કૂલ ના બાળકો સ્કૂલમાં વાતાવરણ ને કેવી રીતે બચાવી શકાય એ માટે પ્રોજેક્ટ તૈયાર કરે છે અને મોટા મોટા પત્રકારો અને ન્યૂઝ ચેનલ હજુ એ વસ્તુ ને સાઈડમાં મૂકીને સલમાન ખાન ને હજુ લગ્ન કેમ નથી કર્યા એવા ટોપિક પર ચર્ચાઓ કરે છે....