Adhuro Prem. - 50 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ.. - 50 - અપમાન

અપમાન

પલક પોતાની દીકરીને જોઈને ખૂબજ ખુશી ખુશી થઈ ગઈ. એને થયુંકે જેનાં કારણે મે મારું જીવન દાવ પર લગાડ્યું એ દીકરી કેટલી રુપાળી છે.ખુબસુરત આંખો, સુંદર નાક,રૂપાળાં ગાલ એકંદરે પરી જેવી દેખાતી હતી.

સવીતાબેને વીશાલને ફરીથી ફોન કર્યો અને કહ્યું જમાઈ તમારા ઘરે લક્ષ્મી પધાર્યા છે.એટલું સાંભળતાં જ વીશાલે ફોન કાપી નાખ્યો. હવે સવીતાબેને થયુંકે એમણે જે સાંભળ્યું હતું એ ભરમ નહોતો એ સાચી વાત હતી.કેમ વીશાલે દીકરી નું નામ સાંભળતાંજ ફોન કાપી નાખ્યો હતો.

પલક અને એની ખુબજ સુંદર પરી જેવી દીકરીને જોઈને પલક વારંવાર આનંદનો અનુભવ કરતી હતી. પરંતુ જ્યારે એ પોતાનાં પતીને યાદ કરતી હતી, ત્યારે ત્યારે એનું મન વ્યાકુળ બની જતું હતું.

સવીતાબેને પલકને પુછ્યું...બેટાં તારે કોઈ વાત વીશાલ જોડે થઈ હતી ? દીકરી કે દીકરા બાબતે ? કારણકે મને એણે એવો વિચિત્ર જવાબ આપ્યો હતોકે મને અત્યારે ખૂબ દુઃખ થાય છે.
પલકે કહ્યું હાં મમ્મી એણે કહ્યું હતુંકે માત્રને માત્ર દીકરોજ
પેદા કરજે નહીંતર તારા હાથ પગ ખોખરા કરી નાખીશ. પણ એ કાંઈ મારા હાથની વાત થોડીછે મમ્મી તું જ કહે જોઈ.હું કરું તો શું કરું,એક તરફ આ નાની એવી જાન અને બીજી તરફ એ હીતશત્રૃઓ.....
પરંતુ હું મારી જીંદગી ગમેતેવી રીતે જીવી લ્ઈશ, હવે છેને મને સાથ આપવા માટે મારી દીકરી.. હેને મારી નાની એવી ખુબસુરત પરી ? મમ્મીનો સાથ સહકાર આપીશને ? પલક પોતાની નવજાત બાળકી સાથે વાત કરવાં લાગી.

આ ખુશીનો માહોલમાં જાણે ઉદાસીનતા છવાઈ ગઈ. કોણ જાણે પલકનાં જીવનમાં જ્યારથી વીશાલ આવ્યો છે, ત્યારથીજ પલકનું જીવન જાણે દુઃખ ભરેલું થઈ ગયું છે. હંમેશાં માનસિક ત્રાસ ભોગવી રહીછે. એ યાદ કરી અને એની બહેનપણીને કહેછે,,યાર મે એવાં શું પાપ કર્યા હતા કે મને આટલી બધી મુશ્કેલીઓ ભોગવવી પડે છે. થોડીઘણી પણ ધીરજ દાખવી હોત તો હું એ ઘરને સુખી સંપન કરી નાખેત.કેમકે હું એક સારી સરકારી નોકરી ધરાવું છું. આટલો બધો મને પગાર છે.વીશાલને પણ એટલોજ પગાર છે,બન્ને મળીને શું ન કરી શકેત ? પરંતુ એમણે મને પગ રાખવાનો મોકો પણ ન આપ્યો.(આવાં સમયે પણ ખુબ રડીછે એ છોકરી, જાણે કોઈની નજર લાગી ગઈ એનાં જીવતરમાં)

સવીતાબેને પલકનાં સાસરીયાંમાં ખબર અપાવ્યાં,એમણે વીશાલને કહ્યું હતું પરંતુ હજીસુધી કોઈએ ફોન કરીને ખબર પણ પુછી નથી.સારા નરવાનો ફોન પણ કર્યો નથી. એથી સવીતાબેને સામેથી ફોન કર્યો અને દીકરી અવતરી છે,એવી ખુશખબર પહોચાડી.

પરંતુ એમને ત્યાં તો કોઈ ખુશીનો માહોલ હોય તેવું દર્શાણું નહીં. પલકની સાસુએ ઉધ્ધત જવાબ આપ્યો. કહ્યું ઠીકછે ઠીકછે,સારું તે એમાં કાંઈ મોટી તોપ નથી ફોડી નાખી,
એક દીકરોય નો જણી શકી @#$^@આવાં "અપમાન" જનક શબ્દો સવીતાબેનને કાનમાં પડતાની સાથે જ એ ત્યાં જ ઊભા ઊભા થરથર ધ્રૃજવાં લાગ્યાં. અરેરે ! મારી દીકરી આ નરાધમો સાથે કેમ કરી અને રહેશે ? કોણ જાણે શું થવાની છે. ખુબ ચિંતા કરેછે,પરંતુ કરે પણ શું ? આ પલકની પોતાનીજ ભુલ હતીકે એણે માત્ર એક ભુલને કારણે પોતાની જીંદગી જોખમમાં નાખી દીધી.

પલકે સવીતાબેનને પુછ્યું, મમ્મી શું કોઈ સાથે વાત કરી ? શું કહ્યું ? એ લોકો આવેછેને ? વીશાલ તો જરૂર આવશે આ જોતો મારી નાનકડી પરી બીલકુલ એનાં પપ્પા જેવી લાગે છે નહી મમ્મી ? જોતો કેવી ટગર ટગર એનાં બાપાની રાહ જોઈ રહીછે.આવી વાતો કરતાં કરતાં ફરીથી પલકની આંખોમાં આંસુ આવી ગયાં.

સરીતાએ થોડી હીંમત જાળવવાં કહ્યું, એણે કહ્યું તું વીશાલનો નંબર મને આપ હું વાત કરું છું.સરીતાએ પલકનાં ફોનમાંથી વીશાલનો નંબર કાઢીને પોતાનાં ફોનમાંથી ફોન લગાડ્યો. જેવો વીશાલે ફોન ઉપાડ્યો એટલે સરીતાએ એને ઉધડો લ્ઈ લીધો.ખૂબ ખખડાવી નાખ્યો, જેમ ફાવે તેમ બોલીને વીશાલને છેલ્લાં શબ્દોમાં કહ્યું,તમારા મનમાં જરાય કોઈ પ્રકારનો ગો હોય તો કાઢી નાખજો,આ તમારી દીકરી છે,કેવાં માણસો છો ? તમે લોકો માણસાઈ જેવું કાંઈ છેકે નહીં ? કોઈ કહેશે તમે શીક્ષક છો ? આવા હોય શીક્ષક ? એકી સાથે નો કહેવાનું કહી દીધું. છેલ્લે એમ પણ કહ્યું અગર તમે અને તમારી માં અને તમારી બેન કાલ બપોર સુધીમાં જો
અહીંયા ખબર પુછવાં ના આવ્યાંને તો કાલે સાંજે વકીલ છુટાછેડાનાં કાગળ અને 420 નો કેસ લ્ઈને તમારી પાસે પહોંચી જશે.આવી જોરદાર ધમકી આપી, અને ચુપચાપ આવીને પલકને પલંગ પાસે આવીને બેસી ગઈ.

પલકે સરીતાની સામે જોયું અને પુછ્યું શું થયું ? વાત થઈ ? સરીતાએ કહ્યું હા થઈ ગઈ એ લોકો કાલે સમયસર પહોંચી જશે.

એકાદ કલાક પછી અચાનક વીશાલને જોઈ સરીતા ઉભી થઈ ગઈ. ને પલકને કહ્યું જો પેલો પહોંચી ગયો છે,સાથે તારી સાસું અને નણંદ પણ છે,અને બે ત્રણ બહેનો બીજી પણ છે.

પલક અચાનક સરીતાની સામે જોવાં લાગી, એકબીજાને આંખોમાં વાત કરી લીધી. પલકે પુછ્યું અલી તે એમને એવું શું કહી દીધું, જે લોકો આવવાં રાજી નહોતાં એ અબઘડી આવી પહોંચ્યાં ?
સરીતાએ પણ મનમાં જ ઉત્તમ આપી દીધો. પોતાની મૂછે તાવ દ્ઈને ઈશારાથી કહ્યું એમ છે,આવ્યાને દોડતાં દોડતાં. એ
શું માને છે,એમનાં મનમાં એકજ ફોનમાં સીધાંદોર કરી નાખ્યાં
.
પલકે ઈશારાથી કહ્યું અહીંયા આવ ! સરીતાં હળવેથી એની નજીક આવી, કાનમાં કહ્યું તું ચિંતા ન કર મે ફોન કરીને ધમકી આપી હતી. અમથા નથી આવ્યાં આ બધાં બીકનાં માર્યા આવ્યાં છે.
વીશાલ અને એની મમ્મી બહેન અને પાડોશી જે સાથે આવ્યાં હતાં એ પલકની નજીક આવ્યાં, અને એની સાસુએ મોઢું કાળું કરીને કમને પણ દીકરીને હાથમાં લઈને રમાડવા લાગી. પરંતુ એમાં પણ કવેણ કહ્યાં કે લ્યો આવી ગયાં બાપનો ખર્ચ વધારવાં માટે.
પલને એની સાસુની વાત હાડોહાડ લાગી ગઈ, આવું કેવું છે, જગતનું તંત્ર કે કોઈ દીકરીને આટલી કેમ તરછોડી શકે ? એક દીકરીનું આટલું"અપમાન"વાહ ભગવાન કાં તો તું આવા માણસોને ધરતી ઉપરથી લ્ઈલે ને કાં દીકરીને જન્મ આપવાનું બંદ કરીદે.પલક એનાં પતી સામે આચ્યર્ય ભાવથી જોતી રહી.એણે કહ્યું વીશાલ તમે કશું નહીં કહો આ તમારી દીકરી માટે ? એનાં તરફ ધ્યાન તો આપો એ કેટલી સુંદર લાગેછે.એ બીલકુલ તમારા જેવીજ લાગે છે.

પલકની વાત સાંભળીને વીશાલે એની દીકરીને પોતાનાં હાથમાં લીધી.જેવી બાપ દીકરીની નજર એક થઈ એવીજ વીશાલનાં હોઠ ઉપર સ્માઈલ આવી ગઈ. એને હ્લદયમાં કશું પ્રમભાવ ઉભરવાં લાગ્યો. પરંતુ એને થયું કે હું કાંઈક ભાવનામાં બેહકી જ્ઈશ ! એટલે એણે એની નાનકડી પરીને પોતાની મમ્મીનાં હાથમાં મુકીને બહાર જતો રહ્યો.

આ બધો તમાસો સવીતાબેન જોઈ રહ્યાં છે, એણે પોતાની દીકરીનું ભાવી કેવું દુઃખ ભરેલું હશે એ નક્કી કરી નાખ્યું. મનમાં ખૂબ દુઃખ થયું. પોતાની દીકરીને ભણાવી ગણાવીને મોટી ઓફીસર બનાવી કેમકે એને જીવનમાં કોઈ મુશ્કેલી વેઠવી ન પડે.એનાં જીવનમાં કોઈ પણ પ્રકારનો આર્થિક સંકટ આવી ન ચડે.કોઈ પાસેથી એને બે પૈસા ઉછીનાં લેવાં ન પડે.
પરંતુ બધું બરાબર હોવાં છતાં પોતાની દીકરીને આટલી અધોગતિ આવી પડશે એવું વિચાર્યું નહોતું. કેટલી રુપાળી દેખાવડી દેખાતી મારી દીકરી વારંવાર"અપમાન"સહન કરવાની ટેવ પડી ચુકીછે. ગમેતેવા ભડને પણ જવાબ આપી શકતી મારી પલક આજે ભાવી આગળ સાવ પાંગળી બની ગ્ઈ છે....................ક્રમશઃ


(હવે આગળ જોઈશું એનાં જીવનમાં કેવો ઉતાર ચડાવ આવેછે....જોઈશુંં ભાગ:-51 દમન )



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED