#KNOWN - 12 books and stories free download online pdf in Gujarati

#KNOWN - 12

અનન્યા આ સાંભળીને મનમાં ને મનમાં પોતાની કોઈ અલગ રમત વિચારીને ખુશ થઇ રહી હોય છે.... ત્યારબાદ અનન્યા પોતાના વસ્ત્રો પહેરીને ત્રિલોકનાથની સમીપ બેસે છે.
"તને ભૂખ લાગી છે અનન્યા??" ત્રિલોકનાથે અનન્યાની સામું જોતા પૂછ્યું.
"હા ખૂબજ લાગી છે, તમે તો મારા મનની વાત જાણી લીધી." અનન્યાએ ખુશ થતા કહ્યું.
"હા, તો અત્યારથી જ હું તારી વિદ્યા શીખવાની ધગશ જોઈ લઉં. અઘોરપંથમાં આવતા પહેલા સમાજના સર્વ મોહમાયાને ત્યાગવા પડે છે, એટલે આપણે અત્યારે તારા પિતાનું મૃત મડદું ખાઈશું." ત્રિલોકનાથ અનન્યાને સમજાવતા બોલ્યો.
અનન્યા તરત ઉભી થઇ અને કારની ડેકી ખોલીને તેના પિતાના શવને ઉપાડીને નીચે ઢસડતી ત્રિલોકનાથ પાસે લાવી, ત્યારબાદ અનન્યા નીચે બેસીને કાંઈ પણ વિચાર્યા વગર બાજુમાં રહેલ ધારિયા જેવા સાધનથી કેતનભાઈનાં શરીરનાં અંગો છૂટા પાડવા લાગી.
અનન્યાનું આ પ્રકારનું સાહસ જોઈને ત્રિલોકનાથ પણ અચંબિત થઇ ગયો હતો.
ત્યારબાદ બંનેએ કાચા માંસને ભૂખ્યા વરુની માફક આળોગ્યું.પોતાની તરસ છીપાવવા અઘોરીએ માનવખોપરી જેવું હાથમાં લીધું અને તેની અંદર રક્ત ભરીને પીવા લાગ્યો. અનન્યાએ પણ આ વાતનું અનુસરણ કર્યું.

બીજા દિવસે અનન્યાએ અઘોરપંથની વિદ્યા શીખવાનું શરુ કર્યું. અનન્યા ત્રિલોકનાથ સાથે સ્મશાનમાં રહીને જ પોતાની વિદ્યામાં ધ્યાન આપી રહી હતી. ત્રિલોકનાથે અનન્યા ઉપર વિશ્વાસ કરીને અઘોરપંથનાં ખૂબજ ગહન રહસ્યો અને પોતાની ગુપ્ત વિદ્યાઓ શીખવી હતી. થોડા દિવસો આમજ ચાલ્યું.
એક દિવસ ત્રિલોકનાથ અને અનન્યા સાથે બેસીને કુતરાના માંસનું ભક્ષણ કરી રહ્યા હતા.

"અનન્યા આજે હું તને પ્રાણીઓને પુનઃ જીવિત કરવાની વિદ્યા શીખવીશ.આ માટે તારે પેલા શૃધ્ધ થવું જરૂરી છે. આ સાધના માટે તારે સ્નાન કરીને શરીરશુદ્ધિ કરવી આવશ્યક છે એટલે સાંજ પડતા તું આગળનાં તળાવમાં સ્નાન કરી આવજે." ત્રિલોકનાથે અનન્યાને સમજાવતા કહ્યું.
"જી જરૂર. હું પણ આ સાધના કરવા તત્પર છું, ત્રિલોકનાથજી.મારે તમને એમ પૂછવું હતું કે હું કયારે પૂર્ણ અઘોર કહેવાઈશ??" અનન્યાએ પોતાના મનમાં રહેલો સવાલ કરતા પૂછ્યું.
"કાલે અનન્યા, કાલે અમાસ છે, કાલે અઘોરપંથની એક એવી વિદ્યા હું તને શીખવીશ કે તેના પૂર્ણ થયાં બાદ તું પણ એક પૂર્ણ અઘોરી કહેવાઈશ."
"વાહ, મને કાલની રાહ રહેશે." અનન્યા ખુશ થતા કૂતરાની ટાંગ ચાવતા બોલી.

ત્રિલોકનાથ પણ ચહેરા પર હાસ્ય લાવતા અનન્યાની વાતમાં હસી રહ્યો હતો. તેના ઘોર દિમાગમાં ન જાણે કેવું તંત્ર રચાઈ રહ્યું હતું.
અનન્યા ત્યાંથી ઉભી થઇ અને એક કાળું કપડું લઈને તે સ્નાન કરવાના ઉદ્દેશથી સ્મશાનની બહાર જવા લાગી.

આગળ એક નાનકડું તળાવ આવતું હતું. અનન્યાએ ત્યાંજ પોતાના શરીર પર વીંટાળેલ લાલ કપડાંને દૂર કરીને તળાવની અંદર પ્રવેશવા લાગી. તળાવનું ઠંડુ પાણી અનન્યાના શરીરમાં રોમે રોમે એક ટાઢક આપી રહ્યું હતું. તેણે કદાચ લગભગ મહિના બાદ પાણીનો સ્પર્શ મેળવ્યો હતો. તે સ્વગત બબડતા બોલી, "આહા!! મને તો મારા ઘરે રહેલ ફુવારાની ખૂબજ યાદ આવતી હતી. આ અઘોરી સાથે રહીને તો હું પૂરી ગંદકીથી ભરાઈ ચૂકી છું.બસ કાલની રાહ છે ત્રિલોકનાથ. કાલની વિદ્યા પૂરી થયાં બાદ તું જો હું તારી પણ શું હાલત કરું છું." બોલતી બોલતી અનન્યા પાણીથી પોતાના અનાવૃત દેહને સાફ કરવા લાગી.

ત્યાં ઝાડની પાછળથી અનન્યાને કાંઈક અવાજ સંભળાયો.
તેણે બુમ મારતાં પૂછ્યું, "કોણ?? કોણ છે ત્યાં?? બહાર નિકળ."
અનન્યાનું આવું બોલતા જ માધવી રોતી રોતી બહાર આવે છે.
"ઓહહ!! માધવી તું?? મને તો એમ કે મારું કોઈ આશિક આવ્યું હશે મજા કરવા." અનન્યાએ માધવી સામું હસતા હસતા કહ્યું.
"અનુ શું થઇ ગયું છે તને?? અને તારા ઘરનાં લોકો સાથે શું થયું છે?? તને ખબર છે ઓમની મિસિંગમાં તારા ઘરનાં લોકો અને તું સંડોવાયા હોવ એવું લાગે છે. પોલીસ તને અને અંકલ આંટીને શોધી રહી છે. તમારી કોઈ કામવાળી પણ લાપતા છે. તું પણ મને આજે છેક મહિના બાદ મળી અને એ પણ આવી હાલતમાં. શું ચાલી રહ્યું છે આ બધું??" માધવી પોતાના આંખે આવેલ આંસુને લૂછીને એકધારું બોલી.
અનન્યા નગ્ન અવસ્થામાં જ તળાવની બહાર આવી. તેના આકર્ષક દેહને જોઈને માધવીને પણ સ્ત્રીસહજ ઈર્ષ્યા આવી રહી હતી. માધવીની આંખો પણ સીધી અનન્યાના ડોલતા ઉરોજો પર ચોંટી ગઈ હતી. અનન્યાના લાંબા ભીના કેશ તેના ભારે નિતંબો ને ઢાંકી રહ્યા હતા. અનન્યાએ પોતાની સાથે રહેલ કાળો રૂમાલ વીંટાળ્યો.
"માધવી, મારા મોમ ડેડ હવે આ દુનિયામાં નથી રહ્યા. એટલે હું પણ હવે આ બધી મોહમાયા ત્યાગીને અઘોરપંથ અપનાવી ચૂકી છું. તને વિશ્વાસ ના આવે તો આજે સ્મશાનમાં આવીને જોજે રાતે 12 વાગે. મારી સાધના ચાલું થશે, અને હા ઓમ વિશે માત્ર એટલું જ કહીશ કે તેનાથી ઘટિયા માણસ મેં મારી લાઈફમાં નથી જોયો." કહીને અનન્યા ત્યાંથી ચાલવા લાગી.
"એક મિનિટ અનુ, ઓમ વિશે કાંઈ પણ બોલતા પહેલા દસ વાર વિચાર કરજે. તને ખબર છે એ મારા માટે-" માધવીએ અનન્યાને રોકતા કહ્યું.
અનન્યાએ માધવીની વાત કાપતા કહ્યું, "આઈ નો, આઈ નો!! એ તારો બોયફ્રેન્ડ છે, સોરી હતો પણ એક વાત તું પણ આજે જાણી લે કે તારા બોયફ્રેન્ડે મારી સાથે સેક્સ કરવામાં એક વાર પણ નહોતું વિચાર્યું. હા, મન ભરીને મારું કૌમાર્ય ભંગ કરી ચૂક્યો હતો એ કદાચ એનીજ સજા..."
"સજા શેની સજા?? ઓમ આવું કરી જ ના શકે. તું ખોટું બોલી રહી છું. ભૂત પ્રેતના ચક્કરમાં અનુ તું તારી લાઈફ હાથે કરીને સ્પોઈલ કરી રહી છું.હજુ ટાઈમ છે સુધરી જા."માધવીએ અનન્યાને સમજાવતા કહ્યું.
"નો ડાર્લિંગ!! હવે તો જો હું મારી લાઈફમાં એવી વસ્તુઓ હાંસિલ કરીશ કે માણસ તો શું ભૂત પ્રેતને પણ મારા વશમાં કરી શકીશ હું!! હાહાહા " આટલું કહીને અનન્યા પોતાના રસ્તે ચાલવા લાગી.
"અનન્યા બહુ જ પસ્તાઈશ.એવી મોત મરીશ કે તારા known(જાણીતા -પોતાના ) પણ તારા માટે કશું નહીં કરી શકે." માધવી જતી અનન્યાને ઊંચા સાદે કહેતી રહી. પણ અનન્યા હવે રોકાય એમ નહોતી.

અનન્યા ચાલતી ચાલતી સ્મશાનમાં આવી રહી હતી. થોડે આગળ એક મડદું બાળવાની ક્રિયા થઇ રહી હતી. ચામડી બળવાની વાસના લીધે વાતાવરણમાં એક તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. અનન્યા માટે આ વસ્તુઓની કાંઈ નવાઈ ના હોય એમ તે પોતાના નિયત વૃક્ષે અઘોરી ત્રિલોકનાથ પાસે આવી ગઈ.
"શરીરશૃદ્ધિ થઇ ગઈ અનન્યા??" ત્રિલોકનાથે અનન્યાના ભીના દેહ પર લોલુપ નજર ફેરવતા પૂછ્યું.
અનન્યાએ હકારમાં ડોકું હલાવ્યું.
"તો મનની પણ કરી નાખવી હતી ને જોડે !! હાહાહા" ત્રિલોકનાથે અટ્ટહાસ્ય વેરતા કહ્યું,
"મતલબ!! હું કાંઈ સમજી નહીં."અનન્યાએ ગભરાતા સ્વરે પૂછ્યું.
"એ હું તને તારી કાલની સાધના પૂર્ણ કરીને જણાવીશ. મેં તને જે વિદ્યા શીખવી છે એનો ઉપયોગ કરજે અને જા હાલ રસ્તામાંથી કૂતરાનો આકસ્મિક મૃત્યુ કરાવીને તેના મડદાંને લેતી આવ." કહીને ત્રિલોકનાથ સાધનાની તૈયારીઓ કરવા લાગ્યો.
અનન્યા ફરી સ્મશાનની બહાર આવી અને નિર્જન રસ્તા ઉપર એક અપલક નજર ફેંકી. ત્યાંજ તેનું ધ્યાન રસ્તે ચાલતા એક નાનકડાં ગલૂડિયાં ઉપર પડી અને અનન્યાની આંખોમાં ચમક આવી ગઈ.....

(ક્રમશ : )

(જો આપને મારી નોવેલ ગમી હોય તો પ્રતિભાવ આપવાનું ના ભૂલશો...)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED