કોલ સેન્ટર (ભાગ-૬) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૬)


તું ચિંતા ન કર ધવલ.!!!મિટિંગની હજુ તો શરૂઆત થઇ છે,મીટિંગમાં છેલ્લા દિવસે માનસી ને પ્રપોઝ કરી જોજે, જો તે હા,પાડે તો ઠીક છે,નહીં તો ફરી આપણે ઓફિસ પર મળીશું,એ પછી માનસી તારી સાથે ન બોલે તો હું તારી અને માનસીને ફરી દોસ્તી કરાવીશ.


********************************

અનુપમ તારી વાત મને યોગ્ય લાગી હું પ્રયત્ન કરીશ. રાત્રીના ૧૨:૩૦ થઈ ગઈ હતા.હવે તારે તારી રૂમમાં જવું જોઈએ,સવારે મીટીંગ પણ છે,ધવલ અનુપમનો દરવાજો ખોલી બહાર નીકળ્યો,બહાર નીકળતા જ તેણે વિશાલ સર અને માનસીને હાથમાં હાથ નાખીને માનસીની રૂમમાંથી બહાર નીકળતા જોયા.રાત્રીના ૧૨:૩૦ થઈ ગઈ હતી એટલે વિશાલ સરને એમ હતું કે કોઈ હવે જાગતા નહીં હોય,પણ ધવલ અને અનુપમ બન્ને હજુ જાગી રહ્યા હતા.

ધવલે અનુપમને ઈશારો કરી રૂમની બહાર બોલાવ્યો. અનુપમ જલ્દી બહાર આવ્યો.વિશાલ સર અને માનસી લિફ્ટમાં નીચે જઈ રહ્યા હતા.અનુપમ એ બંને ક્યાં જાય છે,અત્યારે હું જોવા માંગુ છું,તું મારી સાથે ચાલ.

નહિ ધવલ તું રહેવા દે,આ પહેલા પણ આપણે બંને તેની પાછળ પાછળ ગયા હતા.તે શા માટે અને શું કરવા જાય છે,તે તું જાણે છે,તારા દિલમાં દુઃખ થાય એવું શા માટે તું જોવા માંગે છે..!!!

નહિ અનુપમ મને આજે આમ પણ નીંદર નહિં આવે. તું મારી સાથે ચાલ અનુપમનો હાથ પકડી ધવલે ઉભો કર્યો.બન્ને નીચે જઈને થોડી વાર આમ તેમ નજર કરી પણ કોઈ જગ્યા પર વિશાલ સર અને માનસી દેખાય રહ્યા ન હતા.ધવલની જમણી બાજુ એક ટેબલ પર નજર પડી.એ જગ્યા પર જ માનસી અને વિશાલસર બેઠા હતા.

તે થોડા ડાબી બાજુ ખસી ગયા માનસી આજ બ્લેક કલરના વનપીસમાં મસ્ત લાગતી હતી.ગળામાં મોતીનો નાનકડો એવો હાર પહેર્યો હતો તે પહેલા આ હાર ક્યારેય તેણે પહેર્યો ન હતો.આજે તેને વિશાલ સરે ગિફ્ટ કર્યો હોઈ એવું લાગી રહ્યું હતું.

દરેક વખતે વિશાલસરની પત્ની પાયલ મિટિંગમાં હાજર હોય પણ આ વખતે તે આવી ન હતી તેનો લાભ વિશાલ સર આજે લઈ રહ્યા હતા.કોણ જાણે શું આ વિશાલ સરમાં માનસી ભાળી ગઇ હતી કે તેની પાછળ પાલતું પ્રાણીની જેમ ચાલી રહી હતી.

થોડી જ વારમાં બંને ટેબલ પરથી ઉભા થયા અને ફરી એ જ લીપમાં તે ઉપર આવ્યા.હું અને અનુપમ દાદરથી ઉપર આવ્યા.અમે બંને દાદર ચડી ઉપર આવ્યા ત્યાં સુધીમાં તે લિપ માંથી બંને બહાર નીકળ્યા.બંને એકસાથે ઘણા ખુશ હોય એવું લાગી રહ્યું હતું.રાત્રીના 'બે'વાગી ગયા હતા વિશાલ સરે દરવાજો ખોલ્યો અને માનસીની રૂમમાં બંનેએ પ્રવેશ કર્યો હું અને અનુપમ જલ્દી માનસી ની બાજુની રૂમમાં પહોંચી ગયા.

મને ખબર છે,ધવલ કે તું આ બધું નથી જોઇ શકતો તો પણ તારે જોવું પડે છે,કેમકે તું કઈ નથી કરી શકવાનો,અનુપમ મારાથી થાય એટલી કોશિશ કરીને માનસીને હું મારી બનાવવાનો પ્રયત્ન કરીશ તે એક દિવસ મને પ્રેમ કરશે જ.!!!મારા પર અને માનસી પર પણ મને વિશ્વાસ છે,તું શું કરી રહ્યો છે,બાથરૂમમાં? આ જાળી હટાવી એટલે માનસીનો રૂમ અહીંથી સારી રીતે દેખાય છે,એ જાળી ઈમરજન્સી માટે દરેક રૂમ માં રાખેલી છે.

તને કેવી રીતે ખબર પડી? ગયા વર્ષેની મીટીંગમાં બીજા માળ પર હું હતો અને આ જ રીતે બાથરૂમમાંથી હું માનસીને દરરોજ જોતો.તે ક્યારેક ડાન્સ કરતી હોય
તો ક્યારેક ટીવી જોતી હોય.બસ એ જ વખતે માનસી પ્રત્યે મને પ્રેમ થઈ ગયો.

મને ખબર હતી કે મારી સાથે માનસી વાત નહીં કરે.હું પણ તેને આ રીતે દરરોજ જોઇને આનંદ લેતો હતો. પણ આ જાળી એવી છે કે કોઈ અવાજ આવતો હોય તો જ ખોલી શકાય નહિ તો ખોલતા જ ખબર પડી જાય.તું ટીવી શરૂ કર અને કોઈ સારું ગીત મુક, એ પછી જાળી હું બાથરૂમની ઉપરની લવ.

ધવલ સમજવાની કોશિશ કર કાલે મિટિંગ છે અને આ જ આપણે થાકી ગયા છીએ કાલે મિટિંગ માં જ આપણને બંનેને નીંદર આવશે માનસી વિશાલ સરને કહી દે કે મને મજા નથી એટલે તેને વિશાલસર રજા આપી દેશે પણ મને અને તને ભૂલથી પણ રજા નહીં આપે.

અનુપમ તારે જવું હોય તો જઈ શકે છે,પણ હું તો આ જ આ બંનેની રંગીલી રાસલીલા જોવા માંગુ છું. ધવલ તું સમજવાની કોશિશ કર.તે એક વાર પણ ત્યાંથી જોવાની કોશિશ કરી તો માનસીના સમ છે.!!

તું અનુપમ શા માટે મને રોકી રહ્યો છે..!!! કેમકે એ તારી ભવિષ્યની પત્ની બનવાની છે,તું જ્યારે પણ તેની સાથે સંબંધ બાંધવાની કોશિશ કરીશ ત્યારે તને આ સ્પર્શ આંખ સામે આવીને ઊભો રહેશે,તને થશે કે હું એવી સ્ત્રીને પરણ્યો મારી બે આંખ તેને કોઈ સાથે સંબંધ બાંધતાં જોઈ રહી હતી.

અનુપમ હું તારી વાત સાથે જરા પણ સહમત નથી મને ક્યારેય એવું નહીં થાય કે માનસી વિશાલસર સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે,નહીં હું ક્યારેય નહીં વિચારું.આજ અને અત્યારે જ બહાર આવીને કહે કે ધવલ હું તને ખૂબ પ્રેમ કરું છું,શું તું મારી સાથે લગ્ન કરીશ તો હું એક પળનો પણ વિચાર કર્યા વગર "હા" કહી દઈશ. અનુપમ હું શારીરિક સંબંધ બાંધવા માટે માનસી સાથે લગ્ન નથી કરી રહ્યો.હું માનસીને પ્રેમ કરું છું એને સદાય મારી બનાવ માંગુ છું,હું તેના દિલ ને ઓળખું છું.એ ભલે અત્યારે વિશાલ સર સાથે હોય પણ માનસી કોઈ પણ પુરુષ સાથે હશે તે પુરુષને હંમેશા ખુશ રાખશે.

ધવલ તું માનસી ના પ્રેમમાં પાગલ થઇ ગયો છે.તું સમજવાની કોશિશ કરે તે પૈસાને પ્રેમ કરે છે વિશાલ સરને નહીં તે અત્યારે વિશાલ સર સાથે છે.તે એટલા માટે છે કે તેની પાસે ખૂબ પૈસા છે.અનુપમ આ પહેલા પણ મેં તને કહ્યું હતું અને અત્યારે પણ તને કહું છું કે પૈસાને પ્રેમ સાથે કોઈ લેવાદેવા નથી હું માનસીને હંમેશા માટે મારી બનાવીને રહીશ પછી ભલે તે એક વેશ્યા પણ હોય.


*********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)