બેધડક ઈશ્ક -૧૦ jay patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેધડક ઈશ્ક -૧૦

બેધડક ઈશ્ક ભાગ 10
અખિલેશભાઈ થોડી જ વારમાં અનાથાલયના ગેટ આગળ આવી હોર્ન વગાડે છે. પાર્થ આર્યા સાથે અખિલેશભાઈ ને લેવા જાય છે. અખિલેશભાઈ એક મહિના પહેલા અહી આવ્યા હતા ત્યારે તેમને એક બાળક ગમી ગયેલ ત્યારે જ તેમણે મનમાં નકકી કરેલ કે આ બાળકને પોતાના દીકરાની જેમ સાચવીને રાખશે. હવે તેઓ આ બાળકને લેવા આવ્યા છે તે બાળકને લઈને રમણકાકા આવે છે તે બાળક નાની ઉંમરમાં જ મંદિરના ઓટલા પાસેથી એક બહેનને મળી આવ્યું હતું અને તે સ્ત્રીએ બાળકને અહીં અનાથાલય આવીને સોપી દીધું હતું. આ બાળકનુ નામ લક્ષમણકાકા એ પોતે જ ભાવિક પાડયું હતું. પાર્થ અખિલેશભાઈ તથા તેમની પત્ની મીનાબેન ને લઈને ઑફિસમાં જાય છે ત્યાં પાર્થ કેટલાક જરૂરી કાગળ પર તે બંનેને સહી કરાવે છે. અને આમ કાગળ પર સહી કરાવીને આ ભાવિકનુ પાલન પોષણ કરવાની જવાબદારી અખિલેશભાઈ તથા મીનાબેન ને આપે છે. હવે રમણકાકા ભાવિક ને લઈને ઑફિસમાં આવે છે. પાર્થ ભાવિક ને પોતાની પાસે બોલાવે છે. હાલ તેની ઉંમર સાડા ત્રણ વર્ષ છે. પાર્થ ભાવિક ને અખિલેશભાઈ તથા મીનાબેન ને આપે છે. અખિલેશભાઈ તથા મીનાબેન પોતાના બાળકને જોઈને ખૂબ ખુશ થઇ જાય છે અને હરખથી તેમના આંખોમાં આંસુ આવી જાય છે. ભાવિક પણ પોતાના મમ્મી પપ્પા ને મળી ખૂબ જ ખુશ હોય છે. તેનો હસતો ચહેરો આર્યા ને બતાવીને પાર્થ કહે છે, આર્યા આ ભાવિક ને જયારે તેના માતા પિતા એ તરછોડી દીધા હશે ત્યારે તેનુ જે કરૂણ રૂદન હશે ત્યારથી લઇને આજે તેના મુખ પર માતા પિતા મળવાના આનંદ ના સાચા હકદાર લક્ષમણકાકા જ છે . તેમણે શરૂ કરેલા આ અનાથાલયે આવા તો અનેક અનાથ બાળકો ને તેમના નવા માતા પિતા સાથે મળાવ્યા છે અને હું આ બાળપણથી જ જોતો આવ્યો છું . મારા દાદા પણ આ આશ્રમમાં મને ઘણી વખત મુલાકાત માટે લાવતા. લક્ષમણકાકા ના આવા પુણ્યના પ્રતાપે જ તેઓ હુમલાથી બચી ગયા છે. પાર્થ હવે અખિલેશભાઈને કહે છે, અખિલેશભાઈ હવેથી તમારા ભાવિક ને સાચવજો અને તે ભણી ગણી ને તમારા કરતા પણ આગળ જાય ત્યારે તેને એટલું જરૂર સમજાવજો કે જેમ તેની મદદ આ અનાથાલયના લોકોએ કરી છે તેમ તે પણ આવા અનાથ બાળકોની શકય તેટલી મદદ કરે બાકી આ અનાથાશ્રમ તમારી પાસેથી બીજું કંઈ માગતું નથી. હા પાર્થ હું મારા પુત્રને આ વિશે જરૂર થી સમજાવીશ.હવે પાર્થ તથા આર્યા અખિલેશભાઈ ને મૂકવા અનાથાલયના ગેટ સુધી આવે છે અને ભાવિકને પ્રેમથી ચૂમી લે છે. હવે પાર્થ અખિલેશભાઈ ને વિદાય આપી પાછો અનાથાલયના ઑફિસ આવે છે. ત્યાં આવી પાર્થ લક્ષમણકાકા ને ફોન લગાવી માહિતી આપી દે છે કે તેણે ભાવિકને અખિલેશભાઈ ને સોપી દીધો છે. હવે પાર્થ આર્યા ને લઈને અમદાવાદ તરફ ગાડી જવા દે છે . પાર્થ હવે આર્યા ને તેના ઘરે મુકવા જાય છે. પાર્થ આર્યાને ગાડીમાં જ જણાવે છે , આર્યા હવે આપણી એક્ઝામ નજીક આવે છે અને મારી ઈચ્છા મુજબ તારે આખી કોલેજમાં ફર્સ્ટ રેન્ક લાવવાનો છે તેથી હવે તુ પરીક્ષા ની તૈયારી શરૂ કરી દે. હું પણ હવે એકાદ બે અઠવાડિયામાં પરીક્ષા ની તૈયારી શરૂ કરી દઈશ. હવે પાર્થ ઘરે આવે છે . એકતા બહેન પાર્થની રાહ જોઈને બેઠા હોય છે. પાર્થ ના આવતા જ એકતાબહેન પાર્થને પૂછી ખાવાનું તૈયાર કરવામાં વ્યસ્ત થઇ જાય છે. પાર્થ ઘડિયાળ જુએ છે તો હાલ સાત વાગી રહ્યા છે. પાર્થ રૂમમાં જઈને ફોન જુએ છે તો તેના નંબર પર ત્રણ મિસ્ડ કોલ આવેલા હતા. તે તરત જ ફોન લગાવે છે . પાર્થ પર તેના એક માણસનો ફોન આવ્યો હતો . હલો પાર્થ અક્ષય હાલ કયાંક છુપાઈ ગયો છે તે છેલ્લા સાત કલાકથી પોતાના ઘરે પાછો આવ્યો નથી અને તેનો નંબર પણ સ્વિચ ઑફ બતાવે છે . તે ફરી જ્યારે મને દેખાશે કે હું તરત જ તમને ફોન કરીશ. પાર્થ આઠ વાગ્યા સુધી કંઈક વિચારે છે અને ત્યાં જ એકતાબેન પાર્થ ને નીચે જમવા બોલાવે છે. પાર્થ જમીને સુઈ જાય છે. રાત્રે લગભગ બે વાગ્યે કોઈક મોઢા ઉપર કાળું કપડું બાંધેલ વ્યક્તિ વિનોદભાઈ એટલે કે આર્યા ના ઘરને સારી રીતે જોઈ રહ્યો છે. તે ઘરના બધાં જ બારી બારણાં અને ઘરમાં પ્રવેશ કરવાના બધા રસ્તા ધ્યાનથી જુએ છે. તે ઉભો ઉભો સિગારેટ નો કશ ખેચી રહ્યો હતો. તે સિગારેટ ને પગ વડે મસળી નાખે છે અને ખંધુ હસીને બોલે છે: હું જલદી જ પાછો આવીશ.
બીજા દિવસે રમેશભાઈ પાર્થને અને એકતાબહેન ને સવારે સાત વાગે ઘરમાં બેઠકરૂમમા બોલાવે છે . તેઓ બોલવાનું શરૂ કરે છે: આજે મેં સવારે જ વિનોદભાઈ સાથે ફોન પર વાત કરી છે. વિનોદભાઈ કહેતાં હતા કે આમ પણ આર્યા અને પાર્થના લગ્ન કરાવવાના જ છે તો ખાલી મનની તસલ્લી માટે તેમની બંનેની કુંડળી આપણે પંડિતજી ને બતાવવી જોઈએ. આ વાત થી મને કંઇ પણ વાંધો ન હતો તેથી મેં તેમને હા પાડી છે. તો પાર્થના મમ્મી તમે પાર્થની કુંડળી કાઢીને રાખજો આપણે બંને કુંડળી વિનોદભાઇ ને આપી આવીશું જે તેઓ પંડિતજી ને પહોચાડી દેશે. સાંજે રમેશભાઈ અને એકતાબેન બંને વિનોદભાઈ ને ત્યાં જઈને કુંડળી આપી આવે છે. પાર્થ જમીને પોતાના રૂમમાં જાય છે હાલ તે ફ્રી હતો પણ આર્યા હાલ ડિનર કરતી હશે તેમ વિચાર કરીને તે બાલ્કનીમાં આવી બેસી જાય છે અને આકાશમાં દેખાતા તારાઓ તરફ નજર કરી કંઈક વિચારી રહ્યો હોય છે . તેને કંઈક વિચાર આવતા જ તે કોઈક ને ફોન કરે છે. પાર્થઃ અક્ષય વિશે શી ખબર છે? વ્યક્તિ: હાલ તો પારથ ના લોકેશન વિશે મને મારા સુત્રો પાસેથી માહિતી મળી ગઇ છે પણ હું હજી વધુ માહિતી એકઠી કરવા માગું છું. પાર્થ ઓકે કહી ફોન મુકી દે છે. થોડી વારમાં પાર્થના ફોન મા આર્યા ની રિંગ વાગે છે આ રિંગટોન પાર્થે ખાસ આર્યા માટે જ ગોઠવેલી હતી પાર્થ ફોન ઉપાડે છે. પાર્થ: હલો આર્યા શું કરે છે હુ તને બે દિવસ થી મળ્યો નથી તો તારી બહુ યાદ આવે છે. આર્યા: બસ હુ હમણાં જ જમીને આવી છું અને જેવી હુ ફ્રી થઈ ને બેઠી નથી કે તરત જ તમારી યાદ આવી ગઈ તો તરતજ કોલ કરી દીધો. પાર્થ: મને પણ તારી ખૂબ જ યાદ આવે છે ઈચ્છા તો એવી થાય છે કે ઉડીને તરતજ તારી પાસે આવી જાઉ અને પછી આપણે બંને ઉડતા ઉડતા આખા આકાશની સફરે જઇએ પણ આ તો એક સપનું જ છે . આર્યા: મને તો હવે ઉંઘ પણ નથી આવતી જયારે જયારે આંખો બંધ કરું છું ત્યારે ત્યારે તમારો ચહેરો જ મારી સામે આવી જાય છે. પાર્થ : જો તને ઉંઘ ન આવતી હોય તો એક ઉપાય જણાવું જો તારી આજ્ઞા હોય તો .. આર્યા: તમારે આમ કંઈ મારી પરવાનગી ન લેવાની હોય સીધું જ કહી દેવાનું હોય આમ પણ તમે મને જે પણ સલાહ આપશો તેમાં કંઈ મારું અહિત તો નહિ જ હોય. પાર્થ: ઓ કે તો એક કામ કર . પલંગ પર સુઈ જઈને આંખો બંધ કરી એ સમય વિશે વિચાર જયારે આપણે બંને સાથે હોઈએ છીએ અને જયારે આપણને કોઈ પણ વાતની ચિંતા હોતી નથી માત્ર એકબીજાની આંખો મા જોઈ રહ્યા હોઈએ. આમ વિચાર કરતી જા માત્ર પાંચ સાત મિનિટ માટે અને થોડી જ વારમાં તુ આપણા બંનેના સપના જોતી હોઈશ.હૂં આ રીતે જ જયારે મને ઉંઘ ન આવતી હોય ત્યારે માત્ર તારા જ વિચાર કરુ છુ અને થોડી જ મિનિટમાં સ્વપ્નમાં તારા પાસે પહોંચી જાઉ છું. આર્યા: સારું આજે આ રસ્તો અપનાવીએ , જાણીએ તો ખરા કે હુ પણ તમારી જેવા અનૂભવ કરી શકુ છું કે નહિ. હવે પાર્થ અને આર્યા બંને એકબીજાને ફોન પર જ કિસ કરી ફોન કાપી નાખે છે
વધુ આવતા અંકે.........
આપના અમૂલ્ય પ્રતિભાવ મને જરુરથી મોકલશો . gizapodul@gmail.com પર.
ધન્યવાદ!💐💐💐💐💐🙏🙏🙏